________________
[૧૪૭]
શકા–પન્નવણ સૂત્રમાં બાદર અપકાયના ઘણુ ભેદ બતાવ્યા છે જેમકે કરા, થડે ઉને પારક્ષત્ર, કટુ, અમ્લ, લવણ, વરૂણ, કાલેદ, ઉષ્કર, ક્ષીર, ધૃત, ઈશુરસ, વિગેરે ભેદો બતાવ્યા છે. તે શા માટે? ઉત્તર-આ બધા ભેદ બાદર અપકાયના છે ખરા, પણ બધા ભેદને પાંચ ભેદમાંજ સમાવેશ થાય છે જેમકે કરા કઠણ હોવાથી હિમમાં તેને સમાવેશ થાય છે અને બાકીનાઓને શુદ્ધોદકમાં સમાવેશ થાય છે, ફકત તેઓનું ભિન્નપણું સ્પર્શ, રસ, સ્થાન, વર્ણ, વિગેરેમાંજ છે. (જેમ કે સમુદ્રનું પાણી માત્ર જુદા જુદા પાણીના પુદ્ગલે તેમાં મળેલા હોવાથી સ્વાદમાં ખારું છે પણ તે શુધ્ધદકજ છે.) શંકા–જે એવી રીતે પાંચમાંજ બધાને સમાવેશ થતો હોય તે પન્નવણા સૂત્રમાં બીજા ભેદેને પાઠ કેમ આવે?
ઉત્તર–સ્ત્રી, બાળ, અને મંદ બુદ્ધિવાળાને સહેલથી સમજાય તે માટે ભેદ પાડયા છે.
પ્રશ્ન-ત્યારે અહિં નિર્યુક્તિકારે કેમ ભેદ ન બતાવ્યા ?
ઉત્તર-પ્રજ્ઞાપના અધ્યયન તે ઉપાંગ છે અને આર્ષ વચન છે. તેમાં બધા ભેદો લેવા ગ્ય છે. અને ત્યાં બધા ભેદો બતાવવાથી સ્ત્રી વિગેરેને વધારે લાભ થાય, અને નિક્તિએ તે સૂત્રના અર્થ સાથે એકતા કરે છે, તેથી લીધા નથી, તેથી અદોષ છે.