________________
[૧૨૪] ઇને વેદના ઉદીરે છે. અને કેટલાકના તે તેથી પ્રાણ પણ જાય છે. તેજ દષ્ટાંત ભગવતી સૂત્રમાં આપેલ છે. જેમકે ચાર દિશામાં ચકથી આણ ફેરવનાર ચક્રવર્તીની, સુગંધ પીસનારી વન મદમાતી બળવાન દાસી કાચા આમળા જેટલા પ્રમાણવાળા સચિત્ત પૃથિવીની ગેળીને એકવીશ વાર ગધેપટ્ટમાં કઠણ શિલા પુત્રક (પીસવાને પથર) વડે પીસે છે. તે પણ કેટલાક પૃથિવીકાયના જેને ફક્ત તેને સંઘટ્ટ થાય છે. કેટલાકને પરિતાપ અને કેટલાક મરે પણ છે. અને કેટલાક ઇવેને શિલાપત્રકને સ્પર્શ પણ થતું નથી. હવે વધદ્વાર કહે છે. पवयंतिय अणगारा, णय तेहि गुणेहि जेहिं अणगारा। पुढवि विहिंसमाणा, नहुते बायाहि अणगारा ॥१९॥
અહિં કેટલાક જિનેતર સાધુ વેશને લઇને કહે છે કે અમે અનગાર છીએ, પ્રજિત છીએ પણ તેઓ નિર્વદ્ય અનુષ્ઠાનરૂપ જે કર્યો અનગાર કરે છે, તે તેઓ કરતા નથી. હવે તે અનગાર ગુણમાં કેમ નથી વર્તતા, તે બતાવે છે. તેઓ હંમેશાં મળદ્વાર તથા હાથે પગે સાફ કરવામાં પૃથિવી જીવેને વિપત્તિ કરનારા દેખાય છે. તથા બીજી રીતે પણું મળ દ્વારને નિલેપ કરવાને તથા દુર્ગધ રહિત કરવાને શક્ય છે. તેથી યતિ ગુણ કલાપથી શૂન્ય એવા અનગારેને બેલવા માત્રથી જ યુક્તિ વિના અનગારપણું મળતું