________________
[૨ક૨)
ઝાડ સંબંધી કહેલી વર્તણુક જ્ઞાન શીવાય ન બની શકે તેથી વનસ્પતિનું સચિત્તપણે સિદ્ધ થયું તથા જેમ આ મનુષ્ય શરીર ઘા લાગતાં સૂકાય છે તેમ તે પણ સુકાય છે, એટલે મનુષ્ય શરીર હાથ વિગેરેમાં છેદયલું સુકાય છે તેમ ઝાડનું શરીર પણ પલ્લવ ફલ, કુલ, વિગેરેથી છેદયલું સૂકાતું દેખાય છે. આ ચેતનને ધર્મ નથી શાક ભાત વિગેરેને આહાર કરનાર મનુષ્ય શરીર છે, તેમ વનસ્પતિનું શરીર પણ જમીન પાણી વિગેરેને આહાર કરનાર છે અને અચેતનેને આ આહારપણું કયાંય દેખેલું નથી, તેથી વનસ્પતિમાં સચેતન પડ્યું છે. તથા મનુષ્ય શરીર અનિત્ય છે, હમેશ રહેનારૂં નથી, તે પ્રમાણે આ વનસ્પતિ શરીર પણ નિયત આયુષ્યવાળું અનિત્ય છે, તે વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુ દશ હજાર વર્ષનું છે, તથા આ મનુષ્ય શરીર ક્ષણે ક્ષણે “આવીચી મરણ વડે અશાશ્વત છે, તેમ વનસ્પતિનું શરીર પણ છે, તથા મનુષ્યનું શરીર જેમ ઈષ્ટ અનિષ્ટ આહાર વિગેરેની પ્રાપ્તિથી જાડું પાતળું થાય છે, તેમ વનસ્પતિ પણ છે, તથા આ મનુષ્ય શરીર તેવા તેવા રગેના સંપર્કથી વિવિધ પરિણામવાળું છે, જેમ પાંડુત્વ ઉદર વૃદ્ધિ, જળંદર) જાપણું, પાતળાપણું, તથા આંગળી નાક સડે તેવા તથા બાલાદિ રૂપવેલું છે તે પ્રમાણે રસાયન નેહ વિગેરેના ઉપગથી વિશિષ્ટ કાન્તિ બળ ઉપચય વિગેરે રૂપવાળા