________________
રિર૩] न शक्यं रूपमदृष्टुं, चक्षुर्गोचर मागतम् रागद्वेषौतुयौ तत्र ती युधः परिवर्जयेत् ॥ १ ॥
ચક્ષુ આગળ આવેલું રૂપ ન જોવાય એ શક્ય નથી પણ પંડિત પુરૂષે ત્યાં જે રાગ દ્વેષ થાય તે ત્યજવા જોઈએ ગુણનું વધારે પણું વનસ્પતિથી કેવી રીતે છે તે બતાવે છે. વેણુ, વીણા, પટહ, મુકુંદ, વિગેરે જે જે વાજી છે તે બધાની વનસ્પતિથી ઉત્પત્તિ છે તેનાથી મનહર શબ્દ નીકળે છે તેથી વનસ્પતિનું પ્રધાનપણું તેમાં બતાવ્યું છે બીજી રીતે વિચારીએ તે તંત્રી ચર્મ પાણી વિગેરેના સગથી પણ શબ્દ ઉત્પન્ન થાય છે અને રૂપમાં લાકડાની પૂતળીઓ તથા ઘરનાં તેરણ, વેદિક, સ્તંભ, વિગેરેમાં પણ રમણીયપણું આંખને છે. અને ગંધમાં કપુર પાટલા લવલી લવિંગ, કેતકી સરસ ચંદન, અગુરૂ, કકકેલ કાઈલા ફળ જાતિ ફળ, પત્રિકા, કેસરા, માંસી, છાલ, પત્ર વિગેરેની સુંગધી ઇન્દ્રિયને આનંદ આપનાર, થાય છે. અને બિસ મૃણાલ, મૂળ, કંદ, પુષ્પ, ફળ, પત્ર, કંટક, મંજરી, છાલ, અંકુર, કુંપળ, અરવિંદ (કમળો, ને કેસરા વિગેરેને રસ જીભ ઇન્દ્રિયને બહુ આનંદ આપે છે. તે રસ ઘણી જાતના (દાડમનાં સરબત વિગેરે પ્રત્યક્ષ) છે. તથા પદ્મિની પત્ર, કમળનું દળ, મૃણાલ, વલ્કલ, દુકુલ શાટક, (સાડી) ઓશીકાં તળાઈના એાછાડ વિગેરે કોમળ હેય તે શરીરને સ્પર્શમાં સુખ