________________
[૧૧૭] જાય તેથી તેને પ્રગટ ભાન હોતું નથી પણ સૂક્ષમ હોય છે તેટલા માટે કંઈ તેને અચિત્ત ન ગણી શકાય તેજ પ્રમાણે બીજી જગાએ પણ અપ્રગટ ચેતનાને સંભવ જાણુ.
શંકા-અહિં પીધેલા વિગેરેમાં શ્વાસોશ્વાસ વિગેરે અવ્યક્ત ચેતનાનું ચિન્હ છે. પણ પૃથિવીકાયમાં તેવું જરા પણ ચિન્હ દેખાતું નથી.
સમાધાન-તેમ નથી, પૃથિવીકાયમાં પણ માંસના અંકુર (મસા)ની માફક સમાન જાતિવાળા લતાના ઉન્મેદાદિ ચેતનાનું ચિન્હ છે. કારણ કે અવ્યક્ત ચેતનાવાળામાં પણ જેમાં એક પણ ચેતનાને દાખલ (ચિન્હ) મળી આવે છે એવી વનસ્પતિની માફક ચેતના માની લેવી. અને વનસ્પતિમાં જીવ (ચેતન્ય) છે. એમ ચેખું જણાય છે. કારણ કે તેઓ રૂતુ, રૂતુમાં રૂતુને લાયક કુલ ફળ આપે છે. (ચિંતન્ય વિનાની સુકી વનસ્પતિ ફળ આપી શકતી નથી) તેથી વનસ્પતિમાં ચિતન્ય છે એમ અવ્યક્ત અને ઉપયોગ વિગેરે લક્ષણ તેમાં હેવાથી સિદ્ધ થયું. કે પૃથિવી સચિત્ત છે. શંકા પત્થરની પાટ વિગેરે કઠણ પુદ્ગલવાળાને ચેતના કયાંથી હોય? તેનું સમાધાન કરવા નિચેની ગાથા કહે છે. अट्ठी जहासरीरंमि, अणुगयं चेयणं खरं दिटुं एवं जीवाणु गयं, पुढविसरीरं खरं होई ॥ ८५॥
જેમ શરીરમાં રહેલું હાડકું કઠણ છે પણ ચેતન છે.