________________ [269] બતાવ્યું, તે પ્રમાણે સ્વ અને પર સમજનારા માણસે સ્થાવર જંગમ જંતુના સમૂહના રક્ષણ માટે પ્રવર્તે છે. કેવી રીતે વર્તે છે. તે બતાવે છે, इह संति गया दवि याणाव कंखंति जीविउं (ફૂ૦૧૭) આ દયાને એક રસવાળા જીન વચનમાં, શાન્તિ (ઉપશમ) તે પ્રશમે, સવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિયને બતાવનાર લક્ષણવાળું સમ્યક્દર્શન જ્ઞાન, ચરણને સમુદાય કહેવાય તે શાન્તિ છે. કારણ કે તે નિરાબાધ મેક્ષ નામની શાંતિને આપનાર છે તેવી શાંતિને પ્રાપ્તિ થયેલા અથવા શાંતિમાં રહેલા તે શાંતિગત જીવો તથા દ્રવિકા, એટલે રાગદ્વેષથી મુકાએલા છે, તેમાં દ્રવ તે સંયમ સત્તર પ્રકારને છે, કારણ કે જે કઠિન કર્મ છે, તેને ગાળવાના હેતુરૂપે તે દ્રવરૂપ સંયમને ધરે તે દ્રવિક છે, તેઓ જીવિતને ધારણ કરવાને ઈચ્છતા નથી, કે અમે વાયુકાયને દુઃખ દઈને જીવીએ, (દુખ ભેગાવીએ, મરવું કબુલ કરીએ, પણ વાયુને પીડા ન આપીએ) તેજ પ્રમાણે પૂર્વે કહેવા પ્રમાણે પ્રથિવી કાય વિગેરેની પણ અમે રક્ષા કરીશું, સમુદાય અર્થ આ. પ્રમાણે છે, આ જૈન પ્રવચનમાં જે સંયમ છે તેની અંદર જે રહેલા છે, તેઓ જ રાગદ્વેષ રૂપ જે ઉંચા ઝાડે છે, તેને મૂળથી ઉખેડનારા છે, અને તેઓ જ પરભૂત (અન્ય ) ને