Book Title: Acharanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 290
________________ [25] ગ્ય અવિપરીત વિષયને ગ્રહણ કરે, તે સર્વ અવધ પ્રજ્ઞાન વાળે, પિતાના આત્મા વડે અથવા સર્વ દ્રવ્ય પર્યાયમાં સારી રીતે રહેલું જે પ્રજ્ઞાન જેના આત્મામાં હોય, તે આત્મા, ભગવદ્વચન પ્રમાણ માનીને દ્રવ્ય પર્યાયથી ઉત્પન્ન થયેલું જે કંઈ છે, તે બીજી રીતે નથી તેવું માને. અહીઓ સામાન્ય તથા વિશેષને જાણવાથી સંપૂર્ણ જાણુ, તથા એગ્ય વસ્તુ સ્વરૂપને જેણે નિશ્ચય કર્યો છે, તે સર્વ સમ્પફ પ્રકારે પ્રજ્ઞાન પામેલે આત્મા કહે; અથવા શુભ અશુભને બધો સમૂહ તેને સંપૂર્ણ જ્ઞાનથી ચારે ગતિ, તેના તથા મેક્ષ સુખના સ્વારૂના જ્ઞાનથી અસ્થિર સંસાર સુખમાં અસંતુષ્ટ બની મેક્ષ અનુષ્ઠાનને કરતાં સર્વે અનુકૂળ બાધ (પ્રજ્ઞાન) વાળે આત્મા જાણ, તેથી આ પ્રકારના આત્મા વડે. ન કરવા યોગ્ય તથા પરલેકમાં નિંદનીય પણાથી હિંસાને અકાર્ય જાણીતે, તે ન કરવા યત્ન કરે છે; હવે તે છવ વધ શા માટે અકાય છે? શા માટે તેને યત્ન ન કરે? તે કહે છે. નીચે પાડે તે પાપ, અને કરાય તે કર્મ, તે પાપ કર્મ અઢાર પ્રકારનું છે. તે પ્રાણતિપાતથી મિથ્યાત્વ દર્શન શલ્ય સુધી છે તે બતાવે છે. * જીવ હિંસા, જુઠું, ચેરી, કુશીલ, પરિગ્રહ, કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન, (ટું તેહમત) ચુગલી. પરનિંદા, હર્ષ ખેદ, કપટ કરીને જુઠું બેલવું, તથા મિથ્યાત્વ શલ્ય, એ અઢાર પ્રકારનાં પાપ પિતે ન કરે, ન કરાવે, અને ન અનુદે,

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295