________________
છે. તથા અનેક રૂપવાળી નિયામાં દડે છે. અને વિરૂપ રૂપવાળા સ્પર્શને અનુભવે છે. તે મનુષ્ય કર્મ બંધનની કિયાથી અજાણે હેવાથી, મન, વચન, અને કાયાવડે કર્મ કરે છે. પોતે જાણતા નથી કે મેં પૂર્વે કરેલાં છે. કરૂં છું અને જે કરીશ તે બધા કર્મો જેને દુઃખ દેવા રૂ૫ હેવાથી તે સાવધ છે અને તે બંધનનાં હેતુ છે. અને તેથી અજ્ઞાન દશામાંજ તે ને પીડા કરનારાં કૃત્યમાં તૈયાર થાય છે અને તેનાથી આઠ પ્રકારનાં કર્મ બંધ થાય છે. અને તેના ઉદયથી અનેક રૂપવાળી એનિમાં અનુક્રમે અવતરે છે અને વિરૂપ રૂપવાળા સ્પર્શને અનુભવ કરે છે. પાલા જે આજ પ્રમાણે છે. તે શું કરવું તે બતાવે છે. तत्थ खलु, भगवता परिण्णा पवेइआ (म. १०)
ઉપર કહેલા વ્યાપારને મેં કર્યો કરૂં છું અને કરીશ, એવી આત્માની જે પરિણતિ છે, તે સ્વભાવપણે મન વચન અને કાયાના વ્યાપાર રૂપમાં પરિજ્ઞાન તે પરિજ્ઞા છે. અને તે પ્રકર્ષથી પ્રશસ્ત છે. એમ શ્રી મહાવીર પ્રભુએ બતાવ્યું છે. એમ સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે તે પરિજ્ઞા બે પ્રકારની છે. જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા તેમાં ભાગવાન કહે છે કે સાવાદ વ્યાપારથી બંધ થાય છે. એમ જાણવું તે જ્ઞપરિણા છે અને ત્યાગવું તે ને પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. નિતિકાર તેજ અર્થને કહે છે.