________________
અને એને હણવા વિગેરે કૃમાં આનંદ માનવાથી તેમાં પ્રવર્તે છે. અને તે બધું જીવિતન, પરિવંદન, માન, પૂજનને માટે કરે છે. ( અહિં પરિવંદનને અર્થ સંસ્તવ અને પ્રશંસા છે.) એટલે પ્રશંસા માટે પાપ કરે છે. જેમકે હું મેર વિગેરેના માંસ ભક્ષણથી, બળવાન, તેજથી દેદીપ્યમાન દેવકુમાર જે લેકેમાં પ્રશંસા પાત્ર થઈશ, તથા માનન, (ઉભા થવું, આસન આપવું, હાથ જોડી પગે લાગવું) વિગેરેમાં યોગ્ય થઈશ એવી ઈચ્છાથી તેને માટે ચેષ્ટા કરીને કર્મ એકઠાં કરે છે. તથા પૂજન એટલે દ્રવિણ, (ધન), વસ્ત્ર, અન્ન, પાન, સત્કાર, પ્રણામ તથા સેવા વિગેરે રૂપવાળી છે તે અથવા તેને માટે ક્રિયાઓમાં કર્માવડે આત્માને દેવે છે. તે જ પ્રમાણે વીર ભેગા વસુંધરા માનીને લડાઈઓ કરે છે, અને દંડના ભયથી પ્રજા ડરે એમ ધારી દડે છે. જેવી રીતે પ્રશંસા માન અને પૂજાના ભુખ્યા રાજાએ અધર્મ કરે છે. તે પ્રમાણે બીજા જીવોને આશ્રયી પણ જાણી લેવું (પોપકાર માટે તન મન તથા ધન આપતાં જે કે યત્કિં. ચિત્ ક્રિયાઓ લાગે છે, અને તેનાથી પ્રશંસા વિગેરે પણ થાય છે. તેને નિષેધ આ જગોએ નથી. પરંતુ જેઓ ખાસ રાજા અથવા મોટા અમલદારે કે આગેવાને ખોટી મેટાઈ લેવા અલ્પ જીદગીને માટે દુષ્ટ કૃત્ય કરી પ્રજાને પડે છે, તેમને નિષેધ કર્યો છે.) અહિ વંદન વિગેરેના હૃદ્ધ સમાસ