Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/004520/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 2032 જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ભગવાન મહાવીર Abo જયભિખ્ખુ Only Page #2 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ભગવાન મહાવીર જયભિખ્ખુ Amy | સાહિત્ય ક સત્ય. શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jaybhikhkhu Janmashatabdi Granthavali Bhagwan Mahavir by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007 © સર્વ હક્ક લેખકના ISBN : 978-81-89160-97-5. આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ પૃ. ૧૯ + ૨૪૦ કિંમત : રૂ. ૧૪૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ . મુખ્ય વિતા • ગૂર્જર એજન્સીઝ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રતનપોળ નાકા સામે, ૫૧/૨, રમેશપાર્ક સોસાયટી ગાંધી માર્ગ, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૧ અમદાવાદ-૩૮૦ ૦૧૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ આવરણચિત્ર : અમીત શાહ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ કર્મનિષ્ઠ અને નિસ્પૃહ સદાના સાથી એવા પરમ આત્મીયજન શ્રી નેમુ ચંદરયા અને શ્રીમતી મીનાબહેન ચંદરયાને સાદર Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧. વિક્માદિત્ય હેમુ ૩. દિલ્હીશ્વર ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૭. ચવર્તી ભરતદેવ ૧. ભગવાન મહાવીર ૩. ઉદા મહેતા " જન્મશતાબ્દી ગ્રંથાવ ૧. હિંમતે મર્દા ૩. માઈનો લાલ ૧. ફૂલની ખુશબો ૩. વીર ધર્મની વાતો ભાગ - ૧ ૫. માદરે વતન નવલકથા નવલિકાસંગ્રહ ૧. બાર હાથનું ચીભડું ૩. પ્રાણી મારો પરમ મિત્ર ૫. નીતિકથાઓ ૨. ભાગ્યનિર્માણ ૪. કામવિજેતા ૬. ભગવાન ઋષભદેવ ૮. ભરત-બાહુબલી ચરિત્ર ૨. ફૂલ નવરંગ ૪. વી૨ ધર્મની વાતો ભાગ કિશોર સાહિત્ય ૪ ૨. સિદ્ધરાજ જયસિંહ ૪. મંત્રીશ્વર વિમલ બાળકિશોર સાહિત્ય -- ૨. યજ્ઞ અને ઈંધણ ૪. જયભિખ્ખુ વાર્તાસૌરભ બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ) ૨. ફૂલપરી શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ) જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ ૨ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. તેર હાથનું બી ૪. પ્રાણીપ્રેમની કથાઓ ૬. લાખેણી વાતો - ર Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખુના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ’ના ઉપક્ર્મ ‘ભગવાન મહાવીર' એ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ગુજરાતી સાહિત્યમાં ચરિત્રસાહિત્ય ક્ષેત્રે ભગવાન મહાવીર વિશે બહુ ઓછું લખાયું હતું, ત્યારે જયભિખ્ખુના આ ચરિત્રે એક દિશાસૂચક કામ કર્યું હતું. વળી એમણે ભગવાન મહાવીરના જન્મથી નિર્વાણ સુધીની એમની આત્મસિદ્ધિની સાધના પ્રવાહી શૈલીમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. એમના ઉપદેશને પણ પ્રસંગો સાથે તાણાવાણાની માફક વણી લીધો છે. પરિણામે જયભિખ્ખુ પાસેથી ભગવાન મહાવીરસ્વામીનું એક પ્રમાણભૂત ચરિત્ર પ્રાપ્ત થયું, જે ખૂબ લોકચાહના પામ્યું. શ્રી જયભિખ્ખુએ સમગ્ર જીવન કલમના ખોળે વ્યતીત કર્યું હતું. માનવમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, નારીસન્માન અને સર્વધર્મસમભાવની ભાવના ધરાવતી ૨૯૭ જેટલી નાનીમોટી કૃતિઓની એમણે રચના કરી હતી અને ગુજરાતની જનતાના હૃદયમાં સ્નેહ અને આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્ર્મો યોજાયા હતા. એ પછી એમના મિત્રોએ એમને સારી એવી રકમની થેલી અર્પણ કરવાનો વિચાર કર્યો, પરંતુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર કરનાર જયભિખ્ખુ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા ? એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ ૨કમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ'ની સ્થાપના કરી. આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખુના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખુના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય ૫૨ વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખુ એવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન Page #7 -------------------------------------------------------------------------- ________________ મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધ સ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખ સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ “ભારતીય સાહિત્ય' વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખું ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આબાલવૃદ્ધ હોંશે હોંશે વાંચે એવી સંસ્કારપ્રેરક અનુપમ ગ્રંથાવલિ, વિમલ ગ્રંથાવલિ, વિદ્યાદીપ ગ્રંથાવલિ અને કમલ ગ્રંથાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને જયભિખ્ખું નગર' નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખ્ખું લિખિત બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. જયભિખ્ખની જન્મશતાબ્દી નિમિત્તે “જયભિખ્ખ : વ્યક્તિત્વ અને વાડ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત “જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખું” એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી એમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચરિત્રો, ધર્મકથાઓ અને બાળસાહિત્ય પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી જયભિખ્ખનું ઉત્કૃષ્ટ સાહિત્ય ગુજરાતના સાહિત્યરસિકોને ઉપલબ્ધ થશે. જયભિખ્ખું શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખ્ખની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ૨૦૦૮ ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિ પ્રસંગે) भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै 11 ભવાવિમાં રઝળાવનાર મોહ આદિ બીજાંકુર જેનાં નષ્ટ થયાં છે, એવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન, જે હોય તેને મારા નમસ્કાર છે. - શ્રી હેમચંદ્રાચાર્ય આજના ગણતંત્રના યુગમાં, પચીસસો વર્ષ પૂર્વેના ગણતંત્રમાં પેદા થયેલા, અહિંસાજ્યોતિ ભગવાન બુદ્ધ વિશે એક સમારોહ ઊજવવાની આજે તૈયારીઓ ચાલી રહી છે. એની પાછળ અહિંસાની પ્રતિષ્ઠા કરવાની ભાવના છે. એ વિશ્વકલ્યાણકારી વસ્તુ છે ! અહિંસાના પ્રચારમાં સહુનું સમર્થન જ શોભે ! ભગવાન બુદ્ધના સમકાલીન ભગવાન બુદ્ધ જેવા જ એક રીતે ભૂમિ એક, પણ ગણતંત્ર જુદાં – ભગવાન મહાવીર પણ અહિંસાના મહાન જ્યોતિ હતા. તેઓના વિશે કંઈ લખાય, તેઓના સિદ્ધાંતોનો પ્રચાર થાય, એ ઇષ્ટ છે; એમ મને અને મારા મિત્રોને ઘણા વખતથી લાગતું હતું. - ધર્મ અને સંપ્રદાય વિશે થોડું સમજી લેવા જેવું છે. ધર્મ સમય જતાં સંપ્રદાય બને છે. અનેક ધર્મોના દ્વંદ્વમાં સંપ્રદાય એ ધર્મના રક્ષણનું કામ કરે છે; પણ સમય જતાં એમાં પછી માલિકીપણું ને મહત્તાના ઝઘડા જાગે છે. પોતાને મોટા ઠરાવવા એ પ્રયત્ન કરે છે. પોતે મોટા થવા માટે સામેનાને ઠીંગુજી ઠરાવવાનો પ્રયત્ન કરે છે. સંપ્રદાય ત્યાં હીણો દેખાય છે. ધર્મજિજ્ઞાસાથી પ્રેરાયેલો માનવી ચર્ચાની શરૂઆત તંદુરસ્ત ચર્ચાથી કરે છે, પણ સંપ્રદાયનો અભિનિવેશ એને ખોટા તર્ક, અવળી દલીલબાજી અને ગાળાગાળી સુધી ખેંચી જાય છે ! મારી ઇચ્છા હતી, કે ભગવાન મહાવીર, જે સંપ્રદાયના કોટકિલ્લામાં બેઠા છે, તેમના ચરિત્રને કોઈ જૈનેતર દૃષ્ટિવંત લેખક ન્યાય આપે તો આજના અહિંસાપ્રતિષ્ઠાના કાર્યમાં એ યોગ્ય થયું લેખાય. આ માટે એક સારા, સમન્વયપ્રેમી લેખકને મળ્યો. તેઓએ નિખાલસભાવે મને કહ્યું, “બુદ્ધ વિશે, સોક્રેટીસ વિશે, અષો જરથ્રુસ્ટ્ર વિશે કહો તે લખી આપું. મહાવીરના જીવન વિશે કંઈ જાણતો નથી ! કંઈ વાંચ્યું પણ નથી.” Page #9 -------------------------------------------------------------------------- ________________ બીજા એક-બે મિત્રોને મળ્યો. તેઓએ સ્પષ્ટ કહ્યું, “અમારે તમારા સાધુઓની અને સમાજની ગાળો નથી ખાવી.” મેં કહ્યું, “એ ગાળો હું ખાઈશ. અહિંસાના પૂજારીઓની ગાળોથી ડરવાનું શું ?” પણ તેઓએ હિંમત ન કરી. મહેનત અને એનું મૂલ-એ બેના છાબડામાં પણ એ શ્રમ અધિક સફળ નહોતો. જૈન લેખકમિત્રોને મળ્યો, તેમણે કહ્યું, “અમે ધરાઈ ગયા, અમારી ભૂલ સ્વીકારવા અમે હંમેશાં તૈયાર હતા, છતાં અમારી સામે ખૂનના ખટલા જેવું વર્તન દાખવવામાં આવ્યું છે !” કેટલાક વિચક્ષણ પુરુષોને મળ્યો. તેઓ ખૂબ ઊંચા ખ્યાલમાં રાચતા હતા. તેઓના મત મુજબ મહાવીરચરિત્રનો લેખક કોઈ અદ્ભુત શીલ અને વ્યક્તિત્વવાળો પ્રેમમૂર્તિ હોવો જોઈએ. બાકી બીજી રીતે એ લખાવું અશક્ય છે. લખાય તો વંચાવું અશક્ય છે. વંચાય તો મહાવીરને હૂબહૂ ચીતરી શકે, તે અશક્ય છે. તેઓ કોઈ મહાન વ્યાસ કે જ્ઞાની ગૌતમની રાહ જોતા હતા. ત્યાંથી હું પાછો ફર્યો. પછી મેં મારી રીતે આનો પ્રારંભ કર્યો. માત્ર મુદ્દાની વાત કહી દેવી, ટૂંકાં વાક્યોથી કહી દેવી. બહુ અલંકાર ન આપવા, બહુ ઝીણી વિગતોની ચર્ચામાં ન ઊતરવું. સાથે રસહીન પણ ન થવા દેવું. અને આટલું જ જો પચી જાય તો મોટું ચરિત્ર આપવું. એ દૃષ્ટિથી ચાલ્યો. મારે માટે આ કાર્ય આનંદજનક બન્યું છે. બીજા માટે બનશે એવી આશા રાખું છું. જૈનત્વ અંગે મારું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરું. જૈન કોણ ? જે આચારમાં અહિંસા ને વિચારમાં અનેકાંત પાળતો હોય તે જૈન. જૈન સિદ્ધાંતોને સંપ્રદાય સાથે ભલે સંબંધ ન હોય, સંપ્રદાય ધર્મનો ગમે તેટલો કબજો લઈ બેઠો હોય, પણ આજની તમામ પરિસ્થિતિ જોતાં એવું જ લાગે છે, કે ધર્મ ટૂંકાં ક્ષેત્રો છોડી પુનઃ વિશાળ વસ્તુ બની બેઠો છે. આજનો જૈન કેવો છે એ જ જુઓ ને ? આમ એક સંપ્રદાયનાં કુમાર-કુમારિકાઓ બીજાને ત્યાં જાય છે, પણ ખૂબી એ છે કે એમનો જૂનો ધર્મ ત્યાં સાથે જતો નથી ! વળી ધર્મ ચોક્કસ વર્તુળોમાંથી બહાર નીકળી રહ્યો છે, ને જન્મગત ધર્મને સ્થાને ધીરે ધીરે પસંદગીનો ધર્મ આવી રહ્યો છે. એક દિવસ ધર્મ વિશ્વ-આરાધનાની મુક્ત વસ્તુ બનશે, કાં તો માણસ વિશ્વધર્મી બનશે, કાં ધર્મ વિશ્વમુખી બનશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ તો ભાવિની વાત થઈ, પણ વર્તમાનમાં જૈન શબ્દ તો જાણે ચોંકાવનારો બન્યો છે ! જેમ ધોળી ટોપી એ અમુક ભાવનાની પ્રતીક બની છે, એમ જૈન શબ્દ પણ અભિનિવેશ, પૂર્વગ્રહ ને અસહિષ્ણુતાનો વાચ્યાર્થ બન્યો છે. જેઓ વચ્ચે અત્યંત પ્રેમ હોવો જોઈએ એ બ્રાહ્મણ ને શ્રમણ વચ્ચે અર્જુન ને કર્ણનું વેર જોવાય છે. બન્ને સત્યના સાધકો વચ્ચે આવો વિખવાદ શો ? બુદ્ધ અને મહાવીરની અહિંસાની મહાન જ્યોતિને જગતમાં પ્રસરાવનાર એમના બ્રાહ્મણ શિષ્યો જ હતા ને !) આ પ્રસંગે મહાબ્રાહ્મણ આનંદશંકરભાઈના શબ્દો યાદ આવે છજૂ, “સાચો બ્રાહ્મણ સાચો જૈન . સાચો જૈન સાચો બ્રાહ્મણ છે.” ભગવાન મહાવીરનું એક વિશેષણ “મહાબ્રાહ્મણ' છે. એમણે બ્રાહ્મણ પત્ની દેવાનંદાને ભરી સભામાં પોતાની માતા કહી હતી. આ ઔદાર્ય જૈન ધર્મના મૂળમાં છે, જૈન ધર્મનો પ્રચાર કરનાર અગિયાર ગણધરો બ્રાહ્મણો જ હતા. બ્રાહ્મણની ઉત્પત્તિ વિશે જૈન શાસ્ત્રો કહે છે, કે ઋષભદેવના પુત્ર ભરતદેવ ચક્રવર્તીએ વ્રત અને ચારિત્ર્ય ધારણ કરનાર સુશીલ વ્યક્તિઓનું એક જૂથ જમાવ્યું. એનું નામ બ્રાહ્મણ પાડ્યું. અહિંસા આદિ વ્રત સંસ્કારની રક્ષા આ જૂથનું પ્રથમ કર્તવ્ય હતું. જે બ્રાહ્મણ વર્ગને આવું મહત્ત્વ એની સાથે જ વિરોધ કેમ હોય ? કેવું આશ્ચર્ય ? | મુળે સમજો કે જૈન એ જૈન છે, એ બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી. એ વર્ણનો વિરોધી છે. સંસારના મોહ અને દ્વેષને જે જીતવા ઇચ્છતો હોય તે જૈન ! સંક્ષેપમાં ધર્મની દરેક સરિતા માનવમુક્તિના મહાસાગર ભણી જનારી છે. માર્ગ જુદા હોય. ધ્યેય એક જ હોય. અને તે માનવમુક્તિ ! આ ધ્યેયને લક્ષમાં રાખીને આ “નિગ્રંથ ભગવાન મહાવીર' ગ્રંથ મેં લખ્યો છે. શાસ્ત્રને ઉવેખ્યું નથી અને વિવેકને મેં છોડ્યો નથી. ભાવનાને પણ મેં પૂજી છે ! વિશ્વપ્રેમની, અહિંસા જ્યોતની એક સુંદર છબી ઉપસાવવાનો મેં આમાં યથાશક્તિ યત્ન કર્યો છે. કદાચ કોઈની તસવીરથી એ જુદી હોય, પણ જૂઠી નથી. એ જ પ્રેમ, માર્દવ ને મમતાની પીંછીથી મેં આ ઇષ્ટ મૂર્તિને ચીતરવાનો યત્ન કર્યો છે. જે પ્રેમનો દાવો સૌનો છે, એ જ મારો છે! છતાં નિગ્રંથની છબી ચીતરનારે કોઈ જાતની ગ્રંથિ રાખવી ન શોભે. ન વાદ છે, ન વિવાદ છે. ન મિથ્યાભિમાન છે. ને દ્વેષ છે કે પૂર્વગ્રહ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આજ યુગની સુવર્ણતુલા ફરી ઊચકાય છે. સોનું ને કથીર કસોટીએ ચઢે છે. જૂઠા પાસંગનાં ત્રાજવાં ત્યાં નહિ ચાલે, ખોટા ચળકાટ ક્ષણમાં ઝાંખા પડી જશે. સોનું સ્વીકારાશે, સન્માનાશે. વિશ્વની સંપત્તિ બનશે. આજના યુગની મનોભાવના વાજિંત્રને સ્વતંત્ર રીતે વગાડવા જેવી નથી. આજે બધાં વાજંત્રે ગતમાં બેસીને ગાવાનું છે. રખે એ વખતે આપણે બેસૂરા ન લાગીએ, એ જોવાનું છે. આમાં અનેક ગ્રંથની મદદ લીધી છે. એ ગ્રંથોનાં જ ઈટ-માટી લઈ આ મેં મારી નાનીશી કુટિર રચી છે. સારાનું શ્રેય તેઓને છે. ક્યાંય દોષ હોય તો તે મારી અલ્પજ્ઞતાનો છે. મારાં પુસ્તકોનું સંમાર્જન મારા ભાઈશ્રી રતિલાલ દેસાઈ કરે છે, તેમાં આ પુસ્તક પણ અપવાદ નથી. ધર્મપ્રેમ જગાવવાનો આ પ્રયત્ન છે. ધર્મપ્રેમીને આમાનું કોઈ વાક્ય ખટકે, તો મારો દોષ ગણી ક્ષમા આપે. એનું સૂચન કરે. ભવિષ્યમાં પરિમાર્જન થશે. ભાવનાની ધૂપસળીથી કંડોરેલું મહાવીરનું આ ચિત્ર સહૃદય વાચકો સમક્ષ રજૂ કરું છું ! ચાહે ઠુકરા દો યા પ્યાર કરો ! તા. ૨૩-૪-૫૬ જ્યભિખ્ખું १० Page #12 -------------------------------------------------------------------------- ________________ સવાઈ સાહિત્યકાર જયભિખ્ખું કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. “જયભિખ્ખું” પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે. જયભિખ્ખ” જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને “કામવિજેતા સ્થૂલિભદ્ર”માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે “વિક્રમાદિત્ય હેમુ'માં ઇસ્લામ અને પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં “જયભિખ્ખ'એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. જયભિખ્ખ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી વિક્રમાદિત્ય હેમુ', “ભાગ્યનિર્માણ”, “દિલ્લીશ્વર' વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી “પ્રેમભક્ત કવિ જયદેવ' છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી જવાંમર્દ' શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં “માદરે વતન', “કંચન અને કામિની', Page #13 -------------------------------------------------------------------------- ________________ ‘યાદવાસ્થળી’, ‘પારકા ઘરની લક્ષ્મી’, ‘પ્રેમપંથ પાવકની જ્વાલા’, ‘શૂલી પર સેજ હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખ્ખુ’નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. તેમણે ‘ગીતગોવિંદ’નો ગાયક અને ‘રસિયો વાલમ’ અને બીજાં ચારેક નાટકો આપેલાં છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે આ નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. ગોપાળદાસ પટેલે આપેલી મહાવીરકથા પછી ગુજરાતીમાં લખાયેલું આ સળંગ બીજું મહાવી૨-ચરિત્ર છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખ્ખુ' એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખ્ખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. ‘જયભિખ્ખુ’નું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતો. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. - ધીરુભાઈ ઠાકર ૨૦૦૮ १२ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર १३ sab «{] *****So Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧. બીએ એ બીજા ! ૧ ૨. દેહથી વીર, દિલથી મહાવીર ૪ ૩. ક્યું ગામ ને કોણ માબાપ ? ૧૦ ૪. ચૌદ સ્વપ્ન ૧૩ ૫. માતૃદેવો ભવ ૧૭ ૬. જન્મ-મહોત્સવ ૨૨ ૭. લેખશાળામાં ૨૫ ૮. જેવો આપણો જીવ એવો બીજાનો ૯. પહેલું તીર્થ તું ૧૦. ધન્ય યશોદા તને ૧૧. ભરત જેવા ભાઈ ૧૨. સર્વસ્વનો ત્યાગ ૧૩. દરિદ્ર ને દરિદ્રનારાયણ ૧૪. હું એકલવીર ! ૧૫. પાંચ સંકલ્પો ૧૬. વેરનું ઓસડ વેર નહીં ૧૭. પહેલું ચાતુર્માસ ૧૮. અચ્છાબાબા ને ખોટાબાબા ૧૯. ભય સામે અભય ૨૦. ચાર યામ ૨૧. સંસારનો કાર્ય-કારણ ભાવ ૨૨. સવાઈ ચક્રવર્તીનાં પગલાં ૨૩. આર્ય ગોશાલક ૨૪. અનાર્ય દેશમાં ૨૫. તેજોલેશ્યા ૨૬. સંગમવિજય ૨૭. ઊંધું જમે-ઉધાર ૨૮. જલમેં મીન પિયાસી અનુક્રમ ૨૯. થોડા પ્રશ્નોત્તરો ૩૦. કાન છે કે કોડિયાં ૩૧. કેવલજ્ઞાન ૩૨. જનતાને જબાન મળી ૧૪૬ ૧૪૮ ૧૫૧ ૧૫૫ ૧૯૬૦ ૧૩૬ ૧૭૧ ૧૭૨ ૧૭૫ ૧૭૭ ૧૭૮ ૧૮૧ ૧૮૪ ૧૮૭ ૧૯૦ ૪૪. યુદ્ધ અટક્યું ૧૯૪ ૪૫. વીરધર્મની પિછાન ૧૯૬ ૪૬. એક હજાર માઈલ પગપાળા ૧૯૯ ૨૦૧ ૨૦૩ ૨૦૫ ૨૧૧ ૨૧૪ ૨૧૬ ૨૧૮ ૨૨૧ ૨૨૪ ૨૩૦ ૩૩. ઇન્દ્રભૂતિ ગૌતમ ૩૪. પૂંછડે અટકેલા હાથી ૩૫. ચતુર્વિધ સંઘ ૩૬. નિગ્રંથ સાધુ ૩૭. ૨૮ ૩૪ ૩૯ ૪૫ ૫૨ ૫૭ ૬૩ ૬૮ ૭૨ ૭૮ ૮૧ ૮૫ ૯૪ ૧૦૩ ૫૦. બેડો પાર ૧૧૦ ૫૧. ઢંક કુંભાર ૧૧૨ ૫૨. ચાર યામ ને પાંચ યામ ૧૧૯ ૫૩. ન શેહ, ન શરમ ૧૨૫ ૫૪. કિરાતરાજને દીક્ષા ૧૨૮ ૫૫. નિર્વાણ ૧૩૭ પ૬. દીવે દીવો પેટાય ૧૪૦ નિગ્રંથના પાંચ યામ ૩૮. ૩૯. १४ ગૃહસ્થનાં બાર વ્રત જનમભોમમાં ૪૦. ૪૧. ૪૨. ૪૩. ત્યાગની હવા સાદી વાત, સાદો વિવેક પશુથીયે હીન તું જયન્તીના પ્રશ્નો ૪૭. વૈશાલીનું યુદ્ધ ૪૮. ફૂલ અને કાંટા ૪૯. જીવલેણ પ્રસંગ Page #16 -------------------------------------------------------------------------- ________________ આજથી પચીસસો વર્ષ પૂર્વે નિગ્રંથ ભગવાન મહાવીર એ કાળે થયા, જે કાળે લોકગુરુ ભગવાન બુદ્ધ થયા, જે કાળે ગ્રીસમાં સત્યનિષ્ઠ સોક્રેટિસ થયા, જે કાળે ઈરાનમાં અષો જરથુષ્ટ્ર થયા, જે કાળે ચીનમાં મહાન કોન્ફયૂશિયસ થયા . એ કાળ ઈ.સ. પૂર્વે ૬૦૦ આસપાસનો હતો. યુગોના યુગો પહેલાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ થયા. જેમના નામ પરથી ભારતદેશ કહેવાયો એ ચક્રવર્તી ભરતદેવના એ પિતા હતા. એ પછી બીજા તેવીસ તીર્થંકરો થયા. એમાંના મુનિ સુવ્રતસ્વામીના સમયમાં રામ થયા. પાંડવ, કૌ૨વ તથા શ્રીકૃષ્ણ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના વખતમાં થયા. પ્રવેશ શ્રી નેમિનાથે અહિંસાની ધારાને વેગ આપ્યો, ભોજનમાં હણાતાં પશુઓને બચાવવા, રાજ-પાટ ત્યાગી સંન્યાસ સ્વીકાર્યો. જીવન-વિશુદ્ધિમાં અહિંસાને સ્થાન આપ્યું, જીવન-વિશુદ્ધિમાં આહાર શુદ્ધિને શ્રેષ્ઠ ગણી. શ્રી નેમિનાથનો ઉલ્લેખ યજુર્વેદમાં શ્રી અરિષ્ટનેમિ તરીકે મળે છે. શ્રી નેમિનાથ ભગવાન પછી શ્રી પાર્શ્વનાથ ભગવાન આવ્યા. અહિંસાની વિચારધારા મહાભારતના ભયંકર યુદ્ધ પછી વિકસી હતી. લોહીતરસ્યાં યુદ્ધથી સહુ થાક્યાં હતાં. મહાભારતની નારદ-પર્વતની કથાનો १५ Page #17 -------------------------------------------------------------------------- ________________ મતલબ પણ અજનો અર્થ બકરો નહિ, પણ ડાંગર કરવામાં આવ્યો, જે રાજાએ વિપરીત અર્થ કર્યો, એનું સિંહાસન ઊડી ગયું. શ્રી પાર્શ્વનાથે આહાર-શુદ્ધિ માટે આચાર-શુદ્ધિ બતાવી. ચાર યામ પાળવાના કહ્યા. ૧. અહિંસા પાળવી, ૨. સત્ય બોલવું, ૩. અણહકનું ન લેવું, ૪. બાહ્ય વસ્તુનો સંગ્રહ ન કરવો. અગ્નિતપ કાજે સળગાવેલા લાકડામાંથી સાપને બળતો કાઢી બતાવી, પાર્શ્વનાથે સૂક્ષ્મ અહિંસા તરફ લોકોનું લક્ષ દોર્યું. કહેવાય છે કે ભગવાન બુદ્ધ ગૃહત્યાગ પછી, ચાર યામવાળા સાધુઓના ધર્મમાં ભળ્યા હતા. બૌદ્ધ ગ્રંથોમાં ચતુર્યામ સંવરનો ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથ પછી લગભગ બસો વર્ષે નિગ્રંથ ભગવાન મહાવીર થયા. એમણે અહિંસાને વ્યવહારુ રૂપ આપ્યું. એ માટે સંસ્કૃત છોડી, લોકભાષામાં જ તત્ત્વજ્ઞાન રજૂ કર્યું. ચાર યામમાં પાંચમો ‘બ્રહ્મચર્ય' યામ ઉમેરીને પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી અને સ્ત્રીને યોગસાધના, શાસ્ત્રો અને મોક્ષનો અધિકાર આપ્યો. એમણે જાતિ ને વર્ણ ૨૬ કર્યાં. જ્ઞાન ને ચરિત્રની કિંમત બઢાવી. અશ્વમેધ, ગોમેધ ને નરમેધ સામે ઝુંબેશ ઉઠાવી, તે સર્વ સર્વથા નષ્ટ કર્યાં. હિંસા કોઈ પણ રૂપમાં તજવા જેવી કહી. એમણે આત્મા એ જ પરમાત્માના સિદ્ધાંતની ઘોષણા કરીને ઈશ્વરની અધીનતા ઘટાડી, સ્વકર્મની એટલે પુરુષાર્થની કિંમત બઢાવી. એમણે જગતના સર્વ મતોને સાપેક્ષ સત્યવાળા ઠરાવ્યા. અનેકાંત દૃષ્ટિથી જગતને જોવાનું કહ્યું. આમ આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વાણીમાં સ્યાદ્વાદ ને સમાજમાં અપરિગ્રહ ઉપદેશ્યાં. એમણે કહ્યું, “જેઓ આ રીતે જીવશે, તેઓ જેમ વાયુ ભડભડ સળગતી જ્વાલાઓને ઓળંગી જાય છે, તેમ તેવો આદર્શ માનવી પણ, સંસારની જ્વાલાઓને ઓળંગી, પરમ આનંદનો ભાગી થશે.” એ ભગવાન મહાવીરનું આ ચરિત્ર છે. १६ Page #18 -------------------------------------------------------------------------- ________________ નગરનું પાદર છે. પાદર ૫૨ મોટો વડલો છે. ઘેઘૂર એની છાયા છે. લાંબી લાંબી એની ડાળો છે. ઘેરી ઘેરી એની ઘટા છે. ઘટામાં પંખી કલ૨વ કરે છે. છાયામાં પશુ બેઠાં બેઠાં વાગોળે છે. ૧ બીએ એ બીજા ! નાનાં બાળકો અહીં ૨મવા આવે છે. વિધવિધ રમતો રમે છે. આજે સહુ બાળકો મળીને પીંપળી ા રમે છે. દાવ ભારે ચગ્યો છે. બાળકો વાનરની જેમ ઝાડ પર કૂદાકૂદ કરી રહ્યાં છે. પંખીની જેમ પાન-ઘટામાં સંતાઈ રહ્યાં છે. નીચે લાકડી કૂંડાળે નાખી, દા દેનારો ઉપર ચઢે છે. ૨મતા ભેરુઓને પકડવા એ એક ડાળથી બીજી ડાળ દોડે છે. ત્યાં તો ડાળેથી વાંદરો કૂદે એમ ભેરુ નીચે કૂદે છે. લાકડી કૂંડાળામાંથી ઉઠાવી દૂર થા કરે છે. રમતની શરત એવી છે, કે ભેરુ નીચે ઊતરી લાકડીને કૂંડાળા બહાર ફેંકી દે એ પહેલાં દા દેનારે એને અડવું જોઈએ, પણ પેલો પહેલો પહોંચી જાય છે. કૂંડાળામાંથી લાકડી ઉપાડી દૂર ફેંકે છે. દાવ દેનારની મહેનત એળે જાય છે. એ વળી લાકડી લઈને કૂંડાળે નાખવા નીચે આવે છે. આમ રમત ભારે ચગે છે. એકાએક ફૂંફાડો સંભળાય છે. હૈયાં ફફડી જાય તેવો ફૂંફાડો ! ચકલાના મોંમાંથી ચણ છૂટી જાય એવો ! જોયું તો બરાબર પીંપળા નીચે એક ભયંકર સાપ પડેલો ! કાળી ચૌદશની બીએ એ બીજા ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ Manu રાતના જેવો કાળો ડિબાંગ ! ધોળી ધોળી મૂછો ! પીળી ધરખણ આંખો ! ફૂંફાડા એવા નાખે કે કાચાપોચાના રામ રમી જાય ! ૨ ભગવાન મહાવીર Page #20 -------------------------------------------------------------------------- ________________ બાળકો નીચે હતાં તે જીવ લઈને નાઠાં ! ડાળ પર હતાં તે ડાળને વળગી પડ્યાં. શરીર તો થરથર કંપે. હમણાં પડ્યાં કે પડશે ! હેઠેથી સાપ ન ખસે, ન કોઈને ખસવા દે ! આ વખતે એક બાળકે ઝડપ દઈને ઝાડ ઉપરથી ભૂસકો માર્યો. ધબ્બ કરતોકને નીચે ! પૃથ્વી પર ટટ્ટાર થઈને ખડો થઈ ગયો ! જાણે નેતરની સોટી જોઈ લો. સાપ ધબાકો સાંભળી છંછેડાયેલો હતો, ફૂંફાડા નાખતો હતો, હમણાં ડસ્યો કે ડસશે એવું કરતો હતો, પણ બીએ એ બીજા ! પેલો કુમાર આગળ વધ્યો. એના મનમાં બીક નથી. ડિલમાં ધ્રુજારી નથી. જાણે સાપ ને દોરડી બંને એને મન સરખાં છે. ચડપ લેતાંક સાપની પૂંછડી પકડી પાડી. બીજાં બાળકો સાપને જોઈને જમ માનતાં. સાપે અહીં પોતાનો ગુરુ જોયો, ને ડાહ્યોડમરો થઈ ગયો. પેલા બહાદુર બાળકે એને ઉપાડીને દૂર ફેંકી દીધો. બાળકોને નિર્ભય કર્યો. પંખીઓને ગાતાં કર્યાં. પેલા બહાદુર બાળકે બૂમ પાડી સહુને પાછા બોલાવ્યાં : અરે, બીઓ છો શા માટે ? બીક તો એવી છે, જે બીએ એને બિવડાવે.” “રંગ છે દોસ્ત તને ! વર્ધમાન, તેં તો કમાલ કરી !” બાળકો આમ બોલતાં ને શાબાશી દેતાં પાછાં આવ્યાં. ફરી રમત શરૂ થઈ. બીએ એ બીજા ૫૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ દેહથી વીર, દિલથી મહાવીર એ જ નગર, એ જ પાદર ! ત્યાં ઘેઘૂર વડલાની નીચે એક દેરી છે. ખંડેર દેરી છે. એનો ઊંચો એવો ઓટો છે. ત્યાં નગરનાં બાળકો ઘોડી ઘોડીની રમત રમે છે. જેનો દાવ આવે, એ ઘોડી થાય ! બીજા એ ઘોડી પર બે હાથ દઈ ટેકે ! ઠેકતાં ઠેક ચૂકે એ ઘોડી થાય ! બીજા એ ઘોડી પર બે હાથ દઈને ઠેકે ! રસ્તો સાવ એકાંત. અવરજવર બિલકુલ ઓછી. મીઠડું મહી લઈને જતી એકાદ ગોવાલણ ત્યાંથી નીકળે. રમતાં બાળકો પર મીઠી નજર નાખતી જાય, ને એ હાલી જાય. ઊભાં રહી બે ઘડી બાળકોની રમત જોવાનું મન એનેય થાય, પણ શું કરે ? મોડું કરે તો એનું દહીં ખાટું થઈ જાય ! ભાત લઈને ભતવારણ નીકળે. રમતાં બાળકોમાંનાં અરધાંપરધાંને એ ઓળખે. ઓ પેલો રહ્યો રાજકુમાર વર્ધમાન, ઓલ્યો નગરશેઠનો દીકરો સુદત્ત, પેલો રહ્યો તે ગામમુખીનો શંકુ ને પેલો વિશાખ લુહારનો જંબૂ. ભતવારણની ખોઈમાં માર્ગે વીણેલાં ઝીણાં બોર ભર્યા છે ! જંબૂને બોલાવી એની ખોઈ બોરથી ભરી દે છે, ને ભતવારણ ચાલી જાય છે, કારણ કે એનો ભાત ઠંડો થતો હોય છે. જંબૂ સરખે ભાગે સહુને બોર વહેંચી દે છે ! બાળક બોરની લહેજત ૪ % ભગવાન મહાવીર Page #22 -------------------------------------------------------------------------- ________________ માણતાં જાય, ને રમતાં રમતાં ગાય છે. જેનો દાવ આવે, એ ઘોડી થાય ! બીજા એ ઘોડી પર બે હાથ દઈ ઠેકે ! ઠેકતાં ઠેક ચૂકે એ ઘોડી થાય ! કોણ મોટું ને કોણ નાનું - એ ૨મતમાં જોવાય નહિ ! કોણ ક્યાંનો, ને કોણ ક્યાંનો, એ પુછાય નહિ ! રમત સહુની ! દાવ આપે એ દોસ્ત ! દાવ ન આપે એની કટ્ટા ! રમત એવી કે રસ્તે જતાંને જોવાની મોજ મળે. એક વટેમાર્ગુ આવ્યો, ને બાળકો ભેગો ભળી ગયો. રમત એ રમત. નાના-મોટાનો ભેદ ત્યાં ઝટ પરખાય નહિ. નવો આવનાર ઘોડી થઈને ઊભો રહ્યો. “અલ્યા, આ તો સરસ ઘોડી !” એક બાળકે કહ્યું. “અલ્યા, કેવી મજબૂત ઘોડી,” બીજાએ બૂમ પાડી. “અલ્યા, આ તો રૈવત ઘોડી. હાલે ચાલ રેવાલ !” ત્રીજાએ કહ્યું. બાળકો ઘોડી પર ચઢવા લાગ્યાં, ને ઠેકવા લાગ્યાં. નવો આવનાર શરીર સંકોચીને નાનીશી ઘોડી બની ગયો. ભારે મજાની ઘોડી ! વિશાખ લુહારનો જંબૂ કૂઘો. રેવતીકાકીનો રેણુ કૂદ્યો. નગરશેઠનો દીકરો કૂદ્યો. રાજકુમાર વર્ધમાને પણ કૂદવા ઠેક લીધી, પણ પેલી ઘોડી તો સીધી ઝાડ થઈને ઊભી રહી ! હત્તારીની, આ તો કેવી ઘોડી ! વર્ધમાન એના ખભા ૫૨, ને પેલો ટટ્ટાર ઊભો થઈ રહ્યો. ઊંચો તે કેવો ! જાણે તાડનો ત્રીજો ભાગ ! એણે માથું ધુણાવ્યું, ને મોટી જટા નીકળી આવી ! એણે આંખો ઊંચી કરી, ને જાણે આંખોને બદલે લાલઘૂમ અંગારા તગતગી રહ્યા ! એણે ઝીણી કિકિયારી કરી, ને જાણે રીંછે છીંકોટો નાખ્યો. બાળકોનાં હૈયાં બીકથી ફાટી રહ્યાં. દેહથી વીર, દિલથી મહાવીર પ Page #23 -------------------------------------------------------------------------- ________________ બાળકો નાઠાં, પૂંછડી દબાવીને બીકણ સસલું નાસે તેમ. કાળો કળેળાટ મચી ગયો. નાસતાં બાળકો દયા ખાવા લાગ્યાં. અરેરે ! બિચારા વર્ધમાનનો કાળ આવ્યો ! કાળ તે કેવો ? એના નખ જોયા હોય તો પાવડા જેવા. એની રોમરાજ જોઈ હોય તો રીંછ જેવી. પગ જાણે થાંભલા જેવા. હાથીપગો. ખભો જોયો હોય તો ગેંડાની ઢાલ જેવો ! ખૂની વરુની જેમ એ પિશાચ ફરીને ઘૂરક્યો. અરે, કોક હિમ્મતવાળાં રહ્યાંસહ્યાં બાળકો ઊભાં હતાં તે પણ જાય નાઠાં. પાછું વળીને જુએ એ બીજાં. ભાગતાં જાય ને બોલતાં જાય : “હાય રે ! આ તો પિશાચ નીકળ્યો. ઘોર કર્મનો કરનારો. જીવતા માણસને ભૂંજીને ખાનારો. દુનિયામાં જે ખરાબ એ એનો ખોરાક. દુનિયામાં જે દુરાચરણ એ એનું આચરણ !” અઘોરીએ વર્ધમાનને ખભા પર લીધો છે. બે હાથે એના બંને પગ પકડ્યા છે, ને પડ્યો છે એના પંથે ! દિશાઓ ખાલી છે. રસ્તા નિર્જન છે. કોઈ કહેતાં કોઈ નજરે ચડતું નથી ! અરર ! બાળકનું આવી બન્યું ! અઘોરી એને લઈ જશે. દેવદેવીને ધરશે ! જીવતો શેકી ખાશે. એને મિજબાની થશે, ને આપણા વહાલા વર્ધમાનનું મોત આવશે ! ખરાખરીની આ ઘડીએ પણ કુમાર વર્ધમાનનું મોં તો જુઓ, કેવો નફકરો બેઠો છે ! જાણે પાળેલા હાથીની કાંધ પર બેઠો ન હોય ? નથી એની આંખોમાં બીક. નથી શરીરમાં કંપારી ! નરવાહનની સવારી કરી, જાણે કોઈ દેવકુમાર પૃથ્વી ઉપર આવ્યો હોય, એવો એનો રુઆબ છે ! ખરો બહાદુર, ખરો ભાયડો આ તો ! વાઘ શિકારને લઈને બોડ તરફ જાય, એમ અઘોરી વર્ધમાનને ઉપાડી આગળ ચાલ્યો જાય છે. ઝરૂખે ચઢી દુનિયાને દેખતો હોય, એમ કુમા૨ થોડી ૬ ૭ ભગવાન મહાવીર Page #24 -------------------------------------------------------------------------- ________________ વાર બધું જોઈ રહ્યો. વગડો નિર્જન છે. કોઈ કહેતાં કોઈ માણસ દેખાતું નથી ! શિયાળવાં સંતાતાં ફરે છે : ને ગીધ હાડપિંજરો ઠોલતાં ફરે છે. દેહથી વીર, દિલથી મહાવીર ૭ in Page #25 -------------------------------------------------------------------------- ________________ જગ્યા એવી ભયંકર છે કે માણસ ફાટી મરે ! પણ કુમાર વર્ધમાનને તો જાણે ઘર ને વગડો સરખાં છે. ધીરેથી એણે હાથ ઉપાડ્યો, મુક્કી વાળી, ને અઘોરીના મસ્તક પર દીધી ! બાળકની મુક્કીનો શો હિસાબ ! જાણે લોઢાની દીવાલ ઉપર ગુલછડીનો ઘા ! પણ અજબ જેવો આ કુમાર છે. ગજબ એનું બળ છે. નાનીશી મુકીએ અઘોરીને કંપાવી દીધો. વર્ધમાને બીજી મુક્કી મારી! તોફાને ચડેલો હાથી અંકુશના ઘાએ વશ થઈ ગયો. અઘોરી ચીસ પાડી ઊઠ્યો. કહ્યું છે ને, નાનો પણ રાઈનો દાણો! તરત જ ત્રીજી મુક્કીનો પ્રહાર થયો. પહાડ જાણે નમી પડ્યો. અઘોરીની રાડ ફાટી ગઈ. એ આ કુમારને ઉપરથી ફેંકી દેવા મથી રહ્યો, પણ ઊખડે એ બીજા. કુમારે તો વળી બીજી મુક્કી મારી ! પણ આ મુક્કીએ તો અઘોરીનાં હાડેહાડ ખખડાવી નાખ્યાં. અઘોરી બોલવા માંડ્યો : “તારી ગૌ, વર્ધમાન ! કહે તો ખડ ખાઉં, પણ ભલો થઈને હેઠો ઊતર !” વર્ધમાન કહે : “તો ચાલ, મને ઘેર મૂકી જા.” અઘોરી કહે : “ગામલોકો મારાં સોયે વર્ષ ત્યાં ને ત્યાં પૂરાં કરી નાખે !” વર્ધમાન કહે : “તારો વાળ પણ વાંકો નહિ થવા દઉંગાય થયો તો હવે ગાય થઈ જાણજે !” 1. અઘોરીનું મન નહોતું, પણ વર્ધમાનની મુક્કીનો એને ડર હતો. એ વર્ધમાનને ખભા પર લઈ નગર તરફ ચાલ્યો. નગરમાં તો ખબર પડી છે, ને કાળો બોકાસો બોલ્યો છે. વર્ધમાન રાજાના કુંવર છે એથી નહીં – પણ આમ જનતાને વહાલો છે: એથી બધા ઘરબહાર શોધમાં નીકળી પડ્યા છે ! કોઈના હાથમાં તીર છે, તો કોઈના હાથમાં તિરકમ છે. કોઈના હાથમાં ભાલો છે, તો કોઈના હાથમાં ભૂંગળ છે. કોઈના હાથમાં કિરપાણ છે, તો કોઈના હાથમાં સાંબેલું છે. કોઈના ૮ % ભગવાન મહાવીર Page #26 -------------------------------------------------------------------------- ________________ હાથમાં રાશ છે તો કોઈના હાથમાં વેલણ છે. વર્ધમાન તો સહુને આંખની કીકી જેનો વહાલો છે ! સહુ મદદે દોડ્યા છે ! ત્યાં તો સામેથી અઘોરી પર સવારી કરીને કુમાર આવતો દેખાયો. જાણે આકાશેથી દેવકુમાર ઊતરી આવ્યો ! લોકો બોલી ઊઠ્યાં : “અમારો વર્ધમાન કુશળ હો !” વર્ધમાને અઘોરીના ખભેથી કૂદકો માર્યો. ગામલોકોએ એને પોતાની હથેળીમાં ઝીલી લીધો. માતા ત્રિશલાએ એને છાતીએ ચાંપ્યો. ભાઈ નંદીએ કપાળે ચૂમી ચોડી. પિતા સિદ્ધાર્થે એના કેશ ગૂંધ્યા. કાકા સુપાર્શે કોટી કરી. સૌની હૈયાવાટકડીમાં હર્ષ ન સમાય ! પછી તો લોકો ઊપડ્યા અઘોરીને મારવા ! વર્ધમાન દોડીને આડા ફર્યા. “ખબરદાર ! એને કોઈએ આંગળી અડાડી તો !” “અરે ! એ અધર્મીને જીવતો ગૂડી નાખવો જોઈએ.” બધાએ કહ્યું. વર્ધમાન કહે : “ના, એને મરાય નહિ. પાપીને પાપનું ભાન થાય, એ જ એની સજા ! આપણે સજા કરનારા કોણ ? ક્ષમા આપો ને છોડી મૂકો !” “અરે ! કુમાર નાને મોંએ મોટી વાત કરે છે !” એકે કહ્યું. “પણ હૈયા સોંસરવી ઊતરી જાય તેવી વાત કરે છે !” બીજાએ કહ્યું. જતાં જતાં અઘોરીએ કહ્યું : “હે વર્ધમાન ! મને સામાન્ય માનવી ન સમજતો. હું દૈવી શક્તિવાળો છું. તારી કસોટી કરવા આવ્યો હતો. મેં તને દેહથી વીર માન્યો હતો, પણ હૃદયથી તો તું મહાવીર છે ! તારો જય હો !” અઘોરી અદશ્ય થઈ ગયો. કુમાર વર્ધમાન તે દિવસથી મહાવીરને નામે પંકાયા. દેહથી વીર, દિલથી મહાવીર ૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ કયું ગામ ને કોણ માબાપ આજથી છવીસસો વર્ષ પહેલાંની આ વાત છે. આજે ચાલતો રાજા વિક્રમનો સંવત શરૂ થવાની ત્યારે, ઘણાં વર્ષોની વાર હતી. એ વખતે ભારતના નકશામાં અનેક રાજ્યો હતો. કેટલાંક રાજ્યોમાં રાજા રાજ્ય કરતો હતો. કેટલાંક રાજ્યોમાં જનસંઘ ને મહાજનો રાજ ચલાવતાં હતાં. એવું એક વિદેહનું રાજ હતું. રામાયણમાં આવતાં સતી સીતામાતાના પિતા, જનકવિદેહી એક વાર અહીં રાજ ચલાવતા. ક્ષત્રિયોનો ધંધો લડવાનો. વિદેહના ક્ષત્રિયો લડતા ને સાથે ધર્મનો ને બ્રહ્મનો પણ ઊંડો વિચાર કરતા. તેઓ “કમે સૂરા સો ધમ્મ સૂરા” હતા. જેવા પરાક્રમી એવા પંડિત ! આ વાત જૂની થઈ. જે વખતની આપણે વાત કરીએ છીએ, તે વખતે વિદેહમાં જનસંઘનું-ગણતંત્રનું રાજ હતું. ઘણા માણસો થોડા માણસોને ચૂંટતા. એ થોડા માણસો ઘણા માણસોની વતી રાજ ચલાવતા. એ થોડા માણસો રાજા કહેવાતા. એની પાટનગરી વૈશાલી હતી. વૈશાલીને ઘણા વિશાલા પણ કહેતા. ગંડકી નદીને તીરે વસેલું હતું. આ નગરી દેવોની નગરી જેવી સુંદર હતી. ત્યાં બેડોળ કે કદરૂપાં માણસો જન્મતાં જ નહિ. એ નગરનો નર દેવતા જેવો બળવાન ને દેખાવડો, ને નારી દેવી જેવી સુંદર ને સુડોળ હતી. ૧૦ ભગવાન મહાવીર Page #28 -------------------------------------------------------------------------- ________________ આ નગરીમાં ધનનો પાર નહોતો. ૭ હજાર હવેલી સોનાના કળશવાળી હતી, ૧૪ હજાર રૂપાના કળશવાળી હતી. આ તો કોટ્યાધિપતિની વાત થઈ. લખોપતિની હવેલી ૫૨ તાંબાના કળશ રહેતા. એનો તો સુમાર નહોતો. સુખી લોકો ચીનમાં બનેલાં રંગીન રેશમી વસ્ત્રો પહેરતા. આભૂષણોનો તો પાર નહોતો. મણિમાણેક મઢ્યાં છત્ર માથે રાખી, સોના-રૂપાના રથમાં લોકો જાઆવ કરતા. દીન-દરિદ્રી તો ભાગ્યે જ દેખાતાં. હાથીની સવારી તો અહીં સામાન્ય હતી. સ્ત્રીઓ સોનાની પાલખીમાં બેસતી, રંગીન વસ્ત્રો પહેરતી. એના શરીર પર સોનાનો સુમાર નહોતો. બે બાજુ ઘટાદાર વૃક્ષોવાળી વૈશાલીની શેરીઓમાંથી જ્યારે આ સ્ત્રીઓ પસાર થતી ત્યારે દેવનગરીની શોભા પ્રગટતી. પુરુષો ઘોડે ચઢી, કમરે તલવાર લટકાવી, બાંહ્ય બાજુબંધ, ગળે કંઠો ને માથે મુગટ પહેરી નીકળતા, ત્યારે બે ઘડી જોવાનું મન થઈ જતું. આ વૈશાલી નગરીનો ભારે વિસ્તાર હતો. અનેક પરાં હતાં. એમાં બે પરાં જાણીતાં હતાં. એક કુંડગ્રામ ને બીજું વાણિજ્યગ્રામ. તેમાંય કુંડગ્રામ એના નાગરિકોની સુશીલતાને લીધે પંકાયેલું હતું. આ કુંડગ્રામમાં ઉત્તર-દક્ષિણ બે વિભાગ હતા. ઉત્તર વિભાગમાં મોટે ભાગે ક્ષત્રિયો રહેતા. એથી એ ક્ષત્રિય કુંડગ્રામ તરીકે ઓળખાતું. દક્ષિણમાં મોટે ભાગે બ્રાહ્મણો રહેતા. એથી એ બ્રાહ્મણ કુંડગ્રામ તરીકે પંકાતું. કહેવાતું કે વૈશાલીમાં એક લાખ ને અડસઠ હજાર રાજાઓ હતા. ઘણા આગળ વધીને કહેતા, કે વૈશાલીનો દરેક જણ પોતાને રાજા-રાજકર્તા ગણતો. આ બધા રાજાઓમાં-આગેવાનોમાં મુખ્ય આગેવાન ચેટક હતો. એનું બિરુદ જિતશત્રુ હતું. રાજા ચેટકની પસંદગી પામેલો મહાપુરુષ હતો. એના બળની બધે બોલબાલા હતી. એના ગુણની બધે ખ્યાતિ હતી. રાજા ચેટકને એક બહેન હતી. ગુણમાં ચંદ્ર જેવી, રૂપમાં સૂરજ જેવી. એનું નામ ત્રિશલાદેવી ! રાજા ચેટકે એને ક્ષત્રિય કુંડગ્રામના એક સદ્ગુણી ક્ષત્રિય સાથે પરણાવી હતી. એ ક્ષત્રિયનું નામ રાય સિદ્ધાર્થ ! કયું ગામ ને કોણ માબાપ એ ૧૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ રાય સિદ્ધાર્થના નામ પ્રમાણે ગુણ હતા ! હતા તો ક્ષત્રિય, પણ અહિંસા ને સત્યમાં માનનારા હતા. એ વખતના ક્ષત્રિયોની જેમ રણક્ષેત્ર ને ધર્મક્ષેત્ર બંનેમાં તેઓ કુશળ હતા. આ કારણે તેઓ બસો વર્ષ પહેલાં થઈ ગયેલા અહિંસા ને સત્યના શ્રી પાર્શ્વનાથમાં આસ્થા ધરાવતા હતા. એમનો અહિંસાપ્રધાન ધર્મ તેઓ પાળતા હતા. ૧૨ ૮ ભગવાન મહાવીર Page #30 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સ્વપ્ન એવા છે રાય સિદ્ધાર્થ ! એવાં છે સતી રાણી ત્રિશલા ! એવા છે કુમાર નંદી ! એવાં છે કુમારી સુદર્શના ! બધી વાતે લીલાલહેર છે. ધન, ધાન્ય, પુત્ર, પુત્રી: વિસ્તારની કે વસ્તુની કોઈ વાતે અછત નથી. સહુ કુળધર્મ પાળે છે ને જીવનધર્મ આચરે છે. શાંતિ એમની છે. દયા એમની છે. પુરુષાર્થ એમનો છે. પરોપકાર એમનો છે. ધર્મપાલનમાં એ ફૂલ જેવાં કોમળ છે. અધર્મ સામે વિજ જેવાં નીડર છે. ગોકુળ એ વખતનું ધન છે. ગોધણ સાચું ધન છે. એનો ઉત્સવ ઊજવાય છે. ખીર, ખાજાં ખવાય છે. દૂધ-દહીંની નદીઓ રેલાય છે ! એવા પવિત્ર પર્વ દિવસની એક રાત છે. બે પહોર વીત્યા છે. ગૌપૂજા ને ગૌસેવા કરીને રાજા-રાણી સૂતાં છે. એવે વખતે ત્રિશલાદેવીને સુંદર સ્વપ્ન આવે છે ! એક-બે નહિ, પણ પૂરાં ચૌદ સ્વપ્ન આવે છે ! ચૌદ વM # ૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ધોળો હાથી ને સફેદ બળદ, વનનો રાજા કેસરી સિંહ, રૂપાળાં લક્ષ્મી દેવી ને ફુલ્લ-પ્રફુલ્લ પુષ્પમાળા, ઝગમગતાં ચંદ્ર ને સૂરજની જોડ, ફરફરતી ધજા ને રૂપાનો મંગળકળશ, સરોવરમાં શ્રેષ્ઠ એવું પuસરોવર, સાગરમાં સર્વોત્તમ એવો ક્ષીરસાગર, આકાશે શોભતું દેવવિમાન, રત્નનો રાશિ ને અગ્નિની જ્યોતિ – એમ ચૌદ સ્વપ્ન રાણી નીરખે છે! તેર સ્વપ્ન તો નીરખ્યાં, પણ કેસરી સિંહે તો જાણે મુખવાટે એમના ઉદરમાં પ્રવેશ કર્યો. આવાં સપનાં નીરખી રાણી જાગ્યાં. જાગીને રાજાને જગાડ્યા. સપનાની વાત કરી. રાય સિદ્ધાર્થ કહે : “રાણી ! તમે રત્નગર્ભા છો. નક્કી તમારે પેટ કોઈ મહાન આત્મા અવતાર ધરશે, આપણી ઈકોતેર પેઢી તારશે. બોલાવો જોષીઓને ! સપનાનો અર્થ વિગતે જાણીએ.” જોષીઓને તેડાવ્યા. એ વખતના રાજા વિદ્યાવંતોને ભારે આદરમાન આપતા. જ્યોતિષીમંડળ માટે ખાસ ભૂમિ પસંદ કરી. છાણથી લીંપાવી. સુગંધી જળથી સીંચી. ખડીથી ધોળી. માંડલા (રંગોળી) પૂર્યા. ધૂપઘટા પ્રસરાવી. આઠ ભદ્રાસન મુકાવ્યાં. નિમિત્તશાસ્ત્રનાં આઠ અંગ. એ આઠ અંગના જાણકાર માટે આઠ ભદ્રાસન. વળી બે સિંહાસન મુકાવ્યાં. એક રાય સિદ્ધાર્થ માટે, બીજું રાણી ત્રિશલા માટે. આઠ પડદા બાંધ્યા. એના પર હાથી, ચમરી, ગાય, સિંહ, વાઘ ને અષ્ટાપદનાં ચિત્રો ચીતર્યા. જોષીઓ આવ્યા. મોટા મોટા જોષીઓએ મોટાં મોટાં ટીપણાં કાઢ્યાં ! આકાશના ગ્રહ, નક્ષત્ર અને તારાઓને ઘડી વારમાં પોતાની પાટીમાં ઉતાર્યા. પાટીનું આકાશ ૧૪ % ભગવાન મહાવીર Page #32 -------------------------------------------------------------------------- ________________ બનાવી થોડી વારમાં એમને અહીંથી તહીં હેરવ્યાં-ફેરવ્યાં. કંઈક ગણ્ય આંગળીને વેઢે, ને પછી મોટી પાઘડીઓ ડોલાવતાં બોલ્યા : “રાણીજી ! અમકુલ મંડણ ને તુમકુલ દીવો – વિદ્યામાં બ્રાહ્મણ ને પરાક્રમમાં ક્ષત્રિય – એવો એક આત્મા અવતરવાની આગાહી છે ! સુપન શાસ્ત્રમાં ૭ર પ્રકારનાં સ્વપ્ન કહ્યાં છે. એમાં ૪૨ મધ્યમ છે. ૩૦ ઉત્તમ છે. ને એ ત્રીસમાં પણ ચૌદ સર્વોત્તમ કહ્યાં છે. સ્વપ્ન આવવાના પણ નવ પ્રકાર છે. એમાં છ પ્રકારે આવેલાં સ્વપ્ન નકામાં હોય છે. ત્રણ પ્રકારે આવેલાં સ્વપ્ન સાચાં હોય છે. ક્ષત્રિયાણી માતાને જે સ્વપ્ન લાધ્યાં, તે કાં ધર્મચક્રવર્તી કાં રાજચક્રવર્તીની માતાને આવે છે !” જરા સારી રીતે પંડિતની ભાષામાં કહીએ તો, ‘તમારે ત્યાં ધર્મની ધજોસમોવડો, કુળમાં દીપકસમો, સગુણોમાં મુગટસમાન, કિર્તિમાં કુમકુમ તિલકસમાન, ને જીવો માટે ગ્રીષ્મ ઋતુમાં વૃક્ષની છાયાસમાં પુત્ર જન્મશે.' રાય સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા આ સાંભળી ખુશી ખુશી થઈ ગયાં. એમાંય ત્રિશલારાણીનું હૈયું વરસાદથી કદંબ વૃક્ષ ખીલે એમ ખીલી ઊઠ્યું. સાડા ત્રણ કરોડ રોમરાજિ હર્ષથી ખડી થઈ ગઈ. માતાનો પ્રેમ છે ને ! રાજા બોલ્યા : “આ તો ચૌદ સ્વપ્નોનું તમે સમગ્ર રીતે ફળ કહ્યું. છૂટાં છૂટાં સ્વપ્નોનો અર્થ કંઈ હશે ખરો ?” જોષીડા મોં મલકાવતાં બોલ્યા : અવશ્ય, દરેક સ્વપ્નનો આગવો પણ અર્થ છે.' રાણી બોલ્યાં : “અમને એ સાંભળવું, પુત્રજન્મ જેટલું જ પ્યારું લાગશે.” વડા જોષી કહે : “તો સાંભળો.” “૧. આ જમાનામાં મહાન પુરુષોમાં પણ મહાન અને બળવાનોમાં પણ બળવંત એ બનશે. સફેદ હસ્તિનું સ્વપ્ન એ સૂચવે છે. પૃથ્વી પર ધર્મનો રથ અધર્મના કાદવમાં ખૂંપી ગયો છે. આપનો પુત્ર એ કાદવમાંથી ધર્મના રથને કાઢનાર ધર્મધોરી બનશે. વૃષભનું સ્વપ્ન એ સૂચવે છે. ચૌદ સ્વપ્ન ૧૫ ૨. