________________
[૭૯)
- વસંતપુર નગરમાં જીતશત્રુ નામે રાજા છે તેની ધારણી નામની મહાદેવી (પટ્ટરાણી) છે. તેને ધર્મગ્રી નામને પુત્ર થયે, તે રાજા એક દિવસ તાપસપણે વ્રત લેવાની ઈચ્છાવાળો ધરૂચિને રાજ્ય સેંપવાની તૈયારી કરવા લાગ્યા. તે જોઈને ધર્મરૂચિએ પેતાની માતાને પુછયું કે મારે પિતા રાજ્ય શામાટે તજે છે? માએ કહ્યું બેટા! આ નારકી વિગેરેના સકળ દુઃખના હેતુભૂત તથા સ્વર્ગ અને મેક્ષ માર્ગમાં વિદન કરનાર અગલા ( આગળી ) સમાન તથા અવશ્ય દુખ દેનારી લક્ષમી વડે શું પ્રયોજન છે? પરમાર્થથી આ લેકમાં પણ અભિમાન માત્ર ફળ દેવાવાળી છે. તેથી તેને છોડીને જ સકળ સુખનું સાધન જે ધર્મ તેજ કરવાને તારે પિતા ઉદ્યમ કરે છે. ધર્મરૂચિ તે સાંભળી છે કે જે લમી આવીજ છે તે મારા પિતાને હું અનિષ્ટ છું કે જે આવી સકળ દોષને ધારનારી લક્ષમી મને સેપે છે. અને સકળ કલ્યાણના હેત ધર્મથી મને દૂર કરાવે છે? એમ કહી પિતાની આજ્ઞા લઈને બાપ સાથે પોતે પણ તાપસના આશ્રમમાં ગયે. ત્યાં બધી, તાપસ સંબંધિ ક્રિયા યથા યોગ્ય કરી અને રહે. એકદા અમાવાસ્યાના પહેલાં એક દિવસે કઈ તાપસે ઉર્દુ ધોષણા કરી કે હે તાપસે ! આવતી કાલે અનાકુટ્ટિ છે. ( અગતે પાખી, અજે) છે. તેથી આજેજ સમિત્ ( હેમના લાકડાં) પુલ કુશ ( દર્ભ ) કંદ, ફળ, મૂળ વિગેરે