________________
[૩૦] બીજો “અપિ શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. તેને અર્થ આ પ્રમાણે છે. જેમ મનુષ્યનું શરીર બાળ, કુમાર, જુવાન, તથા બુટ્ટા પણાના વિશેષ પરિણામ વાળું છે, તથા ચેતના વાળું એટલે જીવથી સદા અધિષ્ઠિત છે, કારણું કે તેની ચેતના સ્પષ્ટ દેખાય છે. તે પ્રમાણે આ વનસ્પતિનું શરીર પણ છે કારણ કે જન્મ પામેલું, કેતકીનું ઝાડ બાળક યુવા અને વૃદ્ધથી સંવૃત (યુક્ત) છે. આ સરખા પણાથી જન્મના ધર્મવાળું છે બનેમાં કઈ વિશેષ ભેદ નથી, કે જેનાથી જાતિ ધર્મ પણું છતાં પણ મનુષ્ય વિગેરે શરીર સચેતન હોય અને વનસ્પતિ શરીર તેવું નહીં.
વાદીને પ્રશ્ન–જાતિ ધર્મ પણું વાળ, નખ, દાંત વિગેરેમાં પણ છે અને તેથી તમારું લક્ષણ વ્યભિચાર વાળું થયું અને લક્ષણ અવ્યભિચારી જોઈએ. તેથી જાતિ ધર્મ પણું જીવ લિંગ છે એ તમારી કલ્પના અયુક્ત છે.
ઉત્તર–જનન માત્ર સત્ય છે. પણ મનુષ્ય શરીરમાં પ્રસિદ્ધ એવી બાળ કુમાર વિગેરે અવસ્થા પણું છે તેને કેશ વિગેરેમાં અસંભવ છે. માટે તમારું કહેવું અયુક્ત છે. વળી કેશ અને નખ ચેતના વાળાથી અધિષ્ઠિત શરીરમાં ઉત્પન્ન થાય છે, તેવું કહેવાય છે, અને તેજ પ્રમાણે વધે છે, પણ ચેતના વાળાને આધારે રહી ઝાડ વિગેરે ઉગે છે, તેવું તું પણ ઈચ્છતા નથી.