________________ [272) કર્મથી બંધાય છે શા માટે? એમ શિષ્ય પૂછતાં કહે છે કે હે સુજ્ઞ! એક જીવનિકાયને આરંભ બીજી જવનિકાયના ઉપમદેન શિવાય ન બની શકે એટલા માટે તું સમજી લે. આ સાંભળનારને વિચારવા કહ્યું. (અહીં બીજીના અર્થમાં પહેલી વિભકિત છે. તેને આ પ્રમાણે અન્વય કરે,) પૃથિવી વિગેરેના આરંભ કરનારને બીજી કાયાના આરંભ કરવાથી ઉપાદીય માન ને જાણું. (અર્થાત્ તેઓની બીજીકાય મારવાને અભિલાષ ન હોય, છતાં એકકાય હણતાં, બીજી કાય સ્વયં હણાઈ, જવાથી મારનારને પાપ લાગે છે; ) હવે કયા છે પૃથિવી વિગેરેને આરંભ કરતાં શેષ કાયના આરંભના કર્મથી બંધાય છે, તે કહે છે. જેઓ આચારમાં રમતા નથી, એટલે પરમાર્થ જાણ્યા વિના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, નામના પાંચ પ્રકારના, આચારમાં જેઓ ધિરજ ન રાખે, તેઓ અઘતિને લીધે પૃથિવાય વિગેરેના આરંભી બને છે તેઓને બીજી કાયના પણ પાપ બાંધનારા જાણ. પ્રશ્ન-કયા લેકે આચારમાં રમતા નથી.? ઉત્તર–શાક્ય દિગમ્બર તથા પાસસ્થા (ચારિત્રથી પતિત) વિગેરે. પ્રશ્ન શા માટે? ઉત્તર આરંભ કરવા છતાં, તેઓ પિતાને સંયમવાળા