________________
રિ૧૭)
सत्थं वणस्सईए, हत्था पाया मुहं अग्गी ॥१४९।।
જેનાથી છેદય, તે કલ્પની (કતરણી), કેહાડી; અસિચગ (દાતરડું) દાત્રિકા (નાનું દાતરડું) કેદાળી, વાંસલે, પરશુ (ફરશી) એ વનસ્પતિ છેદવાનાં શસ્ત્ર છે, અને હાથ પગ વિગેરે તથા અગ્નિ એ સામાન્ય છે. હવે વિભાગ શસ્ત્ર કહે છે. किंची सकाय सत्थं, किंची परकाय तदुभयं किंची एयंतु दव्व सत्थं, भावय असंजमो सत्थं ॥१५०॥ - લાકડી વિગેરે કઈ સ્વકાય દ્રવ્ય શસ્ત્ર છે. પાષાણ
અગ્નિ વિગેરે કઈ પરકાય શસ્ત્ર છે તથા દાતરડી કહાડે વિગેરે જે હાથાવાળાં તે ઉભય શસ્ત્ર છે. આ દ્રવ્ય શસ્ત્ર જાણવા અને મન વચન કાયાથી ખરાબ વર્તન અસંયમ રૂપ ભાવ શસ્ત્ર છે. - હવે આ બધી નિયક્તિને અર્થ સમાપ્ત કરવા કહે છે. सेसाई दाराई ताई जाइं हवंति पुढवीए एवं वणस्सईए निज्जुत्ती कित्तिया एसा ॥१५१॥
હવે જે દ્વારે કહેવાં બાકી રહ્યાં તે બધાં પૃથિવીકાયમાં કહેલાં છે, તે જાણી લેવાં, તેથી કારના કહેવાથી વનસ્પતિકાયમાં નિર્યુકિતઓ બતાવેલી જાણવી. * હવે સૂત્ર અનુગમમાં અખલિત વિગેરે ગુણે વાળું સૂત્ર ભણવું (ઉચ્ચારણ કરવું) જોઈએ તે કહે છે.