________________
[૨૦] પ્રાપ્તિ છે. પણ જે વિના વિચારે મૂઢ થઈ અંધ બનીને વ, તેને મેક્ષ પ્રાપ્તિ નથી, કારણ કે ઈચછેલા સર્વોત્તમ સ્થાને પહોંચવામાં પ્રવર્તે છે જે કિયા કરે, તે કિયા તેના અધપણાથી વિરૂપ (ઉલટે રસ્તે દોરે) છે, એમ માનવું તેવી રીતે એકલું જ્ઞાન પણ ક્રિયા વિના મોક્ષ ન આપે. જેમકે એક ઘરમાં આગ લાગી ત્યારે એક પંગુ દેખાવા છતાં પાંગળાપણાને લીધે નીકળવાની ઈચ્છા છતાં નીકળી ન શકે, તેજ પ્રમાણે મુનિઓને સમજવું, કે આ પ્રમાણે બેધ પામીને તેમણે આરંભને ત્યાગ કરે, એ પ્રમાણે જે સમ્યક્ જ્ઞાન પૂર્વક જે નિવૃત્તિ ચારિત્ર અનુષ્ઠાન કરે. તેજ સમસ્ત આરંભથી નિવૃત્ત થયેલ છે, એમ બતાવે છે. “તેજ વનસ્પતિ સંબંધી મુક્ત થયેલા છે જેઓ પૂર્વે બરાબર જાણી આરંભ ન કરે,” હવે તે આ પ્રમાણે નિવૃત્તિ લેનાર સાધુઓ શાક્યાદિમાં પણ છે કે નહી? કે અહિં જીન શાસનમાંજ છે? તે શિષ્યના પ્રશ્નમાં ઉત્તર કહે છે.
આ જિનેશ્વરના મતમાંજ પરમાર્થથી છે, પણ બીજે તેવું જીવ દયાનું સ્વરૂપ બતાવ્યું નથી, કારણ કે જેવી પ્રતિજ્ઞા લે તેવું નિર્વઘ અનુષ્ઠાન કરવાથી નિવૃત્તિ માર્ગ સાધન પદવાળા ગણાય, પણ બોલે તેવું ન પાળે, તે શાકયાદિ સાધુ ન ગણાય તેથી જૈન મતને અનુસરનારાજ અનગાર (સાધુ) કહેવાય, તે બતાવે છે, કે પૂર્વે કહેલા સૂત્રાર્થ પ્રમાણે ચાલ