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩. વનમાં સિંહ ઘણા હોય છે, પણ કેસરી સિંહ તો એક જ હોય છે. નીડરતા, વીરતા અને ઉદારતામાં તમારો પુત્ર એક ને અજોડ હશે. જગતના લક્ષ્મીવંતો એના ચરણકિંકર બનશે, એમ લક્ષ્મીદેવીનું સ્વપ્ન સૂચવે છે. સંસારમાં સહુનાં હૈયાંનો એ હાર હશે. એની કાંતિ શીતળ અને વદન ચંદ્ર જેવું હશે. ૭. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર સૂરજ જેવો એ તેજસ્વી હશે. તમારા કુળમાં એ ધજાસમાન બનશે. કળશનું સ્વપ્ન એનામાં સર્વ સંપત્તિઓ, સમગ્ર શક્તિઓ ને સંપૂર્ણ લબ્ધિઓનો વાસો બતાવે છે. ૧૦. સંસારમાં તળાવને કાંઠે બેસીને તરસ્યા રહેલા ને મખમલી છત્રપલંગ પર આરામ કરવા છતાં થાકેલા લોકોનાં તન-મનના તાપ દૂર કરનાર સરોવર જેવો એ બનશે. ૧૧. ગહન છતાં પાસે જવું ગમે એવા ક્ષીરસાગરસમો એ બનશે. ૧૨. દેવોનું વિમાન એ બતાવે છે કે એની કીર્તિ ઊંચે ઊંચે દેવભુવન સુધી જશે. દેવોને પણ વંદ્ય બનશે. ૧૩. રત્નોની ખાણ એને માટે ગુણરત્નની ખાણ બતાવે છે. ૧૪. અગ્નિ જ્યોત એ આત્મજ્યોતિનો ભાવ દર્શાવે છે. “હે રાજાજી ! હે રાણીજી ! તમારે ત્યાં આમ સર્વ ગુણથી સંપન્ન લોકનાયકનો જન્મ થશે. નવે ખંડમાં એનું નામ પ્રખ્યાત થશે !” રાજા ને રાણી આ સાંભળી ખુશ થયાં. જોષીઓને ભારે સરપાવ આપી વિદાય કર્યા. ૧૬ ભગવાન મહાવીર Page #34 -------------------------------------------------------------------------- ________________ માતૃદેવો ભવ રાણી ત્રિશલાની કૂખમાં વર્ધમાન છે. જાણે રત્નાકરના પેટમાં લાખેણું મોતી ! ભારે એનું જતન છે! ભારે એની ખેવના છે! દિવસો ચાલ્યા જાય છે. માતા ઓધાન ભરે છે ! ગર્ભવતી માની આપદાઓનો પાર નથી. મનમાં ભાવા ઘણા થાય છે, પણ મોંએ કંઈ ચઢતું નથી. પેટમાં ખાડો છે, બત્રીસ પકવાન સામે છે, ને ખાવું ભાવતું નથી ! માતાનું મન છે ને ? પેટના જણ્યાના કલ્યાણ માટે ન જાણે કેવી કેવી આપદા વેઠે છે. મા વાયુ કરનાર પદાર્થ ખાતી નથી, રખેને બાળક ખંધિયો થાય ! અતિ પિત્ત કરનાર પદાર્થ ખાતી નથી, રખેને બાળક ટાલિયો થાય ! અતિ કફ કરનાર પદાર્થ ખાતી નથી, રખેને બાળક કોઢિયો થાય ! ન અતિ ગરમ જમે છે, ન અતિ ઠંડું. ખારું-ખાટું તો છોડી જ દીધું છે. માને વળી જીભના ભાવા-અભાવા કેવા ? માતા ને મુનિ જીભના સ્વાદમાં ને જીવનના શીલમાં સરખાં. મા દિવસે ઊંઘતી નથી, રખેને બાળક ઊંઘણશી જન્મે ! મા શાક-પાંદડું ખાતી નથી, રખેને બાળક શ્યામ જન્મ ! અણિયારી આંખમાં મા અંજન આંજતી નથી, રખેને પુત્ર રતાંધળો માતૃદેવો ભવ % ૧૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ થાય ! એ સદા આનંદમાં રહે છે, પારકાના ભલામાં ચિત્ત રાખે છે, સારી વાતો સાંભળે છે, સારી કથાઓ સૂર્ણ છે ! ન અતિ ખાય છે, ન ઉપવાસ કરે છે. પોતાની ભૂખની ચિંતા નથી, પણ પેટના બાળકને પોષણ ન મળે તો ? આખું રાજકુટુંબ રાણીજીને જાળવે છે. રાજાજી પણ ફૂલની જેમ એમનું જતન કરે છે. રાજા-રાણી સાથે સભામાં જાય છે, સાથે વનવિહારે જાય છે. રાજા ને રાણી સિંહાસને બેઠાં છે, ને ખેડૂત મંડળ આવે છે. ખેડુ કહે છે : “મહારાજ ! કારણ કંઈ જણાતું નથી ને ખેતરમાં આ વખતે ધાન્ય સારું પાડ્યું છે ! કંઈ કારણ વગર જમીનમાં રસકસ વધ્યા છે.” રાજા કહે છે : “ખુશી થવા જેવું છે. પ્રજારૂપી કૂવામાં હશે તો રાજરૂપી અવાડામાં આવશે.” ગોકુળના માલિકો આવીને કહે છે : “મહારાજ ! કંઈ નવતર કારણ ઊભું થયું નથી, ને ગાયોનાં દૂધ વધ્યાં છે. ચાણમાં ઘાસ વધ્યાં છે. નવાણે નીર વધ્યાં છે.' વનપાળકો આવીને કહે છે : “આંબા તો એના એ જ છે, પણ આ વરસે આંબે મોરનો સુમાર નથી. લીમડે કોરનો સુમાર નથી. વેલીઓ ફૂલથી ને વૃક્ષો ફળથી લૅબીઝૂંબી રહ્યાં છે.” નાગરિકો કહે છે : “આ વર્ષે ન જાણે કેમ, પણ સુખાકારી સારી છે. મૃત્યુ ઓછાં છે. અકાલ મૃત્યુ તો થતાં જ નથી ! સહુ મંડળો, નિગમો ને શ્રેણીઓનાં મનમાં ઉત્સાહ છે ! અમને તો કોઈ અવનવા શુભ બનાવની આ આગાહી લાગે છે.” રાજા કહે : “બધું જ વધતું છે. જોષીઓએ કહ્યું તે પ્રમાણે કોઈ મહાન આત્માના આવવાની આ બધી આગાહીઓ છે. આપણે એનું નામ વર્ધમાન રાખીશું.' રાણી મોં મલકાવીને કહે છે : “હા, હા, નામ તો વર્ધમાન જ રાખીશું. મારો હર્ષ પણ દિન દિન વધતો રહે છે” ૧૮ બગવાન મહાવીર Page #36 -------------------------------------------------------------------------- ________________ ?' કે - ". * * * " , * (હવાઈ 2008 t" R . cct odon3: ર - પેટમાં ગર્ભ ફરફરૂ થાય છે. માતાને તો ઘડી ઘડી અકળામણ થાય છે; પણ એય મીઠી મીઠી લાગે છે ! ઘડી દુઃખથી વલી પડી જાય, વળી ઘડીમાં માતૃદેવો ભવ w ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ હસવા લાગે ! એકાએક ગર્ભ ફરફરતો બંધ થઈ ગયો. માને અકળામણ એકદમ ઓછી થઈ ગઈ ! - તનની અકળામણ ઓછી થઈ, પણ મનની અકળામણ એકાએક વધી ગઈ. મનમાં ધ્રાસકો પડ્યો કે શું મારા ગર્ભને કંઈ અમંગળ થયું કે ફરૂફ થતો બંધ પડ્યો ! માતાએ તો વિલાપ કરવા માંડ્યો ! દૂર દૂર આંબાવાડિયામાં કોકિલ ટહુકતો હતો. એ કાને કર્કશ લાગ્યો. મલયાચલનો મંદ સુગંધી શીતળ પવન વાતો હતો. એ દેહને બાળવા લાગ્યો. રાજા સિદ્ધાર્થ ઘણું સમજાવે : “રે રાણી ત્રિશલાદેવી ! એવાં તે શાં અસુખ તમને ઊપજ્યાં ?” પણ ત્રિશલાની આંખમાંથી આંસુ ન અટકે. આનંદને ઠેકાણે શોક પ્રસરી ગયો. ત્રિશલા કહે : “અરે, મારાં પૂર્વજન્મનાં પાપ ફૂટ્યાં, નહિ તો આવું ન બને ? આ ભવમાં તો મેં કોઈનું આંખ-માથું દુખાડ્યું નથી, પણ પરભવમાં મેં વનને વિશે અગ્નિ લગાડ્યો હશે, કાં પંખીના માળા પાડ્યા હશે, કાં સરોવર ફોડ્યાં હશે, કાં તળાવનાં પાણી સૂકવ્યાં હશે. નહીં તો આમ ન બને ?” ત્રિશલાનું મુખકમળ કરમાયેલું જોઈ રાજબાગનાં ફૂલ પણ કરમાવા * લાગ્યાં, ચણ ચણતાં સૂડા-પોપટે મોંમાંથી ચય કાઢી નાખી. આંગણામાં મોર એમ ને એમ મોં ઢાળીને ઊભા રહી ગયા. અરેરે ! ત્રિશલાદેવી જેવી માતા રડતી હોય, ત્યારે આપણાથી કેમ હસાય ? પશુઓ ચારો છોડી બેઠાં ! રાજમહેલમાં ચાલતાં નાટકો બંધ પડ્યાં. વીણામૃદંગ બાજતાં બંધ થઈ ગયાં ! ત્યાં તો – ન જાણે, આ બધી પરિસ્થિતિ પારખીને કે શું? ગર્ભ ફરક્યો. ભર્યા જળાશયમાં મત્સ્ય હાલે તેમ ! મા હસી પડી ! ૨૦ ૮ ભગવાન મહાવીર Page #38 -------------------------------------------------------------------------- ________________ ત્યાંની દુનિયા હસી પડી ! ગર્ભમાં રહેલા આત્માએ વિચાર્યું : “માતાનો પુત્ર તરફ કેવો અજબ પ્રેમ છે ! એમાં દુઃખ એને સુખ લાગે છે ! મૃત્યુ એને જીવન લાગે છે ! સંસારમાં માતાની સેવાથી મોટો કોઈ ધર્મ નથી. માતાને સુખ ઊપજશે એમ હું કરીશ.” માતાપિતાની જીવિત અવસ્થામાં પ્રવજ્યા ન લેવાનો નિર્ધાર કર્યો. માતૃદેવો ભવ ! સંસારનો એ પહેલો પાઠ ! માતૃદેવો ભવ ર૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ જન્મ-મહોત્સવ રૂડી ઋતુ ગ્રીષ્મ હતી. ચૈત્રનો મહિનો હતો. શુક્લ પક્ષ હતો. ત્રયોદશીનો દિવસ હતો. મધરાતનો પહોર હતો. આમ્રતરુ પર આમ્રફળ લચી પડ્યાં હતાં. કોકિલોએ રાત-દિવસ ભૂલી ટહુકા કરવા માંડ્યા હતા. વૈશાલીના રાજબાગમાં બપૈયા ટહુકાર કરતા હતા. એ સમયે ત્રિશલાદેવીએ પુત્રને જન્મ આપ્યો, – જાણે રત્નાકરે નકલંક મોતી આપ્યું. શુક્લ ત્રયોદશીનો ચંદ્ર આભમાં ઉજાસ ઢોળતો હતો, પણ જાણે ચંદ્રની ચાંદની અને ચંદનના વિલેપનથીય વધુ શીતળતા પૃથ્વી પર વ્યાપી રહી. વનસ્પતિઓમાં જાણે પીયૂષ વરસ્યાં. અંતરમાં જાણે આપોઆપ અજવાળાં પ્રગટ્યાં! જગતમાં આવા પ્રસંગે સહુથી પહેલો જાગનારો કવિ ! કવિ વધામણી ખાતો કહે છે : “સખી ! આજ અનોપમ દિવાળી ! પ્રભુ મુખકમળ અમરી ભમરી, રાસ રમતી લટકાળી; સખી ! આજ અનોપમ દિવાળી. પ્રભુમાતા ! તું જગતની માતા, જગદીપકની ધરનારી; સખી ! આજ અનોપમ દિવાળી.” ૨૨ % ભગવાન મહાવીર Page #40 -------------------------------------------------------------------------- ________________ કવિ કહે છે : આવા આત્માના જન્મનો આનંદ પૃથ્વી પર તો ઠીક, દુખિયારા નરકમાં પણ થયો, ને દેવોનો દેશ તો હલમલી ઊઠ્યો, રે મહામાનવનો જન્મ ક્યાંથી ? એક નહિ, પાંચ નહિ, પચીસ નહિ, પણ છપ્પન દિકુમારીઓ જન્મઉછરંગમાં ભાગ લેવા હાજર થઈ ! આઠ અધોલોકમાંથી આવી હતી. એમણે સૂતિકાગૃહ સંભાળ્યું. ઊર્ધ્વલોકમાંથી આઠ આવી: એમણે સુગંધી જળ રેડી પુષ્પો વેર્યા. દક્ષિણ પર્વતની કુમારિકાઓએ કળશ લીધા. પૂર્વથી આવનારી કુમારિકાઓએ દર્પણ લીધાં. પશ્ચિમની કુમારિકાઓએ . વીંઝણા વાયા. ઉત્તરથી આવનારી કુમારિકાઓએ ચામર ઢાળ્યાં! એમ જે આવી એ, બધી જન્મસંસ્કારમાં પડી ગઈ. ત્રણ કદલીગૃહ ને ચાર ચોક રચ્યાં. એકમાં બાળારાજાને સુગંધી તેલથી અભંગ કર્યો. બીજામાં સ્નાન ને શરીર પ્રોછણ કર્યું. એકમાં ગોશીષ ચંદન ચચ્યું. પછી એકમાં સિંહાસન પર મા-પુત્રને બેસાડ્યાં. ને આ કાર્ય માટે આવનારી કુમારિકાઓએ નાટ્ય, ગીત ને નૃત્ય આદર્યા! “સખી ! આજ અનોપમ દિવાળી !” પ્રસંગ એવો છે કે કવિની કલ્પનાને પાંખો આવી છે ! એણે સ્વર્ગને નજર સામે સાકાર કર્યું છે. સ્વર્ગના રાજમાં ઠેઠ ઇંદ્રના દરબારનું સિંહાસન ડોલી ઊઠ્યું. ઇંદ્ર સાબદો ખડો થયો. એણે સુઘોષા ઘંટા વગડાવી તાબડતોબ સવારી ઉપાડી. પૃથ્વીને પાટલે મહાન આત્માએ જન્મ ધર્યો છે. એ ધર્મનાયકના, દેવોને પણ પૂજ્ય એવા એ મહામાનવના આપણે સેવકો છીએ. ચાલો, ચાલો, આપણે પણ આપણા જોગો સત્કાર-વિનય કરીએ ! દેવરાજ ઇંદ્રને શું ? એક હાકલ કરતાં ઇકોતેર હાજર ! વાત વાતમાં મેરુશિખર પર અભિષેક-રચના રચાઈ ગઈ. હવે એ મહામાનવને લઈ આવો! પણ માતાના ખોળામાંથી બાળકને લાવવો કઈ રીતે ? ભલેને દેવોનો દેવ હોય, પણ મા પોતાના નવજાત શિશુને એમ કોઈને ન ધરે ! સભાન અવસ્થામાં, આંખ સામેથી પોતાના બાળને માતા પાસેથી કોણ જન્મ-મહોત્સવ - ૨૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ લઈ શક્યું છે કે આજે લઈ શકે ! પણ સ્વર્ગના સ્વામી પાસે અનેક યુક્તિઓ હતી. એમણે માતાને નીંદર આવી જાય એવો તાકડો રચ્યો. માની આંખ નિદ્રાભારથી ઢળી, કે બાળકને ગોદમાંથી લઈ લીધો. હવે ભારે રંગ જામ્યો ! દેવરાજ ઇન્દ્ર જાણે એકના પાંચ થઈ ગયા. બધો લહાવો એને એકલાને લેવો'તો. જન્મ વખતે ત્યાં ૫૬ દિક્કુમારિકાઓ આવી હતી, તો જન્મોત્સવ માટે અહીં ૬૪ દેવરાજ ઇંદ્રો હાજર થયા. બાળકને અભિષેક કરવા પવિત્ર જળની ધારા કરવા માંડી. જળધારા તે કેવી ? જાણે જોગના ધોધ જેવી. આજના નાયગરાના ધોધ જેવી. ઇંદ્રરાજને વિમાસણ થઈ આવી કે આ બાળપુષ્પ આ જળપ્રપાત જેવી જળધારા શેં ખમશે ? ઇંદ્રરાજની શંકાને પ્રત્યુત્તર આપતા હોય તેમ બાળારાજાએ પગનો અંગૂઠો પર્વત પર ચાંપ્યો ! પૃથ્વી કંપી ઊઠી. શિખરો ધ્રૂજી રહ્યાં ! દેવ એકદમ નમ્ર થઈને ચરણમાં ઢળી પડ્યા, બોલ્યા : “અમે સામાન્ય દેવોએ મહામાનવનો મહિમા ન જાણ્યો ! માફ કરો !” કવિ તો કંઈ કંઈ કલ્પનાના ફુવારા ઉડાડે છે. આપણે તો આટલેથી જ સંતોષ માનીએ ! ૨૪ ૨ ભગવાન મહાવીર Page #42 -------------------------------------------------------------------------- ________________ લેખશાળામાં કુમા૨ વર્ધમાન ચાંદીને ઘૂઘરે ને સોનાવાટકડીએ રમે છે. આમ રમતાંજમતાં વર્ધમાન મોટા થયા. મુખ તો પૂનમના ચાંદ જેવું ! કપાળ અષ્ટમીના ચંદ્ર જેવું. વાળ અમાવાસ્યાની રાત જેવા. આંખો આકાશના તારલિયા જેવી. સોનેરી ગાલ પર ખંજન રમતાં, ને આંખમાં અંજન ઊભરાતાં. 9 ત્રિશલાનો નાનો કુંવર જાણે સહુનાં હૈયાંનો હાર ! એવું મીઠું મીઠું મલકે, કે આપોઆપ મનડું તેના ભણી ખેંચાય ! વર્ધમાન કહીને બોલાવતાં સહુ અડધાં અડધાં થઈ જાય ! વર્ધમાન સરખેસરખા મિત્રોમાંય આગેવાન બન્યો. સાત વર્ષે તો એણે સાપને ઉપાડીને દૂર ફેંકી દીધો. પડકાર કર્યો કે બીક કેવી ! જે બીએ એને સહુ બિવડાવે ! આઠમે વર્ષે તો કસોટી કરવા આવેલા એક દૈવી શક્તિ ધરાવનારા અઘોરીને તોબા પોકરાવી. સહુને કહ્યું કે અધોરી, દેવ કે શેતાન માણસને કોઈ પહોંચી શકે નહિ ! માણસમાં માણસાઈ હોય તો દેવ પણ દાસ થઈ રહે ! એ અઘોરી એને મહાવીર નામ આપી ગયો. લોકો કહેતા કે એ સાપ નહોતો, અઘોરી એ અઘોરી નહોતો. પુણ્યવાન ને બળવાન લોકોના બળની પરીક્ષા કરવા આ રીતે દેવતાઓ પૃથ્વી પર આવે છે ! વર્ધમાન માતાપિતાના પૂજારી છે. માતાપિતા પણ પુત્રને હથેળીમાં રાખે છે. એમાં પણ માતા ત્રિશલાદેવીનો પ્રેમ કંઈ થવો છે ! સહુ કહે કે સ્ત્રીઓ તો સંસારમાં ઘણી થઈ ને ઘણી થશે, પણ મહાવીરને જન્મ આપનારી ત્રિશલાદેવીથી લેખશાળામાં આ ૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ હેઠ ! દિશાઓ તો અનેક છે, પણ પૂર્વ દિશા કંઈ થવી છે ! સૂરજને તો એ જ જન્મ આપી શકે ને ! યોગ્ય સમયે કુમાર વર્ધમાનને નિશાળે બેસાડ્યા. વાજતેગાજતે હાથીએ ચઢી, કુંવર લેખશાળામાં આવ્યા, ઉપાધ્યાય પાસે ભણવા બેઠા. ઉપાધ્યાય કહે : ‘માતૃદેવો ભવ !’ અરે ! વર્ધમાન તો માના પેટમાંથી જ આ પાઠ શીખ્યા હતા. આમાં નવું શું શીખવાનું હતું ! આ વખતે એક વિદ્યા ને વયથી વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવ્યો. એ કુમાર વર્ધમાનને પ્રશ્ન પૂછવા માંડ્યો. વર્ધમાને પણ એ વૃદ્ધ બ્રાહ્મણના પ્રશ્નોના કડકડાટ જવાબ આપવા માંડ્યા. સાચા અને સહી જવાબ. સવાલ કંઈ સામાન્ય નહોતા. વ્યાકરણ જેવા શાસ્ત્રના અઘરા અઘરા પ્રશ્નો હતા, પણ કુમાર વર્ધમાને તો સાવ સરળ રીતે એના જવાબ આપ્યા ! એ જવાબોમાં જ આખું એક વ્યાકરણ સમાઈ જતું હતું. જેની પાસે કુદરતે આપેલો ભાષાનો વૈભવ હોય, વ્યાકરણ એની પાસે હાથ જોડતું જ ખડું હોય ને ! ભાષા આત્મા છે. વ્યાકરણ તો એને જાળવનારું ખોળિયું છે. લેખશાળાનો ઉપાધ્યાય શરમિંદો પડી ગયો. એને લાગ્યું કે આ જ્ઞાનમૂર્તિને જ્ઞાન આપવાનો યત્ન કરવો, એ પોતાની જાતની પોતે મશ્કરી કરવા બરોબર છે, સૂરજને બતાવવા નાનું કોડિયું ધરવા બરોબર છે. એણે એ પ્રશ્નોત્તરો ૫૨થી જ એક આખું વ્યાકરણ રચી નાખ્યું ! એનું નામ રાખ્યું ‘ઇન્દ્ર વ્યાકરણ !' લોકો કહેતા કે એ બ્રાહ્મણ બ્રાહ્મણ નહોતો, દેવરાજ ઇંદ્ર પોતે હતા. જે હોય તે, વાત એટલી કે એ ઉંમરે પણ વર્ધમાન એટલા જ્ઞાની હતા, કે એમની પાસે ભલભલા ઝાંખા પડી જતા. વર્ધમાન નિશાળેથી પાછા ફર્યા ! એમની હૈયાઉકલત આગળ બધી નિશાળો નિરર્થક નીવડી ! વર્ધમાન તો કોઠાવિદ્યાવાળા હતા. ૨૬ ૭ ભગવાન મહાવીર Page #44 -------------------------------------------------------------------------- ________________ ફૂલ ૫૨ ભ્રમરને મધુ ચૂસતો જોતા, ને વિચારતા : “બસ, માણસે સંસા૨માં આ રીતે મધપૂડો રચવો જોઈએ. ફૂલને ઈજા ન પહોંચે, ને ભ્રમર ભૂખ્યો ન રહે !” આવડો નાનો બાળક આટલા મોટા વિચાર કરે, એની બધાને નવાઈ લાગતી. પણ સંસારના અનેક દીપોને ઝળહળતા કરનારી જ્યોત હંમેશાં સ્વરૂપમાં તો નાની જ હોય છે ને ! ગુરુ કહે : ‘વાહ વાહ ! વિદ્યા ભણવાનો ઉદ્દેશ તો આખરે સારા-નરસાનો વિવેક જ છે ને ! જેની દરેક પળ વિચારની, વિવેકની, ઉત્સાહની હોય, એને નિશાળનાં બંધન નકામાં છે ! વિદ્યા ગમે તેટલી મોટી હોય, પણ હૈયાઉકલતથી હેઠ છે.’ લેખશાળામાં ૨ ૨૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ જેવો આપણો જીવ એવો બીજાનો વર્ધમાનના દેહ પર યુવાની આવી છે ! મૂછનો દોરો ફૂટું ફૂટું થઈ રહ્યો છે. બાહુમાં શક્તિ સમાતી નથી. અંતરમાં ઉત્સાહ માતો નથી! સુડોળ અંગ છે. સબળ દેહ છે. શરીરના સાંધા પરથી ઘોડા સાથે રથ ચાલ્યો જાય, તોય ગણતરી નથી ! એવી થનગનતી યુવાની છે ! શરીર માત્ર બળવાન છે, એટલું જ નથી, પ્રમાણસુંદર પણ છે. વર્ણ તપાવેલો સુવર્ણ જેવો છે. વહેલી પરોઢે એ ઊઠે છે, મલ્લશાળામાં જાય છે. દેહ તો ધર્મસાધન છે. એને કસવો સારો. નિત્યક્રિયા પતાવી વર્ધમાન શિલ્પશાળામાં જાય છે. ત્યાં વિધવિધ શાસ્ત્ર, શસ્ત્ર ને શિલ્પની રમતો રમે છે. પછી ઘેર આવી ક્ષીરપાન કરે છે. પછી પાછા શિલ્પશાળામાં જાય છે, ને સરખેસરખા કુમારો સાથે રમતોમાં વાદે ચઢે છે ! પછી મધ્યાહ્ન કુમાર ભોજન લે છે. એ પછી લાકડાના ઓશીકે મસ્તક મૂકી આરામ કરે છે. વૈશાલીના સુખી રાજકુમારો, જીવન સુંવાળું બની ન જાય એ માટે, આવા અનેક કઠોર નિયમો પાળે છે. મધ્યાહ્ન ઘોડેસવાર બની વર્ધમાન વન-ઉપવનમાં ઘૂમે છે ! શરીર પર પૂરાં શસ્ત્ર છે. પગમાં છબીલી ઘોડી છે. હરણાંના વેગને પણ ઝાંખો પાડે તેવી, દેવવિમાન જેવી ઘોડી છે ! દૂર હરિયાળાં મેદાનો પર નિર્દોષ હરણાં ચરે છે. ખેતરોને શેઢે સાબર ને નીલગાય વૃક્ષોની છાયામાં બેસી વાગોળે છે, પણ આ યુવાન ક્ષત્રિયના ભાથામાંથી તીર ખેંચાતું નથી ! વર્ધમાનને ખેતર, વન, ફૂલ, ૨૮ જ ભગવાન મહાવીર Page #46 -------------------------------------------------------------------------- ________________ પક્ષી, નદી, પહાડ – બધાં સ્વજનસમાં ભાસે છે. એમને વેલી પરથી ફૂલ ચૂંટવું પણ ગમતું નથી ! એમને ફૂલ કેવળ ફૂલ નથી લાગતાં, મૂંગા આત્માઓ ભાસે છે. સહુ જોડીદારો તીર સાંધે છે, ત્યારે વર્ધમાન વિચારે છે : કેવું સુંદર આ જગત છે ! પોતપોતાની રીતે સહુ જીવનનું સુખ માણી રહ્યાં છે. એ સુખી સૃષ્ટિમાં હત્યારું તીર* છોડી ઉલ્કાપાત કાં જગાવવો ? જીવ તો સહુનો સરખો છે ! જીવવું આપણને ગમે છે, તો એમને પણ ગમતું જ હોય. સુખ આપણને ગમતું હોય, તો એમને પણ ગમે. મરવું આપણને ગમતું ન હોય તો, એમને પણ ન જ ગમે ! જીવન-મૃત્યુ ને સુખ-શાંતિની બાબતોમાં પશુ ને માનવી – અરે ! આ વૃક્ષ, આ કીટક, આ ભ્રમર કે આ કીડી – સહુ સમાન ! તો ભલે એ જીવે-સુખે જીવે ! આપણું સુખ એવું ન હોવું જોઈએ, જે બીજાના સુખને બાધ કરે. જગતને માપવાનો વર્ધમાનનો આ મોટોમાં મોટો ગજ ! ખેતરો ને ઝરણાં પર સંધ્યા છવાય છે ! ગગનના ઓવારે સારસોનાં ટોળાં ગાતાં ગાતાં ચાલ્યાં જાય છે. ક્ષત્રિય રાજપુત્રો એને તીરથી વિધી આનંદ માણે છે. વર્ધમાન કહે છે : “જે કોઈને જીવન આપી ન શકે, એ કોઈનું જીવન લઈ પણ ન શકે. હાથીને મારવામાં બહાદુરી નથી; એક કીડીને જીવતદાન આપવામાં શાબાશી છે. મરણ તો પ્રકૃતિ જ છે જીવમાત્રની ! પછી મારવામાં મર્દાનગી શી !' વૈશાલીના રાજસરોવર પર વર્ધમાન ઘૂમે છે, પ્રભાતી રંગો ને સંધ્યાના આસમાની પડદાની ઝાકમઝોળ નીરખે છે. સરોવરમાં માછલી રમે છે ! છે એને કોઈ ઉપાધિ, આધિ કે વ્યાધિ ! કેવો જીવનનો આનંદ ! ત્યાં તો આકાશના અંતરાલમાં ઊડતો બગલો આવી એને ઉપાડી જાય છે. રે ! જીવનનો કેવો વિષાદ ! * एवं खु नाणिणो सारं, जं न हिंसई किंचण । જ્ઞાની થવાનો સાર એ છે, કે એ કોઈને ન હણે. – સૂત્રકૃતાંગ જેવો આપણો જીવ એવો બીજાનો . ૨૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ હૈયાઉકલતવાળા વર્ધમાન વિચારે છે કે જીવન કેવું ક્ષણિક છે ! ને જીવનમાં સુખ ને વિષાદ કેવાં એક જ ઢાલની બે બાજુ જેવાં છે ! સરખી હેડીના મિત્રો સાગરની માછલીને પકડવા ગળકાંટા લઈને ઘૂમે છે. ક્ષત્રિયપુત્રો પા૨કાને પીડા પહોંચાડનારી રમતોના શોખીન છે. વર્ધમાનને એમાં રસ નથી ! એ નિર્દોષ રમતોના રસિયા છે. માછલી પકડનારા ઢગલાબંધ મત્સ્ય પકડે છે; પણ વધુ મત્સ્ય મેળવવાનો લોભ એમને ઊંડા પાણીમાં ખેંચી જાય છે. ત્યાં એમના જેવા જ માંસશોખીન મગરમચ્છ ઘૂમે છે ! મગરમચ્છના મોંમાં એમનો પગ સરે છે, ને ચીસાચીસ કરતા એ પાછા ભાગે છે ! વર્ધમાન વિચારે છે : વાહ રે જગત ! આપણે બીજાને આપણા ફંદામાં ફસાવવા માગીએ છીએ, પણ આપણે પોતે ફસાવવા તૈયાર નથી ! બીજાને દુઃખ આપવું આપણને ગમે છે, પણ એ દુઃખનો પડછાયો પણ આપણને ગમતો નથી. ખુદ પોતાના મન સાથે જ આ કેવી છેતરપિંડી ! નગરમાં મોટા મોટા યજ્ઞો ચાલે છે, મોટા મોટા હોમહવન ને મોટી મોટી દાનદક્ષિણાઓ થાય છે. ધુમાડાથી ગામ ઢંકાઈ જાય છે. મંત્રોચ્ચારથી દિશાઓ બહેરી થઈ જાય છે ! સહુ કહે છે કે આવા યજ્ઞ કર્યો સ્વર્ગ મળે ! યજ્ઞમાં બલિ આપ્ટે સ્વર્ગ મળે. દેવોનું મોં અગ્નિ છે. અગ્નિ વાટે દેવો બલિ લે છે, ને ખુશ થઈ યજ્ઞ કરનારને મનવાંછિત ફળ આપે છે ! બિલ માટે ઘોડાં, બકરાં, ઘેટાં, ગાય, પાડાનો સુમાર નથી. રબારીના દશ વાડા ભરાય એટલા જીવ અહીં છે. એ સહુને મારીને અગ્નિમાં હોમવાના ! જેમ વધુ જીવ હોમાય એમ વધુ પુણ્ય ! આવા યજ્ઞો સહુ દ્વિજો કરી શકે છે. રાજા કરે છે, મહારાજા કરે છે; શ્રીમંત કરે છે, જેની પાસે ધન હોય તે સહુ કરે છે. વર્ધમાન તો વિવેકસારવાળા છે. કોઠાવિદ્યાવાળા છે. ભણેલા તો ઘણી વાર ભૂલે, પણ એ તો ગણેલા પણ છે. એ વિચારે છે : યજ્ઞ દરેકે કરવો જોઈએ. દરેકે બલિ ચઢાવવા જોઈએ - પણ એ બલિ તો ૩૦ ૫ ભગવાન મહાવીર Page #48 -------------------------------------------------------------------------- ________________ માણસમાં છુપાયેલા પશુતત્ત્વનો બલિ હોય ! આ રાંક પશુઓના બલિથી શું વળે ! ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, મત્સર વગેરે કષાયોના ભાવો માણસને પશુ બનાવી દે છે : તેને યજ્ઞ કરીને હોમવા જોઈએ યજ્ઞ કરનાર નિર્મોહી, નિરહંકારી, શાંત ને સંયમી બનવો જોઈએ. પશુને હોમવાથી કંઈ ન વળે ! સહુને જીવ વહાલો હોય છે, તેમ આ પશુઓને પણ હોય ! બીજા જીવોનો વધ કરવાથી કદી પોતાનું ભલું ન થાય; ઊલટું એ તો પાપ છે. બીજાનાં લોહીથી પોતાનાં પાપ કદી ન ધોવાય. પોતે કરેલાં કર્મ પોતે જ ભોગવવાં જોઈએ. શરદ ઋતુ આવે છે, રસ્તાઓ પ્રયાણ માટે અનુકૂળ થાય છે, ને ક્ષત્રિયો હથિયાર-પડિયાર બાંધી, જૂથ જમાવી, જુદ્ધ નીકળી પડે છે; જર માટે, જમીન માટે, સ્ત્રી માટે એવાં યુદ્ધ જમાવે છે, કે લોહીની નદીઓ વહે છે ! એવાં યુદ્ધોમાં માણસ માણસ રહેતો નથી ! કસાઈની જેમ એ અન્યને મારે છે-કાપે છે ! ને પોતે પણ ચોમાસાના ફૂદાની જેમ મરે છે. ક્ષત્રિયો કહે છે કે લડવાનો અમારો ધર્મ ! લડતાં મરીશું તો સ્વર્ગ મળશે; જીતીશું તો શત્રુની સંપત્તિ, શત્રુનું રાજ ને શત્રુદેશની સુંદર સ્ત્રીઓ મળશે ! વર્ધમાન વિચારે છે : અરે ! આ લોકો એક જ વાત વિચારે કે જેવો આપણો જીવ છે, તેવો સહુનો જીવ છે; જેમ આપણને જીવવું ગમે છે, તેમ* સહુને જીવવું ગમે છે, તો દુનિયાનો બેડો પાર થઈ જાય. આપણને કોઈ મારે-કાપે, આપણું કોઈ જબરજસ્તીથી પડાવી લે એ જેમ આપણને ગમતું નથી, તેમ કોઈને પણ ન ગમે ! આ લડાઈ તો સબળો નબળાને ખાય તેવી છે. નબળો સબળો થાય એટલે એ બીજા નબળાને ખાય, તેવી તેમાં રચના છે. મોટું માછલું નાનાને ખાય-તેવો આ ઘાટ છે ! આમાં દુનિયામાં શાંતિ ક્યાંથી જન્મે ? બધે વર્ણના વાડા પથરાયા છે. ક્ષત્રિય હુંકાર કરીને કહે છે કે રાજ કરવાના અધિકારી અમે ! તમે બ્રાહ્મણ, વૈશ્ય ને શૂદ્રને રાજ સાથે કંઈ લાગેવળગે નહિ ! * सव्ये जीवा वि इच्छन्ति, जीविठं नु मरिज्जिउं । બધા જીવોને જીવવું વહાલું છે. મોત કોઈને વહાલું નથી. – સૂત્રકૃતાંગ જેવો આપણો જીવ એવો બીજાનો % ૩૧ - - - - - - - - - Page #49 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ કહે છે, કે યજન-યાજન, પઠન-પાઠનના અધિકારી અમે, શાસ્ત્ર પર અમારો હક. તમે ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એમાં શું સમજો ? વૈશ્ય વિચારે છે કે અમારે રાજ સાથે કંઈ નહિ, શાસ્ત્ર સાથે લાગેવળગે નહિ; કમાવું ને ધન ભેગું કરવું, એ અમારો ધર્મ ! શૂદ્રની તો કોઈ સ્થિતિ નથી ! સહુની સેવા કરવાનો, નગર બહાર રહેવાનો ને ગંદકીમાં સબડ્યા કરવાનો એનો ધર્મ ! અને આ ધર્મના ભાગ તો જુઓ ! સૌનો નોખો નોખો ધર્મ, પણ માનવનો ધર્મ એ કોઈનો નહિ ! વર્ધમાન વિચારે છે કે આ વાડા બધા ખોટા ! એકને જન્મ માત્રથી ઊંચો ને નીચો ગણવો, એમાં પણ હિંસા છે. માણસ પોતાના કર્મથી નાનો-મોટો લેખાવો જોઈએ. જે સાચો શૂરવીર તે ક્ષત્રિય; પછી ભલે ગમે તે વર્ણનો હોય. જે ભણે-ભણાવે તે બ્રાહ્મણ; પછી ભલે ગમે તે નાતનો હોય. એમ જે વેપાર કરે તે વૈશ્ય જે સેવા કરે તે શૂદ્ર . શૂદ્ર પણ ભણી શકે ને સચ્ચરિત્રી થઈ બ્રાહ્મણ થઈ શકે. ક્ષત્રિય પણ ભણીગણીને બ્રહ્મપદ પામી શકે. પ્રયત્નની બલિહારી છે. પ્રયત્ન કરનારને કશુંય અપ્રાપ્ય નથી. માણસમાત્ર સમાન રહેવા જોઈએ ! સમત્વ એ જ ધર્મ. સ્ત્રીઓની સ્થિતિ પણ એવી. પુરુષની એ દાસી ગણાય. એને સ્વતંત્ર રીતે જીવવાનો કોઈ અધિકાર નહિ. શાસ્ત્ર એનાથી વંચાય નહિ ! પોતાના પગ ૫૨ ઊભા રહેવાય નહિ ! બાળપણમાં બાપ જાળવે, યુવાનીમાં પતિ ને બુઢાપામાં પુત્ર ! એ સંન્યાસ લઈ શકે નહિ ! વર્ધમાનને આ પણ ભારે અન્યાય લાગે છે ! એમનો વિવેકદીપ જગતનાં આવાં અંધારાને જોઈ વળે છે ! વર્ધમાનના દિલમાં લાગ્યા જ કરે છે, કે શક્તિ, બળ, તાકાત ભલે ગમે તેટલાં મોટાં હોય, પણ દયા અને પ્રેમથી વિશેષ મોટાં નથી. સંસારમાં પ્રેમ ને દયાનું સામ્રાજ્ય જમાવું, તો જ જીવતરનો કંઈક અર્થ સરે ! ૩૨ ૫ ભગવાન મહાવીર Page #50 -------------------------------------------------------------------------- ________________ માણસ ગુલામીને બંધન ગણે છે, પોતે છૂટવા માગે છે; ને બીજાને બાંધવા માગે છે. આ કેમ બને ? લેવાનો ને દેવાનો ગજ જુદો ન ચાલે. તમે પ્રેમ ચાહતા હો, તો તમે પ્રેમ આપો. તમે મુક્તિ ચાહતા હો, તો બીજાને મુક્તિ આપો. આમ અંતરમાંથી પોકારો આવ્યા કરે છે : પૃથ્વીને પ્રેરક બનવાના, સૂતેલાને જગાડવાના. જેવો આપણો જીવ એવો બીજાનો % ૩૩ — — – Page #51 -------------------------------------------------------------------------- ________________ પહેલું તીર્થ તું ! જૂના વખતમાં રાજા રામચંદ્ર થઈ ગયા. તેમના પિતાનું નામ દશરથ. દશરથ રાજાએ રાણી કૈકેયીને બે વચન આપેલાં. પિતાએ આપેલાં એ વચન પાળવા યુવરાજ રામે ગાદીત્યાગ કર્યો, ને વનવાસ સિધાવ્યા. કમાર વર્ધમાનની બાબતમાં આથી ઊલટું બન્યું. માતાએ ખુદ એમની પાસે બે વચન માગ્યાં. માતા-પિતાની ભક્તિને કારણે કુમાર વર્ધમાને વનવાસ ત્યાં સુધી ન સ્વીકાર્યો, જ્યાં સુધી તેઓ જીવિત રહ્યાં અને તેમને પ્રસન્ન કરવા લગ્ન પણ કર્યા. કસ્તૂરીના દાબડાને ગમે તેટલો સંતાડીએ, પણ તેની સુવાસ તેને ક્યાંથી સંતાવા દે ? કુમાર વર્ધમાનના વિચારો, એનું વિવેકભર્યું વર્તન, નિર્ભયતા, નિખાલસતા કંઈક જુદું જ કહેતાં હતાં. એ દુનિયાની નાની-મોટી વાતોમાંથી જુદો જ સાર તારવતા. સહુ સમજતા થયા હતા, કે વાસના અને વિલાસભર્યા આ રાક્ષી જગતનો એ જીવ નથી. એણે અરણ્યના એકાંતમાં જવાના, મૌન ને ચિંતનભરી પળોમાં મગ્ન થવાના, સંસાર જમે ને પોતે ભૂખે રહે, સંસાર ફૂલ પર ચાલે અને પોતે કાંટા પર ચાલે એવું અજબ જીવન જીવવાના કોડ થતા હતા. નાનપણથી આત્મકલ્યાણ ને જગકલ્યાણના એને ઓરતા જાગતા હતા. પણ માતા-પિતાનો જીવ છે ને ! ક્ષત્રિય માતાઓ પરાક્રમી પુત્રને ૩૪ % ભગવાન મહાવીર Page #52 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છતી. પુત્ર બળવાન બને, જગત આખાને જીતવા નીકળી, દિગ્વિજય કરી ઘેર આવે, એવા મનોરથ એ સેવતી. એ મનોરથ માટે રણાંગણે લડવા જતા પુત્રને એ ઉત્સાહથી વિદાય આપતી. કાં જીત, કાં મૃત્યુના વ્રત સાથે વિદાય લેતા પુત્રને એ ચૂમી ચોડતી, કંકુ ઘોળતી. પણ માતા ત્રિશલાનો આ પુત્ર, આવા રણજંગ કરતાં જુદા પ્રકારના જદ્દે નીકળવાનું ચાહતો હતો. એ યુદ્ધ શત્રુને શત્રુ ગણી એને સંહારવાનું નહોતું, શત્રુને મિત્ર બનાવી વિજય વરવાનું હતું. એમાં બાહ્ય શત્રુઓ કરતાં માણસે અંદરના શત્રુઓને જીતવાના હતા. આ પ્રકારના જુદ્ધ પુત્ર ચઢે, એ માતાઓને સામાન્ય રીતે ગમતું નથી. ત્રિશલાદેવી, વર્ધમાનના મિત્રોને એને સમજાવવા મોકલે છે. વર્ધમાનના મિત્રો પણ વિવેકી છે. છતાં વર્ધમાન પર મોહવાળા છે. મોહ માણસને સત્ય ભુલાવે છે. વર્ધમાન આવી વિરાગની વાતો કરે, એ એમને પણ ગમતું નથી. તેઓ વર્ધમાનને સમજાવે છે : વર્ધમાન ! બીજા વિચારો છોડી દે ! રાજમહેલમાં બેઠાં બેઠાં તું તારે જે કરવું હોય, તે કરને ! મન ચંગા તો કથરોટમેં ગંગા.” મિત્રો ! હું સગવડિયો ધર્મ પાળનાર નથી, મન એવું સુખશીલિયું હોય છે, કે જરા કષ્ટ સહન કરવાનું આવે, કે તર્ક કે દલીલોના કાંટા રસ્તામાં વેરવા શરૂ કરે. મારો રાહ નક્કી છે. તર્ક કે દલીલો કે છટકબારીઓને એમાં સ્થાન નથી.” વર્ધમાન ! અરણ્યમાં આપણા માટે કંઈ કોઈ રાંધીને બેઠું હોતું નથી ! ચામડાની આ ઝૂંપડીમાં આગ લાગશે ત્યારે શું કરીશ ? ભૂખ-તરસ શું વેઠાશે ?” “મિત્રો, તમને સહુને એક ભ્રમણા છે, કે ખાધાપીધા વિના કેમ જિવાય ? મારે તમને એ બતાવવું છે કે ખાધાપીધા વિના જિવાય છે, સુખે જિવાય છે !” વર્ધમાન, તારા વિચારો ઊંચા છે, પણ રાજમહેલોમાં પોષેલું આ શરીર અરણ્યનાં ટાઢ-તડકા કેમ વેઠી શકશે ?” મારે એ જ કરી બતાવવું છે. જીવનને માપવાનો મારો ગજ જુદો છે. હું માનું છું કે ભૂખ-તરસ, દુ:ખ-દરિદ્રતાથી શરીરને જેટલું તપાવી શકીએ પહેલું તીર્થ તું! આ ૩૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ એટલું એ તેજસ્વી થાય છે. માટીનો ઘડો નોંભાડાના શેક-તાપ પછી કેવો કાર્યક્ષમ બને છે !” “વર્ધમાન ! ત્યાં પગે ચાલવું પડશે. સાપ-વીંછીનાં રહેઠાણ પાસે સૂવું પડશે. વાઘ-વરુ તારું સુલલિત માંસ ખાવા આંટા-ફેરા માર્યા કરશે ! અજાણી ભોમ, અપરિચિત ધરતી ! આપણું કહીએ એવું કોઈ નહિ, ત્યાં....” મારા સાહસને કોઈ સંદેહ નડવાનો નથી. તમે સગવડને સુખ માનો છો; હું હાથે કરીને ઊભી કરેલી અગવડમાં સુખેથી જીવીશ. આત્માના ધર્મને ઉજાળવા હું મારા દેહને તપ ને સંયમની ભઠ્ઠીમાં શેકીશ. એ ભઠ્ઠીમાંથી એક એવું રસાયણ શોધવા માગું છું, કે જે મારું અને જગતનું કલ્યાણ કરી શકે. એને પ્રાપ્ત કરનાર રંકને પણ, ચક્રવર્તીને અલભ્ય એવી શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય.” “ત્યાં માબાપ, ભાઈભાંડુ, મિત્ર-સ્વજન ક્યાંથી મળશે ?” જે વસ્તુ ચલિત છે, એનો મોહ નિરર્થક છે. માબાપનું છત્ર સદાકાળ માથે રહેશે, એવી ખાતરી આપતા હો, તો હું વિચાર કરું. મિત્રો ! જે નાશવંત છે, એની ચિંતા ન કરો ! જે અમર છે, એની શોધ માટેનો મારો રાહ સરળ કરો ! મિત્રદાવે મારી આટલી માગણી છે.” આ પછી મિત્રો કંઈ ન બોલ્યા; માત્ર નમન કરીને ચાલી નીકળ્યા. માતા ત્રિશલા પાસે આવી, પોતાની હાર કબૂલ કરીને એ ઊભા રહ્યા, ને બોલ્યા : માતા ! વર્ધમાન અન્ય રાજકુમારોની જેમ નાનીશી દુનિયાનો જીવ નથી ! અમે એને તર્ક, દલીલ કે બીજા કોઈ ભયથી જીતી શક્યા નથી, બલકે અમારી હાર સહર્ષ કબૂલ કરીએ છીએ.” “હું એના કલ્યાણ માર્ગને બરાબર પિછાણું છું. હું પણ એના માર્ગનો કંટક થવા માગતી નથી. છતાં ભાઈઓ ! દુનિયામાં સહુ દિલોમાં માતાનું દિલ વિચિત્ર છે !” ત્રિશલાદેવીએ વર્ધમાનના મિત્રોને જવાબ દેતાં કહ્યું, “હું એને તમારી જેમ તર્ક, દલીલ કે શબ્દજાળથી સમજાવવા માગતી નથી. માતાના હૈયાની ભાષાથી હું એનું અંતર પિગળાવવા ઇચ્છું છું.” રાણી ત્રિશલા સીધેસીધાં પુત્ર પાસે પહોંચ્યાં. પુત્ર તો જોગીનું જીવન જીવે ૩૬ છે ભગવાન મહાવીર Page #54 -------------------------------------------------------------------------- ________________ છે. એણે રાગમાં વિરાગની ભાવના ખડી કરી છે. માતાને જોતાં જ પુત્ર ઊભો થઈને માતાને ચરણે પડ્યો. “મા, તને વંદું છું.” માતાએ જુવાન પુત્રને નાના શિશુની જેમ પંપાળ્યો, બાથમાં લીધો, કેશ સૂંઘ્યા. અનેક પ્રકારની આળપંપાળ કરવા માંડી, પણ માતા કંઈ બોલતી નથી, બોલવા જાય છે, પણ એનાથી બોલાતું નથી. એનાં કમળદળ જેવાં લોચનોના છેડા ભીના બની જાય છે. આ જોઈ વર્ધમાન વ્યાકુળ થઈ જાય છે, વિચારે છે : શું જનનીને મારાથી કોઈ સંતાપ થયો ? એ પૂછે છે : “મા ! મા ! શું મારાથી કોઈ અપરાધ થયો ?” “બેટા ! તું અને અપરાધ ? ચંદન અને ઉષ્ણ ? બને જ કેમ ? પણ આજ મારી ઇચ્છા કહેવા આવી છું.” “માતા ! આ સંપૂર્ણ જીવન જ તમારું હોય ત્યાં માગવાનું શું ? ને આપવાનું શું ?” બે બાજઠ પર માદીકરો સામસામે બેઠાં. “બેટા ! વચન આપ પછી કહું !” “આપ્યું, મા !” “વત્સ ! તારા પ્રેમમાં તો કોઈ વાતની ખામી નથી. તું માતૃવત્સલ, પિતૃવત્સલ, બંધુવત્સલ, કુટુંબવત્સલ, કુળવત્સલ છે. સાથે સાથે હું એ પણ જાણું છું કે તું જગવત્સલ છે ! જગતના તમામ જીવો તરફ તને ભારે કરુણા ને પ્રેમ છે. હું એવી મા નથી, કે તને ઘરના ઘેરામાં પૂરી રાખવા માગું ! જગવત્સલ પુત્રની મા બની, જગજ્જનની બનવાની મને પણ હોંશ છે, પણ અમે મા-બાપ છીએ. અમારે તારી સાથે જળમીનની પ્રીત છે. ગમે તેવું માછલું જળ વિના જીવી ન શકે. અમે થોડા દિવસનાં મહેમાન છીએ. એવું ન બને કે તું જા અને અમે ઝૂરી ઝૂરીને મરીએ. માટે બે વચન માગું છું !” માગવાનું ન હોય; તમે તો આજ્ઞા આપો ! હું “મા ! તમારે વચન માતૃભક્ત મહાવીર છું.” પહેલું તીર્થ તું ! ૩૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ “બેટા ! એક વચન એ કે તું લગ્ન કર ! લીલી વેલ જોઈને અમે જઈએ.” “આપ્યું!” વર્ધમાને લેશ પણ ખચકાયા વગર કહ્યું. જાણે એણે મન સાથે અગાઉ નિર્ણય કરી લીધો ન હોય ! “બીજું વચન એ કે અમે જીવીએ ત્યાં સુધી તારે રાજત્યાગ ન કરવો ! અમારી આંખ સામે રહેવું.” ભલે, એમ જ થશે. મા ! જળમાં કમળ રહે, એમ મને જીવતાં આવડે છે !” “વત્સ! તારે માટે અનેક કહેણ આવ્યાં છે, પણ એમાં સર્વોત્તમ વસંતપુરના સમરવિર રાજાની પુત્રી યશોદાનું છે ! રાજકુમારી યશોદા રૂપનો નિધિ છે, ગુણનો સાગર છે !” “રાજકુમારી યશોદાને કહ્યું છે, ને કે આ તો માળાનું પરદેશી પંખી છે ? ઊડવા લાગે ત્યારે અફસોસ ન કરે !” જ “કુમારીને બધી વાત કહી છે. એણે કહ્યું કે માતાજી ! ચિંતા ન કરશો. સાથે ઉડાશે તો ઊડીશ, નહિ તો માળો સાચવીને બેસી રહીશ. હું તો પરાક્રમીનાં પગલાં પૂજનારી નારી છું !” તો માતાજી ! તમારું મન રાજી રહે તેમ કરો ! મારું પહેલું તીર્થ તમે છો !” ૩૮ ૮ ભગવાન મહાવીર Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધન્ય યશોદા, તને ! ક્ષત્રિય કુંડગ્રામ એક વાર વાઘ ને ગીતથી ગુંજી