________________ [273 માને છે. વિનય તેજ સંયમ છે. શાળ્યાદિ સાધુ-અમે પણ વિનયમાં રહેલા છીએ, એમ બેલે છે, પણ તેઓ પૃથિવી વિગેરે જીનું સ્વરૂપ જાણતા નથી, અને કદાચ માને, તે પણ તેજ આશ્રિત આરંભ કરવાથી જ્ઞાનાદિ આચારના વિકપણાથી આચાર રહિત છે. પ્રેમ–એવું શું કારણ છે કે પિતાને આચાર વિનાના દુષ્ટ શીલવાળા હોવા છતાં સંયમવાળા માને છે.? ઉત્તર–પિતાના છન્દ એટલે અભિપ્રાય પ્રમાણે પૂર્વ પર વિચાર કર્યા વિના અથવા વિષયને અભિલાષ તેના છન્દવડે ઉપનીત આરંભના માર્ગમાં રહીને અવિનીત છતાં, પિતાને વિનય છે, એમ બેલે છે, અધિક એટલે વધારે ઉત્પન્ન તે આરંભમાં લીન થયેલા, વિષયના પરિભેગમાં એક ચિત્તવાળા બની ગયેલા અને જીવેને દુઃખ દેવાનાં કર્મો કરે છે, આ પ્રમાણે વિષયની આશામાં ખેંચાયેલા ચિત્તવાળા શું કરે છે? તે બતાવે છે. “આરંભમાણ” એટલે સાવધ અનુષ્ઠાન અતિશયથી કરે છે, તેઓ આ સંસારમાં અનુષ્ઠાનવડે આઠ પ્રકારના કર્મને સંગ કરે છે, અથવા જેઓ આરંભ કરે છે તે વિષય સંગ કરે છે, અને તે વિષય સંગથી સંસાર છે. ઘણા વેગથી જે ઉન્મતાઈ કરે, તેથી ભાવે કર્મ બંધાય, અને પછી અનેક પ્રકારનાં દુઃખે. પિત, એટલે છ છવ નિકાયને ઘાત કરનારે વારંવાર ભોગવે છે હવે તે આરંભથી નિવૃત્ત થયેલે કે ઉત્તમ હોય તે બતાવે છે.