________________
[૨૧૬]
છે તથા પ્રતિમા (પુતળીઓ) થાંભલા, બારણાં, તેની શાખા વિગેરે કાષ્ટ કર્મ છે. તથા બાલક (વાળા કુંચી) પ્રિયંગુ (રાયણ) પાંદડાં દમનક કંદ ને શીર દેવદારૂ વિગેરે સુગધીનાં અંગ છે. તથા ઝાડની છાલનાં કપડાં, તથા રૂના વસ્ત્રો છે. તથા નવ માલિકા બકુલ ચંપક પુન્નાગ અશોક, માલતી, વિચકિલ વિગેરેની માળાઓ બને છે; તથા લાકડાં બાળવાં, તે બળતણ છે. તથા ઠંડા દૂર કરવા તાપ કરે તે છે. તલ, અળસી, સર્સવ, ઇંગુદી, જે તીષમતી કરંજ વિગેરેનાં તેલ છે. તથા દીવટ, ઘાસ, ચૂડા, બેય) લાકડાની મસાલ વિગેરેથી ઉદ્યત (પ્રકાશ) કરાય છે. આ બધાં કાર્યોમાં વનસ્પતિ કાયને ઉપભેગા થાય છે. આ બતાવીને હવે ઉપસંહાર કરે છે. एएहि कारणेहिं हिंसंति वणस्सई बहुजीवे; सायं गवेसमाणा, परस्स दुक्खं उदीरंति ॥१४८।।
ઉપરની બે ગાથામાં બતાવેલા કારણથી શાતા સુખને વાંછનાર મનુષ્ય પ્રત્યેક તથા સાધરણ વનસ્પતિ કાયના ઘણા ને સમારંભ કરીને વનસ્પતિ વિગેરે એકેન્દ્રિયાદિ જીવને દુઃખ ઉત્પન્ન કરે છે, હવે શસ્ત્ર બતાવે છે તે દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે, અને દ્રવ્ય શસ્ત્ર છે તે પણ વિભાગ તથા સમાસ એમ બે ભેદે છે, તેમાં, સમાસ શસ્ત્ર બતાવે છે. कप्पणि कुहाणि असियग, दत्तिय कुदाल वासि
परसू