________________
શા માટે મને તમારા ઉપર આટલે બધે સ્નેહ છે? ત્યારે ભગવાને કહ્યું કે પૂર્વમાં ઘણા ભવથી તારે અને મારે આ સંબધ હતું તેથી. चिर संसिट्ठोसिमे, परिचियोसिमे गोयमे त्येवमादि.
હે મૈતમ! તું મારી સાથે ઘણે કાળ રહેલે છે. તથા ઘણા કાળને મારી સાથે પરિચિત છે ઈત્યાદિ. આ અધિકારને તીર્થકરે કહેલું સાંભળીને પણ વિશિષ્ટ દિશાનું આગમન વિગેરેનું જ્ઞાન થયું. બીજાની પાસે સાંભળેલું તેનું ઉદાહરણ હવે કહે છે.
મલિલકુમારીને છ રાજ્ય પુત્રો જે જાણતા હતા તે પરણવાને માટે આવેલા, તેમને પિતાના અવધિ જ્ઞાનવડે બંધ કરવા માટે જેવું પૂર્વમાં સાથે રહીને દીક્ષા લીધેલી, અને ધર્મના ફળથી જયન્ત નામના અનુત્તર વિમાનમાં જે સુખ ભેગવેલું તે કહી બતાવ્યું અને તે સાંભળીને એ મિ જે, ઓછા પાપવાળા હતા તેમને બેધ થયે અને વિશિષ્ટ દિશાના આગમનનું જ્ઞાન થયું. તેજ સંબધે આ ગાથા છે. किं थतयं पम्हुटुं, जंच तयाभो ! जयंतपवरंमि । बुच्छा समय निबद्धं, देवात संभरह जाति ॥१॥
હે મિત્રે ! આપણે જયંત વિમાનમાં રહેલા અને ત્યાં ઘણા કાળ સુધી સુખ ભેગવેલું તે ભૂલી ગયા? તેને યાદ તે કરે, આ ત્રણ ગાથાને તાત્પર્ય અર્થ છે.