________________
રિ૦૮] વનસ્પતિ પ્રત્યેક શરીર પર્યાપ્ત કે અપર્યાપ્તાજ, નથી કારણ કે સાધારણું અનન્તા છે. એવું પૂર્વ વિશેષણ કહેલું છે, અને સાધારણ વનસ્પતિના છ સૂમ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ, ચાર ભેદે જુદા જુદા અન્નત લેકેના જેટલા આકાશ પ્રદેશ છે, તેટલા જાણવા, આટલું તેમાં વિશેષ છે, કે સાધારણ બાદર પર્યાપ્તાથી બાદર અપર્યાપ્તા અંસખ્યાત ગુણ છે, અને બાદર અપર્યાપ્તાથી સૂમ અપર્યાપ્તા અસંખ્યય ગુણો છે, તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્ત અસંખ્યાત ગુણા છે. હવે આ વનસ્પતિના છનું જીવત્વ જેઓ ઈચ્છતા નથી તેમને જીવપણું બતાવવા નિર્યુક્તિકાર કહે છે. एएहिं सरीरेहिं, पच्चक्खंते परू विया जीवा सेसा आणागिज्झा, चक्खुणा जे नदिसति ॥१३॥
પૂર્વે બતાવેલા તરૂ શરીરવડે પ્રત્યક્ષ પ્રમાણવાળા વિષયે વડે સાક્ષાત્ વનસ્પતિજી સાધ્યા છે, તેનું આ પ્રમાણે અનુમાન કરવું. (૧) આ શરીર જીવવ્યાપાર વિના આવાં ન થાય. (૨) જીવશરીર વૃક્ષે છે, કારણકે, અક્ષ (ઈન્દ્રિયે) થી જણાય છે. હાથ વિગેરેના સમૂહવાળા શરીરની માફક દષ્ટાંત છે. (૩) કદાચિત સચિત્ત પણ વૃક્ષે છે, કારણકે, તે જીવનું શરીર છે. હાથ વિગેરેના સમૂહનું દષ્ટાંત છે. (૪) મંદવિજ્ઞાન સુખ વિગેરેવાળા ઝાડે છે, કારણકે તેમાં અવ્યકત ચેતન સમાયેલું છે. સૂતેલા વિગેરે પુરુષનું દષ્ટાંત છે.