________________
[૧૮૨
રમાંજ હેવી જોઈએ, એમ જાણવું. અહિં સૂર્ય વિગેરેના પ્રકાશથી અનેકાન્ત (દેષવાળે) હેતુ નથી કારણ કે બધાને આત્મ પ્રગપૂર્વક ઉષ્ણ પરિણામનું ભજવાપણું છે. તેથી અમારે હેતુ, અનેકાંત નથી પણ નિર્દોષ છે.
વળી અગ્નિ સચેતન છે. તેને યથાયોગ્ય આહાર મળવાથી તેના શરીરની વૃદ્ધિ થઈ વિકાર પામે છે. માટે તેમાં વિકારપણું છે. જેમાં પુરૂષનું શરીર જયાં સુધી ચેતન (ચેતન) હોય ત્યાં સુધી આહારથી વૃદ્ધિ પામે છે, આવાં લક્ષણથી અગ્નિકાચના છે નિશ્ચયથી માનવા. લક્ષણદ્વાર સમાપ્ત. હવે પરિમાણદ્વાર કહે છે. जे बायर पजत्ता पलिअस्स असंख भागमित्ता उ। सेसा तिण्णिविरासी, वीसुं लोगा असंखिजा॥१२०
જે બાદર પર્યાપ્ત અગ્નિકાયના જીવે છે, તે ક્ષેત્રપ પમના અસંખ્યય ભાગ માત્રમાં વતિ પ્રદેશ રાશીના પરિમાણવાળા છે, અને તે બાદર પૃથ્વી-કાયપર્યાપ્તાથી અસંખ્યય ગુણહીન છે, બાકીની ત્રણ રાશીએ પૃથ્વીકાયની માફક જાણવી, પણ બાદર પૃથિવીકાય અપર્યાપ્તાથી બાદર અગ્નિકાય અપર્યાપ્ત અસંખ્ય ગુણહીન છે, અને સૂક્ષ્મ પૃથિવીકાર્ય અપર્યાપ્તાથી સૂક્ષ્મ અનિકાય અપર્યાપ્ત વિશેષ હીન છે. સૂફમ પૃથિવીકાય પર્યાપ્તાથી સૂક્ષમ અગ્નિકાય પર્યાપ્ત વધારે હીન છે. હવે ઉપભેગદ્વાર કહે છે. '