________________
(૧૫૬)
અર્થપણાથી ધાતુઓનું સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ પણે સંગત છે. તે નિયાગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય રૂપ મેક્ષ માર્ગ છે તેને સ્વીકારેલે તે નિયાગ પ્રતિપન્ન જાણે. પાડાન્તરમાં નિકાય પ્રતિપન્ન છે. એટલે નિર્ગત કાય તે ઔદારિક વિગેરે શરીર જેનાથી અથવા જેમાં છે. તે નિકાય તેને પામેલી તેનું કારણ સમ્યફ દર્શન વિગેરે પિતાની શક્તિ પ્રમાણે અનુષ્ઠાન કરવાથી અને નિષ્કપટપણે આચરવાથી તે અમાયાવી થાય છે તે બતાવે છે. અહિં માયા એટલે બધાં ધર્મ કાર્યમાં પિતાના વીર્યને ઉપયોગમાં ન લેતે. તેથી એમ સૂચવ્યું કે અમાયાવી એટલે ઉપર કહેલા વીર્યને ઉપયોગમાં લે તે અને અગ્રહિત, બલ, વીર્ય એટલે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ બતાવનારે અણગાર કહ્યો. આ વચનથી તેના સંબંધી બધા કષાને પણ અપગમ (દૂર કરવું) જાણ.
(આ આખા સૂત્રને સાર એ છે કે હે જંબૂ-પ્રભુ પાસે મેં સાંભળ્યું છે કે જેઓ સત્તર પ્રકારને નિર્દોષ સંયમ પાળે સમ્યદર્શન જ્ઞાનચારિત્રની આરાધના કરે તથા પિતાની શક્તિ ગોપવે નહિં તથા બધા કષાય વિગેરે દુર્ગુણેને છેડે તેમનેજ સાધુ જાણવા) કહ્યું છે કેसोहीय उज्जुय भूयस्स धम्मो सुद्धस्स चिट्ठइत्ति. - પ્રાયશ્ચિત્ત તે નિષ્કપટીનું છે, અને ધર્મ પવિત્ર ભાવવાળાને છે. તે આ બધી માયા વેલડીને દૂર કરી શું કરે? તે કહે છે.