ઊઠ્યું. ધોળ-મંગળ ગવાયાં. આંગણે રંગોળી પુરાઈ. ટોડલે ટોડલે તોરણ બંધાયાં ને મંદિરે મંદિરે શંખ ફૂંકાયા. મણિ-માણેકના થંભ રોપાયા. મોતી-પરવાળાની ચોરી રચાઈ. વર્ધમાનકુમાર કુમારી યશોદા સાથે પરણી ઊતર્યા ! એમનું સુખી દાંપત્ય કેવડાની જેમ મહેકી રહ્યું, ને જાઈ-જૂઈની જેમ ખીલી ઊઠ્યું. સંસારનો વેગવંત પ્રવાહ એકદમ આગળ ધર્યે જતો હતો. આંખ ઉઘાડીને બંધ કરીએ, એટલામાં તો વર્ષો વીતી ગયાં ! વર્ધમાન કુંવરને ત્યાં પારણું બંધાયું. પારણામાં નાગરવેલ જેવી દીકરી ઝૂલી રહી ! પ્રિયદર્શના એનું નામ ! એ દીકરી પણ મોટી થઈ, ને યોગ્ય ઉંમરે જમાલિ નામના રાજકુંવર સાથે એને પરણાવી. સંસારનો ક્રમ છે ને ? દીકરીને ઘેર દીકરી, પણ પારણે ઝૂલી રહી. મહાવીરનો ગૃહસ્થવાસ ધન્ય બની રહ્યો. માતાપિતા આ બધું ભરી આંખે જોઈ આનંદના ઝૂલે ઝૂલી રહ્યાં. પણ માણસનું મન કોણ જાણી શક્યું છે ? મહાવીર જળકમળનું – અંતરથી અળગું અને નિરાળું – જીવન જીવી રહ્યા હતા. બહારથી દુનિયાના રસમાં મસ્ત દેખાતા, છતાં અંતરથી સાવ અળગા હતા. મહાવીરના દેહદ્વાર પર મુગ્ધ યૌવનાવસ્થા આવીને ખડી છે, પણ એ તો ધબ્દ યશોદા તને ! જ ૩૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ - સાવ નિષ્કપ છે. વંટોળિયો નાનાં ઝાડવાંને ધ્રુજાવે, પણ ઘેઘૂર વડલાને તો સ્પર્શીને જ ચાલ્યો જાય. વર્ધમાનના મનમાં એક અજબ સિતારી સતત વાગ્યા રહેતી. ખાતાંપીતાં, ઊઠતાં-બેસતાં, કોઈ પણ કામ કરતાં એમને ત્રણ વાતોના રણકાર સંભળાતા. હું કોણ છું ?” “શું કરવા આવ્યો છું ?” “મારે શું કરવાનું છે ?” ત્રણ જ્ઞાનના ધારક વર્ધમાન યુવાનીમાં જ જ્ઞાનવૃદ્ધ બની ગયા. શાસ્ત્રભાનું સો વર્ષનું આયુષ ભોગવનારમાં પણ આટલી તીવ્ર જ્ઞાનૈષણા નહોતી જોવાતી. એ વિચારે છે : નિહાળે છે : દિદિગંતમાં પડઘા પડે છે : શોકના, મોહના, વિલાપના ! યુદ્ધના, શોણિતની તૃષાના ! - સુખ માટે ઝાવાં મારતું જગત દુઃખી દુઃખી છે : બહારથી સુખી લાગતા જીવ જેવો અંતરથી વલોપાતો જીવ કોઈ નથી. માણસ જાણે દંભ પર જીવે છે. રાજા યુદ્ધમાં પડ્યો છે, અંતઃપુરમાં ગૂંથાયો છે. પદ્મત્રો એની માનવતાને ખાઈ ગયાં છે. છળપ્રપંચોએ એને માનવીના હૃદય ઉપર શ્રદ્ધા રહેવા દીધી નથી ! રાજા રક્ષક રહ્યો નથી, ભક્ષક બન્યો છે. એનાં બંને લોક બગડે છે ! યુદ્ધ તો અહીં જાણે સદાકાળના થઈ ગયાં છે. સીમાડાઓ સદા રક્તથી બંધાવા લાગ્યા છે. એક રાજા બીજા રાજાનો દુશ્મન છે. માતા વસુંધરાના ખંડ ખંડ કરીને, જાણે વેપારીઓની જેમ, એના હાડમાંસ ત્રાજવે તોળવા બેઠા છે. દેશનું, રાષ્ટ્રનું, પ્રાંતનું, કુળનું, સત્તાનું – એમ જાતજાતનું અભિમાન માનવ માટે શાપરૂપ બન્યું છે. અનાથ વિધવા ને નિરાધાર બાળકો ને અપંગોથી જગ આખું ઊભરાઈ રહ્યું છે. સાચું સુખ ક્યાંય નથી ! દુઃખનો કોઈ સુમાર નથી. માનવીને જીવનના અંત સુધી સંસારરંગમાંથી છૂટવાનું ગમતું નથી. વૃદ્ધાવસ્થા આવીને ગરદને પકડે છે ! વરુની જેમ છીંકોટા નાખતો લડવૈયો, ઘેટાની જેમ મૃત્યુ ભણી ખેંચાઈ જાય છે ! મૃત્યુ વખતની એ બહાદુરની કરુણ ૪૦ % ભગવાન મહાવીર Page #58 -------------------------------------------------------------------------- ________________ નિરાધાર ચીસો અનુકંપા જન્માવે છે. પંડિતોએ વિદ્યાને વિવાદનું શાસ્ત્ર બનાવ્યું છે. લડવૈયા દેહને હણે છે, તો આ પંડિતો માનસિક હત્યામાં મગ્ન બન્યા છે. એમને બીજો નાનો અને પોતે મોટા, બીજો નીચે ને પોતે ઉચ્ચ, એમ માણસને તોળાતોળ કર્યા વગર ચેન નથી ! બીજા મૂર્ખ ને પોતે ડાહ્યા એમ આઘાત-પ્રત્યાધાત વગર શાંતિ નથી ! પંડિતોએ વિદ્યાને વેપારની – આજીવિકાની ચીજ બનાવી છે. કલ્યાણની હેતુભૂત વિદ્યા; એ જ વિદ્યા એમના સર્વસ્વની હરનારી બની છે ! આત્મસંપદાને લૂંટનારી બની છે ! વૈશ્ય ધનસંપદાનો સંગ્રહનારો, તોયે એની ભૂખ કદી ભાંગી નથી. એ સદા અજંપામાં સૂએ છે, ને અજંપામાં જાગે છે ! એનું મન એ છે, કે જગત આખાનું ધન, સુવર્ણ, પશુ, હું મેળવી લઉં. ચોરીમાં અને એનામાં શાબ્દિક સિવાય વિશેષ ફેર રહ્યો નથી ! સ્ત્રી કામવાસનાની દાસી બની રહી છે. એ શણગાર સજે છે, પણ એના ચિત્તમાં આનંદ નથી. એ હસે છે, પણ એને મુક્ત હાસ્યની સ્વતંત્રતા પણ નથી. મુક્તિ એની નથી ! શાસ્ત્ર એનાં નથી ! ધર્મ એનો નથી ! શૂદ્રોની તો કોઈ ગતિ નથી. કમોત એમની મુક્તિ છે. ફુજીવન એમનો સંસા૨ છે. એઠવાડ એમનું ભોજન છે. હીનતા એમનું આભૂષણ છે ! છતાં સર્વત્ર ભય પ્રસરેલો છે. શસ્ત્રો છે, ક્ષત્રિયો છે વિદ્યા છે, પંડિતો છે છતાં સર્વત્ર અજ્ઞાન ને પાપાચાર પ્રસરેલો છે. ધન છે, ધનિકો છે – છતાં અછતની અછત લાગ્યા કરે છે ! સ્ત્રી છે, ભોગ છે, વાસના છે છતાં અતૃપ્તિ ઘરઘરની વાત બની છે. વર્ધમાન વિચારે છે કે આ બધાં સુખનાં સાધનો છતાં દુ:ખનાં નિમિત્ત બન્યાં છે ! - - એવું કયું દિવ્ય રસાયણ શોધું કે આ બધામાં પરિવર્તન આવે ! ત્યાં કોઈ રંક ન હોય, રાય ન હોય; ઉચ્ચ ન હોય, નીચ ન હોય. દુઃખી ન હોય, દરિદ્રી ન હોય. ગા વાળે એ ગોવાળ – એવો ઘાટ હોય. પ્રીતિનું એક મહાઝરણ સહુને પખાળતું વહેતું હોય. ધન્ય યશોદા તને ! × ૪૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ એ શોધ એ મારા જીવનનો મહાન ઉદ્દેશ ! આ વિચારોમાં વર્ધમાનની નિદ્રા નિદ્રા નથી રહેતી, જાગૃતિ ને વિચારની પળો બની જાય છે ! જગતની જે રાત્રિ, એ વર્ધમાનનો દિવસ બને છે ! વહાલસોયી પત્ની યશોદા ને પુત્રી પ્રિયદર્શના સાથે હરતાં-ફરતાં વર્ધમાન ભર્યા જગતમાંથી જાણે એકાએક ખોવાઈ જાય છે ! થોડી વારે એકદમ સાવધાન બની જાય છે, ને બોલે છે : સંસારના આ ઝંઝાવાતોમાં – ‘ભય અને દ્વેષના દોષોથી જે નિવૃત્ત છે, એ જગતના સાચા મહાવીર છે ! એ પોતાના વહાલસોયા જીવની જેમ અન્યનો જીવ અન્યને પણ વહાલો માને છે ! આમ માની કોઈના પ્રાણનો નાશ કરતા નથી !” પતિની આવી વાતોને યશોદા સાંભળી રહે છે. સમજણ નથી પડતી, પણ પતિના અજંપાને સમજે છે. એ સ્વામીને હેતથી ઘણી વાર સમજાવે છે ! નિદ્રા લેવા વિનવે છે ! પણ એ રામ એના એ ! હૃદયનો રંગ એમ કંઈ છૂટે ! ઘડી પહેલાં પોતાના મુક્ત હાસ્યથી રાજમહેલને કિલ્લોલિત કરનાર વર્ધમાન વળી કોઈ ઊંડી આંતરગુફામાં પ્રવેશી જાય છે ! યશોદા એમને ઢંઢોળે છે. વર્ધમાન સાવધ થતાં કહે છે : “યશોદા ! પાણી હોત તો રોકી લેત, જુવાની રોકી રોકાતી નથી. જરા અને મૃત્યુ એના દ્વાર પર ખડાં છે !' આજે ખીલેલું ફૂલ કાલ સુધી નહિ રહે ! સાંજના તડકાની જેમ, જિંદગી અસ્ત થતી જાય છે ! જીવનને નિત્ય-વહેતું ઝરણ ન માનતી ! પર્વત પરથી સદા પ્રપાત પડતો નથી ! હવાના ઝોકાની જેમ જિંદગી બે દિનની છે. યશોદા ! જે રાત વીતી ગઈ, એ હવે પાછી આવવાની નથી ! વીતી ગયેલી ૧. સર્વે નવા વિ ત્તિ, ગતિ મરિળિયું ! બધા જીવો જીવવા ઇચ્છે છે. કોઈને મોત પસંદ નથી. ૨. સર્વે પ્રવર્તેવા ગ્રો સર્વે ને હિંમયા ! બધા જીવોને દુઃખ અપ્રિય છે, માટે કોઈએ એમને પીડા ન પહોંચાડવી. -- સૂત્રકૃતાંગ. ૪૨ ૪ ભગવાન મહાવીર Page #60 -------------------------------------------------------------------------- ________________ રાતનો અફસોસ નકામો છે ! પણ આવતી રાતની ચિંતા અનિવાર્ય છે. અધર્મની રાત, એળે ગઈ સમજ ! સુધર્મની રાત સફળ થઈ સમજ !” વ્યાકુળ વર્ધમાનને નીરખી પતિપરાયણા યશોદા કહે છે : સ્વામી ! આકાશમાં લાખ તારાઓ છે, પણ પૃથ્વી પર તો ચંદ્રમાનો જ પ્રકાશ પથરાય છે. દુનિયા પુરુષોથી ભરેલી છે, પણ મારા આરાધ્યદેવ તો તમે એક જ છો. મારો ત્યાગ આપને સુખી કરી શકે, તો એ ત્યાગ મારો ધર્મ બનશે. સીતાએ રામને ભજ્યા, એમ હું તમને સદાકાળ ભજીશ.” વર્ધમાનને સુશીલ પત્ની પર વહાલ છૂટે છે : એ પ્રેમભરી બાનીમાં બોલે છે : “કોનો ત્યાગ ? યશોદા ! મમત્વનો – મારાપણાનો ? મારાનો ત્યાગ જરૂરી છે, એ કરતાંય મમત્વબુદ્ધિનો ત્યાગ વિશેષ જરૂરી માનું છું. “તારો હોઈને તારો નથી. સંસાર આપણો હોઈને આપણો નથી : એ બુદ્ધિ કલ્યાણ કરનારી છે.” આવો માણસ સંસારમાં સાચો રાહ જોઈ શકે છે.' વર્ધમાન વળી વિચારમગ્ન બની જાય છે. યશોદા મહાન પતિની મહાન ભૂમિકાને સમજનારી છે. પતિનાં સ્વપ્નોમાં એ રાચે છે. પતિના જેવી ગરુડપાંખે એ ઊડી શક્તી નથી, છતાંય પૃથ્વી પર રહી રહી એ પતિને અનુસરવા મથે છે ! પતિ જમતા નથી. પત્ની જમતી નથી ! પતિ અંગરાગને અડતા નથી. પત્ની એને જોવા પણ ઇચ્છતી નથી ! પતિ રાજવૈભવથી વિમુખ રહે છે, યશોદા સાધ્વીભાવ સેવે છે ! એ મહાન નારી આત્મવિલોપનનું વ્રત લઈને બેઠી છે. વર્ધમાન પત્નીના પૂર્ણિમાના પૂર્ણ વિકસિત ચંદ્ર જેવા મુખને મ્યાન થયેલું જોઈ કહે છે : “યશોદા ! સંસાર સમુદ્ર છે. શરીર નાવ છે. આત્મા નાવિક છે. ૧. નાના વદવ રચી, ર સા નિયત્તા ઇષ્મ સુરત્નમાળ, સત્તા ગત્તિ રો - ઉત્તરાધ્યયન जरा जाव न पीडेइ, वाही जाव न वड्ढई । નવિવિયા ન દાતિ, તાવ ઘમ્મ સમાયરે - દશવૈકાલિક ૨. નૈ માડમ ઝા, સે ગદા મમાડ્યું ! - જે મમત્વ ભાવનો ત્યાગ કરે છે, તે મમત્વનો પરિત્યાગ કરે છે. – આચારાંગ. ધન્ય યશોદા તને ! ઈ ૪૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિઓ સંસારને એ નાવથી તરે છે ! એ નાવને સંભાળ ! એ નાવિકને જગાડ !' યશોદા કહે છે : “શું તમે જગતને મૃત્યુથી તારશો ?' વર્ધમાનકુમાર જવાબ વાળે છે : “જરૂર ! મૃત્યુનો જ છેદ ઉડાવી દઈશ ! ન રહેશે વાંસ, ન બજશે વાંસળી ! અજ્ઞાની જીવો પળે પળે મરે છે ! જ્ઞાની જીવો એક જ વાર મરે છે ! મેં મૃત્યુના મારણનો માર્ગ શોધ્યો છે ! મૃત્યુ મરી ગયું, પછી કોણ મરશે ?' યશોદા કહે છે : “એ શી રીતે ? મૃત્યુને કોણ મારી શક્યું છે ? “મૃત્યુ ધર્મથી મરે છે !” યશોદાનું મન તૃપ્તિ પામે છે. એ કહે છે “નાથ ! તમારું સુખ જગતના સુખમાં છે અને મારું સુખ તમારા સુખમાં છે !” યશોદા ! કેવી મહાન પત્ની તું ! તારા સૌભાગ્ય કરતાં જગતના સૌભાગ્યની તને વધુ ખેવના છે. રે ! સંસાર કડવો વખ થઈ જાય, સંબંધ બધા ખાટા થઈ જાય, અંગ બધાં ખોટાં પડી જાય, પછી સૌ સંસાર છોડે એવો હું નથી, હું તો સંસાર મીઠો હોય ત્યારે જ એને છોડવા માગું છું ! અને તેય નાસીને, કે ભાગીને નહિ ! પ્રાતઃકાળનો સૂર્ય આખો દિવસ પોતાનું કાર્ય પૂરું કરી જેમ સાંજે ચાલ્યો જાય છે, સંસાર એનો શોક ધરતું નથી, કારણ કે ફરી નવી આશા ને તેજ સાથે તે ઊગવા જાય છે ! એમ હું જવા માગું છું.” જેમાં તમે રાજી, એમાં હું રાજી ! મારું ભૌતિક સુખ જોઈને રાચું એવી હું પામર નારી નથી. હું મહાવીરની પત્ની છું સ્વામી !” “ધન્ય યશોદા તને !' 2. ૧. સરીરમાંદુ નાવ રિ, નવો યુધ્ય નાડો | શરીર નાવ છે, જીવ નાવિક છે. – ઉત્તરાધ્યયન बालाणं अकामं तु मरणं असई भवे । पंडियाणं ससामं तु, उक्कोसेण सई भवे ।। બાળ-અજ્ઞાની જીવોનું વારંવાર મરણ થાય છે. પંડિતોનું મરણ એક જ વાર થાય છે. -- ઉત્તરાધ્યયન ૪૪ % ભગવાન મહાવીર Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભરત જેવા ભાઈ એ દિવસોય વહી ગયા. નદીનું જળ, સમયનો પ્રવાહ ને માણસનું આયુષ્ય કયે દિવસે થંભ્યાં છે, કે આજ થંભે ! એ તો સતત વહ્યા જ કરે છે, ને એ વહેણ જગતને તાજું ને તાજું રાખે છે ! એ વખતના પરાક્રમી પુરુષો સાથરે સૂઈ દેહ ન તજતા. દેહની કાર્યશક્તિ અલ્પ થાય, હૈયાધારણ ઘટી જાય, જીવનના બધા ધર્મ અદા થઈ જાય ત્યારે હાથે કરીને મોતની સજ્જા પાથરતાં. કોઈ પ્રિયજન પ્રવાસે સંચરતો હોય તેમ, એ સહુની વિદાય માગતા, સહુની સાથે ખમતખમૈયાં કરી લેતા, ને પછી અનશન કરી શાંતિપૂર્વક પ્રાણત્યાગ કરતા. ચોળેનાન્તે તનુત્યખ્યામ્ ! આ મૃત્યુ માંગલિક લેખાતું. શોકના શબ્દો ત્યાં બોલાતા નહિ. મિથ્યા માયાનાં ઘમ્મરવલોણાં ત્યાં ઘૂમતાં નહિ ! દિવસ ઉપર જે સહેલાઈથી સંધ્યા આવે, સંધ્યા પછી જે અનિયત ક્રમથી પ્રભાત આવે-એવો આ જીવનક્રમ હતો. આ જીવનક્રમને અનુસરીને રાજા સિદ્ધાર્થ ને રાણી ત્રિશલાએ એક દિવસ પ્રસ્થાનની સર્વ તૈયારીઓ કરી, સ્નેહીજનોની વિદાય લીધી, પુત્ર-પુત્રીઓને અંતિમ ઉપદેશ આપ્યો, સહુને જગતનો આ અનિવાર્ય ભાવિક્રમ સમજાવ્યો, ને એ માટે શોક ન કરવા કહ્યું. ને પછી અનશન આદરી બેસી ગયાં ! ન ખાવું, ન પીવું; માત્ર ઇષ્ટ ભરત જેવા ભાઈ ! ૪૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ નામનો ઉચ્ચાર કરવો. જય પ્રભુ પાર્શ્વ ! ઉષઃકાળે ખીલેલી બે સોનેરી વાદળીઓ, સૂર્યાગમે જેમ હવામાં અદૃશ્ય થાય, એમ એ મહાન દંપતી, પાછળ લીલી વાડી મૂકીને, કાળને વર્યાં ! આંગણેથી પાળેલું પંખી ઊડી જાય, તો પણ દુ:ખ થાય, પછી આ તો સુશીલ રાજા-રાણીનો સ્વર્ગવાસ હતો. થોડાક દિવસો શોકનિર્ગમનમાં વહી ગયા. રાજ્યકુળોમાં ઊઠતી બાદશાહી ને બેસતી બાદશાહી વચ્ચેનો કાળ કપરો હોય છે. અનેક પ્રકારની આશંકાઓથી વાતાવરણ સભર હોય છે. પણ વર્ધમાન સંસારી સંબંધોની દૃષ્ટિએ ખૂબ ભાગ્યશાળી હતા. આદર્શ માતા-પિતા, પતિનિષ્ઠ પત્ની, ને રામને મળ્યા એવા - ભરત જેવા - ભાઈ નંદીવર્ધન એમને મળ્યા હતા ! લોકો માનતા કે સંસારમાં દુઃખ હોય એ સાધુ થાય. વર્ધમાનને દુઃખ શોધ્યું જડતું નહોતું. એવા ભાગ્યશાળીને સંસાર તજવાનું કારણ શું ? પણ સ્થિતપ્રજ્ઞ વર્ધમાન આવડાં મોટાં પ્રેમબંધનોમાં જકડાઈને પોતાના આદર્શથી જરાય ચલિત થાય તેવા નહોતા. રાગના સાગરમાં નિમગ્ન લાગતા કુમા૨ વર્ધમાનની નસેનસમાં વિરાગની સાધના હતી ! સંસારમાં રંગ બધા કાચા હતા ! લાગ્યા ને ધોવાયા ! માતાપિતાનું સ્નેહબંધન આજે છૂટ્યું ! અઠ્ઠાવીસ વર્ષની વય થઈ ! વર્ધમાન હવે પ્રસ્થાનની તૈયારીઓ કરવા લાગ્યા. કમળદળની કેદમાં રહેલો ભ્રમર હવે સ્વતંત્ર થવાની તૈયારીમાં લાગ્યો; ત્યાં ઉદાસ ને શોકવ્યાકુલ ચહેરે મોટા ભાઈ નંદીવર્ધન આવ્યા. માથે મુગટ નથી, હાથમાં રાજદંડ નથી. અડવાણે પગે છે ! રાજકાજમાં સૌથી વધારે વેર ભાઈ-ભાઈ વચ્ચે હોય છે ! એક મિલકતના બે ભાગીદારો ! એક ઓછો થાય તો બીજાને સદ્ભાગ્ય વરે ! એક માર્ગથી હટી જાય તો બીજાને સિંહાસન વરે ! એવી આ રાજ-સંસારની લીલા ! માયા દેખી જો મુનિવર ચળે, તો સુખ, વૈભવ ને લાલસાના દાસ રાજકુમારોની શી વિસાત ! ૪૬ ૭ ભગવાન મહાવીર Page #64 -------------------------------------------------------------------------- ________________ એમાંય બીજા રાજકુમારો કરતાં ગણતંત્રના રાજકુમારો માટે તો જીવનવિકાસના સર્વ અવકાશો હતા. ત્યાં ગુણની પૂજા હતી, જન્મની નહિ. યોગ્યની ઇજ્જત હતી, અયોગ્યને સ્થાન નહોતું. સહુ કહે છે : વર્ધમાન પણ એક દિવસ વૈશાલીના નવસો નવ્વાણું રાજાઓમાં અદકેરું સ્થાન પામશે. પવિત્ર પુષ્કરણીના જળનો મહાઅભિષેક એને મસ્તકે ચડશે ! વળી વૈશાલીના રાજા ચેટકનો એ લાડકો ભાણેજ છે. એ સગપણ-સંબંધ દાવે પણ અનેકગણી શક્યતાઓ એને માટે રહેલી છે ! મોટા ભાઈ નંદીવર્ધન પણ અન્ય રજવાડાંઓમાં જોવા સુલભ ન થાય, એવા ગુણવાળા વડીલ બંધુ છે. પોતે મોટા છે, પણ મોટાઈ નથી. વર્ધમાન નાના છે, પણ નાનાઈની ભાવના નથી. મોટા ભાઈના એમના પર ચાર હાથ છે. નાના ભાઈને પૂછ્યા વિના પાણી પણ એ પીતા નથી ! નાનો ભાઈ શું કહે છે કે શું કહેશે ! પણ નાના ભાઈ તો હવે જુદી તૈયા૨ી ક૨વા લાગ્યા છે તે જોઈને મોટા ભાઈએ કહ્યું : ‘વર્ધમાન ! આ રાજશાસન, રાજવૈભવ, ભોગવિલાસ બધાં તારાં છે. આ રાહકૂમત પણ તારી ! બીજા આડાઅવળા વિચાર ન કરીશ.' ‘મારું રાજ જુદું છે વડીલ બંધુ ! મારી રાજહકૂમત અનોખી છે. મારો રાજધર્મ ભિન્ન છે. મને રાજ રાજ વચ્ચેના સાંકડા સીમાડા નથી ગમતા.’ વર્ધમાન જાણે કોઈ દિવ્ય સ્વપ્ન નીરખતા હોય, એવો ભાવ તેમના મુખ ૫૨ રમતો હતો. ‘એ વિશે હું કંઈ જાણવા માગું તો ?' મોટા ભાઈએ ઓછા ઓછા થતાં કહ્યું . ‘મારું રાજ પ્રેમ અને દયાનું છે. શક્તિ ત્યાં દાસી છે, સામગ્રી નહિ.’ ‘અને રાજધર્મ ?’ ‘ક્ષમા અને ઉદારતાનો ! ગમે તેવા પાપીને ત્યાં સજા નહિ, સત્કાર થાય છે. દિલ આપી દિલ જીતી લેવાનો એ નવો શાસનપ્રકાર છે.’ ‘અને રાજહકૂમત !' ભરત જેવા ભાઈ ૫ ૪૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ ‘હકૂમત આખા વિશ્વ પર, મારા રાજમાં આ કીટ, પતંગ કે વૃક્ષ નહિ, પૃથ્વીની ધૂળ ને વેલીનું ફૂલ જ નહિ, આંખે દેખાતા ને ન દેખાતા સર્વ જીવોનું રક્ષણ ને સંરક્ષણ છે !' ને ‘તમારું શાસનસૂત્ર !' ‘શાસનસૂત્ર એક જ ! પારકાના માટે તજવાનું, પારકાના હિતમાં વર્તવાનું, પહેલું પારકાનું સુખ જોવાનું, એમાં જ પોતાનું સુખ જોવાનું ! મારા ધર્મનગરના વાસીનો પહેલો એ નાગરિક ધર્મ !' ‘નિયમન એનાં !' ‘નિયમન એ, કે સંસાર જેને વળગી રહેવામાં માનતો હોય, એને એણે છૂટાં મૂકવાં ! અમારા નગરના વાસી સંસારની સંપત્તિને સ્પર્શ નહિ કરે. સંસારમાં મારાનો ઝઘડો છે. ‘મારા'નો ત્યાગ એ કરશે. સંસારને મહેલમાળિયાં ખપે છે, અમે અરણ્યને જગાડીશું. સંસારમાં ખાવાના ઝઘડા છે. અમે ભૂખના વૈભવ બતાવીશું. સંસારમાં ભોગના રોગ છે. અમે ત્યાગનાં તેજ વહાવીશું ! સંસાર દુ:ખથી ભાગે છે. અમે સામે પગે દુઃખને વધાવીશું.' ‘આનાથી હાંસલ શું કરશો ?’ મોટા ભાઈને પણ આ અજબ સ્વપ્નદ્રષ્ટાના સ્વપ્નમાં રસ પડ્યો હતો. ‘આત્મા અને દેહની ભિન્નતા ! આત્મા સાધ્ય છે, દેહ સાધન છે, એના વિવેક. અમારે દુનિયાને બતાવવું છે કે તમે જેને પોતાનો માનો છો, એ તમારો નથી; જે તમારો છે, એને તમે પિછાણ્યો નથી !' ‘તમારા રાજ્યમાં ઈશ્વર હશે ?' ‘આત્મા સો પરમાત્મા !' ‘તમારા રાજ્યનો માનદંડ શો હશે ?’ ‘સહુ સમાન. સહુ પ્રેમી. સહુ આત્મવાન્, ન કોઈ ઊંચ ને કોઈ નીચ. કર્મથી નીચ, ઉચ્ચ થઈ શકે,* ઉચ્ચ એથી ઊંચે જઈ શકે ! જીવમાત્રને વિકાસની * कम्णा बंभणी होई, कम्मुणा होई खत्तिओ । बड़सो कम्मुणा होई, सुद्दो हवड़ कम्मुणा ।। કરણી તેવી ભરણી. અર્થાત્ કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર થવાય છે. – ઉત્તરાધ્યયન ૪૮ ભગવાન મહાવીર Page #66 -------------------------------------------------------------------------- ________________ s fઇ No ©e eeee , A s S ti : . OXOXONOHO છે VOYO. ૧૮ પહજાક OOOO થઈક કરી sses સમાન તક. વિદ્યાને ચારિત્રની જ મહત્તા.” ‘તમારા પ્રેમરાજ્યનું અંતિમ સાધ્ય !” ભરત જેવા ભાઈ ! ૪૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ : ‘કર્મ માત્રનો નાશ ! આત્મિકને આનંદનું સામ્રાજ્ય ! જન્મ ને મરણબંનેનો નાશ !' ‘તમને દુશ્મનો નહિ હોય ?' ‘મારા રાજ્યમાં માણસ માણસનો દુશ્મન નહિ હોય, જીવ જીવનો દુશ્મન નહિ હોય. દુશ્મન માત્ર છ હશે ! ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ.’ ‘એ પ્રેમરાજ્યમાં પાપસ્થાનક હશે કે નહિ ?’ મારા રાજ્યમાં પાપનાં સ્થાન માત્ર ૧૮ હશે. હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, સંગ્રહ વગેરે.’ ‘તમારી ભાવના કેટલી ?’ ‘ચાર : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને મધ્યસ્થતા.’ ‘તમારા શાસન નગરના નાગરિકોનો ધર્મ ? ‘જ્ઞાન મેળવવું. એ વિશે દર્શન (શ્રદ્ધા) મેળવવું. સંયમ સેવવો. તપ આચરવું. પરાક્રમ ફોરવવું. ઉપયોગ રાખવો - દરેક વાતમાં જાગૃતિ રાખવી.’ ‘તમારા શાસનનાં મૂળભૂત સૂત્રો ક્યાં ?’ ‘જ્ઞાન, દર્શન ને ચારિત્ર. આ સૂત્રત્રયી. જ્ઞાન વડે સાધક બધું જાણે. દર્શન વડે એની સત્યતાની ખાતરી કરે. ચારિત્ર-મન, વચન, કાયને નિયમનમાં રાખે.’ ‘ભાઈ ! તારા આકાશી રાજ્યને હું વંદું છું. હું પણ એનો નાગરિક થવા ઇચ્છું છું, પણ મારી એક માગણી છે !' ‘શી ?’ ‘આવું અવનવું શાસન-નગર વસાવો, ત્યારે નાગરિક થવા વગર બોલાવ્યો ચાલ્યો આવીશ, પણ આજ તો, પ્રેમમૂર્તિ થઈને ઘા ઉપર મીઠું ન ભભરાવશો.’ ‘તમારો કહેવાનો અર્થ ન સમજ્યો.' ‘અર્થ એટલો જ કે માતા-પિતાના વિયોગનો ઘા હજી તાજો જ છે, એમાં તમે બંધુવિયોગ કરાવી, ઘામાં મીઠું ભભરાવશો મા !' ‘મોટા ભાઈ, તમારી ઇચ્છા એ મારે મન ધર્મઆજ્ઞા છે !' ૫૦ ભગવાન મહાવીર Page #68 -------------------------------------------------------------------------- ________________ તો બે વર્ષ વધુ સંસારમાં રહી જાઓ !' “જેવી આજ્ઞા ! મને સંસારનો ડર નથી, મન જ મુક્તિ કે બંધનનું કારણ છે. મારું મન તો આ માળો ક્યારનો મૂકી ચૂક્યું છે !' ભરત જેવા ભાઈ નંદીવર્ધનની ઇચ્છાને માન આપી કુમાર વર્ધમાન બે વર્ષ વધુ સંસારમાં રહ્યા. રાજમહેલમાં તપસ્વી આશ્રમનું વાતાવરણ પ્રસાર્યું. ભોગમાં ત્યાગનો મહિમા વિસ્તાર્યો. ભરત જેવા ભાઈ , પ૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સર્વસ્વનો ત્યાગ ભોગકરમફળ રોગ તણી પેરે, ભોગવે રોગ નિવારી; પરવાળા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી. જીવનનાં જળ વળી એક વર્ષ પૂરતાં વહી ગયાં. મોટા ભાઈને આપેલી અવધમાં અડધી અવધ તો વીતી ગઈ. વર્ધમાનને મન તો ઘર અને અરણ્ય સરખાં હતાં. એ રાજમહેલમાં ઝૂંપડીના ભાવા જગાડી રહ્યા હતા. મેવામીઠાઈઓને એક સાધુની માધુકરી સમજી આરોગી રહ્યા હતા. ભોગપ્રેમી રાજકુળમાં ત્યાગનો પ્રેમ એ જગાવી રહ્યા હતા. મોટા ભાઈ, પત્ની, પુત્રી, સ્નેહી-સ્વજનો હવે વર્ધમાનના રાજત્યાગની વાતને આંસુથી અંજલિ આપતાં નહોતાં. આદર્શમૂર્તિના આદર્શને એ વંદતા થયાં હતાં. તેઓ પણ વર્ધમાનના પ્રસ્થાનને પ્રેમ ને સ્નેહથી વધાવવા પોતાનાં હૈયાંને સ્વસ્થ કરી રહ્યાં હતાં. : આ વખતે ધર્મતીર્થના પૂજારીઓ દેવર્ષિઓ વર્ધમાન પાસે આવ્યા. એ ધર્મતીર્થનાં ઘડિયાળાં બજાવનાર ચોકીદાર જેવા હતા. તેઓએ કહ્યું : ‘આપનો જય હો ! આપ ધર્મ પ્રવર્તાવો ! આપ તીર્થ પ્રવર્તાવો ! સંસાર પોતાના કલ્યાણ ને સુખ માટે, આપ તરફ અપેક્ષા રાખી રહ્યો છે.’ યોગની દશાને વરેલા વર્ધમાનને જાગ્રત કરવા જેવું કંઈ હતું જ નહિ. ૫૨ - ભગવાન મહાવીર Page #70 -------------------------------------------------------------------------- ________________ ફક્ત મોટા ભાઈને આપેલી અવધ પૂરી થવાની એ સ્વસ્થ ચિત્તે રાહ જોતા હતા. વર્ધમાને વિચાર્યું કે સંન્યાસીને સર્વસ્વનો ત્યાગ અનિવાર્ય છે. સંસારમાં મારું કહેવાય તેવું કંઈ ન રહેવું જોઈએ. જેને પોતાનો દેહ પણ પોતાનો નથી, એને ધન, માલ, મિલકત કેવી રીતે પોતાની હોઈ શકે ? સ્વ-માત્રનો ત્યાગ કરે એ સંન્યાસી !' માથું મુંડાવી લીધું કે જટા વધારી લીધે સંન્યાસી ન થવાય. વર્ધમાને રોજ પ્રાતઃકાળમાં એક પ્રહર સુધી દાન આપવા માંડ્યું. એક કરોડ સાઠ લાખ તો માત્ર સૌનેયા વહેંચવા માંડ્યા ! આમ સોનું ને રૂપું આપી દીધું ! આમ ધન-ધાન્ય વહેંચી દીધું. આમ દાસદાસીના પરિવારને મુક્ત કર્યો. રાજ્યથી ને રાષ્ટ્રથી તો પહેલેથી અળગા હતા. પોતાનું સર્વસ્વ છાંડીને વર્ધમાન હળવા ફૂલ બની ગયા. હળવા ફૂલ બનવાની સાથે તેમની પ્રફુલ્લતા પણ વધી ગઈ ! ન જાણે બે વર્ષ બે દિવસની જેમ પસાર થઈ ગયાં, ને ગૃહત્યાગની મંગલ ઘડી આવી ઊભી ! ન ક્યાંય રુદન છે, ન ક્યાંય હાયકારા છે ! પ્રસંગની ગંભીરતાને છાજે એવા સૌ ગંભીર છે ! વરસાદની ભરેલી વાદળી, જેમ જળ છાંટતી આકાશમાં આ પારથી પેલે પાર સરી જાય, તેમ વર્ધમાન એક પછી એક, સહુની વિદાય લેતા આગળ વધવા લાગ્યા ! મોટા ભાઈને નમ્યા, બોલ્યા : “ભાઈ ! એક દિવસ સહુને જવાનું છે, આપણાં પૂજ્ય માત-પિતા ગયાં તેમ, હું જરા વહેલો જાઉં છું. જે આખરે છોડવાનું છે તેને વહેલું છોડું છું. તેનું લેશમાત્ર દુઃખ ન ધરશો !' મોટા ભાઈ મોહી પુરુષ હતા, નાનો ભાઈ જાણે એમને મોટો ભાઈ લાગ્યો. મોટાઈ ઉમરની ખોટી લાગી. જ્ઞાનની, બુદ્ધિની, ડહાપણની મોટાઈ એ સાચી મોટાઈ લાગી ! નંદીવર્ધન મસ્તક નમાવી રહ્યા; એમનાથી કંઈ બોલી ન શકાયું. વિવેકના સર્વસ્વનો ત્યાગ ૫૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ શબ્દો પણ ન બોલાયા. શું બોલે ? શબ્દો જ ખોવાઈ ગયા હતા ને ! પ્રિય યશોદા પાસે વર્ધમાન આવ્યા. પુત્રી પ્રિયદર્શના પણ ત્યાં જ ઊભી હતી. એનો પતિ રાજ કુમાર જમાલિ પણ ત્યાં ઊભો હતો. યશોદા, પ્રિયદર્શના, રાજકુંવર જમાલિ, શરદઋતુની ચંચળ વાદળી જેવું આ જીવન છે ! અસ્થિરને સ્થિર રાખવા આપણે ઝાવાં મારીએ છીએ, ને પરિણામે હૈયાશોક વહોરીએ છીએ. જીવનની દરેક અવસ્થા સાધકને ઉપયોગી છે ! પ્રમાદમાં ન રહેશો. વર્તમાનકાળ સર્વથી વધુ ઉપયોગી છે.' કુંવર જમાલિ આ વખતે રહી ન શક્યો. વર્ધમાન ઉપર એનો ચાહ અજબ હતો. એણે કહ્યું : “હું તમને નહિ છોડું ! જ્યાં તમે ત્યાં હું !” વાર છે, ધીરજ ન ખાશો. એ પળ પણ આવશે.” આમ વર્ધમાન આગળ વધ્યા ! યશોદાએ નમન કરી કહ્યું : “ક્ષત્રિયાણીઓ કુંકુમ-કેસરે તેમને વિદાય આપે છે. આપ જોદ્ધા છો. જગત જીતવા પધારા છો, આપનો માર્ગ સરળ હો. વિજય આપનો હો ! ગરુડરાજ છો. ગગનવિહારી છો, આ ક્ષુદ્ર માળામાં જેટલું વસ્યા, એટલુંય અમારું અહોભાગ્ય ! પધારો સ્વામી. આપની સ્મૃતિય અમને પ્રેરણા પાશે.” વર્ધમાન આગળ વધ્યા. ન ક્યાંય કલ્પાંત છે. ન ક્યાંય કાગારોળ છે. જળભરી વાદળીઓના જેવા ભર્યા હૈયે સહુ ખડાં છે ! માગસર મહિનાની વદ દશમનો એ સુંદર દિવસ છે ! વિજય મુહૂર્તે સ્નાન કરી, શ્વેત વસ્ત્રપરિધાન કરી, મધ્યાહ્ન સમયે પ્રસ્થાન કર્યું. રાજભવનનો પહેલી ને છેલ્લી વાર ત્યાગ કર્યો. મનથી તો ઘણા વખત પહેલાં ત્યાગ થયો હતો, એટલે તનથી ત્યાગ કરતાં કંઈ દુઃખ ન થયું. ચોકમાં સેના હિલોળા લેતી હતી. સિંહદ્વાર પર રાજકર્મચારીઓ ને રાજકુટુંબીઓ હારમાં ઊભા છે. બહાર ચંદ્રપ્રભા પાલખી તૈયાર છે. વર્ધમાન એમાં આવીને બેસી ગયા. સ્ત્રીઓ એમને વીંટળાઈ વળી. કોઈએ છત્ર લીધું. કોઈએ ચામર લીધાં. કુળમહત્તરા સફેદ વસ્ત્ર લઈને સમીપ બેઠી. ૫૪ ૪૮ ભગવાન મહાવીર Page #72 -------------------------------------------------------------------------- ________________ ( UTU •ril 3 s જી. ટ બાકાત ર૬ જ uitીક , આ છે ક દ - 6 5 . 5 A કરે છે , S છે : 4==tk - પર છે “ દ - : C 't યાત્રા ચાલી. નગરીએ હૈયાના હાર બાંધ્યા. ચક્ષુનાં તોરણ રચ્યાં. પૃથ્વી ને આકાશ જયજયકારથી ગાજી રહ્યાં. સર્વસ્વનો ત્યાગ પપ Page #73 -------------------------------------------------------------------------- ________________ જય જય નંદા ! જય જય ભદ્દા.’ યાત્રા નગર બહાર આવી; જ્ઞાનવંશી ક્ષત્રિયોના જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં ઊતરી. ત્યાં આવેલા અશોકવૃક્ષ નીચે વર્ધમાન આવીને ઊભા રહ્યા. દિવસનો ચોથો પ્રહ૨ શરૂ થયો હતો. વર્ધમાને અલંકારો અળગાં કર્યાં. ઇન્દ્રિયવિજય અને આત્મસિદ્ધિની આ યાત્રા હતી. દેહદમન એમાં અનિવાર્ય હતું. રણશૂર રજપૂત લોહીથી લેખ લખે એમ, એમણે પોતાની ચાર મુષ્ઠિથી માથાના કેશ ચૂંટી કાઢ્યા. એક મુષ્ટિથી દાઢીમૂછ અળગાં કર્યાં. પરાક્રમી ૨જપૂતને પણ પાણી પિવડાવે, એવું આ પરાક્રમ હતું. અરે, આવા પરાક્રમીને શું અલભ્ય હોય ! એમણે વસ્ત્ર અળગાં કર્યાં. એ વખતે દેવરાજ ઇન્દ્રે ખભા ૫૨ સુંદર એવું દેવદુષ્ય વસ્ત્ર નાખ્યું ! મેળો જામ્યો છે. દૃશ્ય જોયું જાતું નથી. સહુની એક આંખમાં હર્ષ, બીજી આંખમાં આંસુ છે ! પ્રભાતે પૂનમનો ચાંદ જે રીતે અદશ્ય થઈ જાય, એમ વર્ધમાન ધીરે ધીરે જૂથમાંથી બહાર નીકળી ગયા. એકલા, એકાકી, ન સંગી, ન સાથી ! દિવસ ૫૨ સંધ્યા આવી. એનાં સોનલવ૨ણાં કિરણો સાથે વર્ધમાન વિદાય થયા ! ઓ જાય ! ઓ જાય ! સૌ જોઈ રહ્યાં ! સૌ વંદી રહ્યાં ! ઓ દેખાય ! ઓ દેખાય ! ને વર્ધમાનની એ દેહમૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. એ સાથે ભરેલાં હૈયાં ખળભળી ઊઠ્યાં. ધીરજનો બંધ તૂટી ગયો. રાજા નંદીવર્ધન તો મન મોકળું કરી રડી ઊઠ્યા. તેઓ કહેવા લાગ્યા : त्वया विना वीर कथं ब्रजमो । गृहेऽधुना शून्यवनोपमाने । ‘હે વર્ધમાન, હે ભાઈ, ઘર પણ અમારે વન જેવાં બન્યાં છે ! તારા વિના ત્યાં કેમ પાછા ફરાશે ?' ખરેખર, વર્ધમાન ! પહેલે પગલે આપનો વિજય થયો. ક્ષણમાત્રમાં આપે ધરને વન અને વનને ઘર બનાવ્યાં. રાજાને યોગી ને યોગીને રાજા બનાવ્યો. ૫૬ ભગવાન મહાવીર Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દરિદ્ર ને દરિદ્રનારાયણ લતાકુંજોમાં દ્રાક્ષ પાકી ગલ થઈ જાય, તે વખતે જ કાગડાની ચાંચ પાકે. અભાગિયા જીવોની ભાગ્યરેખા જ આવી હોય છે. વૈશાલીના શાખાનગર બ્રાહ્મણ કુંડગ્રામનો બ્રાહ્મણ સોમશર્મા આવો અભાગી જીવ હતો. બિચારો માત્ર ચપટી લોટ માટે મગધ, વિદેહ ને અંગ-બંગની ખાખ છાણતો ફર્યો, ને અહીં કુમાર વર્ધમાને સોના-રૂપાની રેલ વહેવરાવી દીધી ! આવતી કાલે તો જેવું જેનું નસીબ, પણ આજ કોઈ ઊણું-અધૂરું ન રહ્યું ! સોમશર્મા દેશવિદેશની ધૂળ છાણતો ઘેર આવ્યો. એને આશા હતી, કે ઘણે દિવસે ઘેર જાઉં છું, તો ભટાણી આગતા-સ્વાગતા કરશે, બે વહાલનાં વચન કહેશે. પણ ભાગ્ય કોનું નામ ! ભટાણી શર્માજીને જોતાં જ ક્રોધમાં ધમધમી ઊઠી. એના હાથમાં પેંસ હલાવવાનો ચાટવો હતો. ચાટવો ઉગામી એણે કહ્યું : રે બ્રાહ્મણ ! વરસાદ તો મુશળધાર વરસ્યો, ને તું જવાસા જેવો કોરીધાકોર – સૂકો કેમ રહ્યો ?' ‘રે સ્ત્રી ! હું અહીંથી પ્રસ્થાન કરું એ પહેલાં મારું ભાગ્ય આગળ જઈને ઊભું હતું ! શું કરું? ખડિયો મારો ખાલી રહ્યો, મને ચપટી કોઈએ ન આલી ! એવું મને થયું, પણ આ તારી વાત મને સમજાતી નથી.” ભટાણી ગર્જના કરી ઊઠી : “અરે ભલા માણસ! ઘરઆંગણે મોતીના મેહ દરિદ્રને દરિદ્રહ્નારાયણ ૪ પ૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ વરસ્યા. કુમાર વર્ધમાને સર્વસ્વનું દાન કર્યું. પૂરું એક વરસ સોનું-રૂપે વહેંચ્યું.' “તો હજી વહેંચતા જ હશે ને ! આ પહોંચ્યો સમજ !” બ્રાહ્મણે નીચે મૂકેલો ખડિયો ઉઠાવી ખભે મૂકવા માંડ્યો. શું તમારું-માથે પહોંચશો !રે ફૂટી ગાગર ! દાનશાળા હમણાં જ છેલ્લી વાર બંધ થઈ, ને વર્ધમાન જ્ઞાતખંડમાં દીક્ષા લેવા પણ પહોંચ્યા !' ભટાણીએ કહ્યું. ચિંતા ન કર, હમણાં જ પહોંચું છું. માગવાની હજાર તરકીબ મને આવડે છે ! વર્ધમાનકુમારના પિતાનો હું મિત્ર છું. વડીલ તરીકેના દાવે પણ બમણું માગી લાવીશ.' સોમશર્માએ દોટ મૂકી. ઉદ્યાનમાં જઈ પહોંચ્યો. અહીં તો દીક્ષાની અંતિમ વિધિ ચાલી રહી હતી. ઘડીભર તો નીરખવામાં મગ્ન થઈ ગયો. વર્ધમાનની ત્યાગમૂર્તિ જોઈ પોતાની ભિક્ષા કે દરિદ્રતા વીસરી ગયો. સુંદર નૃત્ય જોઈ માણસ પોતે પણ અજાણતાં એની સાથે તાલ દેવા લાગે, એમ એને થયું. દેવરાજ ઇંદ્ર વર્ધમાનના ખભા પર વસ્ત્ર નાખ્યું ને એ ચાલી નીકળ્યા. વર્ધમાનની પીઠ દેખાઈ કે સોમશર્મા જાગ્રત થયો. એની નજર સામેની ઉજ્વલ દુનિયા નષ્ટ થઈ ગઈ. એ માગણ થઈ રહ્યો. રે બ્રાહ્મણ ! તું વિચારમાં રહી ગયો ને આ મહાવીર તો ચાલતા થયા ! સોમશર્માએ ભીડને ચીરતી દોટ દીધી. ત્યાં ઊભેલાં કંઈ જુએ, સમજે ત્યાં તો બ્રાહ્મણ મહાવીર પાસે પહોંચી ગયો; એમના પગમાં પડતો બોલી રહ્યો : ‘રે વર્ધમાન ! તમારા પિતાનો પુરાણો આશ્રિત મિત્ર છું. તમારા પિતાના અવસાન સાથે, શું મારો સંબંધ પણ અવસાન પામ્યો ?' આવે વખતે, સોમશર્માની આ યાચક રીત લોકોને ન ગમી ! જેણે પોતાનું કહેવાય એવું કંઈ રાખ્યું નથી, એની પાસે હવે શું માગવાનું ? અને માગવાનું હતું તો સવાર સુધી માગવું હતું ને ! માગ્યા મેહ વરસતા હતા ત્યારે તો ! “અલ્યા અભાગી ! આજ સુધી ક્યાં ઊંઘતો હતો ? આજ છેવટને ટાણે આ ફજેતા શા ?” લોકોએ ચીડમાં કહ્યું. બે પળમાં તો બ્રાહ્મણ બાવડે ઝલાઈ જાત ને બહાર ફેંકાઈ જાત, પણ એ જ પળે ભગવાન મહાવીરે પોતાનું મોં ૫૮ % ભગવાન મહાવીર Page #76 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ ભણી પાછું વાળ્યું. દરિદ્ર બ્રાહ્મણની આંખો સાથે દરિદ્રોના શિરતાજની આંખો મળી ! દરિદ્રને દરિદ્રને દરિદ્રનારાયણ ૫૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ જાણે દરિદ્રનારાયણ મળ્યા. સૂરજમુખી તરફ સૂરજ જુએ, એવું આ પાવન દૃશ્ય હતું ! ખરે વખતે બ્રાહ્મણ કંઈ યાચી ન શક્યો, પણ મહાવીર અંતર્યામી હતા. એમણે હાથ ઊંચો કર્યો. ખભા પર રહેલું દેવવસ્ત્ર લીધું, એના બે ભાગ કર્યા, એક બ્રાહ્મણને આપ્યો; બીજો પોતાને ખભે નાખ્યો, ને ચાલી નીકળ્યા ! ધન્ય સોમ ! ધન્ય સોમ ! મેદની બોલી ઊઠી, પણ સોમ તો ચૂપચાપ વસ્ત્ર લઈને ઘરભેગો થઈ ગયો. વસ્ત્ર બારીક હતું, મુલાયમ હતું, કીમતી હતું. બીજે દિવસે સોમદેવ વસ્ત્ર લઈને તૂણનાર પાસે પહોંચ્યો. તૃણનાર વૈશાલીનો કુશળ વસ્ત્ર-પરીક્ષક હતો. એણે વસ્ત્ર જોતાંની સાથે કહ્યું : ભૂદેવ ! માલ તો ખરેખરો મારી લાવ્યા છો ! આ વસ્ત્ર તો દેવતાઈ છે. એની જોડ ક્યાંય મળવી મુશ્કેલ ! ક્યાંથી લાવ્યા ?' સોમશર્માએ બધી વાત વિગતથી કહી. તૃણનાર બોલ્યો : ‘હવે જો તમારે ને મારે ન્યાલ થવું હોય તો તમારે તમારો કસબ અજમાવવો, મારે મારો કસબ અજમાવવો. તો પછી ઓછી કે અદકી નહિ, પણ પૂરી એક લાખ સોનામહોર મળે ! અર્ધ અર્ધ સ્વાહા !” તૂણનાર સોમદેવને જાણે દરિદ્રતાનાશક મંત્ર આપતો હોય તેમ બોલ્યો. “તારો કસબ તો સમજ્યો, પણ મારો કસબ કેવો ?” સોમશર્માએ પ્રશ્ન કર્યો. એ તૂણનારનું કહેવું પૂરું સમજ્યો નહોતો. “તમારો કસબ ભિક્ષાનો. જલદી ઊપડો, ને આ વસ્ત્રનું બીજું અડધિયું લઈ આવો. પછી અજમાવું મારો કસબ. ને પછી... ઓં... ભટાણી ખાય ખાજાં ને પહેરે હીર-ચીર ! બ્રહ્મદેવ, બાંધો કેડ !” તૂણનારે અભિનય બજાવતાં કહ્યું. ભીખનું નામ આવતાં ઉત્સાહી થઈ જતા સોમશર્માનું મોં, આ સાંભળી પડી ગયું. એણે કહ્યું : “અરે ! હવે એમની પાસે બાકી શું રહ્યું છે. હું દરિદ્ર છું, તો એ તો હવે દરિદ્રનાય દરિદ્ર છે. ફક્ત અડધું વસ્ત્ર દેહ પર લટકે છે, એ માગવા જતાં મારો-માગણનો પણ જીવ ચાલતો નથી.” “અરે ભટજી ! તમે કાં સમજો નહિ ? જેણે હાથી આપ્યો, એને અંકુશ આપતાં સંકોચ ન થાય. જેણે આટલું બધું આપી દીધું અને હવે આટલું આપતાં ૬૦ % ભગવાન મહાવીર Page #78 -------------------------------------------------------------------------- ________________ વાર શી ? ને તમે આખી જિંદગી માગ્યું, તો હવે આટલું માગતાં શરમ શી ? ઝટ જાઓ ! કામ ફતેહ કરીને આવો. પછી આ તોલડી ને તૂંબડી દેખવાની નહીં રહે !' સોમશર્માએ ફરી કમર કસી. સારું પળ-ચોઘિડયું જોઈને મહાવીરની શોધમાં એ નીકળી પડ્યો, પણ દિવસો નીકળી ગયા, પણ મહાવીરની ભાળ ન મળી. પંખીની જેમ મહાવીર ફરી રહ્યા હતા. વાયુની જેમ એમનો માર્ગ નિશ્ચિત નહોતો. આમ મહિનાઓ વીતી ગયા. આખરે સોમદેવને ખબર મળી કે મહાવીર નજીકમાં જ છે, દક્ષિણ વાચાલા નગરીથી ઉત્તર વાચાલા નગરી તરફ જઈ રહ્યા છે. સોમશર્માએ પગ ઉપાડ્યા. જોતજોતાંમાં એ ત્યાં જઈ પહોંચ્યો. સુવર્ણવાલુકા નદી ત્યાં મધુર ગાન કરતી વહેતી હતી. પાસે વહેતી એની નાની બહેનડી જેવી રૂપ્પવાલુકાને એ ભેટવા જતી હતી. તટ પર ગાયો ચારતા ગોવાળોની મધુર બંસીના સૂરો ગુંજી રહ્યા હતા. પાસે સ્મશાનમાં હમણાં જ બુઝાયેલી ચિતા પર નદીના તરંગો છંટાતા હતા. હાડકાંના લોલુપ કૂતરાઓ આમતેમ ઘૂમતા હતા. મહાવીર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એમના ખભા પર પેલું અડધું દેવદૃષ્ય પડેલું હતું. સોમશર્માના અંતરમાં એ જોઈને આનંદ આનંદ થઈ રહ્યો. રે જીવ ! મનમાં ચિંતા હતી, કે દરિદ્રનારાયણ પાસે વળી મારા જેવો કોઈ દરદ્ર પહોંચી ગયો ન હોય ! પણ, હાશ ! બધું સલામત છે. એ આગળ વધ્યો. વળી વિમાસણ થઈ આવી કે વસ્ત્ર માગવું કઈ રીતે ? મોટી પોક મૂકવી કે ધૂળમાં એકદમ આળોટી પડવું ? આમ એ પોતાનો કસબ કેવી રીતે અજમાવવો એનો વિચાર કરતો હતો, ત્યાં પવનનો એક ઝપાટો આવ્યો. એણે મહાવીરના ખભે રહેલા વસ્ત્રને ઉડાડ્યું. વસ્ત્ર ઊડ્યું. ઊડીને એ એક કાંટાળા ઝાડ સાથે ભરાઈ ગયું. આગળ વધતા મહાવીરે એક નજર પાછળ નાખી. એક નજરમાં જ એમણે સોમશર્માને કાંટાળા ઝાડ પરથી વસ્ત્ર લેતો નીરખ્યો. નીરખીને મોં ફે૨વી લીધું, ને એ તો આગળ વધી ગયા. દરિદ્રને દરિદ્રનારાયણ - ૬૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ એ નજરમાં પશુને માનવ બનાવે તેવું જાદુ હતું. સોમશર્મા ઘડીભર એ નજરના સ્પર્શથી ઢીલો પડી ગયો. એને પોતાનો લોભ અકારો લાગ્યો, પણ પાછો થોડી વારમાં એ લાલચને વશ બની ગયો, અને વસ્ત્ર લઈને પાછો ફર્યો. પોતાને ગામ પાછો ફરીને, એ સીધો તૂણનાર પાસે પહોંચ્યો. એણે જોયું કે એ વખતે તૃણનાર એક સામાન્ય સ્ત્રી સાથે વાતચીત કરી રહ્યો હતો. પેલી સ્ત્રી કહેતી હતી : ‘દ્રવ્યની ભારે અછત છે, પણ મારા જીવનપ્રેમીની ભેટને વેચવા દિલ ચાહતું નથી ! પેટ ભરાશે તો ઠીક, નહિ તો ફોડી નાખીશ એ પાપી પેટને !” સોમશર્મા આ વાત સાંભળી રહ્યો. એણે વિચાર્યું કે શું એક સામાન્ય સ્ત્રી કરતાં પણ મારું બ્રાહ્મણનું શીલ હલકું ? શું હું બ્રાહ્મણ મટી ભિખારી બની ગયો ? સાચી ભિક્ષા તો લેનાર અને આપનાર બંનેને તારે. મારી ભિક્ષા શું મને દિનહીન બનાવી ગઈ ! બે પળ એ થોભ્યો. પછી એણે વસ્ત્ર બગલમાં દાળ્યું, ને પછી ઝડપથી પાછો વળ્યો. તૃણનારે એને ઘણો બોલાવ્યો, પણ એણે પાછા વળીને ન જોયું ઘેર આવી દેવને ચરણે એ ભેટ ધરી દીધું, ને બોલ્યો : ભલે મને સંસાર મૂર્ખ કહે, પણ દરિદ્રનારાયણ પ્રભુએ દષ્ટિમાત્રથી આપેલું જ્ઞાન હું ભૂલી શકતો નથી. ભલે હું ગરીબ રહ્યો, પણ મારી ગરીબાઈ આગળ શ્રીમંતનો વૈભવ ઝાંખો પડશે. હું તો સરસ્વતીપુત્ર ! લક્ષ્મીદાસ નહિ ! બ્રહ્મત્વ છાંડી, સોનાનો મેરુ મેળવીશ તોય હું સુખી નહિ થાઉં !” બ્રાહ્મણ એ દિવસે આદર્શ બ્રાહ્મણ બની ગયો. ૬૨ % ભગવાન મહાવીર Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હું એકલવીર ! સંન્યસ્ત સ્વીકાર્યાના પહેલા દિવસની સંધ્યા ઢળી. નવલખ તારલાઓની ભાતીગળ ચૂંદડી ઓઢી નિશાદેવી પૃથ્વી પર આવી. કુમારગામની બહાર રાત્રે મહાવીર કાઉસગ્ગ કરી ઊભા રહ્યા. વગડો છે. એકાંત છે. તમરાં તંબૂર બજાવે છે. ઘુવડ ગીત ગાય છે. ચીબરી તાન પૂરે છે ! પણ મહાવીર તો બહારની દુનિયા વીસરી અંતરની દુનિયામાં ઊતરી ગયા છે. એ વખતે ઉતાવળો એક ગોવાળ આવે છે. ખેતર ખેડતા દિવસ આથમી ગયો, ને એને ઘેર ગાયો દોહવાની વેળા વીતી ગઈ. રે ! ઘેર ગાયોનાં આઉ ફાટફાટ થતાં હશે, ને ખીલે બાંધી એ તો ડણક દેતી હશે. ગોવાળની પાસે બે બળદ હતા. એમને સાથે વેંઢારવાની હવે જરૂર નહોતી. એણે વિચાર્યું કે ગાય દોહીને ચપટીમાં પાછો આવ્યો સમજો. ગોવાળે જોયું કે બાજુમાં કોઈ ભલો માણસ ઊભો છે. સુજન દેખાય છે. એ જરૂ૨ મારું કામ કરશે. બળદ એની પાસે મૂકી જાઉં. એમાં એને બળ પણ શું પડવાનું છે ? માત્ર ચરતા બળદ પર એક નજર જ રાખવાની છે ને ! એણે પોતાના બે બળદ મહાવીરની પાસે મૂકતાં કહ્યું : ‘ભાઈ ! સાચવજો ! અબઘડી આવું છું.’ ગોવાળ મોટી ડાંફો ભરતો ચાલ્યો ગયો. ભૂખ્યા બળદ પણ ભોજનની હું એકલવીર ! આ ૬૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ આશાએ હરિયાળા વન તરફ ચાલ્યા ગયા. મહાવીર તો અંતરની દુનિયામાં એવું આઘે ચાલ્યા ગયા હતા, કે બહાર શું બને છે, તેની જાણ જ કોને હતી ! બહારની જાણ રાખવાની જરૂર પણ શી હતી ? જેણે કાયા પણ વિસારી દીધી હોય, તેને વળી બીજી માયા કેવી ! રાત આગળ વધી. મધરાત થતાં થતાં ગોવાળ ગામમાંથી પાછો આવ્યો. આવતાંની સાથે એણે બળદ શોધ્યા. બળદ ત્યાં નહોતા. એણે મહાવીરને પ્રશ્ન કર્યો : દેવાર્ય ! મારા બળદ ક્યાં ગયા તે આપ જાણો છો ?” ધ્યાનમસ્ત મહાવીરની સ્થિતિ જવાબ આપવા જેવી ક્યાં હતી ! એમણે કંઈ જવાબ ન વાળ્યો. ગોવાળને લાગ્યું કે આ માણસ સાથે રકઝક નકામી છે. એમાં સમય વીતી જાય, ને બળદ ક્યાંના ક્યાં ચાલ્યા જાય. એણે બળદની શોધમાં જવું ઉત્તમ માન્યું. એ બળદની શોધમાં ચાલી નીકળ્યો. આખી રાત આ શેઢેથી પેલે શેઢે, આ સીમથી પેલી સીમ એ ઘૂમ્યો; પગે કાંટા વાગ્યા; એક વાર સાપની ભોણ પર પગ પડ્યો, પડતો આખડતો બે-ચાર વાર માંડ બચ્યો; હેરાન-હેરાન થઈ ગયો; પણ બળદનો પત્તો ન લાગ્યો તે ન લાગ્યો. - આકાશમાં પ્રભાતી તારા ઝબૂકવા લાગ્યા. નિષ્ફળ ગોવાળ ગામ તરફ પાછો ફર્યો ! જતાં જતાં મહાવીર ઊભા હતા, ત્યાં આવ્યો ! આશ્ચર્ય સાથે જોયું; તો બંને બળદો મહાવીર પાસે બેઠેલા. વાંકડી શિંગડીઓ ડોલાવતા, બેઠાં બેઠાં વાગોળે ! થાક્યાપાક્યા ગોવાળના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે તમામ ખીજ મહાવીર પર કાઢવા હાથમાં રહેલી રાશ ઉગામી, રાતના ઉજાગરાથી રાતી થયેલી આંખો વધુ લાલ કરીને કહ્યું : અલ્યા પાખંડી ! બળદ સંતાડવાની તારી આ તરકીબ હતી ! તેં જ મારા બળદ સંતાડ્યા હતા ! હું થાકી – નિરાશ થઈને ઘેર જાત, એટલે તું બળદ લઈને રસ્તે પડી જાત ! જાણી તારી ખોરા ટોપરા જેવી દાનત !' ઉ૪ ભગવાન મહાવીર Page #82 -------------------------------------------------------------------------- ________________ ખેડૂતે મહાવીરને મારવા માટે રાશ ઉગામી એ વખતે પાછળથી કોઈએ રાશ ઝાલી લીધી. ખેડૂતે પાછળ જોયું તો તેજથી ઝળાંહળાં થતો કોઈ દેવાંશી હું એકલવીર ! આ ઉપ Page #83 -------------------------------------------------------------------------- ________________ પુરુષ ત્યાં ઊભો હતો. એણે કહ્યું, ‘હું દેવરાજ ઇંદ્ર છું. તું આ પુરુષને પિછાણતો લાગતો નથી.' ગોવાળે ડોકું ધુણાવી ના કહી. ‘મૂર્ખ ! એ રાય સિદ્ધાર્થના પુત્ર રાજસંન્યાસી વર્ધમાન છે !’ ગોવાળ પોતાની ભૂલ સમજ્યો. એણે પગમાં પડતાં કહ્યું : ‘આપ ભગવંતને મેં ન ઓળખ્યા ! જેણે આખું રાજપાટ તજી દીધું, એને મેં મૂરખે બળદચોર માન્યા ! ધિક્કાર છે મને !' ગોવાળ શરમાતો, લળી લળીને પગે લાગતો બળદ લઈને ચાલ્યો ગયો. દેવરાજ બોલ્યા : ‘ભગવન્ ! આપના માર્ગમાં આવા તો અનેક મૂરખા આવશે અને આપને હેરાન કરશે !' મહાવીર બોલ્યા : ‘મને જેટલો ફૂલ ૫૨ પ્યાર છે, એટલો કાંટા પર પણ છે. પૃથ્વીનાં અર્ધા યુદ્ધ ને ઝઘડા ગેરસમજમાંથી જન્મ્યાં છે. કોઈ કોઈને સમજવા યત્ન કરતું નથી. ઢાલની બે બાજુ વિચારવાની બુદ્ધિ કોઈકની પાસે જ હોય છે.’ દેવરાજ ઇંદ્રે કહ્યુ : ‘ભગવંત, બાર વર્ષ સુધીનો આપનો અરણ્યવાસ અનેક વિપદાઓ લાવશે. મને આપની સહાય માટે આપની સમીપમાં રહેવાની અમુમતિ આપો. હું આપના નિર્વિઘ્ન પ્રવાસની ખેવના રાખીશ.’ ભગવાન હસીને બોલ્યા : ‘આત્માનો માર્ગ એકાકી જ છે. અંતરશત્રુનો નાશ કરવા નીકળનાર અરિહંતો કદી કોઈની સહાય સ્વીકારતા નથી. જીવનશુદ્ધિનો આ પ્રવાસ સહુએ એકલા જ ખેડવાનો હોય છે. દેવ, મનુષ્ય કે પશુઓ જે વિઘ્નો ઊભાં કરે તે હું જાતે-કોઈની સહાય વિના જ-સહન કરવા માગું છું.' ‘પ્રભુ ! ઠીક કહું છું. મારી સહાય સ્વીકારો !' ‘દેવરાજ ! આત્માના શતદલ પદ્મને ખીલવવું છે, ને તે પણ તપ, સંયમ ને ધ્યાનથી. દેવ, અસુર કે માનવ કોઈની પણ સહાય આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે નિરર્થક છે. ત્યાં તો માનવીએ એકલવીર રહેવાનું છે. દુઃખ ભલે આવે ૬૬ એ ભગવાન મહાવીર Page #84 -------------------------------------------------------------------------- ________________ આપણાં જ ઊભાં કરેલાં એ હોય છે. હું દુઃખથી ભાગવા માગતો નથી. દુઃખથી છૂટવા પણ માગતો નથી. હું દુ:ખ ભોગવવા માગું છું. આટલું નોંધી લો, કે કોઈ પણ લોકનાયકની મુક્તિ એના પોતાના ઉદ્યમ, બળ, વીર્ય ને પરાક્રમ પર જ નિર્ભર છે.’ પણ દેવરાજ ઇંદ્રનું મન કેમ માને ? ને મહાવીર પારકી સહાય પણ કેમ સ્વીકારે ? એમણે તો સંક્ષેપમાં સમજાવ્યું કે જે દુનિયાના દુઃખથી ભાગે, એ દુનિયાનાં દુઃખ શી રીતે વિદારી શકે ? સહુ સહુના ધર્મ અદા કરે ! પ્રાતઃકાળે મહાવીર પાછા પોતાને ગામ કોલ્લાગ આવ્યા. એ બે દિવસના ઉપવાસી હતા. બહુલ નામના બ્રાહ્મણે પ્રીતિથી કાંસાના તાંસળામાં ખીર આપી. મહાવીર એ આરોગી ત્યાંથી ચાલી નીકળ્યા. હું એકલવીર ! આ ૬૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પાંચ સંકલ્પો પંખીની જેમ પરિભ્રમણ કરતા મહાવીર મોરાક સન્નિવેશમાં આવ્યા. અહીં ઇજ્જત તાપસનો આશ્રમ આવેલો હતો. આશ્રમ ગોચરોને કાંઠે, એક સુંદર ઝરણાને તીરે વસેલો હતો. ધરા લીલી છે, ધાન્ય ઢળેલી છે. હરિયાળા ઘાસ પર આખો દિવસ હરણાં ગેલ કરે છે. ચારે તરફ વનરાજિ પ્રસરેલી છે. ફળ-ફૂલના ઢગલેઢગલા ઊતરે છે. આ તાપસ, મહાવીરના પિતાનો મિત્ર હતો. એણે દૂરથી મહાવીરને નીરખ્યા. અરે ! એક રાજકુમારની આ દશા ! દેહ પર વસ્ત્ર પણ નથી તો આભૂષણ ક્યાંથી હોય ? પગમાં ઉપાનહ નથી. માથે છત્ર નથી. બાંયે બાજુબંધ નથી. નિષ્ફર સૂર્ય માથા પર તપે છે. પાનખરના ઝંઝાવાતોએ દહને રજભર્યો બનાવ્યો છે. કુલપતિ તાપસ, મહાવીરને પ્રેમથી ભેટવા દોડ્યો. મહાવીર તો પ્રેમનો અવતાર હતા. બે હાથ પહોળા કરી તેને ભેટ્યા. તાપસે કહ્યું : “કુમાર ! રાત અહીં રહો !' મહાવીર રાત રહ્યા, પ્રભાતે ઊઠીને આગળ ચાલ્યા. વિદાય વેળાએ કુલપતિ તાપસે પ્રેમભરી બાનીમાં કહ્યું, રાજકુમાર ! આઠ મહિનાની વાત નથી કરતો. એમ તો આ તમારો આશ્રમ જ સમજો, પણ ચોમાસાના ચાર માસ માટે મારી વિનંતી છે. ચાર માસ ૬૮ ૮ ભગવાન મહાવીર Page #86 -------------------------------------------------------------------------- ________________ અહીં રહો, ને આ પવિત્ર એકાંતમાં તમારાં ધ્યાન, તપ અને સંયમને વિસ્તારો !' મહાવીરે એ પ્રેમ-નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો ને આગળ વધ્યા, દિવસો તપવા લાગ્યા. રાત્રિઓ ગરમ શ્વાસ છોડવા લાગી. મહાવીરના દેહ પર ઉત્તમ પ્રકારનાં અત્તર ને ચંદન મહેકતાં હતાં. એ અત્તર ને ચંદન એટલાં ઉત્તમ પ્રકારનાં હતાં, કે ભમરાંઓનાં ટોળાં ફૂલબાગ સમજી, એમના દેહ પર તૂટી પડતાં, અંગે અંગે તીણા દંશ દેતા. કાળી બળતરા ચાલતી, પણ મહાવીર કોનું નામ ! એ મુખ મલકાવતા વિચારતા કે આ ભ્રમરોના ડંખ તો સામાન્ય છે. મોહભ્રમરના ડંખ જેઓને લાગે છે, એની પાસે આ કંઈ બિસાતમાં નથી ! દિવસોથી સ્નાન નહોતું. વિલેપન નહોતું. દેહ પર ધૂળના રજકણ પથરાઈ ગયા હતા. છતાં તેજ છીપે નહીં ભભૂત લગાયો, એવું હતું. મધુર કાંતિ, નિર્મળ લાવણ્ય, સૌષ્ઠવભર્યો દેહ જોઈ, એકાંત નીરખીને કેટલીક સ્ત્રીઓ મહાવીર પાસે આવતી, એમને વનવિહાર માણવા નિમંત્રણ આપતી. એ ચાળા કરે, ચટકા કરે, પણ એ બધું પર્વતને તરણાના પ્રહાર જેવું નિષ્ફળ નીવડે છે ! પરિભ્રમણ કરતાં ચોમાસું બેસી ગયું. મહાવીરને મોરાક આશ્રમના કુલપતિનું નિમંત્રણ યાદ આવ્યું. વરસાદના ચાર મહિના ગાળવા મહાવીર એ આશ્રમમાં આવીને રહ્યા. આશ્રમના કુલપતિએ પ્રેમથી પર્ણકુટી બાંધી આપી. મહાવીર ત્યાં જ્ઞાન-ધ્યાનમાં રત બની ગયા. વરસાદ પડવો શરૂ થયો હતો, પણ હજી તૃણ ઊગ્યાં નહોતાં. ભૂખી ગાયો ચારા માટે ઠેર ઠેર ભટકતી હતી. પર્ણકુટીઓ જોઈ એ ત્યાં આવી પહોંચી. તાજા ઘાસના પૂળાની એ બનાવેલી હતી, પણ જેવી ગાયો ત્યાં આવી કે તાપસો લાકડીઓ લઈ બહાર નીકળી પડ્યા. ગાયોને હાંકી કાઢી. ભલે ગાયો પવિત્ર હતી, ઘાસ ખવરાવવાને યોગ્ય હતી; પણ એથી કંઈ પોતાની ઝૂંપડી ખવરાવી દેવાય ? ઘર બાળીને કોઈ તીરથ કરે ખરું ? આમ તાપસોને માથે તપ તપવા ઉપરાંત ગાયો હાંકવાનું કામ આવ્યું. એમાં અધૂરામાં પૂરું પારકી લોથ પણ માથે પડી. મહાવીર જે ઝૂંપડીમાં ધ્યાન પાંચ સંકલ્પો આ ૬૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ કરવા બેસતા, એ ઝૂંપડીની એ જરા પણ દરકાર ન રાખતા. ગાયો આવીને ઘાસ ખાવા લાગતી. એમની આંખ સામે ગાયો ઘાસ ખાતી, ને મહાવીર “હઈડ' એટલુંય ન બોલતા ! પરમાર્થી તાપસી આવે વખતે કંઈ પોતાનું સંભાળીને થોડા બેસી રહે ? તેઓ દોડીને ગાયોને હાંકી કાઢતા. આવું થોડા દિવસો ચાલ્યું, પણ પછી તો સંન્યાસીઓની ભાવના મોળી પડી. એક બે દિવસ હોય તો ઠીક, પણ આ માથાકૂટ હંમેશાની થઈ ! મહાવીર તો એવી રીતે રહે છે, કે એમણે અને ઝૂંપડીને જાણે કંઈ સંબંધ નથી ! તાપસો કંટાળ્યા, ને કુલપતિને ફરિયાદ કરી. કુલપતિને મહાવીર તરફ પક્ષપાત હતો. એણે મીઠાશથી મહાવીરને ઠપકો આપ્યો, સાથે સૂચના આપી. મહાવીર કંઈ ન બોલ્યા. બીજે દિવસે એ તપ કરવા બેઠા. ને ગાયો આવી. પણ અહીં તો બોલે એ બીજા. તાપસો દોડ્યા, ને ગાયોને હાંકી કાઢી. સાથે સાથે કુલપતિને વિશેષ ફરિયાદ કરી. કુલપતિએ ફરી સૂચના આપી, ફરી ઠપકો આપ્યો. પણ એ દેવા એના એ ! કુલપતિએ આ વખતે જરા ચિડાઈને કહ્યું, “કુમાર ! પંખી પણ પોતાનો માળો સાચવે, તો તમે તો માણસ છો. તમારી ઝૂંપડીની તમારે દરકાર રાખવી ઘટે.' કોની ઝૂંપડી ?' તમારી.” મારી ? મારે વળી ઝૂંપડી જ ક્યાં છે ?' ‘તમે ક્યાં રહો છો ?' હું અનગાર છું. મારે ઘર નથી. પછી રહેવાનું શું ?' “અરે, આવી વાતો છોડી દો. તમે જે ઝૂંપડીમાં રહો છો, એની રક્ષા કરવી તમારી ફરજ છે.” અરે ! જે ઝૂંપડીમાં આ અમૂલખ આત્મા રહે છે, એની જ આળપંપાળ છોડી છે, તો વળી આ ઝૂંપડીની સારસંભાળ ક્યાં કરું ? કેવી રીતે કરું ?” તાપસને મહાવીરના આ બોલમાં જનક વિદેહીના શબ્દોના પડઘા સંભળાયા. મિથિલા બળે એમાં મારું શું બળે ?” ૭૦ % ભગવાન મહાવીર - - - - - - - - - - - - - - = = == = = = = Page #88 -------------------------------------------------------------------------- ________________ કુલપતિ મૂંગો મૂંગો પાછો ફર્યો. પણ તાપસો હવે છૂટે મોંએ ટીકા કરવા લાગ્યા : “અરે આવા અકૃતજ્ઞ, ઉદાસી ને આળસુ પાડોશીથી સર્યું ” મહાવીરને એ અપ્રીતિની તરત ભાળ પડી ગઈ. વર્ષાઋતુનો એક પક્ષ પસાર થયો હતો. માથે કાળાં વાદળ ગડેડાટ કરતાં હતાં. મહાવીરે ત્યાં ને ત્યાં પાંચ સંકલ્પ કર્યા. ૧. અપ્રીતિ થાય તેવા સ્થળે ન રહેવું. ૨. ધ્યાનને અનુકૂળ જ જગ્યા શોધવી. ૩. પ્રાયઃ મૌન રહેવું. ૪. હાથમાં જ - કરપાત્રથી ખાવું. ૫. ગૃહસ્થની ખુશામત ન કરવી. આ પાંચ સંકલ્પ સાથે મહાવીર તરત ત્યાંથી નીકળી પડ્યા. અપ્રીતિનું સ્થાન છોડતાં એમને વાર ન લાગી. આ સંકલ્પોએ સારાં, અનુકૂળ નિવાસસ્થાનો તેમને માટે અશક્ય બનાવ્યાં. ઉજ્જડ અરણ્યો, ખંડેર મહાલયો, ભૂતિયાં મકાનો ને ખખડધજ ચૈત્યો જ તેમનાં નિવાસસ્થાન બન્યાં. પણ મહાવીર એ તો મહાવીર જ. ભય કે ક્ષોભનું ત્યાં શું કામ ? પાંચ સંકલ્પો ૭૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વેરનું ઓસડ વેર નહીં દિવસ ભેંકાર છે. ધરતી સૂની છે. વન વંટોળિયા લાવે છે. ખીજડાનાં પાન ખખડે છે. મહાવીરનો પ્રવાસ આગળ લંબાય છે ચુડેલના વાંસા જેવાં સ્મશાન બળે છે. ડાકણના દાંત જેવા તારા ચમકે છે. વંટોળ ભૂતના નિશ્વાસ જેવા લાગે છે. ખીજડાનાં પાનનો ખખડાટ પ્રેતનાં પગલાં જેવો લાગે છે. ગામડું ગામ છે, પણ સ્મશાનભૂમિ જેવું છે. અડધાં ઘર ખાલી છે, અડધાં ઉજ્જડ છે. અડધાં જીવતાં મરેલાં હાડપિંજરોનાં અસ્થિ ચારે તરફ વેરાયેલાં છે. આ કારણે લોકો એને “અસ્થિક ગામ' કહે છે. અસ્થિક ગામનું એ પાદર છે. કાદવ-કીચડથી મેલી થયેલી કાળી કાળી નદી વહે છે. એને કાંઠે યક્ષનું મંદિર છે. મહાવીર પ્રવાસ કરતા ત્યાં આવ્યા. સંધ્યાની રૂઝકંઝો વળી છે. મંદિરની બહાર પૂજારી ઇંદ્રશર્મા બેઠો છે. તેજસ્વી માનવમૂર્તિ જોઈ એ ઊભો થઈને પૂછે છે : કેમ અત્રે પધારવું થયું ' “મારે અહીં રહેવું છે.' “આ મંદિરમાં રહેવું મુશ્કેલ છે.' “કાં ?” ૭૨ % ભગવાન મહાવીર Page #90 -------------------------------------------------------------------------- ________________ ‘આ મંદિરનો દેવ ભારે ખોપી છે. એનું નામ શૂલપાણિ ! એ માણસને દીઠો મૂકતો નથી !' ‘પણ મારે તો ફક્ત એક રાત જ રહેવું છે. એક ખૂણો જ ઘણો થશે મને,’ મહાવીરે કહ્યું. ‘રાતની તો વળી વિશેષ મુશ્કેલી છે. દિવસે તો એ કંઈ પણ ન કરે, પણ રાત તો અહીં કોઈ પણ રહી શકતું નથી. અને રાત રહેલું બીજો દિવસ કદી જોઈ શકતું નથી.' ‘કોણ છે એ શૂલપાણિ !' ‘વાત તો સાવ નાની છે. ધનદેવ નામનો એક વ્યવહારિયો પોતાનાં કરિયાણાંનાં પાંચસો ગાડાં લઈને એક વખત અહીંથી નીકળેલો. આ કાદવકીચડવાળી વેગવતી નદીમાં એનાં ગાડાં ફસાઈ ગયાં. કેમે ન નીકળે !’ ‘ધનદેવ સાથે એક બળવાન વૃષભ. એની બીજી જોડ ન જડે, ધનદેવે એ બળદને આગળ જોડ્યો. પાછળ બીજા બધા ને આગળ એ એકલો. એણે પાંચસોએ પાંચસો ગાડાં કાદવમાંથી હેમખેમ પાર ઉતાર્યાં, પણ એ પોતે તૂટી ગયો, લોહી ઓકતો જમીન પર ફસકાઈ પડ્યો ! ન ઊભું થવાય, ન હલાય ચલાય !' ‘ધનદેવને એ બળદ પર ઘણો પ્યાર હતો, એના ધંધાનું એ સાચું સાધન હતો, પણ એને માટે રોકાવું મુશ્કેલ હતું. એ ગામલોકો પાસે આવ્યો, સહુને આજીજી કરીને કહ્યું કે માગો તેટલું ધન આપું, પણ આ બળદને જાળવજો. આજ મારી બીજી બાંહ્ય તૂટી ગઈ છે ! પણ લાચાર છું. ગાડામાં કરિયાણાં ભર્યાં છે, ને આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યાં છે !' ‘ગામલોકોએ એ બળદને સાચવવાની હા ભણી. ધનદેવે મોંમાગ્યું ધન આપ્યું. પછી ધનદેવ એ બળદ પાસે ગયો. એને પંપાળ્યો. આખા શરીરે હાથ ફેરવ્યો. અબોલ જીવ પણ પ્રેમને પરખે છે. બળદે પોતાનાં શિંગડાં ધનદેવના શરીર સાથે ઘસી પોતાની લાગણી વ્યક્ત કરી. ‘આખરે ધનદેવ આંખમાં આંસુ સાથે વિદાય થયો; ફરીફરી ગામલોકોને બળદની ભાળ રાખવાનું કહેતો ગયો, પણ ગામલોક ગરજુ નીકળ્યું. ધન લીધું, વેરનું ઓસડ વેર નહીં * ૭૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ પણ બળદની સા૨વા૨માં કોઈએ મન ન દીધું. આજ ચારો નીર્યો તો કાલ નહીં ! પાણી આજે પીવડાવ્યું, તો બે દહાડા વળી કંઈ નહીં. છાયોઓછાયો થોડા દિવસ કર્યો, પછી રામ તારી માયા ! ‘ઉનાળો આવ્યો, ભરઉનાળો ! વનમાં મૃગલાં ફાટી પડે એવો ભરઉનાળો. બળદ પડ્યો છે. હવે કોઈ માથે છાયોઓછાયો કરતું નથી. પાણી ને ખડ તો કોણ નીરે ! આ તો સબ મતલબકી બાજી, એવું થયું ! ‘બળદ પાણી ને ખડ વિના બોકાસાં નાખતો મર્યો; મરીને વ્યંતર થયો. એણે ગામની ખબર લેવા માંડી. કોઈકની હાલતાં-ચાલતાં બોબડી બંધ થઈ જાય. કોઈકની તો ડાકલી ફાટી રહે ! સ્ત્રીઓ ને બાળકો માથે તો રામકહાણી વીતી. ગામમાં મરેલા માણસોને ઉપાડનારા પણ ઓછા થયા. ચારે તરફ હાડપિંજરો નજરે પડે. બધા તોબા પોકારી ઊઠ્યા. ‘આખરે એને રીઝવવા ગામલોકોએ ભેગા થઈ આ મંદિર બાંધ્યું. ઠીક ઠીક ખર્ચો કરી એ દેવને અહીં બેસાડ્યો. પૂજા, આરતી, ભોગ, નૈવેદ્ય ધરવા માંડ્યાં. મને અહીંનો પૂજારી નીમ્યો. આમ જીવતા જેને જાણ્યો નહિ, એનાં મૂએ માનપાન શરૂ થયાં. છતાં આ યક્ષનો મિજાજ ભારે ખરાબ છે. વાત વાતમાં એને કૂટું પડે છે. દિવસની વાત તો ઠીક, પણ રાત, અહીં કોઈ રહી શકતું નથી.' પૂજારી ઇંદ્રશર્માએ વાત પૂરી કરી. મહાવીર બોલ્યા : ‘આ બધા તો ભાવનાનાં ભૂત છે. મને તમે ગામલોકો એક રાતવાસા માટે અહીં રહેવાની અનુમતિ આપો !' ‘આટલો ભય છે, છતાં ?' ‘હું અભય છું. કોઈથી બીતો નથી, કોઈને બિવરાવતો પણ નથી. તમે તો નિશ્ચિંત થઈને અનુમતિ આપો !' ‘અનુમતિ આપવામાં અમારું શું જાય છે ? પણ હે રાજસંન્યાસી ! તમારું રૂપ, તમારું તેજ, આવી ભરી ભરી તરુણ વય જોઈને મને દયા આવે છે !’ પણ મહાવીર હઠીલા નીકળ્યા. ગામલોકોને અનુમતિ આપવામાં કંઈ જતું નહોતું. જશે તો જોગી એના જીવનો જશે. ગામલોકોએ અનુમતિ આપી. મહાવીર રાતવાસો રહ્યા. ૭૪ ભગવાન મહાવીર Page #92 -------------------------------------------------------------------------- ________________ અંધારું થતાં થતાંમાં તો મંદિરના પૂજારી પણ બારણાં બંધ કરી ચાલ્યો ગયો. સીમ-પાદરમાં આઘે આઘે કોઈ ન રહ્યું ! માણસ તો શું, જાનવરને પણ તે જગ્યાએ ભય હતો. ભયનું સામ્રાજ્ય વ્યાપી ગયું. અભયમૂર્તિ મહાવીર ખૂણામાં પલાંઠી વાળી બેસી ગયા. ને હાકલા-પડકારા સાથે રાત ઊગી. થોડી વારમાં રૂંવા ખડાં કરે તેવી ડાકલી વાગવા લાગી. ચિત્કાર, પોકાર ને પ્રાણપોકોથી ઘોર રાત વધુ ઘોર બની. હૈયું ફાટી જાય તેવું વાતાવરણ જામ્યું. એકાએક કાળજુ કંપાવે તેવું અટ્ટહાસ્ય સંભળાયું. મંદિરના પથરા પણ એથી ખળભળી ઊઠ્યા, પણ મહાવીરના એક રૂંવાડામાંય કંપ ન થયો. - ત્યાં તો કોઈ જંગલી હાથી બારણું તોડીને અંદર પેઠો - સીધો મહાવીર પર. એમને સુંઢમાં પકડ્યા, ઉપાડ્યા, ઉલાળ્યા, પછાડ્યા, પગ નીચે ચગદી નાખ્યા ! ભલે ચગદી લે ! દેહને મૃત્યુ છે. મહાવીર તો અમર છે. હાથી થોડી વારમાં અદૃશ્ય થયો. ત્યાં મોટા મોટા નખ ને દાંતવાળો પિશાચ આવ્યો! એણે તો નખથી મહાવીરનું માંસ તોડવા માંડ્યું; દાંતથી ચાવવા માંડ્યું ! મનુષ્ય-માંસની જાણે મિજબાની માંડી ! મહાવીરના મુખ પર એ જ શાંતિ છે. જાણે એ શાંતિ બોલી રહી છે : રે ! તારી ભિક્ષુકની સુધા સંતોષાશે, એય મહાવીરના દેહની સાર્થકતા છે. નિરાંતે જમજે ભાઈ ! ઊણો-અધૂરો ન રહેતો ! પિશાચ પણ અલોપ થઈ ગયો, વાહ રે માયાનગરી ! એકાએક નીચેની ભૂમિમાંથી, પાતાળ ફોડીને આવતા શેષનાગના અવતાર જેવો, વિષધર સાપ નીકળી આવ્યો. ભયંકર ફુત્કાર સાથે એ ધસ્યો. ધસીને મહાવીરના દેહ પર ડંખ પર ડંખ મારવા લાગ્યો. મહાવીર તો જેમ બેઠા છે એમ જ બેઠા છે. જળમાં કમળની જેમ. જેને વાસનાના ડંખ ન લાગ્યા, એને વિષધરના ડંખ શું કરી શકવાના હતા ? નિરાંતે તું તારું કાર્ય બજાવ, ભાઈ ! મને ભય નથી. મને વેર નથી. જગતમાં વેરનો બદલો મારે લેવાનો નથી. પ્રેમ ને કરુણા મારા સાથી છે ! વેરનું ઓસડ વેર નહીં છ ૭૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ {' \\\\\ એકાએક સર્પ અદૃશ્ય થયો, પણ ત્યાં તો જાણે કોઈ જડબાં જોરથી પકડીને સાણસાથી દાંત ખેંચતું હોય, તેવો અનુભવ થયો. થોડીવારમાં કોઈ ૭૬ % ભગવાન મહાવીર Page #94 -------------------------------------------------------------------------- ________________ નાક દબાવવા લાગ્યું. તો કોઈ છરીથી નખ ખોતરતું લાગ્યું. આમ શરીરનાં સાતે મર્મસ્થાનોમાં* ભયંકર પીડા થવા લાગી. નખ, આંખ, દાંતવાળો તો દેહ છે; મહાવીર એથી ભિન્ન છે. દેહને પીડા છે. મહાવીર તો અનંત સુખમય છે ! આખી રાત આવાં ભયંકર વીતકો સાથે વીતી, પણ મહાવીર મહાવીર નીકળ્યા. આખરે પેલો વ્યંતર આવીને એમના ચરણમાં પડ્યો : મને ક્ષમા આપો !' ક્ષમા વેરીને હોય, તું તો મારી કસોટી કરનારો મિત્ર છે.” હું મિત્ર ? અને તે તમારો ? “હા. મારો શું, જગ આખાનો મિત્ર થઈ શકે છે. માત્ર માર્ગ ભૂલ્યો છે. તેં તારા વેરનું ઓસડ વેરમાં જોયું છે. એમ ન કર. પ્રેમમાં જો. ક્ષમામાં જો. હિંસાનો પ્રતિકાર અહિંસામાં જો. તને ચિર શાંતિ લાધશે.” ક્ષમા, પ્રેમ, કરુણા, ચિર શાંતિ ! ઊની ધરતી પર મેઘ વરસે, એમ એ શબ્દો વરસ્યા. ઉગ્ર વ્યંતર થોડી વારમાં નમ્ર બની ગયો. નમ્ર બનતાંની સાથે એના ખોપી આત્માને શાંતિની કળ વળતી લાગી. આજ એનું ભડભડતું હૈયું શાંત થયું. એમાં પ્રેમ ને કરુણાનાં શીતળ જળ ઊભરાયાં હતાં. બંતર થોડી વારમાં આનંદમાં આવી ગયો. એ ગીત ગુંજવા લાગ્યો. ઘરનાં દ્વાર ભીડીને સૂતેલા લોકોએ ધડકતે હૈયે આ વ્યંતરનું ગાન સાંભળ્યું. સહુએ માન્યું કે પેલા હઠીલા યોગીને ખતમ કરી, ખાઈ કરીને, ભર્યા પેટનું વ્યંતર સંગીત કરે છે ! લોકોએ ભયથી પથારીમાં મોં દાબી દીધું ! મહાવીરની પણ, આખી રાતના પરિશ્રમ પછી, ને છેલ્લા પહોરની શીતળતાથી, આંખ મીંચાઈ ગઈ ! * સાત મર્મસ્થાન : શિર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પીઠ ને નખ. વેરનું ઓસડ વેર નહીં * ૭૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પહેલું ચાતુર્માસ પાછલી રાતના મીઠા પવનમાં મહાયોગી મહાવીરને એક મુહૂર્ત નિદ્રા લાધી, પણ એમાં એમને સ્વપ્ન આવ્યાં. પૂરાં દશ સ્વપ્ન ! એ કાળનાં આવાં નિષ્પાપ ને નિઃસ્વાર્થ માણસો માટે સ્વપ્ન પણ સિદ્ધિનાં સોપાન હતાં. પહેલા સ્વપ્નમાં તાલ પિશાચને જાણે આપમેળે હણ્યો. બીજા સ્વપ્નમાં શ્વેત રંગનો કોકિલ એમની સેવા કરતો દેખાયો. ત્રીજા સ્વપ્નમાં રંગબેરંગી કોકિલ સેવા કરતો જોયો. ચોથા સ્વપ્નમાં બે ફૂલમાળ નજરે પડી. પાંચમા સ્વપ્નમાં સેવા કરતો ગોવર્ગ જોયો. છઠ્ઠામાં ખીલેલાં કમળવાળું સરોવર નીરખ્યું. સાતમામાં અગાધ સાગરનું જાણે ઉલ્લંઘન કર્યું. આઠમામાં ઊગતા સૂર્યનાં કિરણો પ્રસરતાં જોયાં. નવમામાં પોતાનાં આંતરડાંથી વીંટળાયેલો માનુષોત્તર પર્વત જોયો. દસમામાં પોતે જાણે મેરુશિખર પર બેઠેલા દેખાયા. મહાવીર આ સ્વપ્ન નીરખીને જાગ્યા. એમના અંતરમાં રાતના બનાવને લીધે આનંદ આનંદ વ્યાપ્યો હતો. ગામમાં તો સવારથી હલચલ મચી ગઈ હતી. ઉત્પલ નામનો એક ૭૮ છે ભગવાન મહાવીર Page #96 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તવેત્તા રહેતો હતો. એ પ્રથમ પાર્શ્વ સંપ્રદાયના સાધુ હતો. પાછળથી સાધુવેશ છોડી ગૃહસ્થ બન્યો હતો. એ નિમિત્તશાસ્ત્રથી પોતાની આજીવિકા ચલાવતો હતો. આ ઉત્પલને પૂજારી ઇંદ્રશર્માએ રાતવાસો રહેલા મહાવીરની વાત કરી. ઉત્પલ વર્ધમાન મહાવીરનો પરિચિત હતો. એણે વાત સાંભળી ત્યારથી ચિંતાતુર હતો, પણ રાતે તો યક્ષના મંદિર પાસે ટૂકવાની એની પણ હિંમત નહોતી. સવાર થતાં જ ઇંદ્રશર્મા સાથે નિમિત્તવેત્તા ઉત્પલ ત્યાં આવ્યો. એને હતું કે ન જાણે નવપ્રવર્જિત મહાવીરનું શું થયું હશે ! ત્યાં તો એણે યક્ષ મંદિરના ઓટલે મહાવીરને બેઠેલા જોયા. એ જ નયનસુંદર કાંતિ છે. મુખ સૌમ્ય છે. આંખો કરુણાકિરણે પ્રકાશે છે. ઉજ્જવળ લલાટ પર ચંદ્રની શીતળતા છે. એ દોડીને મહાવીરને ભેટ્યો. બધી વાત પૂછી. વિગતથી વાત જાણીને એણે કહ્યું આપ દેવાર્થે આત્મબળથી યક્ષની ક્રૂરતાને હણી, એ ખરેખર આનંદજનક બીના છે. આત્મબળ એ જ જગતનું શ્રેષ્ઠ બળ છે.” મહાવીરે આ વખતે પોતાને આવેલાં દશ સ્વપ્ન કહી સંભળાવ્યાં. ઉત્પલ બોલ્યો : પહેલું સ્વપ્ન દર્શાવે છે, કે આપ મોહરૂપ પિશાચને હણશો. બીજું સ્વપ્ન બતાવે છે, કે આપને સર્વ ધ્યાનમાં શ્રેષ્ઠયોગીઓને મહામહેનતે પ્રાપ્ત થનારું-શુકલ ધ્યાન પ્રાપ્ત થશે. ‘ત્રીજું સ્વપ્ન દર્શાવે છે કે આપ વિવિધ અંગવાળું શાસ્ત્ર રચશો. પાંચમામાં ગોવર્ગ એટલે તમારો ઉપાસક વર્ગ તમારી સેવા કરશે. છઠું પધથી ભરેલું સરોવર બતાવે છે, કે સાગરસમાં ગંભીર આપની દેવો પણ સેવા કરશે. “સાતમું સ્વપ્ન આ સંસારસાગરને પાર કરવાનું સૂચન કરે છે. આઠમું સ્વપ્ન આપને ઉત્પન્ન થનાર મહાન જ્ઞાન વિશે છે. નવમું સ્વપ્ન ત્રિલોકમાં આપના યશને સૂચવે છે. પહેલું ચાતુર્માસ . ૭૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ ‘દશમું સ્વપ્ન સૂચવે છે કે આપ માણસ અને દેવ બંનેને કલ્યાણકારી ઉપદેશ આપશો.' આમ ઉત્પલે નવ સ્વપ્નના ફલાદેશ કહ્યા, ને છેવટે કહ્યું : ‘સ્વામી ! ચોથા સ્વપ્નનો ફલાદેશ મારા મનમાં બરાબર ઊતર્યો નથી ! માટે મેં કહ્યો નથી. ખોટો અર્થ કહેવો તેના કરતાં ન કહેવો હું શ્રેષ્ઠ સમજું છું.’ ઉત્પલની નિખાલસતાથી મહાવીર પ્રસન્ન થયા. તેઓ બોલ્યા : ‘ભાઈ ઉત્પલ ! દરેક વિદ્વાન અર્થની બાબતમાં તમારા જેવો વિવેક જાળવે, તો કેવું સારું ! ચોથા સ્વપ્નનો અર્થ હું કહું છું. એમાં બે ફૂલમાળા દેખાઈ હતી. એનો અર્થ એ કે હું બે પ્રકારનો ધર્મ રજૂ કરીશ. એક સાધુએ પાળવાનો ધર્મ; બીજો, ગૃહસ્થે પાળવાનો ધર્મ !’ ઉત્પલ આ સાંભળી મહાવી૨ના જ્ઞાન પર પ્રસન્ન થઈ ગયો. મહાવીરે એ ચાતુર્માસ એ જ યક્ષમંદિરમાં પૂરો કર્યો. ૮૦ ૭ ભગવાન મહાવીર Page #98 -------------------------------------------------------------------------- ________________ અચ્છાબાબા ને ખોટાબાબા મોરા૨ ગામ હલક્યું છે. સહુ કહે છે : ‘હાલો, હાલો, જોષીડા આવ્યા છે. અગમનિગમનો ભેદ ભાખે છે. થયેલું અને થવાનું સઘળું ભાખે છે. ગઈ કાલ, આજ, ને આવતી કાલ ત્રણે કાળને દીવા જેવું દેખે છે.' --- કોઈ કહે : ‘એ તંત્ર જાણે છે, મંત્ર જાણે છે, યંત્ર જાણે છે; રિદ્ધિની રાખડિયું ને સિદ્ધિની આખડિયું આપે છે.’ ૧૮ આપે વળી કોઈ કહે છે કે ‘નિર્ધનિયાંને ધન આપે છે. વાંઝિયાને પુતર છે. મનની વાંછા પૂરી કરે છે. એના બોલે સૌ સારાં વાનાં થાય છે.’ જોષીનું નામ અચ્છેદક (અચ્છાબાબા). અચ્છાબાબા કાશી-બનારસનો ભણેલો છે, વિદ્યાનો જાણકાર છે, પણ વિદ્યા કુપાત્રને પડેલી છે. સિંહણના દૂધ જેવી વિદ્યા તુચ્છ માટીના પાત્રમાં ભરેલી છે. પછી એ ક્યાંથી ઝરે ? શાસ્ત્ર તો સાચું, પણ એનો ભાખનાર જૂઠો. વિદ્યાનો વેપાર કરે ! ભારે ધુતારો ! દુનિયા તો લોભી છે. હરામનું મળે તો હલાલનું ન ખાય ! આમ દુનિયામાં લોભિયા હોય ત્યાં સુધી ધુતારા રહેવાના જ- ગંદકી હોય ત્યાં માખી રહે તેમ ! આ અચ્છાબાબા એવો ધુતારો જોષી હતો. દિવસે જોષ જુએ, રાતે લુચ્ચાઈ-લબાડી કરે, ભરવાડના નેસમાં પેસી નાનાં બકરાં-ગાડરાં ચોરી લાવે; રાંધીને ખાય. અચ્છાબાબા ને ખોયબાબા એ ૮૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ અરધી રાતે કલાલનું ઘર ઊઘડાવે, દારૂ કઢાવે, દારૂ પીની ઉંદરની જેમ ડોલતો ડોલતો ફરે; ન કરવાના ધંધા કરે ! ને દિવસે પાછી ગત ગંગા ને શાણી સીતા ! મહાવીર આ ગામમાં આવ્યા. એમના અંતરમાં તો જ્ઞાનના, વૈરાગ્યના, ત્યાગના દીવડા ઝાકઝમાળ બળે. એમણે અચ્છાબાબા (અછંદક)ને જોયો, એનું ડીંડવાણું જોયું. એમણે અચ્છાબાબાને આ પાપના પાટલા ઉપાડી લેવા કહ્યું, પણ એ તે કંઈ માને ! ઊલટું એણે મહાવીરને કહ્યું : “અલ્યા ભાઈ ! અર્ધ-અર્ધ - અડધોઅડધ ભાગ. મેં બધું જમાવ્યું છે. તુંય પીરસેલા ભાણાના જમણમાં જોડાઈ જા !” મહાવીર કહે : “ના ! એ તો પાપનું કામ ! પાખંડનું કામ !! પછી એમણે ત્યાં આવતા લોકોને ચેતવ્યા, પણ પેલા અચ્છાબાબાની માયાજાળ એવી હતી કે લોકો ન સમજ્યા. એ તો લોભિયા-ધુતારાની જોડ હતી ને ! મહાવીરે વિચાર કર્યો કે ભેંસ આગળ ભાગવત ગાવું ઠીક નથી. મૂરખાઓને એમની રીતે સમજાવવા જોઈએ ! એમણે લોકોને હાક પાડીને કહ્યું : “અરે ભોળા લોકો ! અચ્છાબાબા તો મારો ચેલો થવા લાયક છે. હું પાતાળમાં પડેલું ધન જોઈ શકું છું; આકાશમાં રહેલાં દેવીદેવ જોઈ શકું છું; સાત સાગર ને નવ દ્વીપની નગરચર્યા અહીં બેઠો કરી શકું છું. આવો આવો ! ને તમારા કિસ્મતના ભેદ જાણી જાઓ !' એક ખેડૂત આવ્યો. એણે કહ્યું : “મોટા મહાત્મા હો તો કહો કે કાલે મેં શું ખાધું'તું !” કાંગનો ભાત !” વાત સાવ સાચી. ખેડૂત ચૂપ થઈ ગયો. બીજા કણબીએ પૂછયું : “મોટા જોષી હો તો કહો, કે મેં સપનામાં શું જોયું હતું ?' મહાવીર કહે : “જુએ શું ? તું તો સપનામાં ખૂબ રોયો હતો.” ખરી વાત. કણબીનું મોં ફાટ્યું રહ્યું. બસ ! ગામમાં વા વેગે વાત ફેલાઈ ૮૨ % ભગવાન મહાવીર Page #100 -------------------------------------------------------------------------- ________________ ગઈ. સહુ કહે, મનના ભેદ જાણનાર મુનિ આવ્યા છે. અહીં તો ગળપણની ગંધે કીડીઓ આવે, એમ લોકો આવવા લાગ્યા. લોકોની ઠઠ જામી ગઈ. ભેટસોગાદના ઢગલા થવા લાગ્યા ! પેલો પાખંડી અચ્છાબાબા ચિડાયો. એણે મહાવીરને હલકા પાડવા તરકીબ રચી. હાથમાં દાભની સળી લઈને એ મહાવીર જ્યાં બેઠા હતા, ત્યાં આવ્યો અને જોરથી બૂમ પાડીને કહ્યું : ‘ઓ ઢોંગી ! કહે કે આ સળી હું ભાંગી શકીશ કે નહિ ?' અચ્છાબાબાની તરકીબ એ હતી કે જો મહાવીર કહે કે ભાંગી શકીશ તો ભાંગવી જ નહિ. ના પાડે તો સળી ભાંગતાં કેટલી વાર ? મહાવીર કહે : ‘નહિ ભાંગે તારાથી.' ‘એમ કે ?’ અચ્છાબાબા ખુશ થઈને બોલ્યો. એના મનમાં એમ કે ઘડીભ૨માં હું એને જૂઠો પાડું છું. એણે જોરથી કહ્યું : ‘ભાઈઓ ! આ મુનિજોષી કેવો જૂઠો છે એ તમને નજ૨ સામે બતાવું છું. એ કહે છે કે આ સળી નહિ ભાંગે ! હું તમારી નજર સામે ભાંગું છું અને એનું પાખંડ સાબિત કરું છું.' અચ્છાબાબાએ ઘાસની સળી ઊંચી કરી, ને જેવો તોડવા જાય છે, કે એના ઘસરકાથી એની આંગળી કપાઈ ગઈ ! લોહી જાય વહ્યું ! સળી સળીને ઠેકાણે રહી અને એ પાટો બાંધવામાં પડ્યો. લોકોએ મહાવીરનો જયજયકાર કર્યો. પેલા જોષી પર થૂંક્યા ને બોલ્યા : ‘અલ્યા ! તારું નામ છે અચ્છાબાબા, પણ ખરી રીતે તું ખોટાબાબા છે, ને મહાવી૨ અચ્છાબાબા છે ! બોલો મહાવીરની જે !' પણ મહાવીર આ જેજેકાથી ન ફુલાયા. એ તો સમજતા હતા કે આ દુનિયામાં એક તરફ ધુતારા છે અને બીજી તરફ લોભિયા છે. લોભિયાધુતારાની આ મંડળીના જેજેકારમાં શું શકરવા૨ હોય ! એ રાતે મહાવીર જાગતા બેઠા હતા. પેલો પાખંડી છાનોમાનો ત્યાં આવ્યો, એણે ગળગળે સાદે કહ્યું : ‘મહાવીર ! હું ખોટાબાબા, તું અચ્છાબાબા ! એક વાર નહીં, પણ સાડી સાત વાર હું કબૂલ કરું છું, પણ મારો પીછો છોડી અચ્છાબાબા ને ખોટાબાબા આ ૮૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ દો ! તમે જ્યાં જશો ત્યાં તમારા જ્ઞાન, વિજ્ઞાન ને સદગુણથી પૂજાશો. માટે કૃપા કરીને મારા પેટ પર પાટુ ન મારો !' તું પાખંડ છોડી દે. પાખંડ ન ચલાવ !' મહાવીરે કહ્યું. જોષી કહે : “તમે શાણા થઈને કાં ભૂલો ? મારા પાખંડ સામે તમે પણ પાખંડ જ ચલાવ્યું છે ને !' મહાવીર કહે. “વાત તારી સાચી. પાખંડને તોડવા પાખંડનો આશરો ન લેવો જોઈએ. હું તો ચાલ્યો જઈશ, પણ તું સુધરજે ! - પરોઢિયે તો મહાવીર ચાલ્યા ગયા. જોષ જોવરાવવા ઘણા લોકો આવ્યા, પણ મહાવીરને ક્યાંય ન જોયા. પેલો બાવો ઠાઠમાઠ કરીને ત્યાં બેઠો હતો. લોકો કહેવા લાગ્યા : “અચ્છાબાબા તો ચાલ્યા ગયા. આ ખોટાબાબાને શું કરે ? ચાલો, ઘેર પાછા !” લોકો પાછા ચાલ્યા ! પેલો ખોટાબાબા પણ ન જાણે ક્યાં ચાલ્યો ગયો ! કદાચ એ સાચો-અચ્છાબાબા થવા ગયો ન હોય ! ૮૪ % ભગવાન મહાવીર Page #102 -------------------------------------------------------------------------- ________________ મહાવીર દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ જવા નીકળ્યા. માર્ગમાં દેહ પરથી વસ્ત્ર સરી ગયું. પેલો સોમશર્મા બ્રાહ્મણ આવીને એ લઈ ગયો. ભૌતિક સંપત્તિમાં શેષ રહેલું વસ્ત્ર તો ગયું, પણ અહીંથી આગળ જતાં પ્રાણ પણ સરી જાય તેવો પ્રસંગ આવી ઊભો. ૧૯ ભય સામે અભય દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા જવાના બે માર્ગ ફંટાતા હતા. બંને માર્ગ આઘાપાછા થઈને વાચાલા તરફ જ જતા હતા. મહાવીર ત્યાં આવીને જેવા ઊભા રહ્યા, કે ત્યાં ઘેટાં-બકરાં ચારતા ગોવાળો તેમને વીંટળાઈ વળ્યા. ગોવાળો મહાવીરની તેજકાંતિભરી મુખમુદ્રા જોઈ, સમજી ગયા કે આ કોઈ રાજસંન્યાસી દીસે છે. રાજપાટ છોડીને લોકોના ભલા માટે નીકળ્યો લાગે છે. તેઓ ભાવથી કહેવા લાગ્યા : ‘દેવાર્ય ! આ બંને રસ્તા એક જ નગર તરફ જાય છે. આમાંનો એક રસ્તો કનકખલ આશ્રમને વીંધીને જાય છે; એ ટૂંકો રસ્તો છે. બીજો આશ્રમને પડખેથી જાય છે; એ લાંબો છે.' મહાવીરે ટૂંકી વાટ પર ડગ ભર્યાં, પણ એ સાથે ગોવાળો બોલી ઊઠ્યા : ‘હે રાજસંન્યાસી, અહીં પણ દુનિયા જેવો ઘાટ છે : લાંબું એ સ૨વાળે ટૂંકું છે; ટૂંકું એ પરિણામે લાંબું છે. તમે જે ટૂંકો માર્ગ પસંદ કરો છે, એ માણસને લાંબો કરી નાખનારો છે. એ રસ્તે જનારા ત્યાં લાંબા થઈને સૂતા તે સૂતા, કદી પાછા ભય સામે અભય ૮૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ આવ્યા નથી ! એ ટૂંકા માર્ગે કનકખલ નામનો આશ્રમ આવે છે. ત્યાં એક ભયંકર સર્પ રહે છે. ચંડકૌશિક એનું નામ છે. દૃષ્ટિવિષ સર્પ છે. સામાન્ય રીતે સાપની દાઢમાં કે ફુત્કારમાં ઝેર હોય છે, પણ આ સાપની તો નજરમાં પણ ઝેર છે. નજર પડતાંવેંત માણસ ભડથું થઈને પડે છે.’ ગોવાળોને વાત કરતાંય ડિલમાં કંપારી વ્યાપી ગઈ. તેમને ખાતરી હતી કે સાપની વાત સાંભળી સંન્યાસી તરત પાછાં ડગ ભરશે. સાધુ, સંન્યાસી કે સંસારી દુનિયામાં પ્રાણ કોને વહાલો નથી ? પણ આ વાત સાંભળતાં સંન્યાસીના ચહેરા પર ભયની એક રેખા ન તણાઈ; ઊલટો એ તો એ નિર્જન વાટે આગળ વધ્યો. - મહાવી૨ની મુખમુદ્રા એવી હતી, કે જોનારને આપોઆપ પ્રેમભાવ પ્રગટે. ગોવાળો દોડીને આડા ફરીને ઊભા રહ્યા, ને બોલ્યા : ‘હે તપસ્વી ! પહેલાં અમારી વાત સાંભળો, પછી આગળ ડગ ભરજો.' ‘એક કાળે આ રસ્તો ધોરી માર્ગ હતો. સોનાના રથવાળા રાજાઓ, મ્યાનામાં બેઠેલી રાજરાણીઓ, મૂછે વળ દેતા સૈનિકો ને સાર્થવાહો પોતાની પોઠો સાથે અહીંથી પસાર થતા. રાત-દિવસ આ રસ્તો જાગતો રહેતો. માર્ગે આશ્રમ આવતા. લોકો ત્યાં વિસામો લેતા, સાધુ-સંતોનો બે ઘડીનો સમાગમ કરતા. આવો એક અહીં સુપ્રસિદ્ધ આશ્રમ હતો. એ આશ્રમનો કુલપતિ બહુ સારો માણસ હતો. એ ગુજરી ગયો, ને તેની પાછળ કૌશિક નામનો તાપસ કુલપતિ થયો. કૌશિક હતો તો તપસ્વી, પણ ભારે ક્રોધી. આશ્રમના બાગમાં ગોપબાળ રમવા આવતાં. બાળકો તો વાંદરા જેવાં અટકચાળાં. ખાવા જેવું ખાય, ને ન ખાવા જેવું તોડે ફોડે પણ ખરાં. કૌશિકને એ ગમે નહિ. એ લાકડી લઈને પાછળ દોડે. ડરના માર્યાં બાળકો નાસી જાય. પણ બાળક કોનું નામ ? વળી લાગ જોઈને વાડીમાં પેસી જાય. તાપસને ચીડવવામાં તેમને મજા પડવા લાગી. જેટલું ખાય તેથી વધુ બગાડે ! તાપસ એ જુએ, ને મોંએથી ગાળો દેતો, લાકડી લઈને પાછળ ધાય. બાળકોને એમ કંઈ સમજાવાય ? એમને સમજાવવાની રીત જુદી ! એમને ૮૬ ૮ ભગવાન મહાવીર Page #104 -------------------------------------------------------------------------- ________________ સમજાવવાની ભાષા જુદી. એક વાર જો પ્રેમથી કહે : ‘રે પંખીડાં ! પ્રેમથી ચણજો !' બસ, બીજા દિવસથી કોઈ ત્યાં આવે નહીં; આવે તો નુકસાન કરે નહિ. બાળકો આશ્રમની શોભા બની જાય ! પણ કુલપતિ કૌશિકે તો ઊંધો ઉપાય સ્વીકાર્યો. બાળકોએ ચીડવવા માટે કૌશિકનું નવું નામ પણ પાડ્યું : ‘ચંડ-કૌશિક;’ ચંડ એટલે ગુસ્સેબાજ કૌશિક !' એક વાર આ કૌશિક ભિક્ષા માટે બહાર ગયો હશે, ને બાળકોની વાનરસેના ચઢાઈ લઈ આવી. કોઈ જામફળી પર ચઢ્યું ને એને લાંબી સોટ કરી નાખી. કોઈએ દાડમડી પરથી દાડમ તોડી લીધાં, ને દાડમડી ખોદી નાખી. ફૂલછોડોનો તો સોથ વાળી નાખ્યો. કૌશિકની સોના જેવી લંકા, આ નાનાં વાનરોએ વાતવાતમાં રોળી-ટોળી નાખી. એ વખતે બહાર ગયેલો કૌશિક આવ્યો. એણે એના બાગનું સત્યાનાશ વળી ગયેલું જોયું. એના રૂંવે રૂંવે ોધ વ્યાપ્યો. પાસે પડેલો કુહાડો ઉઠાવ્યો. પડ્યો બાળકોની પૂંઠે ! બાળકો તો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યાં, પણ બાળક કોનું નામ ! દોડતાં જાય ને તાપસને ચીડવવા માટે બોલતાં જાય : ‘હે રે ! આવ્યો રે ! હો રે ! ગુસ્સેબાજ કૌશિક આવ્યો !' રે ચંડકોશિયો આવ્યો !' છોકરાઓનો રાહુ, ખરો એ બાહુક. આવ્યો રે આવ્યો ! ચંડકોશિયો આવ્યો !' બાળકો આમ બોલતાં જાય ને ભાગ્યાં જાય. આગળ બાળકો ને પાછળ કૌશિક. કૌશિકના હાથમાં કુહાડો ચકચકે છે. હાથ પડ્યા તો બે-ચાર તો અહીં જ તળ રહેવાનાં ! બાળકો એને આંબવા દેતાં નથી. તાપસે આંધળી દોટ મૂકી. વચમાં ઊંડો ખાડો આવ્યો. તાપસથી એ જોવાયો નહિ. બિચારો ઊંધે કાંધ એમાં પડ્યો. ક્રોધને અંધ કહ્યો છે તે આનું નામ ! પોતાનો કુહાડો પોતાના માથામાં. એનાં સોયે વરસ પળમાં પૂરાં થયાં ! જે ખાડો ખોદે તે પડે તે આનું નામ ! ભય સામે અભય ૮૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ આ વાત પર વખત વીતી ગયો. એક દિવસ આશ્રમમાં મણઝર સાપ દેખાયો. એક તાપસને ડસ્યો. બીજે દિવસે આશ્રમની ગાયોને ડસ્યો. બધા એને પકડવા તૈયાર થયા, તો જે પકડવા આવ્યા અને જોતજોતામાં ત્યાં ને ત્યાં ભૂ પીતા કર્યા. એની નજરનું ઝેર એટલું કાતિલ ! એક રાજાના કુંવર નીકળ્યો. એનેય એ ડસ્યો. વણજારાની તો જેટલી પોઠો અહીંથી પસાર થાય, એમાંથી બેચાર માણસ તો અહીં સદાને માટે રહી જાય ! થોડા દિવસે આશ્રમ ઉજ્જડ થઈ ગયો. થોડે દિવસે વાટ સૂની પડી. લોકો કહેવા લાગ્યા, કે પેલો ગુસ્સેબાજ કૌશિક મરીને આ સાપ સરજાયો. આ આશ્રમ પર એને મમત્વ હતું, માટે અહીં જ જન્મ્યો. મમતા એવી વસ્તુ છે. ને ક્રોધી હતો માટે નાગ જ સરજાય ને ! નાગ જેવું ક્રોધી બીજું કયું પ્રાણી છે ? સહેજ વાતમાં પ્રાણ હરી લેનારું !” ગોવાળોએ પોતાની વાત પૂરી કરતાં સારાંશમાં કહ્યું : “માટે મહારાજ, આ ટૂંકો માર્ગ ભલે હોય, પણ સરવાળે લાંબો છે. આપ આ બીજે રસ્તે નિર્વિઘ્ન આગળ વધો.” ગોપલોકો વાત કરતા હતા, ત્યાં સુધી મહાવીર શાંતિથી સાંભળતા ઊભા હતા. વાત પૂરી થઈ, કે તેઓએ આગળ વધવા કદમ ઉઠાવ્યાં. કદમ તો ઉઠાવ્યાં, પણ પેલા કુત્સિત માર્ગ તરફ જ ! ગોપલોકો ફરી કાગારોળ કરી ઊઠ્યા : “અરે ભલા માણસ ! હાથે કરીને મરવા કાં જાઓ ! યમના દરવાજેથી કોણ પાછું ફર્યું છે ?” પણ મહાવીર તો આગળ જ વધ્યા. ક્ષણ પહેલાં ગોવાળોની બધી વાત સાંભળતા હતા, ને ક્ષણમાં જાણે સાવ બહેરા બની ગયા. ભોળા, પ્રેમાળ ગામડિયા કહેવા લાગ્યા : “અરે ભલા માણસ ! માબાપથી રિસાયો હો તો ચાલ, તારાં મનામણાં કરી દઈએ. કોઈ પ્રેમિકાની પાછળ યોગ ધર્યો હોય તો ચાલ, એનું મનડું મનાવીએ. અરે ! દરિદ્રતાથી પીડાતા હો તો એક એક ગાડરું ને એક એક ગા કાઢી આપીએ. માલ ચારજે ને મોજ કરજે ! પાવો વાજે ને પદમડી વહુ પરણજે ! પણ હાથે કરીને મોતના મોંમાં ન જા. તું જાય છે, ને અમારા દિલને કંઈ કંઈ થઈ જાય છે !” ૮ ૮ ભગવાન મહાવીર Page #106 -------------------------------------------------------------------------- ________________ પણ પેલા તો કહેતા રહ્યા, ને મહાવીર તો આગળ વધી ગયા. પાછળ જવાની તો કોઈની હિંમત ચાલતી નહોતી. થોડી વા૨માં તો મહાવીર પેલા આશ્રમે આવી પહોંચ્યા. એ તે કંઈ આશ્રમ હતો ! યજ્ઞની વેદી ૫૨ ઝાડ ઊગ્યાં હતાં. ગાયના ખીલા પર રાફડા જામ્યા હતા. ઠે૨ ઠે૨ ઝેરથી લીલાં કાચ બનીને ભડથાં થયેલાં મોર, મેના ને પોપટ પડ્યાં હતાં. ઝાડનાં સુકાયેલાં પાંદડાંથી આખો આશ્રમ છવાઈ ગયો હતો. કમંડળ ને રુદ્રાક્ષની માળાઓ હજી ધૂળ ખાતી થાંભલા પર લટકતી હતી. મહાવીર ત્યાં પહોંચ્યા, ત્યારે સાપ ચારો ચરવા ગયો હતો. પાસે યક્ષનું જીર્ણ મંદિર હતું. મહાવીર ત્યાં કાયોત્સર્ગ કરી ધ્યાનમાં ઊભા રહ્યા. થોડી વારે જંગલ જાગતું થતું જણાયું. પંખી બોલતાં બંધ થઈ ગયાં, હવા ગરમ લાગવા માંડી. દૂરથી પેલો સાપ પાણીના રેલાની જેમ ચાલતો આવતો દેખાયો ! એની ગતિથી આખી વાટ પણ ખખડતી લાગી. તમરાં પણ શાંત થઈ ગયાં. કીટપતંગ તો આપોઆપ મૂર્છાવશ બની ગયાં ! સાપને માણસની ગંધ આવતી હતી. અરે ! પોતાના નિષ્કંટક રાજમાં વળી માણસ જેવું ખરાબ પ્રાણી ક્યાંથી ? ખરાબની સમજ તો સહુ સહુના મનની આગવી વાત છે ને ! વાઘ માણસને ખરાબ સમજે છે; માણસ વાઘને; એવી આ વાત. ભયને ભયનો મેળાપ-એટલે મહાભય ! એવો મહાભયોનો મેળો એનું નામ સંસાર ! ચંડકૌશિક સાપે એવા મહાભયને અહીં હાજરાહજૂર જોયો, એણે આંખો ઘુમાવી. ઝેરની પિચકારી જેવી નજર ફેંકી. નકરું ઝેર ! દિશાઓ જાણે કંપી ઊઠી. બીજી નજ૨, ને જાણે હવા ગરમ ગરમ થઈ ગઈ ! ત્રીજી નજ૨નો ઘા, ને જાણે લીલાં ઝાડ પણ હમણાં ખાખ થઈ જશે ! આ પછી સાપ એક પળ નિશ્ચેષ્ટ ઊભો. પોતાના કાર્યની અસર જોવા એ થંભ્યો હતો, પણ એણે આશ્ચર્ય સાથે જોયું તો જળમાંના પોયણા જેવો પેલો પુરુષ, આટઆટલી વિષવર્ષા પછી પણ, એવો ને એવો અડગ ઊભો હતો : ન હાલ્યો-ચલ્યો હતો. ન કાળો પડ્યો હતો. ન એને ભય વ્યાપ્યો હતો. ભય સામે અભય ૮૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ નવી નવાઈની આ ઘટના પર એને એક ક્ષણ આશ્ચર્ય જાગ્યું, પણ ક્રોધ વિવેકને વીસરાવે છે. વિવેક વિસરાય તો જ ક્રોધ થાય ને ! સાપ આગળ વધ્યો. એ ગૂંચળું વળ્યો, શરીરને તીરની જેમ તાણ્યુંને પછી ભાથામાંથી બાણ છૂટે એમ છૂટ્યો - સીધો જઈને મહાવીર પાસે. પડતાની સાથે એણે મહાવીરના પગના અંગૂઠે જોરથી ડંખ દીધો. ડંખ તે કેવો ? અંદરથી લોહીનો ફુવારો છૂટ્યો. લોહી તે કેવું ? ધોળું દૂધ જેવું ! માના ધાવણ જેવું ! અને મહાવીરનું મુખ તો જુઓ. કેવું ભાવભર્યું છે એ ! વાત્સલ્યધેલી માતા જ જોઈ લો ! રે, માતાના અંતરના પ્રેમ-રસાયનમાં જ એ કરામત છે, કે પુત્ર માટે પોતાના લોહીને પળવારમાં દૂધમાં ફેરવી નાખી શકે છે ! માતાના હૈયાનો પ્રેમ એવો છે. એને વટી જાય તેવું માતૃત્વ મહાવીરના હૃદયમાં હતું. માતા તો પોતાના પુત્ર માટે જ પ્રેમ ધરાવતી હતી : મહાવીરરૂપી માતાનું વાત્સલ્ય તો જગતના જીવમાત્ર પર અનરાધાર વરસતું હતું ! ક્રોધનો ભંડાર ચંડકૌશિક આ જોઈ સ્તબ્ધ થઈ ગયો. આશ્ચર્યના આઘાતથી એ અંતરમાં ઘાયલ થઈ ગયો, ત્યાં તો મહાવીરના મુખમાંથી શબ્દો સર્યા... સુકાયેલી ધરતી પર જાણે વર્ષાનાં રિમઝિમ વાદળ વરસ્યાં : ચંડકૌશિક ! ભાઈ ! “સમજ ! સમજ!' સાચા પ્રેમની ભાષાને માનવ તો શું, પશુ તો શું, પથ્થર પણ સમજે છે. પથ્થરહૃદયનો સાપ પણ આ શબ્દરૂપી રસાયનથી પીગળી ગયો. કાળભૈરવસમો કાળોતરો લાંબો સોટ થઈને મહાવીરના ચરણ પાસે પડ્યો. ગુરુનું મૌન શિષ્ય માટે વ્યાખ્યાન બન્યું. પડ્યો પડ્યો સાપ જાણે દિવ્ય વાણી સાંભળી રહ્યો. અભય સામે ભય નિર્માલ્ય છે. “જે બીતો નથી, બિવરાવતો નથી, એ વીર છે ! દૂધથી ભરેલા ઘડામાં જેમ વિષનું એક જ ટીપું, ૯૦ % ભગવાન મહાવીર Page #108 -------------------------------------------------------------------------- ________________ ‘તેમ ક્રોધ જીવનની સર્વ સંપત્તિનો વિનાશ નાતરે છે. ‘તપસ્વીના જીવનમાં ક્રોધનો એક જ કાળો અંકુર, અને સર્વનાશ ! ભય સામે અભય ૨ ૯૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ રે ચંડકૌશિક ! લોકો તારા બે ભવ નિરર્થક ગયા માને છે; પણ હું તારા કેટલાય ભવ નિરર્થક થતા જોઉં છું. કૌશિક ! તારા પહેલાના ભવની જ વાત કરું. “ગોભદ્ર નામનો તપિયો છે. મહિના મહિનાના ઉપવાસ કરે છે. કાયા ગાળી નાખી છે. માયા કાઢી નાખી છે. શ્રમણધર્મનું એ વિધિવત્ પાલન કરે છે. એક વાર શિષ્ય સાથે એ ભિક્ષા લેવા નીકળ્યો. ચોમાસાના દિવસો છે. રસ્તાઓની બંને બાજુએ ખાડાઓ પાણીથી ભરેલા છે. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરતાં આમથી તેમ કૂદે છે, મારગ વચ્ચે પણ કૂદે છે. ગોભદ્ર તપસ્વી સાવધાનીથી-ઉપયોગથી ચાલે છે, પણ અચાનક એક દેડકી પગ નીચે આવી ગઈ, ત્યાં ને ત્યાં મરી ગઈ. શિષ્ય ગુરુનું ધ્યાન ખેંચ્યું, વાત ત્યાંથી પતી ગઈ લાગી, પણ સાંજે ગુરુશિષ્ય દિવસનાં કાર્યોની આલોચના કરવા બેઠા; ગુરુએ બધાં કર્મો સંભાર્યા, પણ દેડકીવાળું કર્મ ન સંભાર્યું. શિષ્ય તરત ગુરુને કહ્યું : “સવારવાળી દેડકી રહી ગઈ, બાપજી ! એ પાપની આલોચના બાકી રહી !' ગુરુને ક્રોધ ચડ્યો. એમણે તો એક હાથનો ચેલો અને બે હાથની જીભ એની જોઈ.” કહ્યું, “રે મૂર્ખ ! ગુરુનો આ અવિનય ? ને ગુરુ અવિવેકી શિષ્યને શિક્ષા કરવા ઊભા થયા. શિષ્યની ચોટલી ઝાલી એને શિક્ષા કરવા ધાયા. ચેલો પણ ચેત્યો. ગુરુના ક્રોધને એ જાણતો હતો. જવાળામુખી ફાટે ત્યારે તો ભાગવામાં જ સલામતી. ચેલો ઊઠીને ભાગ્યો. બહાર નીકળે તો ફજેતો થાય. અંદર મકાનમાં આડોઅવળો થવા લાગ્યો. વચ્ચે અનેક થાંભલા હતા. એ થાંભલા આડે ચેલો છટકબારી રમવા લાગ્યો. ગુરુનો ક્રોધ વધ્યો. એમણે શિષ્યને પકડવા પેંતરા લેવા માંડ્યા: જાણે ગુરુ-ચેલાએ ઝાલ-ઝલામણીની રમત રમવા માંડી ! એવામાં શિષ્ય પર ઝપટ કરતાં ગુરુનું થાંભલા સાથે જોરથી માથું અફળાયું. શ્રીફળની જેમ માથાનો ગોટો વધેરાઈ ગયો. ત્યાં ને ત્યાં ખોપરી ફાટી જવાથી ગુરુ મૃત્યુ પામ્યા. એ જ ગોભદ્ર શ્રમણનો બીજો અવતાર તે કૌશિક તાપસ. એનો ત્રીજો અવતાર તે તું સાપ ! તપથી વિશુદ્ધ તારા જીવનમાં ક્રોધરૂપી વિષબિંદુનો પ્રવેશ, ને કેટકેટલા ભવની બાજી તું હાર્યો !” પણ હવે આજ હારીને જીતી જા, ચંડકૌશિક ! ' સાપ હાલ્યો, મહાવીરને ફરતી ત્રણ પ્રદક્ષિણા ફર્યો, પણ અરે ! આટલો ૨ % ભગવાન મહાવીર Page #110 -------------------------------------------------------------------------- ________________ બધો થાક ! રોજ ચારો ચરવા સો જોજન કાપતાં જે શ્રમ નહોતો કળાતો, એ ત્રણ પ્રદક્ષિણામાં અનુભવ્યો, પ્રદક્ષિણા કરીને એ ત્યાં પડ્યો. બીજે દિવસે કેટલાક કૌતુકી ગોવાળિયા ડરતાં ડરતાં દૂરથી ડોકિયું કરવા આવ્યા. જોયું તો મહાવી૨ સ્વસ્થ ઊભા છે; સાપ ચરણમાં પડ્યો છે. અરે ! આ તો અપૂર્વ અચરજ ! વાત વાએ ચઢી. થોડી વારમાં ગામલોકો એકત્ર થઈ ગયા. લોકોએ આત્માની આ પ્રેમભાષાને ચમત્કાર માન્યો. ચમત્કારમાં શ્રદ્ધા રાખનારા આત્માને ખોઈ નાખે છે; તેઓ સ્વાર્થની પૂજા આદરે છે. શાંત ચંડકૌશિક લોકોની પૂજાનું પાત્ર બન્યો. ઘી-દૂધ એના દેહ પર ઢોળાવા લાગ્યાં. લોકો તો ચંચળ બુદ્ધિના છે. જરાક કંઈક નવતર જોયું કે મંડ્યા માથું નમાવવા. જરાક બખડજંતર જોયું કે લીધો ધોકો ને સામા ધાયા. આ માટે સાચા આત્માના ઉપાસકો લોકેષણામાં પડતા નથી. કોઈ માથું નમાવે તો રાજી થતા નથી, કોઈ માથું ફોડે તો રાજી થતા નથી. ઘીની સુગંધે કીડીઓ આવીને સાપના દેહને ચટકા ભરવા લાગી. પંદર દિવસ ચંડકૌશિક સાપ એમ ને એમ પડ્યો રહ્યો. ન ખાધું, ન પીધું. આખરે કીડીઓએ એનો દેહ ફોલીને ચાળણી જેવો કરી નાખ્યો. ક્ષમાસાગર ચંડકૌશિક ન હાલ્યો, ન ચાલ્યો. બીજી તરફ લોકોની ભક્તિ વધી, પણ લોકોની ઘી-દૂધ ને નૈવેદ્યની એ પૂજા છેવટે સાપનો પ્રાણ લઈ ગઈ ! સાપ ગયો, વાટ ખૂલી. આશ્રમ જીવતો થયો. ફરી વાર ત્યાં લીલાલહેર વરતાઈ ગઈ. ભયની સામે અભયનો જય થયો. મહાવીર હવે ત્યાંથી ચાલી નીકળ્યા. પંદર દિવસના ઉપવાસનું પારણું ઉત્તર વાચાલામાં જઈને નાગસેનના ત્યાં કર્યું. નાગસેનના ત્યાં ઉત્સવ ચાલતો હતો . એનો પુત્ર બાર બાર વરસે ૫૨દેશના પ્રવાસેથી સુખરૂપ પાછો ફર્યો હતો. ભય સામે અભય ૨ ૯૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ચાર યામ કીર્તિ ને અપકીર્તિ હવા જેવાં ચંચળ છે. એની સુગંધ કે દુર્ગધને ફેલાતાં વાર લાગતી નથી. ચંડકૌશિકને પ્રતિબોધ આપ્યા પછી, મહાવીર જ્યાં જતા, એ પહેલાં એમની કીર્તિ ત્યાં પહોંચી જતી. શ્વેતાંબી નગરીમાં એવું બન્યું કે ત્યાંના પ્રદેશ રાજાને તરતમાં જ ખબર પડી ગઈ, કે એક શાંત, દાંત, ત્યાગી, તપસ્વી, મહાયોગી એના નગર પાસેથી નીકળવાના છે. એણે વિચાર્યું કે જેટલો સમય રોકાય તેટલો સમય રોકીને, તેમનો લાભ લેવો. સત્સંગનું અપાર ફળ છે. પોતાના પિતાનો જન્મ પણ આવા એક મહાયોગીના સત્સંગના પ્રતાપે સાર્થક થયો હતો. પરિણામે એમનું જીવન એક ધર્મવાર્તાસમું બની ગયું હતું. આ માટે રાજાએ નગરપાલકોને એમના આગમનની ખબર રાખવા માટે ખડી ચોકીનો હુકમ કર્યો. એક દિવસ નગરપાલકોએ તેજસ્વી આકૃતિવાળા ને સુમધુર ભાવવાળા મહાવીરને જોયા. જોતાંની સાથે તેમણે નક્કી કર્યું કે આ જ પેલા ભયંકર નાગને નાથનારા ચમત્કારી મહાયોગી ! તેઓએ રાજાને ખબર આપી. રાજા દોડતો આવ્યો, મહાવીરને ચરણે પડ્યો. એણે આત્મા વિશે કંઈ કહેવા કહ્યું, પણ મહાવીર તો પ્રાયઃ મૌન રહેતા. રાજાએ કહ્યું : “મારી વાત સાંભળો, હે મહાગુરુ ! એ કથા પણ મારે માટે પુણ્યકર્મ જેવી છે. અમારા નાસ્તિક કુળના ઉદ્ધારની એ પુણ્યવાર્તા છે. રાજકુળને વિલાસી વાતાવરણમાંથી ઉદ્ધારવાના યત્નની એ કથા છે.' ૯૪ ૮ ભગવાન મહાવીર Page #112 -------------------------------------------------------------------------- ________________ હે મહાસંન્યાસી ! મારા રાજકુળનો વૃત્તાંત કહું. મારા પિતા અને પિતામહો જુદા ખ્યાલના મહાપુરુષો હતા. તેઓ આપ સર્વે જે વાત કહો છો તે નહોતા. માનતા. બલકે એનાથી ઊંધી માન્યતા ધરાવતા. તેઓ કહેતા : “શરીરથી જુદો કોઈ આત્મા નથી. “મર્યા પછી મરનારનો જન્માંતર નથી. પુણ્ય-પાપ છે નહિ. સુખદુઃખ વસ્તુ પર નિર્ભર છે. કાંટો વાગ્યો, ને દુઃખ થયું. સુંદર ભોજન જમ્યા, ને સુખ મળ્યું. સુખ એ સ્વર્ગ; દુઃખ એ નરક. આમાં કોઈ ત્રીજી વાતની વિચારણા શી ?' મારા પિતા યુવાનીમાં ભારે શોખીન હતા. તેઓ એમની આ માન્યતાઓને કારણે તો આખો દિવસ રંગ-રાગમાં ડૂખ્યા રહેતા. વિચારવા યોગ્ય આત્મા, વિવેક કરવા યોગ્ય કર્મ-અકર્મ ને કર્મને યોગ્ય સ્વર્ગ-નરકની એમને કલ્પના નહોતી. તેઓ કહેતા, જીવન કેવું ટૂંકું, ને જગત કેટલું વિશાળ ! ભોગવવાની ચીજોનો કેટલો બધો સુકાળ ! ત્યાં વળી તપ-ત્યાગનું સ્થાન શું ? આત્મા, જન્મ, સ્વર્ગ, નરક બધું આ દેહમાં. કાંટો નરક, સુંદરી, સ્વર્ગ, સુખ ઊપજે તે સુકૃત; દુઃખ ઊપજે તે દુષ્કત. મારા પિતા પરણ્યા. મારી માતા જાજરમાન નારી હતાં. કંઈક પાપપુણ્યમાં સમજતાં હતાં. મારા પિતાએ એમને કહ્યું : રાણી ! ખોટી વાતોના ચાળે ચડી જિંદગી બગાડશો મા. દાનમાં કંઈ નથી, દયામાં કંઈ નથી. ક્ષમા તો મને સમજાતી નથી. તપ તો ભૂખે મરવાનો ધંધો છે. લુચ્ચા લોકોની એ ચાલબાજી છે. તમે જાણતા નથી કે મારાં દાદીમા ભારે ધર્મિષ્ઠ હતાં. મારા દાદા મારા જેવા નાસ્તિક વિચારના હતા. મારાં દાદીમાં મરવા પડ્યાં ત્યારે મેં કહ્યું કે, તમે દયા, દાન ને તપત્યાગ ઘણાં કર્યા છે. સ્વર્ગમાં જાઓ તો મને ખબર આપવા આવજો, જેથી મને ખાતરી થાય કે, ના ના, તમારી વાત સાચી ! દાન-પુણ્ય કંઈક છે ખરું.” રાણી ! એ રીતે મારા પિતા મરવા પડ્યા ત્યારે પણ મેં કહ્યું કે પિતાજી ! નરકમાં જાઓ કે બીજે જાઓ, પણ મને કહેવા આવજો. રાણી ! ન મારાં દાદી ચાર યામ & ~ Page #113 -------------------------------------------------------------------------- ________________ મને કંઈ કહેવા આવ્યાં, ને ન મારા દાદા આવ્યા !' મારી માએ એ વખતે મારા પિતાને પૂછ્યું : ‘સ્વર્ગ-નરક ભલે ન હોય, પણ આત્મા જેવું તો કંઈ છે ને !' મારા પિતાને પોતાની વાતનો ભારે ૨વ. તેઓએ બોલીને બતાવવા કરતાં, પ્રત્યક્ષ પ્રમાણથી ખાતરી કરાવવા માટે, તરત એક દેહાંતદંડ પામેલા ચોરને કારાગૃહમાંથી મગાવ્યો. એને શસ્ત્રવૈદ ચીરે એમ આડો ચીર્યો, ઊભો ચીર્યો; એની નસેનસ ખોલી નાખી, કહ્યું : ‘રાણી ! શોધી કાઢો આમાંથી આત્મા !' એટલેથી સંતોષ ન પામતાં એક લોઢાની કોઠી મગાવી. એમાં એક ચોરને જીવતો પૂર્યો. કોઠીને એવી રીતે બંધ કરી, કે હવા પણ અંદર ન જઈ શકે. પછી જમીનમાં દાટી દીધી. થોડે દિવસે કોઠી બહાર કાઢીને ઉઘાડી, ચોર મરી ગયેલો, અને એના દેહમાં કીડા ખદબદે. મારા પિતાએ કહ્યું : ‘રાણી ! ચોરનો આત્મા ક્યાં ગયો, ને કીડાનો આત્મા ક્યાંથી આવ્યો ? માટે દેહ જ સાચી વસ્તુ છે. આત્મા જેવું કંઈ છે જ નહિ.' મારી મા યુવાન હતી, અણસમજુ હતી, મોજશોખની ગુલામ હતી. મારા પિતાનાં વચન પર એને વિશ્વાસ બેસી ગયો. એ તો ભોગ-વિલાસમાં એવી ડૂબી ગઈ કે ન પૂછો વાત ! અંધારઘોર રાતમાંય માર્ગ સૂચવનારો શુક્રનો તારો ચમકતો હોય છે. મારા પિતાને ચિત્ત નામનો મંત્રી હતો. એ મિત્ર પણ હતો, ને સારથિ પણ હતો. મારા પિતાને ઘોડો ખેલવવાનો ખાસ શોખ હતો, ને ચિત્ત એમાં કુશળ હતો. એ કા૨ણે ચિત્ત સારથિ પર એમના ચાર હાથ હતા. એક વખત ચિત્ત રાજકાજે બહારગામ ગયો. ત્યાં કેશી નામના મુનિ મળ્યા. એ ભગવાન પાર્શ્વનાથના સંપ્રદાયના હતા. કેશી મુનિએ ચિત્તને ખૂબ ઉપદેશ આપ્યો. ધર્મના ચાર યામ - અહિંસા, સત્ય, અસ્તેય ને અપરિગ્રહ- વિશે સમજાવ્યું. એમના પહેલાં ભગવાન નેમિનાથે આહાર-શુદ્ધિ દ્વારા અહિંસા કેવી રીતે સમજાવી, તે કહ્યું. એ પહેલાંના તીર્થંકરો વિશે પણ સમજાવ્યું. ચિત્તના મનમાં એ બધું બેસી ગયું. એ પાર્શ્વપ્રભુનો અનુયાયી બન્યો. ચિત્ત પોતે તો ૯૬ ૭ ભગવાન મહાવીર Page #114 -------------------------------------------------------------------------- ________________ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહમાં માનતો થયો, પણ એના રાજાનું શું ? એણે મુનિરાજને કહ્યું : મારું તો ઠીક, પણ મારા રાજાને ઉપદેશ આપો તો ભારે લાભ થાય. સત્સંગનું ફળ મને મળ્યું, એવું મારા રાજાને આપો. રાજા સુધરે તો લાખો લોકો સુધરે. માટે આપ ધર્મનો લાભ સમજીને પણ એ તરફ પધારો.' કેશી મુનિને ચિત્તની વાત યોગ્ય લાગી. થોડે વખતે ફરતાં ફરતાં તેઓ શ્વેતાંબી નગરીની બહાર આવેલા બગીચામાં ઊતર્યા, પણ હવે ચિત્ત માટે કસોટી આવી. રાજા તો આવા મુનિઓ પાસે જાય જ નહિ. એને કઈ રીતે સમજાવીને લઈ જવો ? ચિત્તે એક તરકીબ રચી. એક દિવસ રાજાને કહ્યું કે “કંબોજથી ચાર સારા ઘોડા આવ્યા છે. પધારો તો પરીક્ષા કરી આવીએ !” રાજા આ વાતનો તો શોખીન હતો. બંને જણા રથ પર ચઢ્યા. ચિત્તે ઘોડા એવા હાંક્યા કે ઘણે દૂર નીકળી ગયા. વખત ઘણો વીતી ગયો, ને રાજા થાકી ગયો. છેવટે બન્ને જણા પાછા વળ્યા, ને જ્યાં કેશી મુનિ ઊતર્યા હતા, તે બગીચામાં વિરામ લેવા થોભ્યા. ચિત્ત જરા આઘોપાછો થયો. રાજાએ આરામ કર્યો. પછી ચિત્તે કહ્યું : “અહીં એક મુનિ છે. કહો તો એમને મળીએ. પ્રવાસના શ્રમથી મગજ કંટાળ્યું છે; બે ઘડી વાર્તાવિનોદ કરીશું.' મુનિનું નામ સાંભળી પહેલાં તો મારા પિતા ભડક્યા, પણ પછી વાર્તાવિનોદની વાત સાંભળી ચિત્તની સાથે મુનિની પાસે ગયા. મુનિની પ્રભાવશાળી અને સૌમ્ય મૂર્તિ જોઈ રાજાને અંતરમાં ભાવ જાગ્યો. અને એમણે તો ત્યાં જતાંની સાથે પોતાની માન્યતા નિખાલસ ભાવે મુનિને કહી દીધી. એમણે કહ્યું : મુનિરાજ, હું આત્માને માનતો નથી; જન્માંતર સ્વીકારતો નથી; પુણ્યપાપના અસ્તિત્વમાં ઇતબાર ધરાવતો નથી.' મુનિ સમભાવી હતા. એમણે જોયું કે રાજા ભલે ધર્મમાં માનતો ન હોય, પણ સત્યપ્રિય ને નિખાલસ તો જરૂ૨ છે. એવા પ્રત્યે તિરસ્કાર ન હોય. એવા પ્રત્યે સ્નેહ અને સમભાવ જરૂરી છે. કોઈ જીવનો તિરસ્કાર એ પણ હિંસા છે. ચાર યામ ૮ ૯૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ સમભાવ જ એવાનો હૃદયપલટો કરાવી શકશે. મુનિએ મીઠી વાણીમાં કહ્યું : “રાજન ! આ વૃક્ષનાં પાંદડાં કોણ હલાવે છે ?' પવન ! આ ધૂળને આપણી તરફ કોણ ધકેલે છે ?' એ પણ પવનનાં તોફાન છે ' આવા અવળચંડા પવનને તું જોઈ શકે છે ?” મુનિએ મીઠાશથી બીજો પ્રશ્ન કર્યો. “ના.” “ભોળા રાજા, પવન તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને શબ્દવાળો છે, છતાં આપણે એને જોઈ શકતા નથી, તો રૂપ-રસ-ગંધ ને સ્પર્શ વગરના આત્માને તું કઈ રીતે જોઈ શકે ? રાજા આ અવનવી વાત સંભળી રહ્યો. મુનિ બોલ્યા : “આત્મા આંખ યા ઇન્દ્રિયનો વિષય નથી. એના માટે તો કરેલા ભૌતિક પ્રયત્નો નિરર્થક છે, એના માટે તો આધ્યાત્મિક પ્રયોગની જરૂર છે. હું ક્યારથી પ્રયત્ન કરું છું, પણ હજી મૂળ સુધી પહોંચ્યો નથી.” આમ મુનિરાજે મૂળની વાતો કહી. જોતજોતાંમાં મારા પિતાનું મન ફેરવાઈ ગયું. એ પ્રભુ પાર્શ્વનાથના ચાર ધામ – અહિંસા, સત્ય, અસ્તેય ને અપરિગ્રહમાં માનતા થયા. રાજા જે માને તે પ્રજા પણ સ્વીકારે. આખું રાજ પ્રભુ પાર્શ્વ અને તેમના ચાર યામમાં માનતું થયું. આમ બધા માનતા થયા, ત્યારે મારાં માતા સાફ ઇનકાર કરીને ઊભાં રહ્યાં. મારાં માતા–જેઓ મારા પિતાના કહેવાથી ભોગ-વિલાસમાં માનતાં થયાં હતાં, એ—હવે એમના અનેક વાર કહેવા છતાં, સમજાવવા છતાં, આત્મામાં માનતાં ન થયાં. માનવા ન માનવા જેવું પણ કંઈ નહોતું, પણ હવે આત્મા માને તો એમની સુખવિલાસની સૃષ્ટિ આખી ભૂંસાઈ જાય તેમ હતું ! માતા અને પિતાના સુખદ રાહમાં કાંટા ઊગ્યા. હું એક વાર યુદ્ધને મોરચે હતો. યુદ્ધ બરાબર જામ્યું હતું. શત્રુ ઘેરાવાની તૈયારીમાં હતો. ત્યાં પિતાની આજ્ઞા આવી : ૯૮ % ભગવાન મહાવીર Page #116 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ બંધ કરો. એ લોહીનાં છાંટણાં નથી ગમતાં. સંધિ કરો, આપણે લોહી રેડી સીમાડા વિસ્તારવા નથી.' મને આ વાત ન ગમી, પણ પિતાની આજ્ઞા હતી. મનદુઃખ સાથે મોરચેથી પાછો આવ્યો. માતાએ આ વાત જાણી. એમણે મને ઉશ્કેર્યો ને પોતાની સાથે લીધો. એક વાર હું ને માતા, પિતાનો જવાબ લેવા એમની પાસે ગયાં. માતા તો રોષમાં હતાં; એ બોલ્યાં : ‘વિલાસભવનો છાંડીને અહીં શું બેઠા છો ? આ બધું શા માટે ? કયા સુખ માટે ? શું તમને પણ કોઈ મુંડિયાએ ભરમાવ્યા છે ?' ‘ના, રાણી !' રાજાના શબ્દોમાં અપૂર્વ શાંતિ હતી, ‘મને અંધકારમાં પ્રકાશ લાધ્યો. ગઈ કાલ સુધી દાન, શીલ, તપ વગેરે ભાવનાઓમાં હું નહોતો માનતો; નરક, સ્વર્ગ, આત્મા કે પુણ્યપાપ નહોતો સ્વીકારતો, પણ આજે...’ ‘તો તમે મને કરી બતાવેલા પ્રયોગો ખોટા હતા ?' રાણીએ ટૂંકામાં પૂછવા માંડ્યું. ‘હા રાણી ! એ માટે મારે તમારી માફી યાચવી રહી. સાચા ગુરુ વિના વાતનો મર્મ કોણ બતાવે ? એવા ગુરુ મને મળ્યા; ગુરુએ મર્મ બતાવી દીધા.’ ‘કેવી રીતે ?’ મેં વચ્ચે પૂછ્યું. ‘હું ધારતો હતો કે મારાં તપ-ત્યાગવાળાં દાદીમા સ્વર્ગે ગયાં હોય તો મને કહેવા કેમ ન આવ્યાં ? પણ ગુરુ કહે કે, મનુષ્યનો દેહ તો ગંદકીનો ગાડવો છે. દેવનો દેહ તેજરૂપી છે. પૃથ્વીની ગંદકી ૫૦૦ યોજન સુધી ફેલાય છે. એક વાર જે ગંદકીમાંથી નીકળ્યો, તે બીજી વાર ગંદકીમાં આવે ખરો ? કેટલાક દેવો આવે, પણ તેઓને ત્યાંનું સુખ બધું ભુલાવી દે છે ! આ તો દુનિયામાં હોય ત્યારે દુનિયાના ! વળી તારો અધાર્મિક દાદો નરકમાં ગયો હોય, તો પણ અહીં આવે શી રીતે ? આપણે કોઈ ભયંકર પાપીને પાંચ દિવસ પણ કેદમાંથી મુક્તિ આપીએ ખરા ?' ‘કેવી બાળકબુદ્ધિ જેવી વાતો !' માતાએ તિરસ્કાર પ્રગટ કરતાં કહ્યું, ચાર યામ ક ૯૯ www.jainelibrary.brg Page #117 -------------------------------------------------------------------------- ________________ ‘તદ્દન નાખી દેવા જેવી વાતો !' ‘કેટલીક વાર બાળક જેવી નિર્દોષતા જ આપણા જેવા મિથ્યાભિમાની ને મિથ્યાજ્ઞાનીનાં ડૂબતાં વહાણ બચાવે છે. ગુરુએ કહ્યું કે પેલા ચોરને તેં કાપ્યો તોય જીવ ન જડ્યો. પણ શાણો થઈને એટલું કા ન સમજ્યો કે અરણીના વૃક્ષમાં અગ્નિ છે, પણ ચી૨વાથી કે કાપવાથી એ નથી જડતો. વળી બંધ મકાનમાં કરેલો અવાજ બહાર ઊભેલા આપણને સંભળાય છે ! જો રૂપી શબ્દ મકાન ભેદી બહાર આવી શકે તો જીવ તો અરૂપી છે; એનો પ્રવેશ ક્યાંય રૂંધાતો નથી. માટે સુકૃતમાં રસ રાખ, દુષ્કૃત્યનો ત્યાગ કર ! ‘સુકૃત એટલે શું ?’ - ‘સારું કાર્ય — જેનાથી સંસાર સુખી થાય, આપણો આત્મા ઉન્નત થાય !' પોતાની વાત પૂરી કરતાં મારા પિતાએ કહ્યું : ‘રાણી, ટૂંકમાં એક સિદ્ધાંત કહું. જેમ આપણને કોઈ મારે તો આપણને ગમતું નથી, આપણને કોઈ ખરાબ શબ્દ કહે તે આપણને રુચતું નથી, તેમ સંસારના સર્વ જીવોને પણ અપ્રિય ગમતું નથી ને રુચતું નથી.’ ‘શું સહુનાં જીવન આપણાં સરખાં ? પછી રાજા ને ટૂંકમાં ભેદ શો ? આપણે સુખી, સંપત્તિવાન એટલે આપણને જીવવું ગમે, પણ ગરીબને જીવવું કેમ ગમે ? એમના દુઃખિયારા જીવનને લંબાવીએ તો એમને ગમે ખરું ? આ પેલા ઘેટાના જીવનનો શો અર્થ ? એના દેહનું સુસ્વાદુ પકવાન્ન બને, એ જ એની સાર્થકતા નથી ? આ નોક૨, એનું સુખ આપણી સેવામાં ને એ દ્વારા એને મળતા સુવર્ણમાં. સર્વ જીવોને સમાન માનીએ તો સેવ્ય કોણ થશે અને સેવક કોણ રહેશે ? સંસારનો વ્યવહાર પછી તો ખોરવાઈ નહીં જાય ?' રાણી સૂર્યકાંતા - મારાં માતા - આટલું બોલી ચિડાઈને ચાલી નીકળ્યાં. મેં પણ મસ્તક નમાવ્યું ને નિરાશ વદને માતાની પાછળ રવાના થયો. પિતા આત્મધ્યાનમાં મસ્ત બની ગયા. વાત તો વધતી ગઈ. રાજાએ તો દાન, દયા, ક્ષમા ને તપમાં બધું વિસારે પાડી દીધું, જે મજા એમને ભોગમાં ન લીધી, તે આ યોગમાં મળવા લાગી. પળે પળે ઉશ્કેરાતું દિલ, સાગરસર ગંભીર બનતું ચાલ્યું. જે હીન, અધમ, હલકા ૧૦૦ ૨ ભગવાન મહાવીર Page #118 -------------------------------------------------------------------------- ________________ લોકો તરફ તિરસ્કાર હતો તેના તરફ એમણે પ્રેમ વરસાવવો શરૂ કર્યો. રાજા, રાજ સંન્યાસી બની જીવનની નવી મીઠાશ માણી રહ્યા. ઘડીભરના સત્સંગે એમને નવા માનવી બનાવી દીધા. માતા સૂર્યકાંતાનો જાજરમાન દેહ આ પ્રવૃત્તિઓથી ક્રોધે ધમધમી રહ્યો. આખરે રૂઠેલાં રાણીએ મને બોલાવ્યો, પૂછ્યું, “વત્સ, બોલ ભિખારી થવું છે કે રાજા ?” રાજા !” તો તારા પિતાને તારા માર્ગમાંથી દૂર કર. આજ હું પત્ની મટી ગઈ છું. માતાપદના બળથી કહું છું. રાજસંપત્તિ લૂંટાઈ રહી છે, સૈન્ય ઓછું થઈ રહ્યું છે, બ્રાહ્મણ ને શ્રમણો વધી રહ્યા છે. આ વિનાશને તું અટકાવ.” “એ માટે હું શું કરું, મા ?' ‘લે આ વિષનો પ્યાલું ! ભાવના કરતાં કર્તવ્ય મહાન છે. આપી દે તારા પિતાને એને મને તો એ મા અમર છે, દેહ વિનશ્વર છે. તો પછી વિનશ્વર ભલે વિનાશ પામતું.' હું માતાના માર તલ - પદ ચભાવને વંદી રહ્યો. પુત્રના કલ્યાણ માટે માતા કેટલો બધો ભોગ બની હતી પણ હું ભારે વિમાસણમાં પડ્યો, આખરે કોઈ નિર્ણય ન કરી શકવાથી ત્યાંથી મૂંગો મૂંગો ચાલી નીકળ્યો. નિર્બળ હતો, પણ નાતા પબળ હતાં. એમણે એક દિવસ ભંડારમાંથી કાતિલ વિષ કઢાવ્યું; ઘોળીને મારા પિતાજીને માટે તૈયાર કર્યું. એમને પહેરવાની માળામાં પણ ઝેર રેડ્યું. વસ્ત્ર ધા વિષમિશ્રિત તૈયાર થયાં. બેવડે દોરે બધી તૈયારી થઈ ! પિતાએ વસ્ત્ર પહેર્યો, એ વેદના ઝગી, ફૂલમાળા ધારણ કરી, ને કંઠમાં શોષ પડ્યા. સામે અન્ન : હું સમજી ગયા. એમની શ્રદ્ધાની આ આકરી કસોટી હતી. તેઓએ હસતાં હસતાં કહાં ‘પાણીને મારા પ્રણામ કહેજો. આત્મા ને દેહ જુદા છે, એ મારી માન્યતાને ઠીક કસોટીએ ચઢાવી ! વિદાય !” પિતા વિષપાન કરી ગયા ત્યુ પણ ભવ્ય રીતે માણ્યું. મરતાં સુધી ચાર ધામ , ૧૦૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ કોઈને કડવું વચન ન કહ્યું. મને, મારાં માતાને, સહુને પ્રેમભરી શિખામણ આપી વિદાય લીધી. એ દિવસે આત્મા માટે નાસ્તિક હું આસ્તિક બની ગયો, પ્રભુ પાર્શ્વનો પૂજારી બની ગયો. ચાર ધામમાં શ્રદ્ધા ધરાવતો થયો. પોતાની વાત પૂરી કરતાં રાજા પવેસીએ કહ્યું : “ભલે આજ આપ મને કંઈક વિશેષ દર્શન ન કરાવો, પણ જ્યારે આપની સાધના પૂરી થાય ત્યારે અમને ભૂલશો નહિ.” મહાવીર તો મૌન ભાવે જ આગળ વધ્યા. પણ રાજા પવેસીએ પ્રભુના એ મૌનમાં સંમતિનાં દર્શન કર્યા. ૧૦૨ જ ભગવાન મહાવીર Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સંસારનો કાર્ય-કારણ ભાવ ગંગા નદી બે કાંઠે ભરપૂર હતી. સુરભિપુરથી રાજગૃહ તરફ જતા મહાયોગી મહાવીરને ગંગા નદી પાર કરવાની હતી. સિદ્ધદંત નામનો નાવિક પોતાની નાવ લઈને કાંઠે ઊભો હતો. ઉતારુઓ એક પછી એક એમાં બેસતા હતા. મહાયોગી મહાવીર પણ ગંગા પાર કરવા ઉતારુઓની સાથે નાવમાં ચઢ્યા. સમય થતાં કિનારેથી નાવ ઊપડી. આ વખતે એકાએક જમણી બાજુના કિનારા પર ઘુવડ બોલ્યું. ધોળો દિવસ, છતાં ઘુવડ બોલ્યું ! આ નાવમાં ખેમિલ નામનો એક નિમિત્તવેત્તા બેઠો હતો, એ એકાએક બોલી ઊઠ્યો : ‘ભાઈઓ ! આ ઉલૂકનિ સાંભળ્યો ને ? ભારે અપશુકન ગણાય એ તો ! આજ આપણને પ્રાણાન્તક કષ્ટ આવી પડે તો ના નહિ.’ ખેમિલ આમ બોલતો બોલતો બધા પ્રવાસીઓ તરફ ભયથી નજર ફેરવવા લાગ્યો; ત્યાં તેની દૃષ્ટિ નાવના એક ખૂણે બેઠેલા મહાયોગી મહાવીર પર પડી. નજર પડતાંની સાથે એના મુખ પર હર્ષની રેખાઓ તરવરી ઊઠી. એ હર્ષની કિકિયારી સાથે બોલ્યો : ‘ભાઈઓ, નિશ્ચિંત રહેજો. જેમ એકના પાપે વહાણ ડૂબે છે, તેમ એક પુણ્યવંતના પુણ્યે ડૂબતી નૌકા તરે છે. આપણામાં એક માણસ એવો છે, કે જેના પુણ્યે આજ આપણે તરીશું.' સંસારનો કાર્યકારણ ભાવ ૨ ૧૦૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધદંત કુશળ નાવિક હતો. થોડી વારમાં તો એ નાવને નદીની અધવચ સુધી ખેંચી ગયો. ગંગા નદી ત્યાં વેગમાં વહેતી હતી, પણ સિદ્ધદંત નાવિકની નિગેહબાની નીચે ડરવા જેવું કશું નહોતું આ સામે પાર પહોંચ્યા સમજો ! પણ એટલી વારમાં તો ભયંકર વાવાઝોડું ધસી આવ્યું. ગર્જનાઓ થવા લાગી. વીજળી ચમકવા લાગી. પહાડ જેવડાં મોજાં ઊછળવા લાગ્યાં. — લાકડાના દડાની જેમ નાવ એ મોટાં મોટાં મોજા પર નીચેઊંચે થવા લાગી. એની જોડો ફાટવા લાગી. એના રસ્સાઓ તૂટવા લાગ્યા. કૂવાથંભ તો કડડડભૂસ થઈને નીચે પડ્યો. સઢના ચીરેચીરા ઊડી ગયા. નાવમાં બેઠેલાં બધાં આકુળવ્યાકુળ થઈ ગયાં. કેટલાય હાયવરાળ કાઢવા લાગ્યાં. કેટલાંક ભાગ્યને ભાંડવા માંડ્યા. કેટલાંક મરણ આગળ ઊભેલું જોઈ રડવા લાગ્યાં. સિદ્ધદંત જેવો સિદ્ધહસ્ત નાવિક પણ ગભરાઈ ગયો. હૈયાશોકની આ સૃષ્ટિમાં ફક્ત મહાવીર એક ખૂણે શાંતસૌમ્ય ભાવે બેઠા હતા. એમના મુખ પર અપાર નિર્ભયતા હતી. આવાં વાવાઝોડાં તો જાણે કંઈ જોઈ નાખ્યાં હતાં ! માથા પર આકાશમાં એક કાળું ઘોર વાદળ પડવા માટે તોળાઈ રહ્યું હતું. એ પડ્યું કે પડશે ! હમણાં પ્રલય મચી જશે ! એવામાં ક્ષિતિજના એક ખૂણેથી બીજાં બે વાદળ આકાશના મધ્યભાગમાં ધસી આવ્યાં. હવે તો ચારે તરફ અંધકાર પ્રસરી ગયો. થોડી વારમાં પેલાં બે વાદળો, આકાશમાં અડ્ડો જમાવીને પડેલા ભયંકર વાદળ સાથે જોરથી અથડાયાં. એ અથડાયાનો એવો ભયંકર અવાજ ઊઠ્યો, કે બધાં સમજ્યાં કે હવે બચવાનો કોઈ આરો-ઓવારો નથી. ઘડીભર ગર્જના ને વીજળીથી પૃથ્વી, પાણી ને આકાશ ગાંડાં બની ગયાં, પણ થોડી વારમાં જાણે પેલાં બે વાદળો અડ્ડો જમાવીને પડેલા પેલા વાદળને ગળી ગયાં, ને પાછાં ક્ષિતિજમાં ઊતરી ગયાં. પળ વારમાં આકાશ સ્વચ્છ થઈ ગયું. સૂરજનાં સોનેરી કિરણો ગંગાના જલપટ પર રમવા લાગ્યાં. નાવ પોતાનો માર્ગ સરળતાથી કાપવા લાગી. સહુ મનથી ઈશ્વરનો પાડ માની રહ્યાં. બધાને થયું, આજ નવો અવતાર પામ્યાં ! નાવ કિનારે લાંગરી, કે સહુ કૂદી કૂદીને નીચે ઊત૨વા લાગ્યાં. આ વખતે નિમિત્તશાસ્ત્રી ખેમિલે કહ્યું : ૧૦૪ - ભગવાન મહાવીર Page #122 -------------------------------------------------------------------------- ________________ કલક કરો આ * , ' . * : - તે ' * છે, તારે Fire 7 R છે . ” માતા છે, ઈ- ફ, પી * જ મut 'ler . કિર નીર, . 'કાગ' | ૨ tછે , , , , : : * * ' ત અરે, તમે સહુ જેને કારણે નવો અવતાર પામ્યાં, તેને તો પ્રણામ કરતા જાઓ.’ સહુ મહાવીરની પાસે આવીને પગે પડ્યા, પણ કેટલાંક તો બિચારાં ઝટ સંસારનો કાર્ય-કારણ ભાવ . ૧૦૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઝટ ઘર તરફ દોડ્યાં. હજીય એમનું હૈયું ધડકતું હતું. કોઈ નમે કે ન નમે, મહાવીરના મનમાં તો બધું સરખું હતું. ખેમિલ નિમિત્તશાસ્ત્રીએ સહુને ભેગા કરતાં કહ્યું : ‘તમને કોઈને આ તોફાન કેમ થયું ને આ તોફાન કેમ શક્યું, તેના કાર્ય-કારણ ભાવની કંઈ પડી નથી. તમે તો માન્યું કે વા વાયો ને તોફાન જાગ્યું; વા બંધ થયો ને તોફાન બંધ થયું, પણ એટલું યાદ રાખજો કે આ જગતમાં નિમિત્ત વિના એક પીંછું પણ આઘુંપાછું થતું નથી. આ તોફાન જગાવનાર એક દેવ હતો. પૂર્વભવમાં એ એક સિંહ હતો અને મહાવીર ક્ષત્રિયપુત્ર હતા. આ સિંહ જ્યાં રહેતો હતો, એની આસપાસનાં ગામનાં ગામ ઉજ્જડ થઈ ગયાં હતાં; રસ્તાઓ વેરાન થઈ ગયા હતા; ખેતરો ખેડ વિનાનાં પડ્યાં હતાં; નવાણ સૂનાં પડ્યાં હતાં. એ સિંહને કોઈ મારી શકતું નહીં. જે એને મારવા જતું તે કદી જીવતું પાછું ન આવતું. એ વખતે પ્રજાપતિ નામના એક ખંડિયા રાજા હતા. એમને ત્રિપૃષ્ઠ નામે પુત્ર હતો. રાજા પ્રજાપતિને તેમના ઉપરી રાજા તરફથી સંદેશો આવ્યો, કે સિંહની ચોકી કરવાનો હવે તમારો વારો છે. ખબરદારીથી ચોકી કરજો. આ વખતે રાજકુમાર ત્રિપૃષ્ઠ નાનો કિશોર. એણે હઠ લીધી, કે સિંહની ચોકીએ હું જઈશ. પિતાએ કહ્યું કે તું હજી નાનો બાળ છે ! તારું કામ નહિ ! ત્રિપૃષ્ઠે એ વખતે ગર્જીને કહ્યું : ‘નાનો બાળ છું, પણ સિંહબાળ છું. પરોપકારના કામમાં બાળક કે વૃદ્ધ ન જોવાય ! ગા વાળે તે ગોવાળ.’ ત્રિપૃષ્ઠ વનમાં ગયો. સિંહ એકલો બોડમાં બેઠો હતો. ત્રિપૃષ્ઠે કહ્યું કે એ નિઃશસ્ત્ર છે, ને એકલો છે. માટે મારે એકલાએ જ જવું જોઈએ ને વગર હથિયારે લડવું જોઈએ. રાજકુમાર એકલો બોડમાં ગયો. સિંહને પડકાર્યો. બંને બથંબથ્થા આવ્યા, પણ ત્રિપૃષ્ઠ કોનું નામ ! એણે સિંહનાં બે જડબાં પકડી એને ઊભો ને ઊભો ચીરી નાખ્યો ! સિંહ ત્યાં ને ત્યાં મરણ પામ્યો. સિંહને મારનાર ત્રિપૃષ્ઠ કુમારનો નવમો ભવ તે મહાવીરનો. સિંહ પણ સિંહ જ હતો. એને લાગ્યું કે અરેરે ! મરવાનો તો વાંધો નહિ, પણ એક નાના બાળકને હાથે મોત ! કેટલી લજ્જાની વાત ! આ વખતે ત્રિપૃષ્ઠ રાજકુમારના ૧૦૬ ૯ ભગવાન મહાવીર Page #124 -------------------------------------------------------------------------- ________________ મિત્ર સારથિએ આશ્વાસન આપ્યું, કે તને મારનાર કોઈ સામાન્ય માણસ નથી; એ તો ભાવિ ચક્રવર્તી છે. માટે શાંત થા! પછી એ શાંતિથી મર્યો. સિહ મરીને દેવ સરજાયો. આજે મહાવીરને જોયા, ને એને પોતાનું પૂર્વ વેર યાદ આવ્યું. એણે આ તોફાન જગાવ્યું. એનું નામ સુદંષ્ટ્ર નાગ ! નિમિત્તશાસ્ત્રી નેમિલ થોડી વાર થોભ્યો. એણે ચારે તરફ નજર કરી, તો મહાવીર ન મળે. એ તો આગળ ચાલ્યા ગયેલા. “તોફાન જગાવનારને જાણ્યો. હવે તોફાન શમાવનારની વાત કહો !” પ્રવાસીઓએ કહ્યું. “એ કથા પણ કહું છું. મથુરા નામે નગર છે. જિનદાસ નામે વેપારી છે. તેને સાધુદાસી નામની સ્ત્રી છે. બંને ધર્મિષ્ઠ છે; સંસારસાગરને તરવાનાં ઇચ્છુક છે.” જિનદાસને ત્યાં એક ગોવાળણ દહીં-દૂધ આપવા આવે. દહીં-દૂધ ભારે ચોખ્ખાં લાવે. ગોવાળણ ભારે પ્રામાણિક. આ કારણે શેઠ-શેઠાણીના તેના પર ચાર હાથ. એક વખત ગોવાળણને ત્યાં વિવાહ-પ્રસંગ આવ્યો. શેઠ-શેઠાણીએ ધન, ધાન્ય, કપડાં, ઘરેણાં વગેરે ખૂબ આપ્યું. ગોવાળણનો પ્રસંગ ભારે ઠાઠ-માઠથી ઊજવાયો. ભોળા દિલનાં એ લોકોના મનમાં થયું કે ખરે વખતે શેઠે આપણી આબરૂ વધારી, આપણે ગુણ માનીએ એટલો ઓછો ! ગોવાળણની પાસે બે સારા બળદ હતા. પેટના દીકરાની જેમ વહાલથી મોટા કર્યા હતા. નામ રાખ્યાં હતાં સંબલ અને કંબલ ! બંને જણા સંબલકંબલને લઈને શેઠને ઘેર બાંધી આવ્યાં. શેઠે ઘણી ના પાડી, પણ એ તો બાંધીને ચાલી નીકળ્યાં. કોઈ વાત ન માન્યાં. | જિનદાસ શેઠે બંને બળદને પ્રેમથી પાળ્યા, આખો દિવસ સાથે ને સાથે. બળદ પણ એવા સંસ્કારી કે શેઠ વ્રત રાખે, શેઠ ઉપવાસ કરે, તો પોતે પણ ન ખાય. સ્વચ્છ જળ સિવાય બીજું જળ ન પીએ ! ફક્ત ખોળિયું પશુનું, પણ આચરણ માણસ જેવાં. શેઠ કદી એમને આંખથી અળગા ન કરે. ન રથે જોડે, ન ગાર્ડ ઘાલે. સંસારનો કાર્ય-કારણ ભાવ # ૧૦૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ ગામમાં દર વર્ષે ભંડીરવણ યક્ષનો મેળો ભરાય. આ વખતે વાહનક્રીડાની શરત રમાય. જિનદાસ શેઠનો મિત્ર આ શરતમાં ભાગ લેવાનો હતો. એણે વિચાર્યું, કે મારા મિત્ર જિનદાસના બે બળદ રથે જોડું, તો મને કોઈ આંટી ન શકે. અને જ્યાં જિનદાસ જેવો, દોસ્તીમાં જીવ પણ આપવામાં આનાકાની ન કરે એવો મિત્ર હોય, ત્યાં કંઈ અડધા દિવસ માટે બળદ આપવાની એ કંઈ ના પાડે ? એ મિત્રે તો જિનદાસને પૂછવાની પણ જરૂર ન જોઈ. બળદ લઈ જઈન રથે જોડડ્યા. શરતના મેદાનમાં આ બે બળદોએ કમાલ કરી. જિનદાસ શેઠને ત્યાં આવ્યા પછી, બળદ કદી રથે જોડાયા નહોતા એટલે એમને તો અનભ્યાસે વિષવિદ્યા-જેવું થયું હતું. કોઈ વાર ઢીલા પડી જતા, પણ પેલો મિત્ર પરોણી ઘોંચતો કે લાકડી મારતો. અને પરોણીની આર અડી કે એમને પાંખો આવતી. શરતમાં એમને કોઈ આંબી ન શક્યું. આખરે શરત જીતીને પેલો મિત્ર પાછો આવ્યો. જિનદાસને શોધ્યા, પણ એ ઘેર નહોતા. ખીલે બળદ બાંધીને એ ચાલ્યો ગયો. જિનદાસ સાંજે ઘેર આવ્યા. આવતાંની સાથે પોતાના પ્યારા બળદો પાસે ગયા, પણ તે વખતે તેઓની સ્થિતિ ભારે દયાજનક જોઈ. મોંમાંથી લોહી પડતું હતું. બેઠા હતા ત્યાંથી હલી-ચલી શકતા નહોતા. હતા તો મજબૂત, પણ રોજ ખીલે બાંધી રાખેલા હોવાથી કામ કરવાની કે દોડવાની તાકાત તૂટી ગઈ હતી. એમાં એકદમ ખૂબ દોડવાનું આવ્યું. | જિનદાસને જોતાં જ બંને બળદ બેઠા હોય, તો ઊભા થઈ જતા, પણ આજે તેમનાંથી એ બની શક્યું નહિ. ઊભા થવા ગયા, તો લથડિયું ખાઈને નીચે પડ્યા. મોંમાંથી ફીણ નીકળી પડ્યાં. મોટી મોટી આંખોના ડોળા ફેરવતાં પોતાના સ્વામીને એ દયામણી રીતે નીરખી રહ્યા. જિનદાસ પાસે ગયા. જોયું તો આખા ડિલ પર પરોણાના સોળ ઊઠ્યા છે. ને પીઠની પાછળના ભાગમાં પરોણીની આર વારંવાર ભોંકાવાથી લોહી ટપકે છે. શેઠે નોકરોને બોલાવ્યા. નોકરોએ બધી વાત કહી. એમણે કહ્યું : “અરેરે! દોસ્તીમાં મારો જીવ માગત તો જીવ આપત, પણ આ બે બળદ તો મને જીવથી પણ વધુ વહાલા છે,’ જિનદાસે પૌષ્ટિક ખોરાકના થાળ મગાવ્યાં, પણ બળદ ૧૦૮ ૮ ભગવાન મહાવીર Page #126 -------------------------------------------------------------------------- ________________ મોટું જ માંડી ન શક્યા. પશુવૈદ તેડાવ્યા, પણ કોઈની કંઈ કારી ન ચાલી. શેઠ તો ખાવું-પીવું છોડી બળદ પાસે બેઠા. ઘડીમાં દેહ પર હાથ ફેરવે, ઘડીમાં કાનમાં ધર્મમંત્ર સંભળાવે. ઘડીમાં ખંજવાળ આવે તો પંપાળે. આમ શેઠની સામે જ બંને બળદ મૃત્યુ પામ્યા. મરીને એ બંને દેવ સરજાયા. એમણે સુદંષ્ટ્ર દેવને તોફાન જગાવતો જોયો, ને નાવમાં ભગવાન મહાવીરને જોયા એટલે એમને બધું યાદ આવ્યું. એમણે આવીને આ તોફાન શમાવ્યું. લોકો બોલ્યા : “વાહ, વાહ ! દુનિયામાં કાર્ય-કારણનો ખરો સંબંધ છે. આપણે જે ઘટનાઓને અકસ્માતું માનીને વીસરી જઈએ છે, એ બધી પાછળ સ્વ-કર્મનો એક છૂપો તંતુ સંધાયેલો હોય છે. પાંદડું પણ નિમિત્ત વિના હાલતું ચાલતું નથી !' બીજા બોલ્યા : “ભાઈ ! દુનિયામાં કોઈ માથું કાપનાર છે, તો કોઈક માથું ઉતારી આપનાર પણ છે. આવા સતિયાં પર તો આ સૃષ્ટિ નભે છે.' આમ બોલતાં ઉતારુઓ પોતપોતાનાં સ્થાને જવા રવાના થયા. સંસારનો કાર્ય-કારણ ભાવ % ૧૦૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સવાઈ ચક્રવર્તીનાં પગલાં ગંગાના તટની રેતી પર બે પગલાંની હાર અંકાઈ ગઈ હતી. એક વિદ્વાન માણસ એ પગલાં જોતો જોતો- જોતો જોતો નહિ, પણ જાણે પૂજતો પૂજતો આગળ વધતો હતો. એની પાછળ કેટલાય અનુયાયીઓ હતા. “અરે મહાગુરુ ! તમે રેતીમાં શું જુઓ છો ?' ભાઈઓ ! હું આ રેતી પર પડેલાં પગલાંની પંક્તિ પારખું છું.” “એમાં શું પારખો છો ?' આ પગલાં કોઈ ચક્રવર્તીનાં છે.” ચક્રવર્તીનાં પગલાં ?' હા, એની રેખાઓ, એનાં ચિહ્નો એને ચક્રવર્તી બતાવે છે, પણ હાલમાં