________________
[૨૩૪]
છે, એમ ખબર ન હાવાથી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેના ત્યાગ કરતા નથી, અને જે આર્ભ નથી કરતા તેને આરભ કરવામાં પાપ છે, એમ ખબર હાવાથી પ્રત્યાખ્યાન પરિના વડે તેના ત્યાગ કરે છે. અને જેઓ આ વનસ્પતિ શસ્ત્રના આરભના ત્યાગ કરે છે, તેજ મુનિ પરજ્ઞાત કર્યાં કહેવાય છે. એ બધુ· પૂર્વ માક જાણવું એવું સુધર્માં સ્વામી કહે છે.
॥શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં પાંચમા ઉદ્દેશાની ટીકા સમાપ્ત થઇ
હવે પાંચમે ઉદ્દેશે બતાવી છઠ્ઠા ઉદ્દેશાના આરંભ કરે છે. આ છઠ્ઠા ઉદ્દેશાના પાંચમા સાથે જે સંબધ છે તે બતાવે છે.
પાંચમામાં વનસ્પતિકાયનું વર્ણન કર્યું. ત્યાર પછી છઠ્ઠામાં ત્રસકાયના ઉદ્દેશાનુ વર્ણન આવેલું. હાવાથી તેનુ સ્વરૂપ ખરાબર ઓળખવાને આ ત્રસકાયના ઉદ્દેશ શરૂ કરે છે. તેનાં ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારા છે, તે પૂર્વ માક કહેવાં. જ્યાં સુધી નામ નિષ્પન્ન નિક્ષેપામાં ત્રસકાયના ઉદ્દેશ આવે ત્યાં સુધી લેવું અને નામ નિષ્પન્ન નિક્ષેપામાં ત્રસકાયના ઉદ્દેશ એ પ્રમાણે નામ રાખવુ તેને નામ વિષ્પન્ન નિક્ષેપે જાણવા. ત્રસકાયનાં પૂર્વે કહેલાં દ્વારાના ક્રમથી અતિદેશ કરવા અને તેનાથી કઇક જુદાં લક્ષણવાળુ દ્વારાનુ વર્ણન કરવા માટે નિયુક્તિકાર ગાથા કહે છે.