તે દુખિયારો જીવ લાગે છે.” શા કારણે તમે એને દુઃખિયારો જાણ્યો ?' ચક્રવર્તીની પાછળ તો ચતુરંગ સેના હોય. અને આ પગલાં તો કોઈ એકાકીનાં જ છે.” તો ચાલો, આપણે એને મદદ કરવા જઈએ.” “જરૂ૨. હું એ માટે પગલે પગલું મેળવી રહ્યો છું. આવા દુઃખિયારા ચક્રવર્તીની યત્કિંચિત્ પણ સેવા કરી હોય, તો ભવિષ્યમાં આપણને ઘણો લાભ મળે.” ૧૧૦ એ ભગવાન મહાવીર Page #128 -------------------------------------------------------------------------- ________________ ‘તો ચાલો, અમે પણ આવીએ !' બધા ચાલી નીકળ્યા. આ પગલાં પારખનારો પુષ્ય નામનો મહાસામુદ્રિક હતો. પોતાના જ્ઞાન માટે એ વખતની દુનિયામાં એ પંકાયેલો હતો. એને પોતાના કથન પર પ૨મ વિશ્વાસ ને પોતાના જ્ઞાનનું અજબ અભિમાન હતું. પગલેપગલું સાંધતાં બધા આગળ વધ્યા. આખરે તેઓ નિશ્ચિત ઠેકાણે આવી પહોંચ્યા, પણ ત્યાં જોયું તો સાવ વિપરીત દૃશ્ય ! ચક્રવર્તીને બદલે એક સાવ નગ્ન ભિક્ષુ ત્યાં ઊભો હતો ! દેહ પર વસ્ત્ર નથી. માથા પર છત્ર નથી. પગ સાવ ખુલ્લા છે ! શરીર રોટાયેલું છે. ‘અરે ! આ તો કુંજરને ઠેકાણે કીડી મળી !' બધા હસી પડ્યા. પુણ્ય સામુદ્રિક તો સ્તબ્ધ બનીને ઊભો રહ્યો, એને તો કાપો તો લોહી ન નીકળે ! થોડી વારે એ ગુસ્સામાં બોલ્યો. ‘શાસ્ત્રો પરથી મારો વિશ્વાસ સરી જાય છે. હું શાસ્ત્રગ્રંથોને જળશરણ કરી દઈશ.' આ વખતે એક જણાએ જરા મહાવીરની પાસે જઈને, એમને બરાબર નીરખીને કહ્યું : “અરે પુષ્ય ! તમે ખોટા નથી. સાચે જ, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી; આ તો ચક્રવર્તી પણ જેના ચરણમાં શિર ઝુકાવે, એ પ્રભુ મહાવીર છે. ભાવિ તીર્થંકર છે, ચક્રવર્તીથીય સવાઈ ચક્રવર્તી છે ધર્મચક્રવર્તી છે.” આ સાંભળી સહુ મહાવીરને વંદી રહ્યા. પુષ્ય સામુદ્રિકનું મન પણ શાંત થયું. સવાઈ ચવર્તીનાં પગલાં ૧૧૧ - Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આર્ય ગોશાલક સત્યની શોધ કાજે માનવી સર્વસ્વ ફગાવી દેતો, એવા ઉત્સાહભર્યા એ દિવસો હતા. એવા દિવસોની એક સુંદર સવારે, અષાઢનાં વાદળો હજી ગર્જી રહ્યાં હતાં ત્યાં, એક તેજસ્વી જુવાન આવીને શ્રી મહાવીર વર્ધમાન સામે ઊભો રહ્યો. રાજગૃહ નગરીના નાલંદાપાડાની (નાલંદા વિશ્વવિદ્યાલયવાળું સ્થળ) વણકરશાળામાં મહાવીર ચાતુર્માસ માટે સ્થિર થયા હતા. ગર્જી રહેલાં વાદળો વરસી પડ્યાં, અને પેલો જુવાન શ્રમણ મહાવીરના ચરણમાં નમ્યો. વંઘો ને બોલ્યો. ‘હું ગોશાલક - અનેક શિષ્ય-સેવકોનો આરાધ્ય - હે મહાશ્રમણ ! આજે આપનો શિષ્ય થવા ચાહું છું. રાજવંશી જેવું રૂપ, ચક્રવર્તી જેવું તેજ ને બૃહસ્પતિ જેવી આપની વાણી સાંભળી હું પ્રસન્ન છું. દેહ પર મેળવેલા આપના વિજયને, ક્ષુધા-તૃષાએ સ્વીકારેલી આપની અધીનતાને હું વંદું છું. મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. જીવનના અકળ પડદા આપની ચરણ-ઉપાસના દ્વારા ભેદવા ઇચ્છું છું.' શ્રમણ મહાવીરે ફરી ફરીને એ તરુણ તપસ્વીને નીરખ્યો. તરુણાવસ્થા હતી. આંખોમાં અભયની જ્યોત હતી. ઓષ્ઠ પર દૃઢ નિશ્ચયની રેખા હતી. જીભ પર પાંડિત્ય હતું. વાણીમાં જ્ઞાનની તૃષા હતી. છતાંય માગણીનો જવાબ ન વાળ્યો, પણ ગોશાલક તો મહાયોગીનો બંદો બની ત્યાં જ રહી ગયો. સેવા છે, ભાવના છે, ભક્તિ છે, આજ નહિ સ્વીકારે તો કાલે સ્વીકારશે. ૧૧૨ એ ભગવાન મહાવીર Page #130 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ ભિક્ષા માટે જતા ગોશાલકે સ્વાભાવિક પ્રશ્ન કર્યો : “આજે મને કેવો આહાર મળશે, પ્રભુ ?' “કોદરાના ભાત, ખાટી છાશ ને ઉપર દક્ષિણામાં ખોટો તાંબિયો!' ગુરુથી સ્વાભાવિક કહેવાઈ ગયું. ગોશાલકને ગુરુવાક્યને કસોટીએ કસવું હતું. ઘણું રખડ્યો, પણ આખરે તો મળવાનું હતું તે જ મળ્યું. ગોશાલક અપાર શ્રદ્ધાથી શ્રમણ મહાવીનો ચરણકિંકર બની રહ્યો. નાલંદાપાડાના ચાતુર્માસ પૂરા કરી મહાવીર નીકળ્યા ત્યારે ગોશાલક ભિક્ષા માટે બહાર ગયો હતો. એ પાછો આવ્યો ત્યારે એણે મહાવીરને ત્યાં ન જોયા. એણે થોડી વાર રાહ જોઈ, કદાચ ક્યાંક ગયા હોય. પછી એણે રાજગૃહીની ગલીએ ગલી શોધી વાળી, પણ મહાવીરનો ક્યાંય પત્તો ન લાગ્યો. ગોશાલકને મહાવીરદેવની ૨ટના લાગી હતી. એણે પોતાના નિવાસસ્થાને આવી, પોતાનું જે કંઈ હતું તે બ્રાહ્મણોને દાન કરી દીધું, ને પોતે માથું મૂંડાવી બહાર નીકળી પડ્યો. શોધતો શોધતો એ કોલ્લાગ સન્નિવેશ પહોંચ્યો. અહીં લોકોમાં ભગવાનની તપસ્યાની ને પારણાંની ચર્ચા ચાલતી સાંભળી. લોકો કહેતા : “અરે, આખા ચાર મહિના, ને પ્રભુ બે વાર જ કરપાત્રમાં આવે તે ભિક્ષા લે. કેટલીક વાર તો આખા ચાતુર્માસમાં એક જ વાર ભિક્ષા ! અરે, ક્ષુધા-પિપાસા પર આવો કાબૂ તો જીવનમાં પહેલી વાર જ નીરખ્યો !” કોઈ કહેતું : “આપણે માનીએ છીએ કે દિવસમાં ત્રણ વાર ન ખાઈએ, પૌષ્ટિક આહાર ન લઈએ તો મરી જઈએ, પણ આ મહાયોગી તો ચારચાર મહિના સુધી નિરાહાર રહે છે, ને રોજ કેટલાય ગાઉનો પંથ કાપે છે. સાથે ધ્યાન ધારણા પણ ચાલુ જ હોય છે.' ગોશાલકે જાણી લીધું કે આ પોતાના ઇષ્ટદેવની સુકીર્તિ-ગાથાઓ છે. મહાવીર આટલામાં જ હોવા જોઈએ. તરત એણે ભગવાનને શોધી કાઢ્યા. ચરણમાં નમસ્કાર કરતો એ બોલ્યો. “ભગવનું, આપ મારા ગુરુ, હું આપનો ચેલો. મારો સ્વીકાર કરો.' શબ્દોમાં આર્જવ હતું, નિરાધારતા હતી, આર્ય ગોશાલક # ૧૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્ય ઊભરાય તેવી શરણાગતિ હતી. “વત્સ ! હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરું છું. આત્મવિલોપન એ જ આત્મવિજયની ચાવી છે. વૃક્ષ થવા ઇચ્છનાર બીજને પહેલાં પૃથ્વીમાં દટાવું પડે છે.” શ્રવણ મહાવીરે પોતાના ઉપદેશનો સાર કહી દીધો. શ્રમણ મહાવીરના સંસારત્યાગને હજી બીજું જ ચોમાસું હતું. એમની તિતિક્ષાનો રાહ લાંબો હતો, એકાકી હતો, એમાં આ નરબંકો સાથી સાંપડી ગયો. ગોશાલક ગુરુની ચરણરજ બની ગયો. શ્રમણ મહાવીરના દેહનો પડછાયો બનીને એ ફરવા લાગ્યો. શિષ્યની ઉગ્ર સાધના, અપૂર્વ અર્પણભાવ જોઈ સોળ કળાએ ખીલી નીકળ્યા. રહસ્યો માટે અંતરનાં કમાડ એમ ને એમ ખૂલી જવા લાગ્યાં. આ ગુરુ-શિષ્યની જોડલી, અત્યારે જેને આપણે ચમત્કારો કહીએ છીએ એવા, એ કાળના સામાન્ય અનુભવજ્ઞાનની, કસોટીઓ કરતી પ્રવાસ ખેડવા લાગી. એકદા માર્ગમાં ગોશાલકને સુધા લાગી. નજીકમાં ગોવાળો ખીર રાંધતા હતા. ભડભડ બળતા ચૂલા પર માટીનાં પાત્રમાં એ તૈયાર થઈ રહી હતી. ગુરુદેવ ! એ લોકો પાસેથી ખીરની ભિક્ષા લઈ આવું ?' શિષ્ય ગુરુની આજ્ઞા ચાહી. ગુરુએ શિષ્ય માટે પોતાનાં આંતર-બાહ્ય ખુલ્લાં મૂક્યાં હતાં. એમણે કહ્યું : “ખીર નહિ થાય, હાંડલી ફસકાઈ જશે, મહેનત માથે પડશે !' ગોશાલકે ગોવાળિયાઓ સાંભળે તેમ કહ્યું : “અરે ! સાંભળો છો ? મારા ગુરુ કહે છે કે ખીર થશે નહિ, હાંડલી ફસકી જશે.” આ સાંભળી ગોવાળોએ વાંસની ખપાટો ને માટીથી હાંડલીને છાંદી દીધી, ને પાસે ચોકી કરવા બેઠા. ને દૂધમાં ચોખા ઘણાં હતાં. ચોખા ફૂલ્યા. હાંડલી તડાકા કરવા લાગી અને ખરેખર, પ્રચંડ અગ્નિમાં લોહપાત્ર ગળી જાય એમ, હાંડલી ફસકાઈ ગઈ. ગોશાલક ગુરુ ગમ પર વારી ગયો. એ નમ્ર, વિનમ્ર, અતિ નમ્ર શિષ્ય બની રહ્યો; પોતાની જાતને ભૂલી ગયો. સત્યની ખોજ માટે તો માણસે ખોવાઈ જવું પડે ને ! પહાડ કંકર બની ગયો. આ પ્રસંગો એને બીજા પરિણામ પર લઈ ગયા. ગોશાલકના મનમાં ૧૧૪ ભગવાન મહાવીર Page #132 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય થઈ ગયો કે ભવિતવ્યતા મિથ્યા થતી નથી. જે થવાનું હોય છે, તે પહેલાંથી નક્કી થયેલું હોય છે. આ નિયતિવાદે એના જીવનમાં પાછળથી મોટો ભાગ ભજવ્યો. એક સ્થળે ભિક્ષા માટે જતાં દુકાનદારે ગુરુ માટે ગમે તેવા હલકા શબ્દો વાપરી અપમાન કર્યું. રે ! પોતાની જાત માટેનો ગર્વ ભલે ખરાબ હોય, પણ સમર્થ ગુરુ માટેનો ગર્વ કંઈ અસ્થાને નહોતો ને ! પોતાના આરાધ્ય ગુરુ માટે દુકાનદાર ઘસાતા શબ્દો બોલ્યો, આથી કોપાયમાન થયેલા ગોશાલકે કહ્યું : ‘મારા ગુરુની આણાથી કહું છું, કે તારા જેવા હૈયાબળેલાની હાટડી પણ બળી જજો !' શબ્દોમાં અપૂર્વ સામર્થ્ય છે. શબ્દ એ પણ દૈવી શક્તિ છે. એ શબ્દો અંતરની આહના હતા. એ આહ આગરૂપે પ્રત્યક્ષ થઈ. ખરેખર, દુકાનદારની હાટડીમાં ક્યાંકથી આગ લાગી. પોતાના ગુરુના નામ-સામર્થ્ય ૫૨ ગર્વ ધરતો તરુણ તપસ્વી પાછો ફર્યો. સાભિમાન સર્વ વૃતાંત એણે ગુરુદેવને નિવેદિત કર્યો. ગુરુએ તો એવા આભિમાનને પણ પાપ-વ્યાપાર કહ્યો. શિષ્યની ગુરુપરાયણતા આથી વિશેષ રાગભરી બની. એનુ આકર્ષણ સાત્ત્વિકતા કરતાં શક્તિ તરફ વધુ ઢળતું ગયું. માર્ગમાં ચાર યામના ઉપાસક ભગવાન પાર્શ્વના સાધુઓ મળ્યા. તેઓએ શરીર પર વસ્ત્રાદિ ધાર્યાં હતાં. ગુરુનું માહાત્મ્ય વધારવા ગોશાલક એમની સાથે લડી પડ્યો, ને તેઓ તરફ તુચ્છ ભાવ બતાવતો તે કહેવા લાગ્યો : ‘અરે મુનિઓ ! તમે વસ્ત્રાદિની ગ્રંથિ ધારણ કરો છો, ને તમારી જાતને નિગ્રંથ કહેવરાવો છો ? જુઓ ને, આ મારા ગુરુદેવ શ્રમણ ભગવાન મહાવીર ! વસ્ત્રમાં તો શું, શરીરમાં પણ તેમને મમત્વ નથી ! એ જ સાચા નિગ્રંથ છે.’ પેલા મુનિઓ પણ કંઈ ઓછા ઊતરે એવા નહોતા. બંને વચ્ચે ઠીક શાબ્દિક ઝપાઝપી થઈ. આમ જીભાજોડી કરીને પાછા ફરેલા ગોશાલકે મહાવીરને કહ્યું : ‘પ્રભો ! આજે પોતાના કાજે બધી સગવડો ઊભી કરનારા ને પરિગ્રહવાળા સાધુઓ સાથે મારી મુલાકાત થઈ. મેં તો તેમને ખૂબ તોળી તોળીને દીધી.’ આ ગોશાલક ઃ ૧૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ મહાવીર બોલ્યા : ‘એ પાર્શ્વ સંપ્રદાયના સાધુઓ છે.' સ્વભાવની પ્રકૃતિગત તીખાશ અને પોતાના મતનો આવેશ સાધક શિષ્ય ગોશાલકમાં વારંવાર પ્રગટ થતા. ગુરુ પણ સાધક શિષ્યનો આવેશ અને તીખાશ દૂર કરવા મૂંગા મૂંગા નવા નવા પ્રયોગો કરતા. સત્યની ભાષા મૌન છે, એ શિષ્યને દર્શાવવા બંને જણા મૌન લઈ એક સ્થળે ધ્યાનમાં રહ્યા. સરહંદ પરનું એ સ્થળ હતું. ચોરો, જકાતખોરો ને જાસૂસોનો સદાકાળ ત્યાં ભય રહેતો. એક કોટવાળ સિપાહીઓની ટુકડી સાથે, આ પ્રદેશની રક્ષા માટે રહેતો. એણે એકાંત સ્થળમાં ચૂપચાપ બેઠેલા આ બે જુવાનિયાઓને જોયા. કોટવાળે બંનેને પકડ્યા ને પૂછ્યું : ‘કોણ છો તમે ? ક્યાંથી આવો છો ?’ બંને મૌનની પ્રતિજ્ઞાવાળા હતા. પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન તૂટે ! બંનેમાંથી એકેયે જવાબ ન વાળ્યો. ‘પક્કા જાસૂસ લાગે છે !' કોટવાળે કહ્યું ને સિપાઈઓને આજ્ઞા કરી કે ‘એ બંનેની બોબડી બંધ છે, એને ખોલવાનો ઉપાય કરવો જોઈશે. બંનેને કૂવામાં ઊંધે માથે ટાંગીને ડૂબકીઓ ખવરાવો. જોઈએ, એમની બોબડી ખૂલે છે કે નહિ ?' આજ્ઞાનો તરત અમલ થયો. બંનેને દોરડાં બાંધી કૂવામાં ટાંગવામાં આવ્યા, પણ બંનેનું મૌન અખંડિત રહ્યું. એ વખતે સોમા અને જયન્તી નામની ભિક્ષુણીઓ ત્યાં થઈને નીકળી. તેઓએ રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે મહાવીર વર્ધમાનને ઓળખાવ્યા. કોટવાળ શરમિંદો પડ્યો ને તેમને મુક્ત કરીને ચાલ્યો ગયો. ગુરુ અને શિષ્ય મુક્ત થયા. ગુરુએ પ્રસન્ન વદને શિષ્યને પ્રશ્ન કર્યો : ‘વત્સ ! તું કેવી રીતે આવી વિપત્તિમાં પણ મૌન જાળવી રહ્યો ?' શિષ્યે કહ્યું : ‘ગુરુદેવ ! મને આપના વિશે વિશ્વાસ હતો. મને સંપૂર્ણ ખાતરી હતી, કે જ્યાં સુધી હું આપની સાથે છું, ત્યાં સુધી કોઈ મારું અનિષ્ટ નહીં કરી શકે !' ૧૧૬ - ભગવાન મહાવીર Page #134 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પર ગુરુને અપૂર્વ ભાવ થયો. તેઓ સાધનાના દુર્ગમ પથ પર આગળ ને આગળ કદમ ભરતા ગયા. ગુરુનાં તપ, જ્ઞાન અને પ્રજ્ઞા પાછળ ગોશાલક દીવાનો બન્યો હતો. એ દીવાનાપણું, એ ઘેલછા વણમાગ્યા કજિયા નોતરી લાવતી. એક વા૨ કોઈ ગામમાં બંને ઊતર્યા હશે, ને પડખે ધર્મોત્સવ ઊજવાતો હશે. ધર્મ શબ્દ એક. એનો અર્થ સહુ સહુનો આગવો: દારૂ પીવે એ પણ ધર્મમાં ગણાય ! અનાચાર સેવવો એ પણ ધર્મમાં ગણાય ! કેટલાક ધર્મ આવા. એક ધર્મનો એક જલસો જામેલો. અનેક સ્ત્રીપુરુષો એમાં ભાગ લઈ રહ્યાં હતાં. તેઓ રંગબેરંગી વસ્ત્રો પહેરી, મદ્યપાન કરી, અનેક પ્રકારના ચાળા કરતાં નૃત્ય કરતાં હતાં. ગોશાલકથી આ ન સહેવાયું. એણે ત્યાં જઈને ઉચ્ચ સ્વરે કહ્યું : ‘અરે મૂર્ખે ! આ મોક્ષમાર્ગ નથી. કંઈક સમજો ! સાચું સમજવું હોય તો આવો મારા ગુરુ પાસે, આ રહ્યા અહીં.’ આમ બૂમબરાડાથી રંગમાં ભંગ પડ્યો. સહુ ચિડાયાં : કેટલાક રાશક્ત માણસોએ એને પકડીને મૂઢ માર મારવા માંડ્યો. પણ એમ દેહને કષ્ટ થાય તેથી સત્યને થોડું છુપાવાય ! ગોશાલકે તો પાછી એ જ વાત કહેવી ચાલુ રાખી. મહાપ્રયાસે નૃત્ય રંગ પર આવ્યું હતું, ત્યાં આ જડ તાપસે ફરી વિઘ્ન કર્યું. ફરીથી એને કૂતરાની જેમ સૌએ ઝૂડ્યો. આમ ત્રણ વાર બન્યું, પણ ગોશાલક કોનું નામ ? એણે મા૨ ખાતાં ખાતાં ફક્ત એટલું જ કહ્યું : ‘રે ભલા માણસો ! મને મારા દેહની પડી નથી, પણ સત્યની ફિકર છે.' શિષ્યની આવી ઉચ્ચ મનોભાવના ને દ્દઢ મનોવૃત્તિ જોઈ ગુરુ કંઈ કંઈ આકાંક્ષાઓ સેવી રહ્યા. એક દિવસ એમણે કહ્યું : ‘વત્સ ! શરીરની મમતા આપણને નથી, ને આપણને ત્રાસ આપનાર તરફ પણ હિંસાનો આપણા મનમાં લવલેશ ખ્યાલ નથી. આ બે વસ્તુની પાકી પરીક્ષા માટે અનાર્ય દેશમાં જઈએ, જ્યાંનું પંખી પણ આપણું પરિચિત ન હોય, જ્યાં આપણને દુ:ખમાંથી મુકવનાર પણ કોઈ ન હોય ત્યાં જઈએ. જે દેશમાં દયાનું નામ ન હોય, ત્યાં જઈને આપણી અહિંસા ને પ્રેમભાવનાની કસોટી કરીએ. આ રીતે આપણા સિદ્ધાંતોને આર્ય ગોશાલક ઃ ૧૧૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ નાણી જોઈએ. તું મને અનુસરીશ ?' ગોપાલક વિચાર કરી રહ્યો, પણ ગુરુનું વચન તેને માટે અવિચારણીય હતું. શ્રાવસ્તીથી થોડે દૂર હલિદુગ નામના સ્થળે મોટા ઝાડ નીચે બંને રાત રહ્યા. અનેક પ્રવાસીઓ ત્યાં હતા. સવારે વહેલા ઊઠી બધા ચાલી નીકળ્યા. તેમણે સળગાવેલા અગ્નિથી જંગલમાં દાવાગ્નિ લાગ્યો. જમીન પરનું ઘાસ અગરબત્તીની જેમ બળવા લાગ્યું. ગોશાલક ને ગુરુ બંને ધ્યાનમાં ઊભા હતા. પગ નીચેનું ઘાસ સળગ્યું; શિષ્ય બૂમ મારી : “ગુરૂ, ભાગો, ભાગો !” પણ ગુરુ તો પથ્થરની પ્રતિમાશા ધ્યાનમગ્ન રહ્યા. સળગતો અગ્નિ સુરસુર કરતો એમના પગની આસપાસ ફરી વળ્યો. બંને પગ શ્યામ બની ગયા, પણ ધ્યાનકાળ પૂરો કરીને જ મહાવીર ખસ્યા ! ગુરુની નિશ્ચલતા ને પોતાની ચંચળતા ગોશાલકના મનને દમી રહી. એણે પોતાની સહનશીલતાની પરીક્ષા આપવા માટે અનાર્ય દેશ પ્રતિ પ્રયાણનો આગ્રહ સેવવા માંડ્યો. ૧૧૮ w ભગવાન મહાવીર Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અનાર્ય દેશમાં આર્યભૂમિ મગધના રમણીય સીમાડા છાંડીને અનાર્ય ભૂમિ જેવા રાઢ દેશના, સ્મશાનગૃહ જેવા પ્રદેશમાં ભ્રમણ મહાવીર અને તેમનો શિષ્ય ગોશાલક પ્રવેશ કરી રહ્યા છે. લોકો પોકાર પાડીને કહે છે : થોભાવો એમને ! થંભાવો એમને ! એમને શું વગર મોતે મરવું છે ? અરે ! આ સીમા ઓળંગી એ કઠોર ભૂમિમાં પ્રવેશેલો કદી હેમખેમ પાછો ફર્યો જાણ્યો નથી. એનાં તળાવ નકરાં દુર્ગધના પૂડા છે. દિશાઓમાં હાહાકાર સિવાય બીજો રવ નથી. ત્યાં ચારે તરફ વેલ અને લતાઓની જેમ નરમૂંડમાળાઓ લટકી રહી છે. પગદંડી વગરના એ પ્રદેશના પ્રવાસમાં, પગલે પગલે મરેલા માનવોની લાશ ગંધાઈ રહી છે ! જંગલી જેવા લોકો વાઘની બોડીમાં રહે છે. તેઓ પશુઓ જેવી ભાષા બોલે છે. માનવરક્ત એમનું સુમિષ્ઠ પેય ને નરમાં એમનું સુસ્વાદુ ભોજન છે. અહીં વડવાઈઓ પર કાળા નાગ ઝૂલે છે. પૃથ્વી પર વીંછીનાં બિછાનાં છે. નોળિયા અને ઉદર પૃથ્વી બધી કાણી કરી નાખે છે. મોતની આ ભૂમિ છે. જીવન અહીં અકસ્માતું છે. એવા એ પ્રદેશમાં આ બે ઉત્સાહથી ને ઉમંગથી ચાલ્યા જાય છે ! એમના પગમાં થડકારો નથી. આંખમાં ભયનો પડછાયો નથી. મોસાને જતા હોય એવી એમના મુખ પર પ્રસન્નતા છે. ત્યાં મા પીરસણ હાજર હશે, એવો જાણે પ્રેમભાવ ભર્યો છે ! અનાર્ય દેશમાં ૮ ૧૧૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ અણદીઠ ભૂમિ ખેડવા અને અજાણ્યા સીમાડાના તાગ લેવા બંને નીકળ્યા છે. અહિંસા ને પ્રેમની મૂર્તિ બનીને એ ત્યાં જઈ રહ્યા છે. કુશળ ગારુડીને ગમે તેવા નાગનો ભય લાગતો નથી, એમ માનવતાના આ મહેરામણને દુનિયાની દુષ્ટતાની લેશમાત્ર ચિતા નથી. - આર્ય ભૂમિમાં ઠેર ઠેર ભમ્યા, પણ કંઈક ધર્મભાવવાળા પ્રદેશોએ ને પરિચિત માણસોએ એમના આત્મબળની પૂરી કસોટી થવા ન દીધી. આ માટે તેમણે આ કઠોર ભૂમિ પર પગેરાં પાડ્યાં છે ! ત્રણ વાતની એમને શોધ કરવાની છે. અહિંસારૂપી સુવર્ણની ! સમતારૂપી મોતીની ! નિર્મમત્વરૂપી માણેકની ! ગાઢ વન ચારેકોર વિસ્તરેલાં છે. થોડી વારમાં દિશાઓ વાવાઝોડાંથી અંધ બની ગઈ. પવનની સાથે રાતા મોંવાળી કીડીઓનો વરસાદ વરસી રહ્યો. આખા દેહ પર કીડીઓનું જાળું બાકી રહ્યું. થોડી વારમાં પ્રતિવાત વાયો, ને લોહી પીને ધરાયેલી કીડીઓનું વાદળ બીજી દિશામાં ચાલ્યું ગયું. - ગુરુ-શિષ્ય એકબીજા સામે જોયું, એકબીજાના દેહ સામે જોયું. દેહ આખો ચાળણી જેવો વીંધાઈ ગયો હતો. રક્તના લાલ રંગે એમાં રંગોળી પૂરી હતી. કેવી દેહશોભા ! બંનેએ મોં મલકાવ્યું ને આગળ વધ્યા. એટલામાં પહાડના ઢોળાવ પરથી કૂતરાઓ દોડતા આવ્યા. આવ્યા એવા બંનેના દેહ પર બે ચાર બટકાં ભરીને, સોપારી જેવડા માંસના કટકા મોંમાં મૂકી, ઉતાવળા ઉતાવળા આગળ દોડી ગયા. આર્ય ગોશાલકે મહાગુરુને કહ્યું : “આ શ્વાનોને નિવારવા એકાદ દંડ હાથમાં રાખીશું ?' શ્રમણ મહાવીર બોલ્યા : “દંડ રાખીએ કે શસ્ત્ર રાખીએ, બંનેમાં ભાવના સરખી છે. કંઈ પણ પ્રતિકારનું સાધન રાખીશું, અરે, મુખેથી “હઈડ' તેવો ઉચ્ચાર પણ કરીશું, તો આપણી અહિંસાની પ્રતિજ્ઞા તૂટશે, શરીર પરની મમતા પ્રગટ થશે ને દુઃખને સમભાવે વેદવાની શક્તિનો ઉપહાસ થશે.” “તો શું કરીશું ?' આર્ય ગોશાલકે પ્રશ્ન કર્યો. નિર્મમત્વ ! નિર્વેદ ! કોઈ આપણને કરડતું નથી, કોઈ આપણને કરડી શકે નહિ, એ ભાવના ભાવો. કોઈ આપણું શત્રુ નથી, કોઈ આપણને છેદતું ૧૨૦ % ભગવાન મહાવીર Page #138 -------------------------------------------------------------------------- ________________ નથી, એ ભાવ રાખો !' શ્રમણ મહાવીરે ટૂંકાણમાં પ્રત્યુત્તર વાળ્યો. ગુરુ-શિષ્ય આગળ વધ્યા. દૂર દૂર દેખાતી એક પલ્લી પાસે તેઓ જઈ પહોંચ્યા. ત્યાં તો ધૂળ-રાખનો એક વંટોળિયો જાગ્યો, એ વંટોળિયામાં વાગોળની જેમ ઊડતો ઊડતો એક બિહામણો ભીલ આવ્યો. આવીને સિફતથી શ્રમણ મહાવીરની પિંડીનું માંસ કાપી ગયો. ધૂળનો બવંડર શાંત થતાં મહાવીરે શિષ્યને કહ્યું : ‘સંસારમાં સહુ શરીરની શક્તિનો મહિમા ગાય છે; મારે આત્માની અનંત શક્તિનો મહિમા પ્રગટ કરવો છે !' ‘એટલે જ લોકોએ આપને મહાવીર ઉપનામ આપ્યું છે ને ! પણ ગુરુદેવ ! મારું મન તો ઘણી વાર ડગી જાય છે હોં,' આર્ય ગોશાલકે નિખાલસ રીતે કહ્યું. ‘વત્સ ! સર્પ ને રજ્જુ જેવી આ બધી મનની ભ્રમણાઓ છે. આ મિત્ર ને આ શત્રુ - આ જગતનો એ મોટો ભ્રમ છે. આ ભ્રમથી મનને ડગતું રોકવા એક કલ્પના આપું. સંગ્રામના મોખરે રહેનાર હાથીની વૃત્તિ ધારણ કર. એ હાથી ગમે તેટલા ભાલા ભોંકાય, તીર વાગે, ખાડાટેકરા આવે, પણ કર્તવ્યને ખાતર શરીરની મમતા છાંડી આગળ જ ધગ્યે જાય છે ! શરીરને એ સાધનમાત્ર લેખે છે. સિદ્ધિ માટે એ સાધનનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. સિદ્ધિ મળી જાય ને સાધન ખલાસ થઈ જાય, તો એમાં શોચ કેવો ? એક જાનવર પણ કલ્પનાથી આટલું સાધ્ય સિદ્ધ કરી શકે છે, તો આપણે તો માનવી છીએ !' સુંદર કલ્પના ! ગોશાલક આ વિચારશ્રેણીથી અપ્રતિમ વીર બની ગયો. દુઃખે એમને ડરાવ્યા નહિ. વેદનાએ એમને ગભરાવ્યા નહિ. પ્રતિકારની વૃત્તિ એમણે દાખવી નહિ ! જાણે વિપત્તિનો જ આહાર કરીને એ સમય વિતાવવા લાગ્યા. આવા પ્રદેશમાં શ્રમણ મહાવીર છ માસ રહ્યા. ખાવાનું તો મળ્યું કે ન મળ્યું, એની ચિંતા નહોતી ! છ માસ સુધી નિરાહાર રહેવાની શક્તિ એમની પાસે હતી ! અનાર્ય દેશનો આ પ્રથમ ભયંકર પ્રવાસ પૂરો થયો. જીવનભરની સુકીર્તિ માટે આ એક જ પ્રવાસ બસ હતો. પ્રશંસા, કીર્તિ, દુંદુભિઓ, વાજાંગાજાં અનાર્ય દેશમાં ૫ ૧૨૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ વગડાવવા માટે એટલું સાહસકાર્ય પૂરતું હતું ! પણ આ કંઈ સંસારનાં વખાણ માટેનો પ્રવાસ નહોતો, પ્રસિદ્ધિની એ પતાકા નહોતી. એ તો હતી આત્મસુવર્ણની કસોટી. હાથમાં દીવો લઈને દુઃખને શોધવા નીકળનાર મહાયોગી મહાવીર અને આર્ય ગોશાલકે ફરી આર્ય ભૂમિમાં પ્રવેશ કર્યો, પણ આટલી કસોટી અધૂરી હોય તેમ, પહેલે પગલે એક નવી કસોટી સામે આવીને ઊભી રહી. આર્ય ભૂમિના બે ચોર અનાર્ય ભૂમિમાં ચોરી કરવા જતા હતા. શુકનની રાહમાં હતા, ત્યાં આ બંને જણા સામા મળ્યા. આ લોકોએ આપણને અપશુકન કર્યા. એમને ઠાર કરી નાખીએ. ઉઘાડી તલવારે બંને સામે દોડ્યા, પણ અહીં તો આત્માના અજબ વીરોએ અનેક ઉઘાડી તલવારોને નમાવી હતી, તો આ ચોર કોણ માત્ર ? તપસ્તેજ પાસે તલવારનાં પાણી એમ ને એમ ઊતરી ગયાં. મહાવીરે અનાર્ય ભૂમિમાંથી આવી, પાંચમું ચોમાસું મલય દેશની દ્દિલ નગરીમાં કર્યું. ચાર મહિનાના ઉપવાસ કર્યા. પારણું નગર બહાર કર્યું. અહીંથી કર્યાલ સમાગમ, જંબૂસડ થઈ તંબાય સન્નિવેશમાં આવ્યા. અહીં પાર્શ્વ સંપ્રદાયના નંદીષેણ સ્થવિર મળ્યા. ગોશાલકને એમની સાથે લડાઈ થઈ. મહાવીરે બેમાંથી કોઈની ભેર ન કરી. તંબાય સન્નિવેશથી તેઓ કૂપિય સન્નિવેશમાં આવ્યા. અહીં આ કોઈ ગુપ્તચરો છે, એમ સમજી બંનેને પકડવામાં આવ્યા. વાત કઢાવવા માટે માર માર્યો, પણ બોલે એ બીજા. રાજપુરુષો પકડીને લઈ જતા હતા, ત્યાં વિજયા ને પ્રગલ્ભા નામની સાધ્વીઓ ત્યાં આવી ચઢી. એમણે મહાવીરને ઓળખ્યાઓળખાવ્યા. અહીંથી તેઓ વૈશાલીમાં આવ્યા. નાની-મોટી હેરાનગતિઓથી હવે ગોશાલક કાયર-કાયર થઈ ગયો હતો. એણે કહ્યું : ‘હું આપનો પક્ષ કેટલો ખેંચુ છું ! તો આપ તો કોઈ દિવસ મારી ભેરમાં ઊભા જ રહેતા નથી. આપનો પક્ષ લેતાં માર ખાઈ ખાઈને હું તો અધમૂઓ થઈ ગયો.' મહાવીરે કંઈ જવાબ ન વાળ્યો. ગોશાલક રિસાઈને અહીંથી છૂટો પડીને ચાલ્યો ગયો. નિજાનંદમાં મસ્ત મહાવીર વૈશાલીમાં એક લુહારની કોઢમાં જઈને ઊતર્યા. મોટી માંદગીમાંથી ઊઠેલો લુહાર એ જ દિવસે કામે બેસવાનો હતો. ૧૨૨ કે ભગવાન મહાવીર Page #140 -------------------------------------------------------------------------- ________________ એણે મુહૂર્તમાં આ મુંડને જોયા, અપશુકન માન્યા. એ તો હથોડો ઉપાડી મારવા દોડ્યો, પણ ન જાણે – મહાવીરની મુખમુદ્રા જોતાં – એના હાથપગ ન હાલ્યા ! એકાકી મહાવીર અહીંથી ગ્રામાક સન્નિવેશમાં આવ્યા. અહીંના ઉદ્યાનમાં બિભેલક નામનો યક્ષ રહેતો હતો. એણે ખૂબ સેવા કરી. ત્યાંથી તેઓ શાલિશીર્ષ નામના ગામે આવ્યા. અહીંના ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરી ધ્યાનમાં રહ્યા. કટપૂતના નામની વ્યંતરી અહીં રહેતી હતી. સારા માણસોની એ અકારણ શત્રુ હતી. એણે મહાવીરને જોયા કે ક્રોધથી એ લાલપીળી થઈ ગઈ. એક તો શિયાળાના હિમભર્યા દિવસો હતા, એમાં એ ઠંડા શીતળ પાણીનો વરસાદ વરસાવવા લાગી, ને ઉપરથી વીંઝણા ઢોળી હવા કરવા લાગી. પણ મહાવીર તો મેરુધીર હતા. સમભાવે એ કષ્ટ સહન કરતાં કરતાં એમના અંતરમાં લોકાવધિ જ્ઞાન ઝળહળી ઊઠ્યું. કટપૂતના હારી. મહાવીર તો સાધનામાં મસ્ત હતા. આ વખતે છ મહિનાથી છૂટો પડેલો ગોશાલક ફરી વળી ગુરુસેવામાં આવીને હાજર થયો. ગુરુ વગર એને ગમતું નહોતું. ગુરુ-શિષ્ય છઠું ચોમાસુ ભદિયા નગરીમાં ને સાતમું આલંબિયા નગરીમાં વિતાવ્યું. અહીંથી આગળ વધતાં બંને લોહાર્ગલ રાજધાનીમાં આવી પહોંચ્યા. અહીં યુદ્ધની આશંકા હતી. એટલે જતા-આવતા પર કડક નજર રાખવામાં આવતી. મહાવીર ને ગોશાલકને ત્યાંથી પસાર થતાં પકડવામાં આવ્યા. તેઓ કોણ છે, તેની પૃચ્છા કરી. સારી ચાલચલગતના સાક્ષી માગ્યા. અહીં તો બોલવાની જ બાધા હતી, પછી સાક્ષીની વાત કેવી ? રાજપુરુષોએ તેમને માર્યા, તોય ન બોલ્યા. “ચલો રાજાજી પાસે. જોઉં છું પછી તમારી બોબડી કેમ બંધ રહે છે ?' રાજસેવકો એમને મારતાં મારતાં રાજસભામાં લઈ આવ્યા. રાજા બધી વાત સાંભળે, ત્યાં તો સભામાં બેઠેલા અસ્થિક ગ્રામનો ઉત્પલ શાસ્ત્રી બોલી ઊઠ્યો : “અરે ! આ તો રાય સિદ્ધાર્થના પુત્ર, જ્ઞાતનંદન મહાવીર છે. ઇંદ્રને ખબર પડશે, તો તમારો દમ કાઢી નાખશે. આ તો આત્મયોગી મહાવીર છે !” અનાર્ય દેશમાં જ ૧૨૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ ક્ષણવારમાં વાતાવરણ બદલાઈ ગયું. બધાં માન-પાન આપવા લાગ્યા, પણ મહાવીર તો ત્યાંથી ચાલતા થયા. દેહનાં માનપાન તો માણસને પાડનારાં હોય છે. માન આત્મપ્રેમી હોવા જોઈએ. બંને જણા પુરિમતાલ નામના ગામના શકટમુખ ઉદ્યાનમાં જઈને રહ્યા. વર્ગુર નામના શ્રાવકે તેમનો સત્કાર કર્યો. અહીંથી ઉન્નાગ ને ગોભૂમિમાં થઈને રાજગૃહ ગયા. ત્યાં આઠમું ચોમાસું વિતાવ્યું. ચોમાસું પૂરું થયુ, ને વળી મહાવીરની ઇચ્છા અનાર્ય ભૂમિ તરફ જવાની થઈ. હવે તો આત્મિક બળ વધી ગયું હતું. ફરી એક દિવસ અનાર્ય ભૂમિમાં બંનેએ પ્રવેશ કરી દીધો. ફરી એ જ તાડના, એ જ તર્જના ! એ જ માર ને એ જ વિટંબના ! પણ એક વાર ખેડેલો પ્રવાસ ને અનુભવેલાં દુ:ખોમાં કંઈ વિશેષતા ન લાગી. સુખ રોજનું થતાં સુખ લાગતું નથી; દુઃખ રોજનું થતાં દુઃખ લાગતું નથી. જ્યાં ખાવાના સાંસા હોય ત્યાં રહેવા ઘર કોણ આપે ? મહાવીરે છએ માસ ભોજન વિના ચલાવ્યું. આખો ચાતુર્માસ આશ્રય વિના વિતાવ્યો. ઝાડ, લતા કે સ્મશાન, જ્યાં આધાર મળ્યો, ત્યાં લીધો. આખરે ચાતુર્માસ વીત્યે ગુરુ-શિષ્ય પાછા ફર્યા. ૧૨૪ ૭ ભગવાન મહાવીર Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૫ નિદાયના દિવસો હતા. સૂર્ય સોળે કળાએ તપી રહ્યો હતો. માર્ગમાં વૈશ્યાયન નામનો તાપસ સૂર્યમંડળ પર દૃષ્ટિ સ્થિર કરીને તપ કરતો હતો. અગ્નિ વરસાવતો સૂર્ય એના દેહને તપાવતો હતો, પણ એનું મન વ્રતમાં સ્થિર હતું. એની મોટી જટામાં રહેલી જૂઓ તાપથી અકળાઈને જમીન પર પડતી હતી. દયાભાવી તાપસ જમીન પર પડેલી જૂઓને ઉપાડી ફરી ફરીને જટામાં મૂકતો હતો. તેોલેશ્યા ગોશાલક જેવા આત્માના અપ્રતિરથ મહારથીને આ કાર્ય ક્ષુદ્ર લાગે તે સ્વાભાવિક હતું. અનાર્ય દેશનો ભયંકર પ્રવાસ એક વાર નહિ, પણ બબ્બે વાર ગુરુ સાથે એ કરી આવ્યો હતો. વાધના બીજા અવતાર જેવા કૂતરાઓ એમના દેહને ક્ષત-વિક્ષત કરી ગયા હતા, પણ બંને જણાએ ઊંકારો પણ કર્યો નહોતો ! એવા ગોશાલકને યોગીનું આ કાર્ય બાલચેષ્ટા જેવું લાગ્યું. એનાથી ખડખડાટ હસી પડાયું, ને બોલી જવાયું : ‘અરે, આ તે જોગી કે જૂઓનો મિજબાન !' આ શબ્દો તાપસના શ્રવણપટ પર અથડાતાં એનો ચહેરો તપાવેલા તાંબાના પતરા જેવો બની ગયો. એણે મોં ફેરવ્યું, ને ગોશાલક ૫૨ દૃષ્ટિ સ્થિર કરી. એ દૃષ્ટિમાંથી દાહ ઉપજાવતી અગ્નિજ્વાળાઓ જાણે બહાર પડી. ‘અરેરે ! બળી મૂઓ !' ગોશાલકે બૂમ પાડી. એની આજુબાજુનાં લીલાં કંચન વૃક્ષો બળીને સાવ કાળા કોલસા જેવાં બની ગયાં હતાં. ગોશાલકને લાગ્યું તેોલેશ્યા ૪ ૧૨૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ કે પોતે પણ એ જ દશાને પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યાં સળગતા ગ્રીષ્મમાં એકાએક કોઈ ભી વાદળી વરસે, એમ ગોશાલક પળવારમાં શીતળતાનો અનુભવ કરી રહ્યો. એણે સ્વસ્થતા મેળવી, તો એક અજબ દશ્ય જોયું. તાપસના નેત્રમાંથી નીકળતાં અગ્નિ કિરણો સામે શ્રમણ મહાવીરના નેત્રોમાંથી જળધારાઓ ફૂટી રહી હતી. ગમે તેવી આપત્તિમાં પણ પ્રતિકારમાં ન માનનાર ગુરુદેવ, આજે શિષ્યની પ્રાણરક્ષા માટે પ્રતિકાર રચી રહ્યા. તાપસનો ગર્વ ગળી ગયો. મૃત્યુમાંથી ઊગરી ગયેલો ગોશાલક ગુરુચરણમાં પડ્યો ને ગદ્ગદ કંઠે બોલ્યો : ‘પ્રભુ ! આ શું હતું ?’ ‘તેજોલેશ્યા.’ ‘આપે સામે કઈ શક્તિ મૂકી ?' ‘શીતલેશ્યા.’ ‘ગુરુદેવ, જે શક્તિ સામાન્ય તાપસને લભ્ય, તે મને શા કાજે અલભ્ય ? મારી સાધનામાં કંઈ ત્રૂટિ ?’ ‘વત્સ, શક્તિ કરતાં સત્ત્વ તરફ જા ! એ જ કલ્યાણકારી છે. આ શક્તિ છે, ચમત્કાર છે; તારા જેવા સાધકને તો એ સાવ સુલભ છે; પણ ચમત્કારમાં સિદ્ધિ નથી. કોઈ વાર મન પરનો કાબૂ શિથિલ થતાં એ આત્માનું ને પરનું બંનેનું અકલ્યાણ કરે છે.' ‘ગુરુદેવ ! મારે તેજોલેશ્યા સાધવી છે. મને સાધના બતાવો !' જાણે ગોશાલકના હૈયામાં બેઠેલી બાળહઠ બોલી. ગોશાલકે આમ આગ્રહ કરીને મહાવીર પાસેથી તેજોલેશ્યાની સાધનાવિધિ જાણી લીધી. એ સાધના માટે સમયની જરૂર હતી. ગુરુ આવી પ્રવૃત્તિ માટે થોભે તેમ નહોતા. આથી ગોશાલક ગુરુથી ફરી જુદો પડ્યો. શ્રાવસ્તી નગરીમાં રોકાઈ ગયો. મહાગુરુ મહાવીર સામે તો આત્મસાધનાનો લાંબો રાહ પડ્યો હતો. શિષ્યને ત્યાં છોડી તેઓ આગળ વધ્યા. વિદાય વેળાએ એટલું કહ્યું : ‘વત્સ ! આત્મવિલોપન વગર આત્મવિજય અશક્ય છે, એ ભૂલીશ મા ! દુનિયામાં જાત ૧૨૬ ૭ ભગવાન મહાવીર Page #144 -------------------------------------------------------------------------- ________________ ભૂલનારની જ જીત છે.” બંનેના રાહ જુદા પડ્યા. “ગુરુદેવ ! જાઉં છું. આશીર્વાદ આપો કે સાધનામાં સફળ નીવડું.' શ્રાવસ્તીની હાલાહલ કુંભારણ આજીવક મતની ઉપાસિકા હતી. (આજીવક મતનો સ્થાપક જ ગોશાલક હતો) એની ભંડશાળામાં જઈને ગોશાલક ઊતર્યો. છ માસ સુધી એણે તપ કર્યું. આખરે એને તેજશક્તિ પ્રાપ્ત થઈ. એણે શક્તિપરીક્ષાનો પહેલો અખતરો કૂવા પર પાણી ભરતી દાસી પર કર્યો. ગોશાલકે એનો ઘડો કાંકરો મારી ફોડી નાખ્યો. દાસીએ ગાળો આપી, ગોશાલકને ક્રોધ વ્યાપ્યો. એણે આંખમાંથી તેજોલેક્ષા છોડી, બાઈ ત્યાં ને ત્યાં ભસ્મ ! પ્રયોગ સફળ થયો, ગોશાલકના હર્ષનો ને ગર્વનો પાર ન રહ્યો. દુનિયાદારી એ જાણતો હતો. દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીયે, એ ન્યાયે એણે પાર્શ્વ સંપ્રદાયના છ સાધુઓ પાસેથી નિમિત્તશાસ્ત્ર શીખી લીધું. હવે એ લોકોનાં સુખ-દુઃખ, લાભ-હાનિ, જીવિત-મરણ ભાખવા લાગ્યો ! ટૂંક વખતમાં એ સિદ્ધવચન નિમિત્તશાસ્ત્રી બની ગયો. એક તેજોલેશ્યા ને બીજું નિમિત્તજ્ઞાન : આ બે વાતે ગોશાલકનો મહિમા ખૂબ વધારી દીધો. લોકોના ટોળેટોળાં એનાં વ્યાખ્યાન સાંભળવા એકઠાં મળવા લાગ્યાં. હજારો ભક્તો ઊભરાવા લાગ્યા. એના જયજયકારથી દિગંત ગાજવા લાગ્યું. ગરજુ લોકોની ગોષ્ઠિ જેવું એ બની ગયું. ગોશાલક સાધારણ ભિક્ષુમાંથી આચાર્ય બની ગયો. અને હવે બાકી શું હતું કે બાકી રાખે ? થોડા વખતે આજીવક સંપ્રદાયના પ્રથમ તીર્થકર તરીકે એ જાહેર થયો. નિયતિવાદનો એ પરમ પ્રચારક બન્યો. તે જગ્યા છે. ૧૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ કુણ નર ધરતીમે સતીઓ જાગિયો, હરનું સિંગાસણ ડોલા ખાય ! ૨૬ સંગમવિજય સમય-સાગરના કિનારા પરથી દશ દશ વર્ષનો તિતિક્ષાનો લાંબો ગાળો ચાલ્યો ગયો છે. આ સમય દરમ્યાન મહાયોગી મહાવીરના ભ્રમણનું વૃત્તાંત, એમને માથે પડેલાં દુઃખોનો ચિતાર અને એમના મનની નિસ્યંદ શાંતિનો ઇતિહાસ-પૃથ્વી ૫૨ કહેનારને માટે આંખમાં આસું ને મોમાં ગીત જેવો પાવનકારી પ્રસંગ બની ગયો છે. જીવલેણ પરિષહોથી પણ પીછેહઠ કેવી ? દુઃખ સામેથી ગમે તે રીતે છટકવાની વૃત્તિ કેવી ? અરે આ તો સામે પગલે જઈને દુઃખનું સામૈયું કરવાની ભાવના ! સુખ છે માટે જીવનને ચાહવું, દુઃખ છે માટે ન ચાહવું, એ વાત જ નહિ. જીવન જીવન છે, જીવન જીવવાનો કોઈ ગૂઢ અર્થ છે. એ અર્થમાં જીવનને ચાહવું; મૃત્યુની ગણના ન કરવી. ગૃહત્યાગ પછી પદેપદે, સાંભળતાં હૈયું થંભી જાય એટલી સિતમની વર્ષા, વર્ણવતાં જીભ પણ કાંપી ઊઠે એટલી હ્રદયવિદારક વ્યથાઓ ! રે સંસા૨માં જે કોઈનો શત્રુ નથી, એના તરફ જ આવો શત્રુતાભર્યો જગવર્તાવ ! ને જાદુ તો એ, કે એવા નિર્દય વર્તાવ સામે બે હોઠોનો ફફડાટ પણ નહિ ! જ્યારે જુઓ ત્યારે માત્ર કરુણાની અમીધારાનો જ છંટકાવ ! ૧૨૮ ૭ ભગવાન મહાવીર Page #146 -------------------------------------------------------------------------- ________________ મન નિર્ભય છે. મસ્તક ગૌરવથી ઉન્નત છે. કેસરી સિંહ જેમ વન વીંધતો અજાણી ભોમમાં સંચરે, એમ એ ઘૂમે છે. ઘૂમતાં ઘૂમતાં એ સંસારના સીમાડા પ્રેમ ને તપથી સર કરે છે ! ક્ષુધા-પિપાસા સાથે છે, પણ જાણે એય એમનો સ્વભાવ વીસરી ગયાં છે. બે દિવસે કે બાર દિવસે, બે પખવાડિયે કે ચાર પખવાડિયે, બે મહિને કે છ મહિને- જે એક ટંક લૂખું સૂકું મળી જાય, એનાથી એ સંતુષ્ટ થાય છે ! ટાઢ-તાપ પણ જાણે મહાવીર સામે હાર્યાના ગાઉ ગણે છે. મહાવીરને ટાઢ ટાઢ રૂપે નડતી નથી, તાપ તાપરૂપે તપાવતો નથી. સદા મનશાંતિ વસે છે. આશ્ચર્ય તો જુઓ ! પળી જેવું હૃદય આખા સંસારનો સમાસ થાય તેટલું વિશાળ બન્યું છે. ખોબા જેવડું પેટ. જાણે અન્નપૂર્ણાનો ભંડાર બન્યું છે ! વગર ખાધે એ તો અમૃતના ઓડકાર કાઢે છે. દેહ પર વસ્ત્ર નથી ! પૃથ્વી પર બિછાનું નથી. હાથમાં પાત્ર નથી. મોંમાં જાણે દાદ માગનારી જબાન નથી. માગવું ને મરવું સરખું બન્યું છે. કોઈને દુભવી અન્નનો કણ પણ લેવાની ચાહના નથી. મિત્ર પ્રત્યે મહોબત્ત નથી. શત્રુ પ્રત્યે શત્રુતા નથી. ફૂલ ને કાંટા પર સમાન પ્યાર છે. ઓળખાણની ખાણ કદી ખોદવાની ઇચ્છા નથી. પોતાની કોઈ રૂપે પણ પિછાન આપવાનો જ ઇનકાર છે. પરિચય વટાવી ખાવાની કદી વૃત્તિ કરી નથી. જીવનની સર્વ શક્તિઓને નાણી જોવાના એ હિમાયતી છે. જીવનસંગ્રામમાં દરેક મોરચે એ લડવાના ને વિજયના ઉત્સુક છે. કોઈ વનપશુની પણ જ્યાં સલામતી નથી, એવી જગ્યાઓમાં એ વિચરે છે. પશુ, પ્રાણી કે માનવને ડારવા હાથમાં દંડ સાવા જેટલી પણ એમની ઇચ્છા નથી. જ્યાં જીવ જીવનું ખાદ્ય ખાય છે, માનવ માનવને ખાય છે- એવા પ્રદેશમાં આ ધર્મચક્રવર્તી જાય છે, ને દિવિજય સાધી પાછા ફરે છે ! કરુણા અને પ્રેમ પાસે સંસા૨ની સર્વ તાકાતનો એ છેદ ઉડાવી દે છે ! આત્મશક્તિ પાસે સંસારની સર્વ શક્તિઓને શરણાગતિ લેવરાવે છે. આવી અબોલ પ્રેમવીણાનું મૌન, એ જ એનું ગાન છે. ગલીએગલી, નગરેનગર, અણુએઅણુ એથી ગુંજા૨વ કરી ઊઠ્યું છે ! એ અણુએ વિશાળ સંગમવિજય ૧૨૯ . Page #147 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને માનવપરાગની સુગંધથી વ્યાપ્ત કરી છે, સાથે સાથે વિરાટ સ્વર્ગને પણ વ્યાકુળ કર્યું છે. સ્વર્ગનો રાજાધિરાજ ઇંદ્ર હંમેશની જેમ માનવગાથાઓ ગાવાનો ને માનવયશ વંદવાનો રસિયો છે. એણે મહાયોગી મહાવીરની પ્રશસ્તિ ગાવા દેવોની સભા ભરી અને ખુલ્લું મુખે કહ્યું : “દેવોને પણ નમવા યોગ્ય એક નરરત્ન અત્યારે પૃથ્વીને પાટલે વિચરે છે. હું એ મહાનરરત્ન મહાપ્રભુ મહાવીરને નમું છું, વંદું છું, સ્તવું છું. એ મહાયોગી, મહાધ્યાનીને પોતાના ધ્યાનમાંથી, પોતાના નિર્ધારમાંથી ચળાવવા માટે મનુષ્ય, પશુ, પ્રાણી, ઉરગ, રાક્ષસ, યક્ષ, અસુર કે ખુદ દેવતાઓ કે દેવતાઓનો રાજા પણ સમર્થ નથી !' આખી દેવસભા આ પ્રશસ્તિ સાંભળી રહી. ને સ્વર્ગમાં બેઠી બેઠી પૃથ્વીના પટ પર ફરતા એ મહામાનવને વંદી રહી. આ વખતે દેવોની અસ્મિતાનો આગ્રહી, સંગમ નામનો દેવ કોપી ઊઠ્યો, ધૂંઆપૂંઆ થતો દેવસભામાં ઊભો થઈ ગયો ને ગર્યો. - “હે દેવસભાનાં રત્નો ! મહારાજ ઇંદ્રની વાત સાંભળી મને આશ્ચર્ય થાય છે. ક્યાં પૃથ્વીલોકનો જરા-મરણથી ઘેરાયેલો ને સુધાપિપાસાવાળો ક્ષુદ્ર માનવી ને ક્યાં અજર-અમર, સંકલ્પસિદ્ધિવાળો દેવગણ ! અરે, જે ધારે તો લીલામાત્રમાં મેરુપર્વતને માટીના ઢેફાની જેમ અત્ર તત્ર ફગાવી શકે, જે ધારે તો ઘીમાં રોટલી બોળે તેમ પૃથ્વીને સાગરમાં ઝબકોળી શકે, જે ધારે તો પાતાળઊંડા સાગરને પણ ક્ષણમાત્રમાં આચમન કરી જઈ શકે, જે આંગળીના ઇશારામાત્રથી ભૂકંપ, વાવંટોળ, ઉલ્કા કે ગમે તેવાં તોફાન જગાવી શકે. એ મહામહિમાવાળા દેવગણ પાસે એક માનવીની આવી વડાઈ ? ઇંદ્રરાજે રાઈનો પહાડ કર્યો; એ મોટાની મોટાઈ છે. હવે હું એ પહાડની રાઈ કરીને દેવોને બતાવીશ. એ રીતે દેવલોકની અસ્મિતા જાળવીશ.” એ વખતે જ સ્વર્ગ અને પૃથ્વીને ભેદતા ભયંકર ધડાકા થયા. એ સાથે સંગમ દેવ પૃથ્વી ભણી રવાના થયો. મહાયોગી મહાવીર આ વખતે મલેચ્છ ભૂમિમાં વિહરતા હતા. દઢભૂમિ ૧૩૦ % ભગવાન મહાવીર Page #148 -------------------------------------------------------------------------- ________________ નામના પ્રદેશમાં, પેઢાલ ગામની બહાર, પોલાસ ચૈત્યમાં મહાપ્રતિમા નામનું વ્રત લઈને એ ધ્યાનમાં રહ્યા હતા. એક સૂકા પદાર્થ પર નજર સ્થિર કરી, પાંપણનો પલકારો પાડ્યા વગર એ તપ કરવાનું હતું ! તપસ્વીની એ રાત્રિ એકાએક કાળરાત્રિ બની ગઈ! મલેચ્છ દેશમાં સાધુસંતોને કોણ પિછાણે ? અહિંસા-સત્યનો મહિમા કોણ જાણે ? - રાત જામતી ગઈ, ને ચારે તરફ ભૂત રડતાં હોય, ચુડેલો રાસડા લેતી હોય ને પિશાચો પોકાર પાડતા હોય, એવા અવાજો સંભળાવા લાગ્યા. હવામાં દુર્ગધ વહી રહી. નાક સડાવી નાખે તેવી એ ઉગ્ર વાસ હતી ! એકાએક ધૂળનો બવંડર ઊઠ્યો. તમામ પ્રદેશ ધૂળથી રજોટાઈ ગયો. મહાવીરનાં પણ કાન, નાક, મોં બધું ભરાઈ ગયું, પણ સહુથી વધુ પીડા તો નેત્ર અનુભવી રહ્યાં. નેત્ર ખુલ્લાં રાખવાની પ્રતિજ્ઞા હતી. નેત્ર ધૂળથી ભરાઈ ગયાં, તોય પોપચાં તો અણનમ રહ્યાં ! આ બવંડર ધીરે ધીરે શમતો ચાલ્યો, ત્યાં એકાએક કીડીઓ ઊભરાઈ ઊઠી. સોય જેવા તીવ્ર મુખવાળી એ કીડીઓ, મહાવીરના દેહ પર રાફડો જમાવી બેઠી. આખો દેહ સૂજી ગયો. આ ઉપદ્રવ ચાલુ હતા, ત્યાં પવનની લહેરખી પર બેસીને ધમધમ કરતું ડાંસોનું ઝોકું આવ્યું. ડાંસોએ વસ્ત્રરહિત મહાવીરને જોયા, ને જાણે આકડે મધ ભાળ્યું. મહાવીરને તો હાથની આંગળી પણ ઊંચી કરવાની નહોતી. ડાંસોએ પોતાની ઝરી સૂંઢ વાટે અંદરનું લોહી બહાર કાઢ્યું, ને મહેફિલ જમાવી. કીડી ને ડાંસ પેટ ભરી રહેવા આવ્યા, ત્યાં એકાએક લાલ મોંવાળી ઘીમેલો સાગમટે નોતરાં લઈને આવી પહોંચી. સામે મોંએ સમશેરના ઘા ઝીલનાર ભલભલો રણોદ્ધો, એક નાનીશી ઘીમેલ પાસે તોબા પોકારી ઊઠે, તો આ તો હિસાબ વગરની ઘીમેલો ! મહાવીરનો દેહ ચાળણી જેવો થઈ ગયો, પણ મોં પર દુઃખની એક રેખા પણ ક્યાં જોવા મળે ? સ્વદેહ એમને માટે પરદેહ સમો બન્યો હતો. એક વૈદની રીતે-તટસ્થભાવેદરદીની વેદનાનું એ નિરીક્ષણ કરી રહ્યા. હવે વીંછી આવ્યા. અગ્નિના ડામ કરતાં ઉગ્ર ને ભાલાના પ્રહાર કરતાં તીક્ષ્ણ એમના ડંખ હતા. પછી નોળિયા આવ્યા. ઉગ્ર દાઢોથી ભગવાનના દેહમાં બટકાં ભરવા લાગ્યા ! આ પછી સર્પ સંગમવિજય રુ ૧૩૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. એમણે એમનું પરાક્રમ દાખવવામાં પીછેહઠ ન કરી. પછી ઉંદર આવ્યા. ઉંદર તો સાપનું ભક્ષ, પણ અહીં તો બંનેનું ભક્ષ ત્રીજી વ્યક્તિ હતી; એટલે બંનેએ પોતાનું કામ ચાલુ રાખ્યું. * માણસ તો શું શેતાન પણ રાડ પાડી દે તેવી વેદના હતી, પણ મોંએથી એક ધીમો આર્તનાદ પણ કેવો ? આ પછી મસ્તાન માતંગ આવ્યો. એણે રણગોળીટાની જેમ મહાવીરને ઉપાડી ઉપાડીને આકાશમાં ઘા કરવા માંડ્યા. પછી મહાપિશાચ આવ્યો, પોતાનું ખપ્પર ભરવા ! એ ગયો, ત્યાં લોહીતરસ્યો ભયંકર વાવ આવીને કારમી કિકિયારી સાથે તૂટી પડ્યો. પોલાદનેય પિગળાવી નાખે તેવાં દુઃખો, ને મહાવીરનું એક રુવાંટું પણ ફરકાવી ન શક્યા. ત્યાં તો ન જાણે ક્યાંથી યશોદા ને પ્રિયદર્શના રોતાં-કકળતાં આવી પહોંચ્યાં. યશોદા હૈયું વલોવી નાખે તેમ કલ્પાંત કરતી રડતી હતી : “હે નાથ ! હાથ ગ્રહીને શું આમ અંધારે કૂવે નાખવી હતી ? આના કરતાં તમે અમને મારીને મુનિ થયા હોત તો સારું. તમારા ભાઈએ મને દીનહીન બનાવી ઘરમાંથી કાઢી મૂકી છે !” આટલું બોલીને યશોદાએ મોટેથી હૂઠવો મૂક્યો. ભલભલાનું હૃદય ચિરાઈ જાય, તેવું એ દૃશ્ય હતું. એ હજી પૂરું થયું ન હતું ત્યાં તો પ્રિયદર્શનાએ પ્રાણપોક જેવા અવાજે કહ્યું : “તમારે ઘેર જન્મીને મેં અપરંપાર દુઃખ વેક્યું છે. પતિએ કાઢી મૂકી. મોટા કાકાએ જાકારો આપ્યો. બાળબચ્ચાંવાળી હું હવે કૂવે પડું, દરિયો પૂરું કે આગમાં ઝંપલાવું ?' પણ મહાવીરને તો આ કંઈ જ સ્પર્શતું નથી ! જાણે પથ્થર પર પાણી ! થોડી વારમાં આ બધું જાણે અદૃશ્ય થઈ ગયું. હવા સુગંધભાર લઈને વહેવા લાગી. પુષ્પો ઊઘડવા લાગ્યાં. લતાઓ ફૂલોથી ખીલી ઊઠી. મૃગ ને મૃગી, શુક ને શુકી, સારસ ને સારસી, સહુ જાણે પ્રેમમયી સૃષ્ટિમાં ગુલતાન થઈ ગયાં. કેવી ઋતુ ! કેવો સુંદર સમય ! કેવો એકાંત ! ત્યાં તો કોઈ યુવતી છૂટે ૧૩૨ ભગવાન મહાવીર Page #150 -------------------------------------------------------------------------- ________________ THE સંગમવિજય ૭ ૧૩૩ C2243 Page #151 -------------------------------------------------------------------------- ________________ અંબોડે મીઠી બંસી વાતી ત્યાં આવી પહોંચી. એનાં વસ્ત્રોનું કંઈ ઠેકાણું નહોતું. એનાં મા૨ણાં અંગો જાદુ કરતાં હતાં. થોડી વારે ઢોલક વગાડતી બીજી એક સુંદર સ્ત્રી આવી. એના સુગંધીભર્યા વાળ પગની પાનીને અડકતા હતા. થોડી વારે વળી પાંચેક સરખી હેડીની સુંદરીઓ નાચતી ગાતી ત્યાં આવી ! સુંદરીઓનો આ સાથ હસ્યો, રમ્યો, નાચ્યો, આખી વનપલ્લીને એમના સ્વરને રૂપથી ઝળાંહળાં કરી દીધી. પુષ્પનાં બાણ લઈને ૨મતી સુંદરીઓએ જાણે મહાવી૨ને નિહાળ્યા. આનંદ કરતું આ વૃંદ એકાએક જાણે ચમકી ઊઠ્યું. તેઓએ મહાયોગી તરફ પોતાનાં પુષ્પ-તીર તાક્યાં, ને બોલી : ‘અરે ! આ રહ્યા આપણા હૈયાના હાર !' આમ કહેતી એક નવયૌવના જાણે ભેટવા દોડી. ‘હે નિષ્ઠુર દેવતા ! સુંદરીઓને આમ રઝળાવવાની હોય ?' બીજી બે સુંદરીઓ જઈને ગોદમાં ભરાવા લાગી. ‘અરે જગતમાં સહુને સ્નેહ આપો છો, ને અમને કાં વંચિત રાખો ?’ એક રૂપયૌવનાએ કાતિલ કટાક્ષ કરતાં કહ્યું. ‘સહુને સુખ પહોંચાડો છો, ને મને કાં પીડો, સ્વામી !' મુખ્ય નાયિકાએ કમળ જેવાં નયન નચાવતાં કહ્યું, ‘એકાંત છે, યૌવન છે. રસ છે, રસિકાઓ છે. હે રસિયા સ્વામી ! વિલંબ કાં કરો ?' ‘અરે ! તમે તો કહો છો કે આત્મા ને દેહ જુદા છે. તો આત્મા તમે રાખી લો, દેહ અમને આપો ! દેહનો અમને ખપ છે ! નાથ, હવે અમને વધુ તરસાવો ના !' સુંદરીઓ મહાયોગીને વીંટળાઈ વળી, પણ મહાવીર જળ-કમળવત અલિપ્ત હતા. આખરે સુંદરીઓ જાણે નિરાશ થઈ, ચોધાર આંસુથી રડતી રડતી અદૃશ્ય થઈ ગઈ. સુંદરીઓ ચાલી ગઈ. રાત પણ ચાલી ગઈ હતી. ત્યાં એક રસોઇયો આવ્યો. એ ચૂલો કરવા પથરા શોધતો હતો. પથરા નહોતા મળતા. મહાવીરને સ્થિર ઊભેલા ને પોતાને કંઈ મદદ કરતા ન જોઈ, એણે વિચાર્યું : ૧૩૪ ૫ ભગવાન મહાવીર Page #152 -------------------------------------------------------------------------- ________________ ‘લાવ ને ! આના બે પગ વચ્ચે અગ્નિ તપાવી અન્ન રાંધું !” અગ્નિ ઝગ્યો, પણ મહાવીરના અંતરનો ઝળહળાય ધીમો ન પડ્યો. એટલામાં તો એક ચંડાળ પંખીનાં પાંજરાં લઈને આવ્યો. મહાવીરને વૃક્ષના થડની જેમ અડોલ જોઈ, કોઈ “માતમા' લાગે છે, કહી એની મજાક ઉડાવવા લાગ્યો, ને એમના દેહ પર પોતાનાં પાંજરાં લટકાવી દીધાં. ભૂખ્યાં પંખી ચાંચો મારી મારી દેહમાંથી માંસ ઠોલવા લાગ્યાં. પ્રભાતી કિરણો ફૂટવાને હજી વાર હતી. ત્યાં આકાશમાં ભયંકર કાળચક્ર સુસવાટા કરવા લાગ્યું. કડાકા સાથે એ મહાવીર પાસે આવ્યું. પૃથ્વી એકસપાટે ચિરાઈ ગઈ. આકાશ જૂના છાપરાની જેમ તૂટું તૂટું થવા લાગ્યું. ભલભલાને ગુલાંટ ખવડાવી ભોં ભેગા કરી દે, તેવો એક ધક્કો આવ્યો. પહાડ જેવા અડોલ મહાવીર કમરબૂડ પૃથ્વીમાં ઊતરી ગયા. ભલભલાની ત્યાં સમાધ રચાઈ જાય, તેવો એ ઘાટ હતો. થોડી વારે એ તોફાન શમ્યું. પ્રભાતી રંગ પૃથ્વી પર ફેલાયો. આ દેશ સારપ માત્રનો શત્રુ હતો. એક માનવી બીજા માનવીને શત્રુ ને હરીફ રૂપે જોતો. કોઈની સુજનતાનો એ ભરોસો ન કરતો. દુનિયામાં ભલાઈ હોય, એમ એ ન માનતો. ત્યાં ચોર પણ સાધુવેશ લેતા. વેશની પવિત્રતા, અંતરની મહત્તા કે પરમાર્થની ભાવના વિનાનો આ પ્રદેશ હતો. એક વાર સાધુવેશમાં ચોરી કરતો એક જણ પકડાયો. એણે કહ્યું : ‘હું નિર્દોષ છું. હું તો મારા ગુરુની આજ્ઞાને અનુસર્યો છે. ચાલો, મારા મહાગુરુને બતાવું.' ચોર સિપાઈઓને જ્યાં મહાવીર હતા ત્યાં લઈ ગયો. મહાવીરને પરદોષ કહેવાના નહોતા. પેલો ચેલો છૂટી ગયો. મહાવીર બંધાઈ ગયા. થોડો માર પણ પડ્યો, ને લઈ ચાલ્યા રાજદેવડીએ. માર્ગમાં ભૂતિલ નામનો ઇંદ્રજાળી મળ્યો. એણે મહાવીરને ઓળખ્યા. એણે કહ્યું : “અરે, આ તો મહાત્યાગી મહાવીર છે - રાય સિદ્ધાર્થના પુત્ર !' મહાવીર બંધનમુક્ત થયા. એક વાર પાંચસો ચોર મળ્યા. તેઓ આનંદને ખાતર મહાવીરને ભેટી સંગમવિજય મ ૧૩૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ પડ્યા ને કહેવા લાગ્યા : ‘અરે મામા ! તમે ક્યાંથી ?' ને મામાને ભાણેજોએ રેતીમાં ઘસડ્યા. અંધેરી નગરી ને ગંડુ રાજા જેવા આ રાજમાં, શૂળી ચડાવવાનો ઘાટ પણ રચાઈ ગયો, પણ બધેથી આત્મવીર મહાવીરે અંતે વિજય મેળવ્યો. દિવસોથી મહાવી૨ ઉપવાસી હતા. ગામમાં કે નગ૨માં કોઈ વાર ભિક્ષા માટે જાય, એટલે સારી વસ્તુ લોકો છુપાવી દે. ખરાબ વસ્તુ સામે ધરે. મહાવીર એ કેમ સ્વીકારે ? આમ ભિક્ષાન્ત વગર છ છ મહિના ચાલ્યા ગયા, પણ હાર સ્વીકારવાનું મહાવી૨ કયે દિવસે સમજ્યા હતા ? આ દુ:ખો તો એમને મન પોતાના આત્માની અગ્નિપરીક્ષા હતી. અને એમાં કાંચન શુદ્ધ નીકળ્યું હતું. એક દિવસ એક જણ આવ્યો. એ ગળગળા અવાજે બોલ્યો : ‘હું સંગમ. આપને સતાવનાર. ક્ષમા ચાહું છું. ખરેખર, તમે જેવા દેવરાજ ઇંદ્રે કહ્યું તેવા જ અડગ ધ્યાની ને તપસ્વી છો.' આ સાંભળી છ છ માસથી હેરાન-પરેશાન થતા મહાયોગી મહાવીરના મુખ પરની એક રેખા પણ ન બદલાઈ. એમણે કહ્યું : ‘સંગમ દેવ ! અમે કોઈને અધીન નથી. મારી ચિંતા ન કરતો. તું તારે રસ્તે સુખેથી જા !' બીજે દિવસે મહાવીર ભિક્ષાન્ન માટે નીકળ્યા. ગોકુળ ગામમાં વત્સપાલિકા નામની વૃદ્ધ ગોપીએ પ્રભુને છ માસનું પારણું કરાવ્યું. સ્વર્ગ ને પૃથ્વીના પરમાણુઓ આનંદથી પ્રમુદિત થઈ ગયાં ! ૧૩૬ ૫ ભગવાન મહાવીર Page #154 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઊંધું જમેઉધાર વૈશાલીમાં સમર નામનું ઉદ્યાન છે. એ ઉદ્યાનમાં જયન્ત નામના કેવલી સાધુ આવ્યા છે. પ્રભુ પાર્શ્વના ચાર યામના એ ઉપાસક છે. આ ઉદ્યાનમાં ભગવાન મહાવીર અગિયારમું ચોમાસું રહ્યા હતા. થોડા વખત પહેલાં જ તેઓ આગળ વિહાર કરી ગયા હતા. જયન્ત કેવલીએ ઉપદેશ સાંભળવા એકત્ર થયેલા લોકોને એક અજબ વાત કહી. એમણે કહ્યું : વસ્તુમાં સિદ્ધિ નથી. ભાવમાં સિદ્ધિ છે. તમારા ગામના એક શેઠે ભગવાનને પારણું કરાવ્યું; એનું પુણ્ય બીજા શેઠને મળ્યું !” કેવું વિચિત્ર જમા-ઉધાર ! લોકો આશ્ચર્યમાં પડી ગયા. એમણે કહ્યું : આપે એક જણ, લે બીજો જણ. વાવે એક જણ, લણે બીજો જણ. હે મહાદેવલી ! આ વાત અમને સમજાય તે રીતે કહો.” જયન્ત કેવલી બોલ્યા : ‘તમારા ગામમાં જિનદત્ત અને લક્ષ્મીદત્ત નામના બે શેઠ છે. જિનદત્ત પહેલા નગરશેઠ હતા. હાલમાં એમની સંપત્તિ નાશ પામી છે. માટે એ મશ્કરીમાં જીર્ણશ્રેષ્ઠી નામે ઓળખાય છે.” લક્ષ્માદા પાસે લક્ષ્મી છે. એમને નગરશેઠપદ મળ્યું છે. એ અભિનવશ્રેષ્ઠીને નામે પંકાય છે.” જીર્ણશેઠ ભાવનાવાળો છે, નમ્ર છે. લક્ષ્મીદત્તને લક્ષ્મીનો અહંકાર છે. ઊધું જમે-ઉધાર ૭ ૧૩૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ આ ચોમાસામાં મહાયોગી મહાવીર અહીં પધાર્યા. આ ઉદ્યાનમાં બળદેવના મંદિરમાં રહ્યા. આ વાતની ખબર જીર્ણશ્રેષ્ઠીને પડતાં એ ત્યાં પહોંચ્યો. મહાવીર ધ્યાનમાંથી ઊઠે, એટલે પોતાને ઘેર ભિક્ષા માટે લઈ જવા, એવી એની ઇચ્છા હતી. એ માટે એ ત્યાં જ બેસી રહ્યો.' પણ બપોર વીતી જાય, છતાં મહાયોગી ધ્યાનમાંથી ઊઠે જ નહિ. આમ એક સપ્તાહ ગયું, બે સપ્તાહ ગયા. જીર્ણશ્રેષ્ઠીએ માન્યું કે માસખમણ હશે. મહિને ભિક્ષા લેવા નીકળશે ત્યારે વાત !' મંદિરનો ઓટલો જીર્ણશેઠ માટે તીર્થ બની ગયું. રોજ ત્યાં આવીને બેસે, મહાયોગી મહાવીરનાં દર્શન કરે, ભાવના ભાવે કે મહાપ્રભુ પોતાને ઘેર આજ પધારશે ને પારણું કરશે, કાલે પધારશે, ને પારણું કરશે. પોતે ધન્ય ધન્ય થઈ જશે.” આમ એક મહિનો વીતી ગયો. મહાયોગી તો ભિક્ષા માટે ન નીકળ્યા. જીર્ણશેઠે માન્યું કે કદાચ માસખમણથી વધુ તપ હશે. આમ બે મહિના વીતી ગયા.' ત્રણ મહિના પણ વીતી ગયા. જીર્ણશેઠનો ભાવ હતો. કંટાળો નહોતો. એને તો એક જ લગની લાગી હતી, પ્રભુને પાર કરાવવાની. ચાર મહિના પૂરા થયા. મહાયોગી આજે ભિક્ષા માટે નીકળવાના ! જીર્ણશેઠ એમને નિમંત્રણ આપી, વહેલો વહેલો ઘેર પહોંચી ગયો. “મહાવીર ભિક્ષા માટે નીકળ્યા. માર્ગમાં અભિનવશ્રેષ્ઠીનું ઘર આવ્યું. તેઓ ભિક્ષા માટે ત્યાં થોભ્યા. બારણે સાધુને ભિક્ષા માટે ઊભેલો જોઈ, નવા શેઠે દાસીને કહ્યું : પેલા સાધુને કંઈ આપી વિદાય કર ! દાસી ઘરમાં ગઈ. પાલીમાં અડદના બાકળા લઈ આવી. મહાયોગી એ લઈને ચાલતા થયા ! ચાર માસખમણનું એનાથી પારણું કર્યું. પારણું કરીને એ તો ચાલી નીકળ્યા. “અહીં જીર્ણશેઠ તો રાહ જોઈને બેઠા છે. એના હૈયામાં હર્ષ માતો નથી. ૧૩૮ ૮ ભગવાન મહાવીર Page #156 -------------------------------------------------------------------------- ________________ અરે ! પ્રભુ હમણાં પધારશે; મારા અન્નનો સ્વીકાર કરશે; મારું આંગણું પાવન કરશે; મારું જીવન ધન્ય થશે ! “જીર્ણશેઠ ઘણો સમય રાહ જોતા બેઠા રહ્યા, ભાવના જ ભાવતા રહ્યા, અંતરમાં એમ ને એમ આનંદ મેળવતા રહ્યા. ત્યાં કોઈએ કહ્યું : “અરે ! મહાયોગીએ તો પારણું કરી લીધું ! જો, ત્યાં જયધ્વનિ સંભળાય !” જીર્ણશેઠ ઊઠ્યા. પોતાને ત્યાં પ્રભુ ન પધાર્યા, એ વાતનો એને પળવાર ખેદ થયો. એણે પોતાના કર્મને દોષ દીધો, પણ બીજી પળે અને થયું કે, ભલે બીજે, પણ પ્રભુએ પારણું તો કર્યું. ધન્ય ! ધન્ય ! એના અંતરમાં આનંદ ઊછળી રહ્યો. માટે હે શ્રોતાજનો ! ભગવાને પારણું ગમે તેને ત્યાં કર્યું, પણ એનું પુણ્ય જીર્ણશેઠને મળ્યું ! અંતરના ભાવની આવી વાત છે.' જયન્ત કેવલીએ વાત પૂરી કરતાં કહ્યું. ઊંધું જમે-ઉધાર x ૧૩૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જલમેં મીન પિયાસી પોષ મહિનાની અંધારી એકમ હતી. મેઢક ગામથી વિહાર કરીને મહાયોગી મહાવીર કૌશાંબીમાં પધાર્યા હતા. હજીય નાના-મોટા ઉપસર્ગો એમનો કેડો છોડતા નહોતા. છેલ્લા ગામમાં એક ગોવાળે એમને ચામડાની વાધરીથી ફટકાર્યા હતા ! પણ આ આત્મયોગી એમ હારે એવા ક્યાં હતા ? એમની એક એક હાર એમની જીતનાં ડંકાનિશાન વગાડતી હતી. આજે વળી તેઓ એક નવી ભૂમિકામાં પ્રવેશ્યા હતા. જે રાજ કુળોમાંથી પોતે નીકળી આવ્યા હતા, એ રાજકુળોમાં યુદ્ધ સદાનાં થયાં હતાં. જર, જમીન કે જુવતી- ત્રણમાંથી નાનું કે મોટું કોઈ કારણ મળ્યું, કે ખૂનખાર લડાઈઓ જાગી જ છે ! લોહી રેડવાનો આ ધંધો નિતનો થઈ પડ્યો હતો. અનાથ અબળાઓ અને નિરાધાર બાળકોના હાયકારાથી દેશદેશના સીમાડા કાંપી ઊઠ્યા હતા. સબળો નબળીને ખાય, એ જાણે નીતિ બની ગઈ હતી. એમાં ડાહ્યા માણસોને પણ કંઈ કહેવા જેવું નહોતું. ઘણા માણસો ભેગા થઈને પોતાનાથી અલ્પ જનોને ચગદી નાખે, એ જાણે મહાન રાજકીય વિજય ગણાતો. પ્રજાઓ એ ખૂની વિજયો પર વારી જતી. દરેક દેશ શત્રુઓનાં શબોની ફૂલવાડી રચી, એના પર પોતાનો વિજયસ્તંભ રોપતો. કૌશાંબીના રાજા શતાનિકે હમણાં એવો વિજયસ્તંભ રોપ્યો હતો. એણે પાસે આવેલા અંગ દેશની પાટનગરી ચંપા પર ભયંકર ચઢાઈ કરી હતી. એનો ૧૪૦ ભગવાન મહાવીર Page #158 -------------------------------------------------------------------------- ________________ રાજા દધિવાહન માર્યો ગયો હતો. રાજા શતાનિકે આજ્ઞા કરી કે શત્રુની નગરીમાંથી જે લેવાય તે લેવું. જીતેલા રાજાના સૈનિકોએ, હારેલા રાજાની પ્રજા સાથે ઢોર જેવો વર્તાવ શરૂ કર્યો. સુંદર સ્ત્રીઓ, સોનું-રૂપું, મણિ માણેક જે આવ્યું તે ઉપાડ્યું. એ લૂંટના માલથી કૌશાંબી નગરી અત્યારે વૈભવશાળી દેખાતી હતી. લૂંટનું નામ પડ્યું, પછી માણસ કંઈ મૂકે ? કૌશાંબીના એક હિંમતવાન ઊંટસવારે ચંપાની રાણી અને રાજ કુંવરીને જ ઉપાડ્યાં. એણે સહુનાં સાંભળતાં કહ્યું : “આ લૂંટના માલમાંથી મને જે રાણી મળી છે, અને હું પરણીશ. આ રાજકુંવરીને ગુલામ-બજારમાં વેચી દઈશ.” આવા નિર્લજ્જ કથનની સામે પણ કોઈ સારા માણસે વિરોધ ન નોંધાવ્યો. ચંપાના રાજાની રાણી તો સતી સ્ત્રી હતી. એ ત્યાં ને ત્યાં જીભ કરડીને મરી. આથી ઊંટસવાર નિરાશ થયો અને એણે રાજકુંવરીને ગુલામ-બજારમાં વેચી નાખી. આવાં મોટકાં પાપવાળી કૌશાંબીની શેરીઓમાં મહાયોગી મહાવીર ઘૂમે છે, ભિક્ષા માટે ઘૂમે છે. ઘેર ઘેરથી લોકો ભિક્ષા માટે આગ્રહ કરે છે, પણ મહાવીર ભિક્ષા લેતા નથી ! આમ તો સામાન્ય રીતે મહાયોગી પખવાડિયે- બે પખવાડિયે કે મહિને બે મહિને ભિક્ષા લેવા નીકળતા. કોઈ વાર ચાર મહિને પણ નીકળતા, પણ જ્યારે નીકળતા ત્યારે યોગ્ય ભિક્ષા જરૂર સ્વીકારતા. પણ આ નગરીમાં તો તેઓ હરરોજ ભિક્ષાની અપેક્ષાએ આવે છે, ઘેર ઘેર એ ઇચ્છાથી ફરે છે, ને પછી ભિક્ષા લીધા વિના પાછા ફરે છે. આ રીતે એક મહિનો ને એક પક્ષ, બે મહિના ને એક પક્ષ, ચાર મહિના ને એક પક્ષ, પાંચ મહિના ને એક પક્ષ વીતી ગયા. મહાયોગી પ્રતિદિન ભિક્ષા માટે આવે, ને ભિક્ષા લીધા વિના પાછા ફરે. અત્યારે તો નગરી વિજયના માલથી સભર છે. માગો તે મળે તેમ છે; ને મહાયોગી કેમ કંઈ લેતા નથી ? આ તો ભર્યા સાગરમાં માછલી તરસી, એવું થયું. જરૂર તેમની કોઈ અનેરી અપેક્ષા હોવી જોઈએ, કોઈ અનેરો અભિગ્રહ હોવો જોઈએ. સહુ વિચારવા લાગ્યા. કૌશાંબીની પ્રજા એ જાણવા તળે-ઉપર થઈ રહી. જલમેં મીન પિયાસી # ૧૪૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ રાણીએ રાજાને કહ્યું : “શત્રુને જીતવાની અનેક યુક્તિ-પ્રયુક્તિઓ જાણો છો, ને એક મહાયોગીની ભિક્ષા વિશે જાણી શકતા નથી.” રાજાએ અમાત્યને બોલાવીને કહ્યું : “રાજ કેમ ચલાવવું એની અનેક રીતો જાણો છો, ખાનગીમાં ખાનગી વાતો જાણી લાવો છો, ને એક મહાયોગીની ભિક્ષાનો ભેદ નથી કળી શકતા ?' અમાત્યે નગરના ધર્મશાસ્ત્રીને બોલાવીને ધમકાવ્યા : “ધર્મશાસ્ત્રોમાં પારંગત છો, ને આ મહાભિક્ષુના અભિગ્રહ કે અપેક્ષાને જાણી શકતા નથી ?' ધર્મશાસ્ત્રીએ લાચારીમાં પોતાના હાથ હેઠા નાખ્યા, ને પ્રજાજનોને કહ્યું કે “આવો યોગી ભૂખ્યો રહે, એ નગરી માટે શાપ રૂપ લેખાય. આથી તો આપણું ધનોતપનોત નીકળી જાય. માટે અનેક પ્રકારની વાનગીઓ લઈને દ્વારે દ્વારા સજ્જ થઈને ઊભા રહો. મહાયોગીને શું જોઈએ, તેનો તરત ખ્યાલ આવી જશે.' પણ આ બધું વ્યર્થ થયું. પાંચ માસ ને એક પક્ષ વીતી ગયાં. મહાભિક્ષુએ ભિક્ષા ન લીધી તે ન જ લીધી. કૌશાંબીના લોકોને નગર પર ભાર લાગવા માંડ્યો. પોતાના બુદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ શુષ્ક લાગવા માંડ્યા. સહુ કહેવા લાગ્યા : જલમેં મીન પિયાસી !' આમ ભૂખ્યા ભૂખ્યા – ભિક્ષા માટે ફરતાં ફરતાં – છ માસમાં થોડાક દિવસો શેપ રહ્યા, પણ એ ભિક્ષા તો પૂરી ન જ થઈ. અને એક મહાયોગીની ભિક્ષાએ આખી નગરીની વિચારધારા ફેરવી નાખી હતી. આખી નગરી સ્વકર્મની તુલા લઈને જોખાજોખ કરવા લાગી : પુણ્ય શું, પાપ શું, ધર્મ શું, અધર્મ શું. ન્યાય શું, અન્યાય શું, એના જ વિચાર સર્વત્ર થવા લાગ્યા ! એક દિવસ એકાએક કૌશાંબીની ગલીએગલી જયજયનાદથી ગાજી રહી. હર્ષના પોકારો ને સૌનેયા-રૂપાના ઝણકારથી દિશાઓ બહેરી બની ગઈ. નગરજનો ઉઘાડેછોગે ચર્ચા કરવા લાગ્યા. “અરે ! છ છ માસ જેટલા સમય પછી મહાયોગીએ ભિક્ષાન સ્વીકાર્યું ખરું -- અને એ પણ આપણી નગરીના ધનાવહ શેઠની એક દાસી પાસેથી સ્વીકાર્યું !” શું ધનાવહ શેઠના હાથ ગીરો મુકાયા હતા, કે એક અધમ દાસીએ પ્રભુને પ્રતિલાવ્યા ? અરે ! પણ એ શેઠનું ઘર જ સ્મશાનની જેમ નિર્જન છે. માત્ર ૧૪ર ૮ ભગવાન મહાવીર , Page #160 -------------------------------------------------------------------------- ________________ RE આ એક દાસી ત્યાં હાજર હતી.' ‘કોણ દાસી ?’ ‘કોણ શું ? ચંપાનગરીની લૂંટમાં પકડાયેલી છોકરી ! જેના કુળનું ઠેકાણું જલમેં મીન પિયાસી ૭ ૧૪૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ નહિ, શીલની ખાતરી નહીં અને એવી ગુલામડીના હાથથી મહાયોગીએ અન્ન લીધું. “ચાલો ચાલો, જરૂર એમાં કંઈ ભેદ હશે ! સંતોનાં કાર્ય એના પરિણામ પરથી પરખાય છે.” સહુ કૌશાંબીના એ શેઠની હવેલી તરફ ધસ્યા. લોકોની તો ભારે ઠઠ જામી ગઈ છે. દૃશ્ય અદ્ભુત છે. દરવાજે મહાવીર ભિક્ષાન વહોરીને ઊભા છે. દરવાજાના મૂળમાં એક સુંદર છોકરી ઊભી છે ! છોકરી સુંદર છે, પણ માથું મૂંડાવેલું છે ! કેવી વિચિત્રતા ! અરે એના પગમાં લોઢાની બેડી પડી છે. આવી સુકુમાર ચંદનની વેલ જેવી છોકરીને આવી કઠોર સજા હોય ? એ પોતે જ ક્ષુધાતુર દેખાય છે, પણ પોતાની પાસે સૂપડામાં અડદના બાકળા હતા તે એણે હોંશે હોંશે મહાયોગીને આપી દીધા છે !રે એક દાસી ! ને આવી ઉચ્ચ મનોભાવના ! લોકોનો પ્રવાહ ધનાવહ શેઠના ઘર તરફ વહી નીકળ્યો ! રાજા-રાણી, અમાત્ય-મંત્રી, શેઠશાહુકાર સહુ ધસ્યા આવે છે. આ દાસીનો માલિક ધનાવહ શેઠ પણ ધસ્યો આવે છે. સાથે ગામનો લુહાર પણ છે. તડાતડ બેડીઓ તૂટે છે. ત્યાં પ્રાણપોક મૂકતો એક માણસ ભીડને ચીરતો આગળ આવે છે. “અરે ! ઓળખ્યો અને ? આ તો સંપુલ નામનો કંચુકી છે. એ રડતો રડતો કહે છે : રે દેવ ! આ તો ચંપાનાં રાજકુમારી વસુમતી છે; ધારિણીદેવીનાં પુત્રી છે.” લોકોએ કહ્યું, “ધનાવહ શેઠ કહે છે કે એ તો મારી દાસી ચંદના છે. સાચું શું છે ?' “સાચું હું કહું છું, તે છે!” કંચુકી બોલ્યો. એટલામાં દાસીને તાકીને જોઈ રહેલાં કૌશાંબીનાં રાણી મૃગાવતી ધસી આવ્યાં. દાસીને છાતીએ લગાવીને બોલ્યાં : “અરે ! આ તો મારી બહેન ધારિણીની પુત્રી વસુમતી. હાય રે તમારી લડાઈઓ ! જે પોતાનાંને પોતે જ હણનારી.' લોકો તો સંબંધ શોધવામાં કુશળ હોય છે. તેઓ તરત બોલ્યા : “રાણી મૃગાવતી ને ધારિણી વૈશાલીપતિ રાજા ચેટકની પુત્રીઓ ! ચંપાનો રાજા ને ૧૪૪ % ભગવાન મહાવીર Page #162 -------------------------------------------------------------------------- ________________ કૌશાંબીનો રાજા સાઢુભાઈ ! સંસા૨માં કહેવત છે, કે ‘સગપણમાં સાઢું;’ પણ અહીં તો ‘સત્યાનાશમાં સાટુ' એવું થયું. વળી વ્યક્તિ બોલી : ‘રાજા ચેટક તો મહાયોગી મહાવીરના સંસારી મામા ! વસુમતી મહાવીરના મામાની દીકરીની દીકરી ! આહ ! લડાઈઓ કેવું સત્યાનાશ લાવે છે !' ‘પણ આવી સુકુમાર બાળાના પગમાં બેડીઓ કયા વાંકે ?' રાજાએ પ્રશ્ન કર્યો. એ પોતાના યુદ્ધકર્મથી પસ્તાઈ રહ્યો હતો. ‘એ ગુનો મારો છે. મને સજા કરો !' ધનાવહ શેઠે આંખમાં આંસુ સાથે કહ્યું, ‘હું દાસ-બજારમાંથી માગ્યાં મૂલ આપી આ છોકરીને ખરીદી લાવેલો, પણ એનો સ્વભાવ અને શીલ એવાં સુંદર કે મેં એનું નામ ચંદના રાખ્યું. મને એ પેટની દીકરી જેટલી પ્રિય હતી, પણ મારો પ્રેમ એને અનર્થકારી નીવડ્યો. મારી પત્નીએ એનો ઊંધો અર્થ કર્યો. એ કહે, શિકારીનો શિકારથી પ્રેમ કેવો ? આ તો મને છેતરવાની ચાલબાજી છે ! એમાં બનવા કાળ હશે ને એક વાર હું બહારથી આવ્યો. ઘરમાં કોઈ નહિ, ચંદના જળ લઈને મારા પગ ધોવરાવતી હતી. એ પાણી રેડવા વાંકી વળી. એના કેશ મારા પગ પર પડ્યા. મેં હેતથી કેશ ઊંચકી ખભા પર મૂક્યા. બસ આ વાતે વિષ ઊભું કર્યું. મારી પત્ની અંદર છુપાઈને બેઠી હતી. એણે આ જોયું ને ગજબ કરી નાખ્યો. એણે મારી ગેરહાજરીમાં ચંદનાને મારી, માથે મૂંડો કરાવ્યો, પગમાં બેડી નાખી, ને ભૂખે મરવા ઓરડામાં પૂરી દીધી. ત્રણ દિવસે મને જાણ થઈ. મેં એને બહાર કાઢી. ખાવા બાકળા આપ્યા, ને બેડીઓ તોડવા માટે હું લુહારને બોલાવવા ગયો !’ ‘ત્યાં પ્રભુ આવ્યા; મારો ઉદ્ધાર કર્યો !' ચંદનાએ વાત પૂરી કરી. એના મોં પર અપૂર્વ સુખની રેખાઓ તણાઈ ગઈ હતી. આમ લોકોને અંતસ્તાપ કરતા મૂકીને મહાયોગી ધીરેધીરે મેદની વચ્ચેથી સરી ગયા, પણ સહુ કોઈ માટે એક અમૂલો બોધપાઠ મૂકી ગયા. જલમેં મીન પિયાસી ૭ ૧૪૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૨૯ થોડા પ્રોત્તરો કૌશાંબીથી નીકળી મહાયોગી ચંપાનગરી આવ્યા. કૌશાંબીના રાજાએ લૂંટેલી આ નગરી દરિદ્રતાની મૂર્તિ જેવી બની રહી હતી. અહીં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિશાળામાં મહાયોગી બારમું ચોમાસું રહ્યા. ચારે માસ ઉપવાસ કર્યા. સ્વાતિદત્તદત્ત બ્રાહ્મણને મહાયોગીના તપ માટે માન હતું, પણ તેમના જ્ઞાન વિષે પૂરતી ખાતરી નહોતી. એ માનતો કે ક્ષત્રિયો કદાચ તપ કરી શકે. પણ જ્ઞાનમાં તેઓથી માથું મારી ન શકાય. એક વાર એણે સહજ રીતે થોડા પ્રશ્નો પૂછી લીધા. ભગવાને એના અતિ સંક્ષેપમાં પણ સચોટ જવાબ આપ્યા : સ. આત્મા શું છે ? જ. હું સુખી, હું દુઃખી, એમ “હું” એ આત્મા છે. સ. આત્માનું સ્વરૂપ શું? જ. ચેતના. સ. આત્મા કેવો છે ? જ. અતિ સૂક્ષ્મ ને અરૂપી છે. સ. સૂક્ષ્મનો અર્થ શો ? જ. જે ઇંદ્રિયથી ગ્રાહ્ય ન થાય તે. ૧૪૬ % ભગવાન મહાવીર Page #164 -------------------------------------------------------------------------- ________________ સ. શબ્દ, ગંધ ને વાયુ પણ ગ્રાહ્ય થતાં નથી; તો પછી એ પણ સૂક્ષ્મ કહેવાય ને ? જ. ના. શબ્દ કાનથી પકડાય છે, ગંધ નાકથી ને વાયુ ચામડીથી પકડાય છે. જે કોઈ પણ ઇંદ્રિયથી ન પકડાય તે સૂક્ષ્મ. સ. જ્ઞાન એ શું આત્માનું બીજું નામ છે ? જ. જ્ઞાન એ આત્માનો લાક્ષણિક ગુણ છે. સ્વાતિદત્તને આટલા પ્રશ્નોથી પણ મહાયોગીના જ્ઞાનીપણા વિશે સંતોષ થયો. એણે કહ્યું : ‘વધુ પ્રશ્નોની જરૂર નથી. ચોખાના પાત્રમાંથી એક જ દાણો દબાવતાં ખબર પડી જાય કે ચોખા ચડ્યા છે કે નહીં ?’ થોડાં પ્રશ્નોત્તરો ૫ ૧૪૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કાન છે કે કોડિયાં ? દીક્ષાનું તેરમું વર્ષ વ્યતીત થતું હતું. મહાયોગી વિહાર કરતાં કરતાં છમ્માણિ ગામે આવ્યા. ગામની બહાર તેઓ કાયોત્સર્ગ કરી ધ્યાનમાં રહ્યા. સંધ્યાનો સમય હતો. આ વખતે દીક્ષાના પહેલા દિવસે જેવો બનાવ બન્યો હતો, તેવો જ બનાવ બન્યો : એક ગોપ પોતાના બળદો તેમને ભળાવી ગામમાં ગયો. મોડો મોડો પાછો આવ્યો. જોયું તો તેના બળદ ત્યાં નહીં તેણે મહાવીરને પૂછયું : દેવાર્ય ! મારા બળદો ક્યાં ?' પણ મહાયોગી તો ધ્યાનમાં હતા. એ કઈ રીતે જવાબ વાળે ? ગોવાળે બીજી વાર પૂછ્યું. મહાયોગી કંઈ ન બોલ્યા. ગોપનો ક્રોધ વધતો ચાલ્યો. એણે કહ્યું : “રે મૂર્ખ ! આટઆટલી વાર કહ્યું તોય સાંભળતો નથી. તારે તે કાન છે કે કોડિયાં ?' પણ મહાવીર તો, તોય ચૂપ રહ્યા. વારુ, વારુ ! તારા જેવાને કુદરતે નકામા કાનનાં કાણાં આપ્યાં છે. લાવ પૂરી દઉં, એટલે તારે સાંભળવાની હંમેશ માટેની હરકત દૂર થાય.” એ અજડ ગોવાળ જાડાં દર્ભમૂળ લઈ આવ્યો. ખીલા જેવા છેડા એણે ૧૪૮ % ભગવાન મહાવીર Page #166 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના કાનમાં નાખ્યા. પછી એને બરાબર ઠોક્યા. ને પછી એના બહાર રહેલા છેડા કાપી લીધા ! મૂર્ખને ઠીક સજા કરી, એમ માનતો ગોવાળ ચાલ્યો ગયો. ધ્યાન પૂરું થતાં મહાયોગી છમ્માણિ ગામથી વિહાર કરીને મધ્યમા નગરીએ આવ્યા. મધ્યાહ્ન સમયે ભિક્ષા માટે એ નગરીમાં નીકળ્યા. આ ગામમાં સિદ્ધાર્થ નામનો વણિક રહેતો હતો. મહાયોગી એમને ઘેર ભિક્ષા માટે ગયા. આ વખતે સિદ્ધાર્થને ઘેર ખરક નામનો કુશળ વૈદ આવ્યો હતો. એણે મહાયોગીને જોયા, ને બોલ્યો : “ભગવાનનું શરીર આમ તો સંપૂર્ણ છે, પણ દેહમાં કંઈક શલ્ય હોય એમ લાગે છે.” સિદ્ધાર્થ ભાવિક હતો. એણે કહ્યું : “જરા પાસે જાઓ, ને ક્યાં શલ્ય છે, તે જુઓ !” ખરક પાસે ગયો. એણે મહાવીરના શરીરનું નિરીક્ષણ કર્યું. તરત જણાઈ આવ્યું કે કાનમાં દર્ભમૂળના ખીલા છે. એણે સિદ્ધાર્થને વાત કરી. સિદ્ધાર્થ પરમ ભાવિક હતો. એણે વૈદને કહ્યું કે મારી પાસેથી જે જોઈએ તે લઈ લે, પણ આ મહાયોગીને આરોગ્યલાભ થાય તેમ કર ! મારાથી એમનું કરમાયેલું પન્ન જેવું મુખ જોઈ શકાતું નથી.' ખરક આ માટે કંઈક વિચાર કરે, એ પહેલાં મહાવીર ત્યાંથી ચાલ્યા ગયા. ખરકે લાંબો વિચાર કરીને કહ્યું : “આ કાષ્ઠશલાકા એમ ને એમ નીકળે એવી નથી. કાઢતાં મહાકષ્ટ પહોંચે તેમ છે. ભગવાન ધ્યાનમાં હોય ત્યારે ઉપચાર કરવો ઠીક પડશે. ધ્યાનમાં વેદનાની તેમને ખબર નહીં પડે. આપણને પણ સુવિધા થશે.” ખરક વૈદ ઔષધ તથા વૈતરાઓને લઈને ભગવાન જ્યાં કાયોત્સર્ગમાં રહ્યા હતા, ત્યાં આવ્યો. મહાવીર તો આત્મધ્યાનમાં ઊંડા ઊતરી ગયા હતા. દેહની કોઈ સૂધબૂધ રહી નહોતી. ખરકે પોતાનું કામ શરૂ કર્યું. એણે પહેલાં એક તેલથી ભરેલી કુંડીમાં મહાવીરને બેસાડ્યા. પછી વૈતરાઓ પાસે અંગેઅંગની માલિશ કરાવી સાંધે સાંધો ઢીલો કરી નાખ્યો. પછી કેટલાક માણસો મહાયોગીના કાન છે કે કોડ્યિાં ? : ૧૪૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ દેહને ઝાલીને ઊભા રહ્યા. બે મજબૂત માણસોએ બે સાણસી વતી કાષ્ઠશલાકાના બંને છેડા ખેંચ્યા. ઢીલી થયેલી શલાકાઓ લોહીના જ્વારા સાથે બહાર નીકળી આવી ! આ વખતે મહાયોગીના મુખમાંથી-જીવનમાં જેમણે ગમે તેવા દુઃખમાં પણ કદી ઓયકારો નહોતો કર્યો, એમના મુખમાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ. એ ચીસ પહાડો સાથે ટકરાઈ, ને પહાડો ખળભળી ઊઠ્યા. નિસ્યંદ આકાશ પણ એ ચીસથી થરથરી ઊઠ્યું. રે ! દયાના અવતાર તરફ કેવો નિષ્ઠુર જગવર્તાવ ! ૧૫૦ ૨ ભગવાન મહાવીર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કેવલજ્ઞાન કલકલ નિનાદિની ઋજુવાલુકા નદી વહી જાય છે. એને કાંઠે જંભક નામનું ગામ વસેલું છે. નદીના કાંઠે લીલાંછમ ખેતરો છે ! આ ખેતરોમાં શામાક કણબીનું સુંદર ખેતર છે. શાલવૃક્ષોની ઘેરી ઘટા છે. ઘટામાં એક ખંડેર ચૈત્ય છે. ચૈત્યની પાછળ સંધ્યા જામતી આવે છે. ગ્રામજનો ગીત ગાતા, બંસી વાતા ઘરભણી જઈ રહ્યા છે. આખો દિવસ મીઠી મધ જેવી હરિયાળી ચરી ગાયો ગળાની ઘંટડીઓ રણઝણાવતી ઘર તરફ જાય છે. વૈશાખ માસની સુદ દશમ છે. દિવસનો ચોથો પહોર છે. બેંતાલીસતેંતાલીસ વર્ષના ભગવાન મહાવીર અહીં આવી ઉકડુ આસને (ગોદોહાસને) તડકામાં જ ધ્યાનમાં બેઠા છે. ગ્રીષ્મના અકળાવનારા દિવસો છે. આંબાવાડિયામાં કોકિલ શાંત છે. બપૈયા હંમેશાંની વ્યાકુળ વાણી વીસરી ગયા છે. અગ્નિ જેવી વરાળો પૃથ્વીને તપાવી રહી છે. બળદો છાયામાં બેઠા છે. મૃગલાં ઠંડી ઠંડી હવામાં વિશ્રામે છે! એકાંત છે. નિર્જનતા છે. માત્ર સૂર્ય હજીય આગ વરસાવે છે. યજ્ઞકુંડ જેવી પૃથ્વી હજીય વરાળો કાઢે છે. સંસારમાં રહેતાં છતાં વર્ધમાન સાધુ હતા. સાધુ થઈને તો એમણે કઠોર સાધનાનો આડો આંક વાળી નાખ્યો. જેઓ દેહને પાણીના પરપોટા જેવો નમાલો, ફૂલની જેમ ટાઢ-તાપમાં કરમાનારો, ને પૂરતી આળપંપાળ વગર પડી કેવલજ્ઞાન ૧૫૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ જનારો માનતા, તેમને મહાયોગીએ બતાવી દીધું, કે કાયા તો જેટલી કસશો, તેટલી કસશો. દેહ તો સાધન છે. સાધનનો સાચો ઉપયોગ કરતાં શીખો ! સાધનને સાધ્ય ન માનો ! આત્મયોગી મહાવીરનો સંસારત્યાગ પછીનો સાડા બાર વર્ષનો ગાળો સાંભળનારને રુવાંટાં ખડાં કરે તેવો હતો. અવિશ્વાસુને તો શંકા પેદા કરે તેવો કઠોર હતો. આંખે જોનાર પણ આશંકામાં પડી જાય તેવું હતું ! અરે માણસ જેવો માણસ ને આટલો પુરુષાર્થી ! આટલી સહનશીલતા, આટલી નિર્ભયતા ! અશક્ય ! ન ક્યાંય દીઠી છે, ન કદી સાંભળી છે ! આજ એ સાધનાની સિદ્ધિ-ક્ષણ આવી પહોંચી હતી. ભરદરિયે ઘૂમતું જહાજ કિનારો ભાળતું હતું. એકાએક વાયુમંડળમાં પરિવર્તન આવ્યું. ગ્રીષ્મના વાયરા વસંતના થઈ ગયા. કોકિલ બોલવા લાગ્યો. હરણાં ભૂમિ પર ઊછળી ઊછળીને ગેલ કરવા લાગ્યાં. નજીક આવીને ઊભેલા વ્યાઘનો ભય પણ વીસરી ગયાં ! અરે ! નિર્ભય આ સૃષ્ટિમાં ભય કેવો ? એક જીવ બીજા જીવનો મિત્ર છે ! હિંસક વાઘના દિલ પર પણ જાણે પ્રેમની વર્ષા થઈ. એ પૂંછડાનો ઝંડો ઉઠાવી, બહાર નીકળ્યો. એણે હરણાં જોયાં, ને વહાલભરી આંખડી એમના પર ઠેરવી ! રે, સુખથી ચણજો, ને મનગમતાં ગીતડાં ગાજો ! મુજથી ડરવા જેવું કંઈ નથી ! જીવો અને જીવવા દો. ઘાસનાં જાળાંમાંથી નકુલ ને સર્પ બહાર નીકળી આવ્યા, પણ આશ્ચર્ય તો જુઓ ! બંને વચ્ચેનું પેઢીઉતાર વેર નીતરી ગયું, ને વહાલમાં એકબીજાને કોટી કરી રહ્યા ! સૃષ્ટિમાં આટલું પરિવર્તન ક્યાંથી ? પૃથ્વીમાં આનંદ વર્તે છે; પાણીમાં પરમાનંદ લહેરાય છે; આકાશમાં હર્ષકિરણો ફેલાય છે. નક્કી કોઈ જગપાવન પ્રસંગ બનવાનો ! હવા વાજિંત્રો જેવી બની ગઈ છે. આકાશ જાણે દેવવિમાનોના પ્રકાશથી ઝળાંહળાં થઈ ગયું છે. દિશાઓ દર્પણ જેવી બની છે. સંતાપ-સ્વભાવી જગતમાં ૧૫ર » ભગવાન મહાવીર Page #170 -------------------------------------------------------------------------- ________________ શાંતિના સમીર લહેરાઈ રહ્યા છે. અકારણ ઝઘડાળુ લોકો, અકારણ પ્રેમઆનંદ પ્રગટ કરવા લાગ્યા છે. જુઓ ને, પણે મહાયોગી મહાવીર બેઠા ! મુખ ૫૨ હજારો ઉઘાડી કેવલજ્ઞાન ૮ ૧૫૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ તલવારો મ્યાન કરાવે તેવી પ્રસન્નતા છે ! કાયા કંચનવર્ણી બની ગઈ છે. શ્વાસમાંથી સુગંધ વહે છે ! આંખ ફરે ત્યાં અમીધારા પ્રગટે છે ! ૨ે ! પ્રભુને ! કેવળજ્ઞાન પ્રગટ્યું ! મહાજ્ઞાનદીપ પ્રગટ્યો ! પૃથ્વી, પાતાળ ને સ્વર્ગ – ત્રિલોકના સર્વ પદાર્થો એમને પ્રત્યક્ષ થયા ! ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનાં દર્શન પ્રભુના અંતરમાં આવી વસ્યાં ! સંસારની કોઈ ગૂંચ એમને ન રહી ! સંસારની કોઈ ગ્રંથિ તેમને ન રહી. સર્વજ્ઞ, સર્વદર્શી, બુદ્ધ, અહંનુ મહાવીરની જય ! નિગ્રંથ ભગવાન મહાવીરની જય ! જય જય નંદા ! જય જય ભદ્દા ! થોડી વારમાં તો વાતાવરણ રણઝણી ઊઠ્યું. માણસો તો દૂર હતા. દેવોએ એ અવસરનો લાભ લીધો. તેઓએ ધર્મસભા યોજી. ત્રણ કિલ્લા રચ્યા, ચાર દ્વાર કર્યાં, ઉપર સિંહાસન ગોઠવ્યું, એમ સમવસરણ (ધર્મસભા) યોજી પ્રભુની પાસે ધર્મદેશના સાંભળી ! અમૃતની એ વર્ષા હતી, પણ અમરને એ શા કામની ? ૧૫૪ ૨ ભગવાન મહાવીર Page #172 -------------------------------------------------------------------------- ________________ વૈશાખ સુદ ૧૦ની આથમતી સંધ્યા છે. સર્વજ્ઞ ભગવાન મહાવીર વિચાર કરી રહ્યા છે : ૩૨ જનતાને જબાન મળી ‘મારો પહેલો ધર્મોપદેશ, જમેલાને જમણની જેમ, અમરને અમૃતપાનની જેમ નિરર્થક થયો ! મૃત્યુમુખી જગતને મારા ધર્મ સમીરની ને આત્માના અમૃતની જરૂર છે. જલદી વિહાર કરી, અપાપા નગરીએ પહોંચું, ધર્મતીર્થ પ્રવર્તાવું, ત્યાં યજ્ઞ, સભામાં એકત્ર થયેલા મહાબ્રાહ્મણો મારા ધર્મતીર્થના આધારસ્તંભ થશે.’ અપાપા નામની નગરી છે. આચાર્ય સોમિલ નામનો શ્રીમંત બ્રાહ્મણ છે. એણે મહાયજ્ઞ શરૂ કર્યો છે. આ યજ્ઞમાં ભાગ લેવા એ વખતના ભારતવિખ્યાત અગિયાર મહાન વિદ્વાનો આવ્યા છે. એ બુદ્ધિમાં બૃહસ્પતિ છે. વાદમાં એ વાચસ્પતિ છે. ભલભલા વિદ્વાનોનાં એમણે માન મુકાવ્યાં છે. મોટા ચમરબંધી વાદીઓમાં એમણે માર્ગ કર્યો છે. એમનાં નામ પર ફૂલ મુકાય છે. એમને કોઈ જીતી શકે તેમ નથી. સહુની સાથે પાંચસો પાંચસો શિષ્યોનું જૂથ છે. વિદ્યામાં ને વાદમાં એક એક શિષ્ય પણ મહારથી છે ! ભગવાને સરી જતી સંધ્યા સાથે અપાપા નગરી તરફ કદમ બઢાવ્યાં. જંભક ગામથી એ નગરી ૪૮ કોસ દૂર હતી. આખી રાત ચાલ્યા. પ્રભાતી કિરણો સાથે ભગવાન ત્યાં આવી પહોંચ્યા, મહાસેન વનમાં ઊતર્યા. જનતાને જબાન મળી આ ૧૫૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાલની ઠંડી હવામાં ભગવાન મહાવીરે સમવસરણમાં બેસી ધર્મદેશના શરૂ કરી. આ ધર્મદેશનાનું એક આશ્ચર્ય એ કે એ લોકોની પોતાની ભાષામાં અપાતી હતી. અત્યાર સુધી આવી જ્ઞાનવાતો દેવગિરા સંસ્કૃત ભાષામાં જ થતી. સામાન્ય લોકો એ સમજી શકતા નહીં. એવા લોકોને ન સમજાય, એ જ એની મહત્તા લેખાતી. સમજાય એ તો સામાન્ય વિદ્યા કહેવાય, ન સમજાય એ જ મહાન વિદ્યા લેખાય, એવો ભ્રમ સર્વત્ર વ્યાપેલો હતો. ધર્મ, કર્મ ને તત્ત્વની ચર્ચા લોકભાષામાં કરવી એ ખરાબ કર્મ લેખાતું. લોકભાષામાં બોલનારને કોઈ સાંભળતું નહીં, એને શિષ્ટ લેખતું નહીં, એનું સન્માન કરતું નહીં. એને પંડિત લેખતું નહીં. સહુ કહેતાં : “આવી ઉચ્ચ વાતો કંઈ જનપદની ભાષામાં સારી લાગે ? ઊંચી વાતો માટે ભાષા પણ ભારબોજવાળી જોઈએ ને !” - ભગવાન મહાવીરે પહેલે પગલે ભાષાની મહાન ક્રાંતિ કરી. એમણે કહ્યું : જ્ઞાન જ્ઞાની માટે નથી. સાધારણ જન માટે છે. સામાન્ય લોકો સમજે, એ રીતે એમની ભાષામાં બોલવું ઘટે. એમણે લોકભાષામાં – અર્ધમાગધી ભાષામાં (મગધ દેશની તે કાળની ભાષામાં) પોતાની વાણીનો ધોધ વહેવડાવ્યો ! એમાં સંસારનાં, ધર્મનાં ગૂઢ રહસ્યો પ્રગટ કરવા માંડ્યાં. જીવ શું ? અજીવ શું ? લોક શું ? અલોક શું ? પુણ્ય-પાપ શું ? આસવ-સંવર શું ? બંધ-મોક્ષ શું ? નરક શું ? નરકનાં દુઃખો શું ? નરકગમન કેમ થાય ? દેવ શું ? દેવલોકનાં સુખ શું ? દેવલોકમાં કેમ જવાય ? તિર્યંચ ગતિ શું ? મનુષ્યભવ શું ? એકત્ર થયેલી મેદનીને આ જ્ઞાનવાણી સમજાવા લાગી. અરે, આ ધર્મબોધ તો સુંદર ! આપણે સમજી શકીએ તેવો. પેલો પંડિતોનો ભારબાજવાળો જ્ઞાનબોધ તો આપણે માટે આંખનું કાજળ ગાલે ઘસ્યા જેવો હતો ! આ તો જાણે આપણે બોલીએ, આપણે સમજીએ તેમ કહે છે ! આજ સુધી પુરુષ-પ્રમાણથી વચન-પ્રમાણ માનતા. હવે તો પોતે એમાં માથું મારી શકે તેવું થયું. જાણે એમ ૧૫૬ % ભગવાન મહાવીર Page #174 -------------------------------------------------------------------------- ________________ So Sor " * * K, સ . , . -. હs ર ૨૩ 2 * - લાગ્યું કે આત્મકલ્યાણના બંધ કરી દેવાયેલા ઝાંપા આજ સહુ માટે ખૂલ્યા ! એમાંય ભગવાન મહાવીરે કહ્યું : “દેવ ભલે મોટો હોય, ગમે તેવું તેમનું જનતાને જબાન મળી « ૧૫૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ હોય, પણ માણસથી મોટું કોઈ નહીં ! માણસ માનવતા રાખે, તો દેવ પણ એના ચરણમાં રહે ! ‘માણસે આ માટે સત્ય ને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્યથી, પોતાના ગુણથી ને પોતાના શ્રમથી મહાન થઈ શકે છે. એ માટે જાતિ, કુળ કે જન્મ નિરર્થક છે. ‘ધર્મ સાધુ માટે છે, ને ગૃહસ્થે લીલાલહેર ક૨વાની છે, એ માન્યતા સાવ ભૂલભરેલી છે. સાધુની જેમ સંસારી ગૃહસ્થના પણ ધર્મ છે. સાધુ સર્વાંશે સૂક્ષ્મ રીતે વ્રત-નિયમ પાળે, ગૃહસ્થ યથાશક્તિ સ્થૂલ રીતે પાળે. એ માટે સાધુએ પાંચ મહાવ્રત, ને ગૃહસ્થે પાંચ અણુવ્રત ને સાત શિક્ષાવ્રત એમ બાર વ્રતવાળા ધર્મથી જીવનનું ઘડતર કરવું જોઈએ. એમ કરે તો માણસનો બેડો પાર થઈ જાય. ‘યજ્ઞમાં પશુહિંસા ન કરો. શાસ્ત્રને છુપાવો નહિ. શૂદ્રને તિરસ્કારો નહિ. ‘મારો મુખ્ય સંદેશ છે અહિંસાનો, અવેરનો, પ્રેમનો. ‘મારો બીજો સંદેશ છે, એકબીજાને સમજવાનો. ‘હે મનુષ્યો ! તમે જે ધારો તે પ્રયત્નથી થઈ શકો છો. તમે જે ધારો તે કરી શકો છો. તમારા ભાગ્યનો વિધાતા ઈશ્વર નથી, ખુદ તમે છો. ‘મહામાનવ થવા, આત્મકલ્યાણ સાધવા તમારે કેટલાક નિયમો પાળવા જોઈએ. એ નિયમે એટલે વ્રત. એ પાંચ મહાવ્રત છે : પાંચ યામ છે. (૧) (અહિંસા) કોઈ જીવને સતાવો નહિ, મારો નહીં. બને તેટલો પ્રેમ આપો. (૨) (સત્ય) જુઠ્ઠું ન બોલો. વચનપાલક બનો. (૩) (અસ્તેય) ચોરી ન કરો. અણહકનું લેવાની – પારકું ઝૂંટવવાની દાનત ન રાખો. (૪) (બ્રહ્મચર્ય) સ્ત્રી તરફ સન્માન રાખતાં શીખો, શીલવાન બનો. (૫) (અપરિગ્રહ) સંગ્રહ ન કરો. સંપત્તિ-સાધનોની યોગ્ય વહેંચણી થવા દો. ૧૫૮ ૨ ભગવાન મહાવીર Page #176 -------------------------------------------------------------------------- ________________ ‘તમે નીરખ્યું તે જ સત્ય, એવો એકાંત આગ્રહ ન રાખો. સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય ને તેના ૫૨ની શ્રદ્ધા; બીજાની નજરનું સત્ય ને તેના ૫૨ વિચારણા. જીવનની સર્વ દૃષ્ટિને સમાવતો આ અનેકાંતવાદ ઝઘડાનાં મૂળ કાઢશે.' વાહ વાહ, શું ઉપદેશ છે ! આખી નગરીમાં ભગવાન મહાવીરના જ્ઞાનભર્યા સ૨ળ ઉપદેશની પ્રશંસા થઈ રહી. ઠેર ઠેર એક જ વાત ! મહાવીર આપણી ભાષામાં બોલે છે. એ સીધીસાદી માનવતાના પક્ષપાતી છે. એ કહે છે : માણસ પોતે જ ઈશ્વર છે. પોતે જ પોતાનું જીવન ઘડી શકે છે. ઈશ્વરની લાચારી કરવાની જરૂર નથી. નિર્ભય બનો. અભય બની સંસારભયને જીતો. સ્વ-કર્મ પર સ્થિર બનો. આ જ્ઞાનવાતો નવી હતી. વળી એ જનતાની જબાનમાં હતી, જનતાને સમજાય તેવી હતી. એની ચર્ચામાં નાનુંમોટું સહુ ભાગ લઈ શકે તેમ હતું. વચ્ચે કોઈની દખલ ન રહે તેવું હતું ! પોતાની ભાષા પોતાને મળી, એથી જાણે પોતાનું રાજ પોતાને મળ્યા જેટલો આનંદ સર્વને થયો. આજે જનતાને જબાન મળી. હવે કોઈ ઊંઠાં શું ભણાવી શકશે ? અમે જાતે બધું જાણીશું. સમજીશું, ચર્ચા કરીશું, ને પછી આચરીશું. જનતાને જબાન મળી ઋ ૧૫૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ 33 ઇન્દ્રભૂતિ ગૌતમ સોમિલ વિપ્રને માથે વજ્રપાત થયો હોત, તોય આટલો ભયંકર ન લાગત. જે યજ્ઞના યશથી એ દિશાઓને ભરી દેવા માગતો હતો, એ યજ્ઞની જ મજા આજ જાણે મારી જતી હતી. એ પોતાના ગૃહાંગણમાં ફરતો, કદી ડેલીએ ચઢી નીરખતો ને કહેતો કે જમીન ૫૨, ૨થ પર, વિમાન પર ચઢીને કેટકેટલો સમુદાય પોતાના યજ્ઞમાં ભાગ લેવા આવી રહ્યો છે ! પણ એનો એ ગર્વ પળવાર ટક્યો. તેને તરતમાં જ સમાચાર મળ્યા કે એ બધો સમુદાય તો મહાસેન વનમાં જઈ પહોંચ્યો છે - નિગ્રંથ ભગવાન મહાવીર ત્યાં આવ્યા છે. - ‘શ્રમણ મહાવીર ! અરે ! કાલ સુધી તો એને કોણ જાણતુંય હતું ? વાતમાં વાત – ઇતિહાસમાં ઇતિહાસ – એટલો કે એક રાજકુમાર તેનો – રાજખટપટને લીધે કે ગમે તે કારણે, ગૃહત્યાગ. જંગલમાં જઈને તપ. તપ એ પણ કંઈ નવી નવાઈ નહોતી. વર્ષોથી તપ ને બ્રહ્મના વિષયમાં બ્રાહ્મણોને પાછા પાડવા ક્ષત્રિયો મથી રહ્યા છે. ભારે હરીફાઈ ચાલે છે. દેશ દેશમાં ઠેર ઠેર તપસ્વીઓથી આશ્રમો ભરચક્ક છે. તો પછી એવું તે શું થઈ ગયું કે તપસ્વી મહાવીર પાસે આટલી દોડાદોડ ? ‘આટલું હોય તોય કંઈ નહોતું ! તમાશાને તેડું ન હોય, એ ન્યાયે લોકો કુતૂહલથી ભલે ત્યાં જાય, પણ શ્રમણ મહાવીરે કંઈક મોટાઈ તો જાળવવી હતી ! દેવભાષા સંસ્કૃતને બદલે લોકભાષામાં ધર્મ કહેવા માંડ્યો. પ્રભાવશાળી ૧૬૦ ૨ ભગવાન મહાવીર Page #178 -------------------------------------------------------------------------- ________________ દેવગિરા સિવાય કંઈ ધર્મનો ઉપદેશ થાય ! તત્ત્વની ચર્ચા થાય ! અગમનિગમના ભેદ તે શું શેરીનાં ધૂળ-કાંકરા છે ? આટલું હોય તો વાંધો નહોતો. એ તો શિષ્ટ સમુદાયમાં અપમાન પામશે, એટલે એની મેળે દેવભાષા બોલતા થશે, પણ એ શ્રમણ મહાવીરે આગળ વધીને કહ્યું કે શાસ્ત્ર સહુ માટે ખુલ્લાં છે ! એમાં વેરોવંચો ન હોય. વાંચે એના વેદ; ભણે એની વિદ્યા ! મીઠા નવાણનું જળ છૂપાવવાનો શો અર્થ ? તરસ્યા ભલે કાંઠે આવીને પીએ. તો શું જે વેદ સ્ત્રી અને શૂદ્રને અશ્રાવ્ય છે, તે અમારે સંભળાવવા ? અધિકારી વગર અમૂલાં રત્ન વહેંચવા માંડવાં ? શાન્તમ્ પાપમ્ ! શાન્તમ્ પાપમ્ !” આચાર્ય સોમિલ થોડી વાર થોભ્યો ને વળી બોલવા લાગ્યો : અરે, આટલું કર્યું હોત, તોય ધૂળ નાખી. એણે વેદ પછી યજ્ઞનો પણ વિરોધ કર્યો, યજ્ઞમાં પશુ હોમવાનો વિરોધ કર્યો. એણે કહ્યું કે યજ્ઞ એટલે આત્મપ્રીતિ અર્થે જે કામ કરો તે. દુનિયાનાં તમામ કામ એમાં આવી જાય. એવા યજ્ઞમાં મોહ, ક્રોધ, માયા જેવાં કષાયરૂપી પશુ હોમવાનાં ! આમ, બીજા શબ્દોમાં કહીએ તો, મહાવીરે આ મહાન યજ્ઞોનો જ નિષેધ કર્યો ! અને યજ્ઞ નહિ તો બ્રાહ્મણ નહિ ! “અને બ્રાહ્મણનો વિરોધ કર્યો તો ભલે કર્યો. એક ક્ષત્રિય પાસે એથી વધુ શી આશા રાખી શકાય ? પણ યજ્ઞનો વિરોધ કરી દુનિયાના પુણ્યનો માર્ગ બંધ કરી દીધો. દેવોની પ્રીતિનો નાશ કર્યો ? કેટલા માણસોની રોજી પર લાત મારી ! યજ્ઞનો વિરોધ કર્યો, તો એય ભલે કર્યો. એનાથી શું શેક્યો પાપડ ભાંગવાનો હતો ! પણ દેવ કરતાં માણસને મોટો કહ્યો, અને માણસને જ ઈશ્વર કહ્યો. આત્મા પ્રયત્ન કરે તો પરમ આત્મા-પરમાત્મા થાય, એમ કહ્યું. એટલે દેવ-દેવીની પ્રીતિ કાજે જે સમારંભો થાય છે, તે તેણે નકામા ઠરાવ્યા ! આ રીતે તો દાન-દક્ષિણાનો સર્વથા અભાવ થઈ જાય. બ્રાહ્મણોને ઘેર જ્યાં ધનની ખાણ છે ! યજ્ઞ એ જ એમનું જીવન છે; દાનદક્ષિણા એ જ એમનું ધન છે ! “વળી એણે ધર્મસભાના ચારે આરા-ઓવારા સૌને માટે ખુલ્લા મૂકી દીધા છે. કહે છે, કે દેવ આવે કે માનવ ! પશુ આવે કે પ્રાણી ! પતિત, પીડિત, ઇન્દ્રભૂતિ ગૌતમ % ૧૦૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ શોષિત સહુને માટે ધર્મસભાના દરવાજા ખુલ્લા છે. સસ્તી કીર્તિ રળવાનો શ્રમણ મહાવીરનો આ પણ એક પ્રકાર જ છે ને ! નહીં તો જે ધર્મસભામાં અધિકારી જ પ્રવેશ પામી શકે, ત્યાં આવો શંભુમેળો તે હોય ! પણ આ જગતમાં તો કંઈ નવું કર્યા વગર નાયક કેમ થવાય ?' ‘આવી અમળવાણીથી મહાવીરે તો વર્તમાન ધર્મોનાં મૂળ જ ખોદવા માંડ્યાં છે !' સોમિલ વિષે આખી યજ્ઞસભાને પડકાર કરતાં ૧૧ મહાવિદ્વાનો સામે લક્ષ કરીને કહ્યું, ‘આપ જેવા ભારતભૂષણ, વેદવિદ્યાવિશારદ, સકલશાસ્ત્રપારંગત, વાદકલાનિપુણ વિદ્વાનો હાજર હોય, ને આ નાસ્તિકો શું વેદ, યજ્ઞ ને ઈશ્વરનો નકાર ભણશે ? ઊંચ-નીચને એક આરે બેસાડશે ? હે મહાવિદ્વાનો ! નીતિશાસ્ત્રનું વચન છે, કે શત્રુ ને રોગને ઊગતાં દાબવા સારા. આ શ્રમણ મહાવીરની પહેલી ધર્મસભા છે, પહેલો ઉપદેશ છે.’ ‘નહીં, નહીં, હરગિજ નહીં બને. એ વાત ન ભૂતો ન ભવિષ્યતિ. હું ઇંદ્રભૂતિ ગૌતમ, પ્રસિદ્ધ વસુભૂતિ ગૌતમનો પુત્ર, સામે પગલે ત્યાં જઈ, શ્રમણ મહાવીરની શેખીને પળવારમાં ધૂળમાં મેળવીશ. એના કરતાં વધુ ચોમાસાં અમે જોયાં છે. એમ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય !' પચાસ વર્ષની વયના, સાક્ષાત્ વિઘા અવતારસમા ઇંદ્રભૂતિ ગૌતમ સભામાં એકદમ ખડા થઈ ગયા. ને પોતાના પાંચસો શિષ્યો સાથે મહાસેન વન તરફ જવા એ જ પળે વિદાય થયા. એમનાં પગલાંથી પૃથ્વી ધમધમી રહી. સંસારની બે મહાન શક્તિઓ આજ સામસામે ટક્કર લેવાની હતી. પળવારમાં ચકમક ઝરી સમજો ! માર્ગમાં અનેક વ્યક્તિઓ ઉપદેશ સાંભળી પાછી આવતી મળી. ઇંદ્રભૂતિ ગૌતમ વારંવાર સહુને રોકીને પૂછવા લાગ્યા ? ‘કેમ, કેવો લાગ્યો એ સર્વજ્ઞ ?' ‘જ્ઞાન અને વાણીમાં સર્વોત્તમ, મુખ પર પ્રસન્નતા તો એની. મધ્યસ્થ દૃષ્ટિ તો તેની. લોકને પ્રીતિ ઉપજાવનારું વચન તો તેનું. વાતો કરે છે સાવ સાદી રીતે, અને સાદી ભાષામાં : પણ અંતરમાં સોંસરવી ઊતરી જાય છે.' સરસ્વતીના અવતાર ગૌતમના દિલમાં ઊંડો શેરડો પડ્યો, પણ એણે વિચાર્યું : ૧૬૨ આ ભગવાન મહાવીર Page #180 -------------------------------------------------------------------------- ________________ ‘અરે ! લોક તો ગતાનુગતિક છે. ધર્મના મામલામાં એ શું સમજે ? મારે એ માયાવીની માયાજાળ તોડવી પડશે.' ઇંદ્રભૂતિ ગૌતમે મન સાથે નિશ્ચય કર્યો, કદમ બઢાવ્યાં. તેઓ પોતાના વાદીને કયા પ્રકારના પ્રમાણપ્રમેયથી પળવારમાં ચૂપ કરવો, એના વિચા૨માં હતા : ત્યાં કોઈ અપૂર્વ સ્વર તેમના કાને અથડાયો. જાણે વેરાન વગડામાં પાવો વાગ્યો. ‘આવો, ઇંદ્રભૂતિ ગૌતમ ! કુશળ છો ને !' અરે ! ચિરપરિચિતની જેમ કોણ મને નામથી બોલાવે છે ! ઇન્દ્રભૂતિ ગૌતમને પહેલે પગલે આશ્ચર્ય થયું. પછી મનમાં વિચાર્યું કે મહાન ઇન્દ્રભૂતિને પૃથ્વીના પટ ૫૨ કોણ એવું છે, કે ન ઓળખે ? ગૌતમ ગર્વભર્યા સ્વરે બોલ્યા : ‘હે ઇંદ્રજાળી મહાવીર ! હું ઇંદ્રભૂતિ ગૌતમ. વાદ કરીને તારી ઇંદ્રજાલવિદ્યાને સંહારવા આવ્યો છું.’ ‘હું ઇંદ્રજાળી ? મહાવિદ્વાન ગૌતમ ! શાંત થાઓ ! સાચા તપસ્વીઓ ચમત્કારી હોય છે, પણ ચમત્કાર કરતા નથી. તમે નથી કહેતા, પણ હું વગર કહ્યું જાણું છું કે તમે વાદ કરવા આવ્યા નથી, પણ સંશય નિવારવા આવ્યા છો !' ‘મને સંશય ? વંધ્યાપુત્ર જેવી વાત કરી, શ્રમણ વર્ધમાન !' દ્રભૂતિ ગૌતમના મુખ ૫૨ અપ્રતિહજ તેજ વ્યાપી રહ્યું. એક મલ્લ બીજા મલ્લને કુસ્તીનું આવાહન આપે એવો એ અવાજ હતો. ‘આર્યાવર્તના મહાવિદ્વાન ! મહાનુભાવ ગૌતમ ! કેટલીક વાર હાથી આખો ને આખો નીકળી જાય છે, પણ પૂંછડે આવીને અટકી પડે છે. તું તમામ શાસ્ત્રોનું આચમન કરી ગયો છે, પણ જીવ વિશેનો તારો સંદેહ ટળ્યો નથી' પણ તેથી શરમાવાની જરૂ૨ નથી. સાચી શંકા સાચા સત્યની જનની છે !' આ તે શબ્દો હતા કે માનું વાત્સલ્ય હતું, કંઈ ન સમજાયું. ઇન્દ્રભૂતિનું મન આપોઆપ ગળી જવા લાગ્યું. મહાવીર ભારે માયાવી લાગ્યા. એમણે ટટ્ટાર રહી એની માયાથી અસ્પર્થ રહેવા પ્રયત્ન કરવા માંડ્યો. ભગવાન ઇન્દ્રભૂતિ ગૌતમ ૧૬૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે આગળ ચલાવ્યું : ‘દીવો આખા અંધકારને દૂર કરે, તોય એની નીચે અંધકારની છાયા રહે. માણસની બુદ્ધિ દીવાની જેમ પ્રકાશે, પણ નીચે સંશયની છાયા રહે. એ છાયા કોઈ સ્વયંસંબુદ્ધ દૂર કરે. વાત નાની, પણ ગાડાના પૈડાના ખીલા જેવી. નાનકડી ખીલી ગાડા આખાને ઊથલાવી નાખે.’ ગૌતમ સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા. અરે ! ઇંદ્રજાળી મહાવીરે ખરી ઇંદ્રજાળ કરી ! ‘પ્રિય ગૌતમ ! તારા મનમાં સંદેહ છે, કે જીવ છે કે નહિ. હું કહું છું કે જીવ છે. એ અરૂપી છે. એને વર્ણ નથી, સ્પર્શ કે ગંધ નથી, એ અવિનાશી છે, વિનાશી દેહમાં રહે છે, ને પુણ્ય-પાપનો, સુખ-દુ:ખનો કર્તા-ભોક્તા બને છે. એ કીડીના દેહમાં રહ્યો છે, ને હાથીના દેહમાં પણ વસ્યો છે; પણ એને આકાર નથી. ચૈતન્ય, વિજ્ઞાન, સંજ્ઞા આદિ લક્ષણોથી એ જાણી શકાય છે. જીવ ન હોય તો પુણ્ય-પાપનું પાત્ર કોણ થાય ? તું આ યજ્ઞ આદિ ક્રિયા કરે છે, એનું નિમિત્ત કોણ બને ? તેનું ફળ કોણ ભોગવે ?' વાણી સ૨ળ છે, નિર્મળ છે. એમાં નથી છલ-પ્રપંચ, નથી મગજ પકાવી નાખનારી યુક્તિઓ ! આટલું નિખાલસ આત્મપ્રતીતિવાળું ને નમ્ર તત્ત્વજ્ઞાન એણે સાંભળ્યું નહોતું. પાંડિત્યના પંકમાં ડૂબેલા પોતાને, જાણે બહાર નીકળી, આત્માના પંકજને ખીલવવાની કોઈ હાકલ કરતું હતું ! એમનો ઋજુસ્વભાવી આત્મા નમ્ર બની ગયો. અંદર ને અંદર જાણે એને કોઈ સાદ કરી રહ્યું હતું : ગૌતમ મહાપંડિત હતા, સાથે સત્યના શોધક પણ હતા. ‘ગૌતમ ! અભિમાન છાંડ ! ‘ગૌતમ ! પૂર્વગ્રહથી પીછેહઠ કર ! ‘ગૌતમ ! પાંડિત્યનાં જાળાં દૂર કર ! ‘ગૌતમ ! સત્યની ખોજ કર ! એમાં ખોવાઈ જા !' ‘સત્ય તો અંતરમાં બેઠું છે. લોકોની વાહ-વાહ અને હિરણ્ય જોઈ ભુલાવામાં ન પડશો.’ ૧૬૪ ૨ ભગવાન મહાવીર Page #182 -------------------------------------------------------------------------- ________________ પંડિતાઈનો ભારતપ્રસિદ્ધ પહાડ આગળ વધ્યો, મહાવીર પાસે આવ્યો, બે હાથ જોડી અંજલિબદ્ધ થઈ બોલ્યો : नमोत्थु णं अरिहंताणं भगवंताणं । आइगराणं तित्थयराणं सयंसंबुद्धाणं । ગીર્વાણગિરાના મહાન હિમાયતીના મુખમાંથી લોકભાષામાં સ્તુતિ નીકળી પડી. ગૌતમ આગળ બોલ્યા : - “હે જ્ઞાનસાગર પ્રભુ ! મારા હૃદયમાં હવે સંશય રહ્યો નથી. હું આપને વંદું છું – સ્તવું છું. શિષ્ય તરીકે મારો અને મારા પાંચસો શિષ્યોનો સ્વીકાર કરો. સર્વ સંબંધોનો ત્યાગ કરી આપની ચરણસેવા ઇચ્છું છું.” ઇંદ્રભૂતિ ગૌતમ એ દિવસે વિદ્યા ને યશનો ભારબોજ છાંડી મહાવીરના ચરણકિંકર બની ગયા. ઇન્દ્રભૂતિ ગૌતમ # ૧૬૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પૂંછડે અટકેલા હાથી પોથી પઢી પઢી જગ મૂઆ, પંડિત હુઆ ન કોઈ; ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ. ઇંદ્રભૂતિ ગૌતમે મહાવીરની શરણાગતિ સ્વીકારી, એ સમાચાર યજ્ઞસભામાં પહોંચ્યા. વીંછીના ડંખ વાગે ને માણસ ચમકી ઊઠે એમ, ઇંદ્રભૂતિ ગૌતમના નાના ભાઈ અગ્નિભૂતિ ખડા થઈ ગયા. એમની આંખોમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. એ અગનવાણી બોલ્યા : કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે એ હું માનું, પણ મારો ભાઈ ઇંદ્રભૂતિ હારે, એ ન માનું. મહાવીર ભારે કરામતી માણસ છે. એની કૂડી કરામતને હમણાં જઈને હું તોડીફોડી નાખું છું. બેએક પળમાં, એ માયાવીની માયા સંહારી, અમે બંને બાંધવો પાછા આવ્યા સમજો.” અગ્નિભૂતિ નીકળ્યા. તીરના વેગે નીકળ્યા, પણ થોડે જતાં જાણે વાતાવરણ સ્પર્શતું લાગ્યું. પગ ધીરા પડ્યા. મન વિચારે ચઢ્યું. ત્યાં તો ભગવાન મહાવીરની વાણી સંભળાઈ. | દિવ્ય વાણી, જાણે આત્માની વાણી ! અગ્નિભૂતિને એમ લાગવા માંડ્યું કે આપણે તો આજ સુધી જૂઠી વાણી બોલ્યા. પાણીમાં જ વલોણું ફેરવ્યું ! પછી નવનીત ક્યાંથી મળે? આ કેવી પ્રેમવાણી ! આપણી વિદ્યા-વાણી તો તીર જેવી તીક્ષ્ણ. હરપળે સામાને હણવાની ઇચ્છાથી એનો પ્રયોગ થાય. અને આ કેવી મીઠી, હૃદયને જગાડનારી વાણી ! ૧૬૬ % ભગવાન મહાવીર Page #184 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિનો અગ્નિ દૂરથી જ ઠરી ગયો. અગ્નિભૂતિ ને બીજા વિદ્વાનોની સ્થિતિ, ભગવાને કહ્યું તેમ, એ હાથીના જેવી હતી : જે સોયના કાણામાંથી આખા ને આખા નીકળી ગયા, ને પૂંછડે અટકી રહ્યા હતા. સહુએ શાસ્ત્ર વાંચ્યાં હતાં. અધ્યયન કર્યું હતું, વિવાદથી વાદસભાઓ ગજાવી હતી. બે કૂકડા જે ઝનૂનથી મરણતોલ લડે, એમ રાજસભામાં લડી, હરીફને પાડી, રાજ્યનું માનપાન મેળવ્યું હતું ! સોનાની પાલખી, રૂપાના છત્ર, ઘીની મશાલ ને ડંકાનિશાન મેળવ્યાં હતાં, પણ એ તો બધો બાહ્ય વ્યાપાર હતો ! અંતરમાં વિદ્યાનો આનંદ નહોતો, માત્ર ડંસીલું અભિમાન હતું. મન હંમેશાં સત્ય સમજવા કરતાં – પોતાની વાતને સત્ય ઠેરવવા આગ્રહી રહેતું. જ્ઞાન હોય ત્યાં શંકા હોય-શંકા તો સત્યને સ્થિર કરનારો થાંભલો છે પણ શંકા વ્યક્ત કેમ થાય ? તો તો પોતાના મોભાને ધક્કો પહોંચે ! શંકિત પણ સાચો આત્મા નમ્ર હોય. બાળક પાસેથી પણ સત્ય સ્વીકારવા તૈયાર હોવો જોઈએ. નહીં તો એક શંકા હજાર શંકા જન્માવે ! અને શંકિત હૃદયવાળો સામાને અશંકિત ક્યાંથી બનાવે ? એવા વિદ્વાનો સામે આત્મપ્રેમની ભાષામાં ભગવાન મહાવીરે વાત કરી. હૃદય તો સૌનાં સાગરસમાં હતાં જ; ઇશારો મળતાં જ એનાં જળ જાગી ગયાં. તેઓ એક પછી એક મહાવી૨ને હરાવવા ને પોતાના પુરોગામી વિદ્વાનોને છોડાવવા આવ્યા, પણ પોતે જિતાઈને મહાવીરના પ્રેમપાશમાં સદાને માટે બંધાઈ ગયા ! દરેકના હૃદયમાં દોલાયમાન હતી નાની નાની શંકા ! એ એકેએક શંકાને પ્રેમભાવથી મહાવીરે દૂર કરી દીધી. અગ્નિભૂતિને કહ્યું : ‘કર્મ વિશે તારી શંકા છે કે અરૂપી આત્મા સાથે રૂપી કર્મ કેવી રીતે જોડાય ? પણ આ શંકાનો જવાબ સહેલો છે. મદિરા જો આત્માના અરૂપી ચૈતન્ય પર અસર કરે છે, તો કર્મ કેમ ન કરી શકે ? નકામી માથાફોડ જેવી તત્ત્વની ચર્ચામાંથી આત્માનું કંઈ વળતું નથી, ભાઈ !' અગ્નિભૂતિ સમજી ગયા, ને મહાવીરનો સ્વીકાર કર્યો. પૂંછડે અટકેલા હાથી ૮ ૧૬૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ વાયુભૂતિ ઇન્દ્રભૂતિના ત્રીજા ભાઈ હતા. એમને ભગવાને કહ્યું “પુનર્જન્મ વિશે તારી શંકા છે. તે માને છે કે શરીરથી ભિન્ન કોઈ આત્મા નથી. અમુક પદાર્થો ભેગા થતાં જેમ ઊભરો આવે છે, એમ શરીરમાં અમુક તત્ત્વો ભેગાં થતાં ચૈતન્યરૂપી ઊભરો આવે છે; દેહ સાથે એ શમે છે, પણ હું કહું છું કે દેહ ને આત્મા જુદા જુદા છે.” “મેં ખાધું', એમાં “મેં' એ આત્મા છે. એ મૃત શરીરમાં નથી. સંસારમાં બે શક્તિઓ કામ કરે છે. જડ અને ચેતન. બંને વચ્ચે વિજાતીય પદાર્થો જેવો સંબંધ છે. અનાદિ કાળથી એ મળેલાં છે, એની પ્રત્યક્ષ ખાતરી તો શી ? દરેક વાતમાં પ્રત્યક્ષ પ્રમાણ આપી શકાતું નથી. ત્યાં અનુમાન પ્રમાણ ઠરે છે. જેમ દૂધ જોઈને એમાં ઘીનું અનુમાન કરીએ છીએ, એમ આમાં છે. શુભ કર્મોથી લિપ્ત ચેતન-એ સારી સ્થિતિ, અશુભ કર્મોથી લિપ્ત સ્થિતિ-એ ખરાબ સ્થિતિ. રાય ને રંકની જેમ.” વાયુભૂતિની શંકા વાયુની લહેરી સાથે દૂર થઈ ગઈ. એ શિષ્ય બની રહ્યા. ચોથા પંડિત આર્ય વ્યક્ત આવ્યા. એમને પ્રેમભાવથી અપનાવતાં મહાવીરે કહ્યું : ‘તમને જગત સત્ છે કે અસતુ, એની શંકા છે. એ સત્ પણ છે, અસત્ પણ છે. એમાં કશી શંકા ન ધરીશ. આ પંત ભૂતાત્મક જગત સત્ છે; ને એ ક્ષણભંગુર ને પરિવર્તનશીલ છે, તે દૃષ્ટિએ અસત્ છે.' પાંચમા પંડિત આર્ય સુધર્મા આવ્યા. તેઓને શંકા હતી, કે બધાં પ્રાણીઓ મરીને પોતાની જ યોનિમાં પેદા થાય- કાગડો કાગડાની યોનિમાં- જેમ ઘંઉ ઘંઉની યોનિમાં. ભગવાને કહ્યું : “હે મહા આર્ય ! તમારો બહુશ્રુત હાથી ઝીણામાં ઝીણા મર્મમાંથી તો આરપાર નીકળી ગયો, પણ સાવ નજીવી વાતમાં પૂંછડે અટકી ગયો. શું તું એટલુંય જાણતો નથી કે પ્રાણીઓનો પુનર્જન્મ એના કર્મના કારણે થાય છે, શરીરના કારણે નહીં ? ભવપ્રાપ્તિનું કારણ શુભ-અશુભ કર્મ છે. મનુષ્ય દેવ પણ થાય, દાનવ પણ થાય. જેવાં એનાં કર્મ એવી એની ગતિ.” આર્ય મંડિકને વળી આત્માના બંધ-મોક્ષ વિશે શંકા હતી. એ વિચારતા કે આત્મા સ્ફટિક જેવો છે; એને વળી બંધ-મોક્ષ કેવાં ? ૧૬૮ ભગવાન મહાવીર Page #186 -------------------------------------------------------------------------- ________________ ભગવાને જ્ઞાતશૈલીમાં કહ્યું : ‘આત્મા બે પ્રકારના છે : એક જે તપધ્યાન-યોગ-અનુષ્ઠાનાદિથી સંપૂર્ણ કર્મથી મુક્ત થાય છે તે; તે સિદ્ધ કહેવાય. એ સર્વથા બંધ-વિહીન છે. અને બીજા જે આત્માઓ સારાં-ભલાં કર્મો કરી જુદી જુદી ગતિઓમાં ભમે છે તે; સંસારી કહેવાય છે. એને બંધ અને મોક્ષ બંને છે.’ સાતમા પંડિત મૌર્યપુત્રની શંકાનો જવાબ વાળતાં ભગવાને કહ્યું : ‘તું એમ માને છે, કે દેવ નથી. ઉત્તમ પુરુષ એ જ દેવ છે, પણ એ ખોટું છે. દુનિયામાં સુખ છે, પણ દુ:ખમિશ્રિત છે. દુઃખ છે, પણ સુમિશ્રિત છે, તો નિખાલસ સુખભોગીની ને નિખાલસ દુઃખભોગીની પરાકાષ્ઠા ક્યાંક હોવી જોઈએ. એ સુખભોગીની પરાકાષ્ઠા તે દેવત્વ. દુઃખભોગીની પરાકાષ્ઠા એ નરકત્વ. અલબત્ત, ઉપચારથી ઉત્તમ પ્રકૃતિવાળો ને ગુણી માણસ દેવ કહેવાય, પણ ઉત્પત્તિથી તો દેવલોકનો આત્મા જ દેવ ગણાય.' આર્ય અકંપિતના નરક વિશેના સંદેહને દૂર કરતાં ભગવાન બોલ્યા : ‘તું મનુષ્યની નિકૃષ્ટ અવસ્થાને નરક માને છે : પણ તે ઠીક નથી. મનુષ્ય ગમે તેટલો દુ:ખી હોય, પણ તેમાં સુખનો અંશ રહેલો છે. જે જીવનપર્યંત હિંસા, ચોરી, જૂઠ, વ્યભિચાર કરે છે, એની સજા શું આટલી ને આવી હલકી અવસ્થા છે ? તો તો લોકોને સત્ય, પ્રેમ ને સદાચાર પર શ્રદ્ધા જ ન રહે. કુદરતના ત્રાજવામાં પૂરેપૂરો ન્યાય છે. અનાચારી, અત્યાચારી કદાચ આ ભવમાં દુઃખ ન પામે, પણ તેને માટે ભવ-ભવાંતરે પણ જ્યાં દુ:ખની પરાકાષ્ઠા હોય તેવું સ્થાન નક્કી છે. અને એનું નામ નરક.’ પંડિત અચલભ્રાતાનો સંદેહ વ્યક્ત કરતાં ભગવાને કહ્યું : ‘હે પવિત્ર બ્રાહ્મણ ! તું એમ માને છે, કે જગતમાં આ પુણ્ય, આ પાપ એ નાહક ભેદ ખડા કરવામાં આવ્યાં છે. જગતમાં બને તેટલો પુરુષાર્થ કરવો ને સુખ મેળવવું. એમાં પુણ્ય-પાપની વાત આડે ન લાવવી, પણ તારી આ માન્યતા બરાબર નથી. કેટલાક જીવો અત્યંત પુરુષાર્થ કરે છે, છતાં પરિણામમાં દુ:ખ મેળવે છે. કેટલાક હાથપગ પણ હલાવતા નથી, ને અમનચામન ઉડાવે છે. આનું કારણ શું ? એનું કારણ પુણ્ય-પાપ-આ જન્મ કે પૂર્વજન્મનાં કર્મ ! કર્મના કે ચોપડામાં જમે-ઉધાર ખોટું થતું નથી !' આ પછી પંડિત મેતાર્યનો પુનર્જન્મનો ભ્રમ દૂર કર્યો. પંડિત પ્રભાસનો પૂંછડે અટકેલા હાથી ૫ ૧૬૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ વિશેનો ભ્રમ દૂર કરતાં તેઓએ કહ્યું : - “તું માને છે કે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે, તો તે અનંત પણ હોવો જોઈએ, પણ તે ખોટું છે. અનાદિ હોય તે અનંત હોય જ એવો કોઈ નિયમ નથી. સોનું ખાણમાં અનાદિ કાળથી માટી સાથે મળેલું છે, એટલે શું અનંત કાળ સુધી એ માટી સાથે મળેલું રહેશે ? ના, ના અગ્નિ આદિના સંયોગથી તે શુદ્ધ થઈ શકે છે એમ જ આત્માનું સમજવું.” અગિયારમા પંડિતનો ભ્રમ પણ દૂર થયો, ને એય બીજાની જેમ ભગવાનનો શિષ્ય થઈ રહ્યો. એના પાંચસો શિષ્યો પણ ગુરુને અનુસર્યા. ૧૭૦ % ભગવાન મહાવીર Page #188 -------------------------------------------------------------------------- ________________ ૩પ ચતુર્વિધ સંઘ ભગવાન મહાવીરને અપાપા નગરીમાં ૧૧ મહાન બ્રાહ્મણ શિષ્યો, અને ૪૪૦૦ એમના શિષ્યો અનુયાયી તરીકે મળ્યા. ભગવાનની ઇચ્છા હવે તીર્થ પ્રવર્તાવવાની થઈ. તેમણે તે માટે ચતુર્વિધ સંઘની રચના કરી. ઇંદ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ શિષ્યોને ગણધર બનાવ્યા. ને તેમના શિષ્યગણને તેમના શિષ્ય તરીકે રાખ્યા. આમ સાધુ સંસ્થા સ્થાપી. કૌશાંબીમાંથી દાસીપણામાંથી મુક્ત થયેલી ચંદનબાળા પણ આ સભામાં હાજર હતી. ભગવાને એને દીક્ષા આપી, ને સાધ્વી સમુદાયની સ્થાપના કરી. આ સભામાં અનેક પુરુષો ને સ્ત્રીઓ હતાં, જેઓ સાધુપદ સ્વીકારવા તૈયાર નહોતાં : પણ ભગવાનના ઉપદેશમાં શ્રદ્ધા ધરાવનાર ને યથાશક્તિ આચરણ કરવા તત્પર હતાં, તેઓને પણ તેમણે શ્રમણોપાસક ને શ્રમણોપાસિકા તરીકે પોતાના સંઘમાં સમાવ્યાં. શ્રમણોપાસકો અને શ્રમણોપાસિકાઓ શ્રાવકશ્રાવિકા કહેવાયાં. આમ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સ્થાપ્યો. ભગવાન મહાવીરે પ્રવર્તાવેલા પાંચ મહાવ્રતોવાળા શાસનનું સુકાન આ ચતુર્વિધ સંઘને સોંપવામાં આવ્યું. ચતુર્વિધ સંઘ % ૧૭૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ 39 નિર્ગથ સાધુ ભગવાને પોતાના શાસનસંઘનાં અનુયાયી શ્રમણ-શ્રમણી વિશે કહ્યું : મારા શાસનનો નિગ્રંથ સાધુ મુક્ત મનનો, ઉદાર વિચારનો ને અહિંસાના વ્રતવાળો હશે. સંસારની, મનની, સંબંધની, મોટાઈની કોઈ ગ્રંથિ-ગાંઠ એને પડશે નહિ. એ સાચા અર્થમાં નિગ્રંથ હશે. એ સતત જાગ્રત હશે, સૂતાં, ઊઠતાં, બેસતાં ક્ષણનો પણ પ્રમાદ નહિ કરે. એને ઘર નહિ હોય એ અનગાર હશે. એ ભિક્ષુ હશે. ભિક્ષા એનું ભોજન હશે. પોતાના માટે બનેલું ભોજન એ નહિ લે. રાતે ભોજન નહિ લે. ફૂલ પરથી ભમરો રસ ચૂસે ઠેર ઠેર ગોચરોમાંથી ગાય કોળિયા ભરે એમ એ ભિક્ષા લેશે. એ ગોચરી કહેવાશે. એ વસ્ત્રની અપેક્ષાથી દૂર હશે. સાથે એ કાચબાની જેમ અંગો છુપાવીને ચાલશે. આમ સંસારમાં અન્ન, વસ્ત્ર ને આશ્રય માટે માણસ અનેક જણાની લાચારી કરે છે. એ લાચારીમાંથી નિગ્રંથ સાધુ મુક્ત હશે. નિગ્રંથ સાધુ સ્ત્રી-પરિચયથી દૂર, નિગ્રંથ સાધ્વી પુરુષ-પરિચયથી દૂર ને દ્રવ્યથી સાવ વિમુખ રહેશે. પરસ્પરનો સ્પર્શ પણ એમને વર્ય હશે. પગપાળા સદા એનો પ્રવાસ હશે. વાહન-હીન હોવાથી એ રથ, ગાડું કે અશ્વની અપેક્ષા નહિ રાખે. ૧૭૨ ૮ ભગવાન મહાવીર Page #190 -------------------------------------------------------------------------- ________________ પગમાં ઉપાનધહીન હોવાથી એ મોચીને નહિ ખોજે. વસ્ત્રહીન હોવાથી એ વણકરને નહિ ખોજે. હાથે કેશ ગૂંચનાર હોવાથી એને નાઈની જરૂર નહિ રહે. એનું જીવન પરાધીન નહિ, પણ સ્વાધીન-સ્વતંત્ર હશે. એ પગે ચાલશે, ભલે માર્ગ સારા ને સ્વચ્છ ન હોય. એના માર્ગમાં હિંસક જંતુઓથી ભરેલાં જંગલો આવશે. એને દુર્ગમ પર્વતો પગની તાકાત પર ઉલ્લંઘવા પડશે. એને ભયંકર નદીઓ પાર કરવી પડશે. રેગિસ્તાનને વીંધવું પડશે. ઝાડ ને ઝાડી, કાંટા ને પથ્થર, ખાઈ ને ખાડા એના માર્ગમાં હશે, પણ ભિક્ષુને એ થંભાવી નહિ શકે. એ દુર્ગમ માર્ગને સુખદ સમજશે. દુઃખને–વિપત્તિને આત્મોપકારક સુખ માનશે. માર્ગમાં ચોરપલ્લીઓ આવશે, નિર્ગથ એના ઉપદ્રવ શાંતિથી સહન કરશે. માર્ગમાં અરાજકતાવાળા દેશ આવશે. એ સાધુને બહુ દુઃખ દેશે, પણ સાધુની કૂચ કોઈ ખાળી નહિ શકે. એ માથું આપશે, પણ મુનિપણું નહિ આપે. માર્ગમાં લડાઈનાં રણક્ષેત્રો આવશે. સાચો સાધુ વેશધારી લેખાશે. જાસૂસ માનીને ઝડપાશે. વિધર્મી રાજાઓ સાધુને સંતાપશે : પણ સાધુ નિર્મળ મન ને સબળ દેહે આગળ વધશે. એ કદી પોતાની પિછાન આપવા પ્રયત્ન નહિ કરે. એ ઓળખાણનો લાભ નહિ લે. એ ગામબહાર વસ્તીમાં ઊતરશે. ત્યાં સાપ, વીંછી, મચ્છર, કીડી ને કૂતરા સાધુને હેરાન કરવા આવશે. સાધુ એ સ્થિતિમાં જે પરિસ્થિતિ ઊભી થાય તેને પ્રેમથી વેઠશે. પરિસ્થિતિથી પરાજય એ નહિ સ્વીકારે. દુષ્કાળ આવશે ત્યારે નિગ્રંથ સાધુ નિર્વાહ માટે ફાંફાં નહિ મારે. એને મૃત્યુની ફિકર નહિ હોય, જીવનની હાયવોય નહિ હોય. એ તો સતત ધર્મરક્ષાનો ને ધર્મપ્રચારનો જ વિચાર કરશે. તપસ્વી સાધુ દેહદમનથી નહિ ડરે ! કદાચ એક વાર તપ, ત્યાગ ને તિતિક્ષા પાછળ પગ ને જંઘા સુકાઈને કૂકડાના પગ જેવી થઈ જશે, પેટ ને પીઠ એકબીજાને બે ચામડાની કોથળીની જેમ મળી જશે, એકએક હાડકાં ગણી નિગ્રંથ સાધુ % ૧૭૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ શકાય તેટલાં મેદ-મજ્જા સુકાઈ જશે, કમરનું અસ્થિતંત્ર રુદ્રાક્ષની માળાની જેમ બની જશે, સાપની જેમ બેઉ ભુજાઓ લટકતી હશે. સિર કંપતું હશે, વન કરમાઈ ગયું હશે, આંખો અંદર ઊતરી ગઈ હશે, મહામુશ્કેલીએ ચાલી શકાતું હશે, છતાં સાચો નિગ્રંથ આત્માનો ઉપાસક રહેશે. એ આત્માનો પૂજારી છે. દેહ તો સાધન છે. સાધ્ય પ્રાપ્તિ ખાતર સાધન ડૂલ કરતાં એ નહિ ડરે. આ નિગ્રંથના તરણોપાય માત્ર વિદ્યા ને ચારિત્ર્ય હશે. આવો નિગ્રંથ અહિંસા, સંયમ અને તપનો પૂજારી હશે. અહિંસા માટે સમતા જરૂરી છે. સમત્વ વિના અહિંસા જન્મતી નથી. એટલે એ કોઈ જીવને ઊંચ-નીચ, નાનો-મોટો નહિ લેખે. પોતાના જેવો બીજાને સમજશે. એના અંતરમાં એક જ રટણા હશે : ‘સવી જીવ કરું શાસનરસી.’ સંયમ માટે એ પોતાની જાતનો ચોકીદાર બનશે, મનને કાબૂમાં રાખશે, ઇંદ્રિયોનો દાસ નહિ બને. તપ માટે એ હંમેશાં દેહદમનનો પ્રયત્ન કરશે. આવશ્યક ચિત્તશુદ્ધિ ને આત્મબળ માટે શરીર, ઇંદ્રિય, મનને કબજામાં રાખવા માટે એ તપનો આશ્રય લેશે. . સાધુની પાસે સદા એક કલ્પના રહેશે : લડાઈમાં મોખરે ચાલતો હાથી, કેટકેટલાં વિઘ્નો સહે છે, કેટકેટલા ઘા વેઠે છે ! છતાં એ આગળ જ ચાલ્યો જાય છે. એમ સાધુ આગળ વધશે. જેમ એ હસ્તી બંધ, છેદ કે વર્ધનની દરકાર કરતો નથી: એનું ચિત્ત લક્ષને વેધવામાં હોય છે, એમ સાધુ પણ કશી દરકાર નહિ કરતાં, જીવનની સાધનામાં આગળ ને આગળ વધશે. આવા નિગ્રંથ ભિક્ષુને કેટલાંય અંધારામાં અજવાળાં ક૨વાનાં હોય છે. દ્વારે દ્વારે અહિંસા, અવેર ને અનેકાંતની ટહેલ નાખવાની હોય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા ને મધ્યસ્થતા આ ચાર ભાવનાનાં જગતમાં ખાતર પૂરવાનાં હોય છે. વિશ્વપ્રેમનો – જીવમાત્ર પ્રતિ સમત્વનો – સંદેશ આપવાનો હોય છે. - ૧૭૪ ભગવાન મહાવીર Page #192 -------------------------------------------------------------------------- ________________ જીવો છ પ્રકા૨ના છે : પૃથ્વીની કાયાવાળા, જળની કાયાવાળા, અગ્નિની કાયાવાળા, વાયુની કાયાવાળા ને ત્રસકાયિક. 39 નિગ્રંથના પાંચ યામ જીવમાત્ર સુખને ઇચ્છે છે, દુઃખને તિરસ્કારે છે. માટે કોઈ જીવને કદી પીડા ન પહોંચાડવી, એમને બીજા કોઈ પાસે ન પીડાવવા, અને બીજા પીડતા હોય એની પીઠ ન થાબડવી. (અનુમોદન ન કરવું.) આ કા૨ણે નીચેના પાંચ યામ-પાંચ મહાવ્રત નિગ્રંથ સાધુએ પાળવાં. ૧લું મહાવ્રત : અહિંસા : હિંસા કરે નહિ કરાવે નહિ, કરતાને અનુમોદે નહિ. સ્થૂલ, સૂક્ષ્મ, સ્થાવર કે જંગમ કોઈ પણ પ્રાણીની હિંસા થાય તેવું મન, વચન અને કાયાથી કંઈ ન કરવું. સાવધ રીતે ચાલવું. મનને શાંત રાખવું. વાણીને ઉદાર રાખવી. વસ્તુ મૂકતાં, લેતાં, ખસેડતાં ધ્યાન રાખવું. અન્નપાનની પણ શુદ્ધિ જાળવવી. રજું મહાવ્રત : સત્ય : જૂઠું ન બોલવું, બોલવા પ્રેરવું નહિ, તેનું અનુમોદન કરવું નહિ. ક્રોધથી જૂઠું ન બોલાય, હાસ્યથી જૂઠું ન બોલાય, લોભથી જૂઠું ન બોલાય, ભયથી જૂઠું ન બોલાય કે સહસા જૂઠું ન બોલાય. આ માટે મન, વાણી ને દેહને સાવધ રાખવાં. ૩ મહાવ્રત : અસ્તેય : સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ, અણહકનું - નિગ્રંથના પાંચ યામ ૭ ૧૭૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ વણઆપ્યું ન લેવું. કોઈની પાસે લેવરાવવું નહિ. કોઈને એવા કામમાં સહાય કે ટેકો ન આપવો. ૪થું મહાવ્રત : મૈથુન : સર્વ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન, વારંવાર સ્ત્રી વિશે વાત ન કરવી. સ્ત્રીનાં અંગ ન જોવાં. પહેલાંનો સ્ત્રી-પરિચય યાદ ન કરવો. એ જ રીતે સ્ત્રીએ પણ સાવધ રહેવું. અન્નપાનમાં મર્યાદા રાખવી. કામોદ્દીપક અન્નપાન ન લેવું. ૫મું મહાવ્રત : અપરિગ્રહ : તમામ પ્રકારના પરિગ્રહનો ત્યાગ, આસક્તિ એ જ પરિગ્રહ છે. એ છોડવી. કાન, આંખ, ચામડી, જીભ વગેરે ઇંદ્રિયોને વિષય તરફ જતી રોકવી અશક્ય છે, પણ તેમાં આસક્તિ એ વ્રતભંગ રૂપ છે. ૧૭૬ ૫ ભગવાન મહાવીર Page #194 -------------------------------------------------------------------------- ________________ (૩૮ ગૃહસ્થનાં બાર વ્રત જેઓ ગૃહત્યાગ કરી શકતા નથી, પણ નિગ્રંથ ભગવાનના માર્ગ પર શ્રદ્ધા ધરાવે છે. એવા માટે ભગવાને ગૃહસ્થ ધર્મ નિરૂપ્યો. ભગવાને અસ્થિક ગ્રામમાં સ્વપ્નમાં જોયેલી બે ફૂલમાળાનો અર્થ અહીં સાર્થક થયો. શ્રમણો માટે પાંચ મહાવ્રત બનાવ્યાં. ગૃહસ્થો માટે તેમણે પાંચ અણુવ્રત ને સાત શિક્ષાવ્રત એમ બાર વત બતાવ્યાં : ૧. સ્થૂલ હિંસા ન કરવી : ગૃહસ્થપણાની મર્યાદા પાળતાં જે હિંસા અનિવાર્ય થાય, તે સિવાયની હિંસા ન કરવી. ૨. સ્થૂલ અસત્ય ન બોલવું, ૩. સ્થૂલ ચોરી ન કરવી, ૪. પોતાની સ્ત્રીથી પુરુષ ને સ્ત્રીએ પોતાના પતિથી સંતોષ રાખવો. ૫. ઇચ્છાઓની મર્યાદા રાખવી. જમીન, ઢોર, વાહન, વહાણ, રત્ન, માણિક્ય, સુવર્ણ વગેરેનું નિયમન કરવું. સાત શિક્ષાવ્રત – દિગવ્રત : પ્રવૃત્તિની સીમા નક્કી કરવી. ઉપભોગ-પરિભોગ-પરિમાણ : બહુ પાપવાળી વસ્તુઓ ન વાપરવી. ઓછાં પાપવાળી વસ્તુ ઉપભોગમાં લેવી. આમાં ખાન-પાન, વાસણ-કૂસણ, ને વસ્ત્ર-અલંકારનો તેમ જ વેપારવણજની વસ્તુની મર્યાદાનો સમાવેશ થાય છે. અનર્થદંડ ત્યાગ : નિરર્થક પાપમાંથી પાછા હઠવું. સામાયિક વ્રત : અમુક સમય માટે, અન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી ગૃહસ્થનાં બાર વ્રત છે. ૧૭૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવૃત્તિમાં ને ધ્યાનમાં બેસી જવું. દેશાવશિક વ્રત : ગમનાગમનની દિશા નક્કી કરી હોય, છતાં તેમાં દિન-પ્રતિદિન ઘટાડો કરવો. પૌષધ ઉપવાસ વ્રત : મહત્ત્વની તિથિએ ઉપવાસ આદિ વ્રત કરી, ધર્મપ્રવૃત્તિ કરવી. અતિથિ સંવિભાગ વ્રત : ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યથી બનાવેલા અન્ન-પાનનું અતિથિને દાન કરવું. ૧૭૮ % ભગવાન મહાવીર Page #196 -------------------------------------------------------------------------- ________________ જનમભોમમાં નિગ્રંથ ભગવાન મહાવીર પોતાના સમુદાય સાથે વિહાર કરતા આજે બ્રાહ્મણકુંડ ગ્રામમાં પધાર્યા હતા. આ વૈશાલીનું પરું બ્રાહ્મણોથી વસેલું હતું. પાસે ક્ષત્રિયકુંડ ગ્રામ હતું. એ ક્ષત્રિયોથી વસેલું હતું. ભગવાન મહાવીરની જનમભોમનું એ ગામ હતું. બહુસાલ ઉદ્યાન આજે માણસોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. છેલ્લા વખતથી ભગવાન બ્રાહ્મણવિરોધી વલણ દાખવે છે, એવો સર્વત્ર આક્ષેપ થતો હતો. યજ્ઞનો વિરોધ એનું મોટું પ્રમાણ હતું, પણ ભગવાન સ્વયં આજ બ્રાહ્મણોના પરમધામ બ્રાહ્મણકુંડ ગ્રામમાં આવીને ઊતર્યા, એથી સહુને આશ્ચર્ય થયું. ભગવાને અહીં પોતાની શૈલી પ્રમાણે ઉપદેશ શરૂ કર્યો. આ સભામાં ભગવાનનો સંસારી જમાઈ રાજકુમાર જમાલિ હાજર હતો. બ્રાહ્મણકુંડગ્રામનો પ્રતિષ્ઠિત નાગરિક કોડાલગોત્રીય બ્રાહ્મણ ઋષભદત્ત પણ હાજર હતો. એની સુશીલ પત્ની દેવાનંદા પણ ઉપસ્થિત હતી. એ ભગવાનને એકીટશે નીરખી રહી હતી. ૩૯ અરે બ્રાહ્મણનારી ! તું મહાવીર સામે આમ એકીટશે શું નીરખી રહી છે ! એ ક્ષત્રિયપુત્ર છે. ને હમણાં તો વેદ, યજ્ઞ ને બલિનો વિરોધી બન્યો છે ! પણ દેવાનંદાના આનંદની સીમા નહોતી. એનો હર્ષ એના કાયાકચોળામાં સમાતો નહોતો. એના દેહની રોમરાજ પુલકિત બની ગઈ હતી. જનમભોમમાં આ ૧૭૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ ચાતક ચંદ્રને નીરખી રહે, એમ દેવાનંદા ભગવાન મહાવીરને નીરખી રહી હતી. દેવ જેને આજે નમતા-ભજતા, રાજરાજેશ્વરના મુગટ જેના ચરણમાં ઝૂકતા, એ ભગવાન મહાવીરને આ નારી પુત્રભાવ જેવા ભાવે કાં નિહાળી રહી છે ! એવામાં સ્ત્રીની છાતીમાંથી દૂધની ધારા વહી નીકળી ! આશ્ચર્ય ! આશ્ચર્યની અવધિ ! જ્ઞાની ગૌતમ આ દશ્ય બરાબર નીરખી રહ્યા હતા. ગુરુ સાથે કોઈ વાતનો એમને પડદો નહોતો. ગુરુને પણ પડદો રાખવા જેવું કંઈ નહોતું. એમનું જીવન પારદર્શક મણિ જેવું હતું. શ્રી ગૌતમે ભરી સભામાં ઊભા થઈને પ્રશ્ન કર્યો : ભગવાન ! આ બ્રાહ્મણનારી દેવાનંદાને આપનાં દર્શન કરતાંની સાથે આટલો આનંદ કાં થયો ? એનાં નેત્રો આટલાં પ્રફુલ્લ કેમ બન્યાં ? એની છાતીમાંથી દૂધની ધારા કેમ વહી નીકળી ?” ભગવાને એક વાર દેવાનંદા તરફ નજર નાખી પછી સભા સામે જોતાં સહજ ભાવે ને નિખાલસ રીતે ગૌતમને જવાબ વાળતાં કહ્યું : ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. હું એનો પુત્ર છું. દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો, તેનું કારણ પુત્રસ્નેહ છે !' ભગવાન શું બ્રાહ્મણ-પુત્ર છે ? આખી સભા ભગવાનની આ વાણીથી આશ્ચર્યમાં પડી ગઈ, ને બ્રાહ્મણષી તરીકે જેઓ તેમની પિછાન કરાવતા, તે ઝાંખા પડી ગયા.” એ સભામાં ઋષભદત્તે ઊભા થઈ કહ્યું : “હે મહાપ્રભુ ! જરા-મરણ, રાગ-શોકથી વ્યાકુલ આ સંસારથી મને તારો !' ભગવાન ઋષભદત્તને દીક્ષા આપી. રાજકુમાર જમાલિ પણ ઊભો થયો. એણે ભવતારિણી દીક્ષા આપવાની વિનંતી કરી. ભગવાને એનેય દીક્ષા આપી. એ સાધુતાને પંથે પળ્યો. દેવાનંદા પણ આર્યા ચંદનાની આજ્ઞા નીચે સાધ્વી બન્યાં. ભગવાને એ આખું વર્ષ વિદેહમાં કાઢ્યું. ચોમાસું વૈશાલીમાં કર્યું. ૧૮૦ % ભગવાન મહાવીર Page #198 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના અનુયાયી અનેક રાજાઓ હતા. તેમાં કેટલાક શ્રમણોપાસક હતા, તો કેટલાક નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા ધરાવનારા હતા. આ બંને પ્રકારના રાજવીઓમાં મગધના રાજવી શ્રેણિક-બિંબિસાર સહુથી આગળ પડતા હતા. ૪૦ સાદી વાત, સાદો વિવેક ભગવાનની ઉપદેશ પદ્ધતિ ‘જ્ઞાતશૈલી' એટલે દૃષ્ટાંત દ્વારા વાત સમજાવવાની હતી. રાજગૃહના ચોમાસામાં એમણે આવી કેટલીક કથાઓ કહી. એક વાર એમણે કહ્યું : કેટલાક લોકો અતિથિ માટે ઘેટો પાળે છે. ઘેટાને ખૂબ લાડ લડાવે છે. સારો સારો ઘાસ-પાલો ખવડાવે છે. ચોળા ને જવસ ખવડાવી હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટો ખાય છે, ને મોજ કરે છે. એ મોટી કાયાવાળો અને મોટા પેટવાળો થાય છે. ઘેટો માને છે કે મારા જીવનમાં આનંદ છે; લહેર છે, મોજ છે, મસ્ત થઈને ખાવા-પીવાનું છે. બીજાં ઘેટાં જુઓ ને કેવાં રખડે છે ! કેવાં ભૂખે મરે છે ! એવામાં ઘરધણીને ત્યાં અતિથિ આવે છે. ઘરધણી રાતા-માતા ઘેટાને પકડે છે, બાંધે છે, ને એનો વધ કરે છે. ઝીણા ઝીણા કકડા કરી સ્વાદિષ્ટ વાની બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાનો શોક થાય છે ! સાદી વાત, સાદો વિવેક આ ૧૮૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ પણ જો જરા ઊંડા ઊતરીને વિચાર કરો, કે ઘડપણરૂપી અતિથિ કોને નથી આવતો ? ને મૃત્યુરૂપી છૂરી કોને હલાલ નથી કરતી ? એ અતિથિ ને છૂરી આવ્યા પહેલાં જે ચેતે તે ખરો ચેત્યો કહેવાય ! * ભગવાને એક કોડી સાટુ ૯૯૯ રૂપિયા ખોનારનું દૃષ્ટાંત આપ્યું. ‘એક માણસ કમાવા માટે પરદેશ ગયો. ખૂબ મહેનત કરીને એ હજાર રૂપિયા કમાયો. એ હવે સારા સથવા૨ા સાથે ઘેર આવવા નીકળ્યો. એક હજા૨ રૂપિયામાંથી એક રૂપિયો જુદો રાખ્યો, ને ૯૯૯ વાંસળીમાં નાખી કેડે બાંધ્યા. એક રૂપિયાની એણે સો કોડીઓ લીધી. અને નક્કી કહ્યું કે આ સો કોડીમાં પ્રવાસખર્ચ પતાવવો. ધીરે ધીરે એણે રસ્તો કાપી નાખ્યો. હવે ગામ થોડેક દૂર રહેતાં, એ એક ઠેકાણે ખાવા બેઠો. ત્યાં પોતાની પાસેની એક કોડી ભૂલી ગયો. એ આગળ વધ્યો. માર્ગમાં તેને યાદ આવ્યું કે તે એક કોડી પાછળ ભૂલતો આવ્યો છે; ને હવે એક કોડી માટે વળી નવો રૂપિયો વટાવવો પડશે. પણ કેડે ૯૯૯ રૂપિયાનું જોખમ હતું. એ લઈને એકલા પાછા ફરવું ઠીક નહોતું. એણે એક ઠેકાણે ખાડો ખોદી રૂપિયા દાઢ્યા, ને કોડી લેવા હાંફળોફાંફળો પાછો ફર્યો. દોડતો પેલા સ્થળે ગયો, પણ ત્યાં કોડી ન જડી. દોડતો પાછો પોતાના સ્થળે આવ્યો. ત્યાં દાટેલા રૂપિયા કોઈ કાઢી ગયેલું. એની તો કોડીય ગઈ, ને ૯૯૯ રૂપિયા પણ ગયા. આમ એક કોડી સાટુ ૯૯૯ રૂપિયા ખોનારાની જેમ, દેહ ખાતર આત્મા ખોનારાઓએ વિચાર કરવા જેવો છે. * એમણે એક કેરી ખાનારનું દૃષ્ટાંત આપ્યું : એક રાજાને કેરી ખાવાનો ઘણો શોખ. બહુ કેરી ખાવાથી તેને વિપૂચિકા (કૉલેરા)નો રોગ થયો. વૈદે તેને દવા આપી સાજો કર્યો, પણ સાથે ચેતવણી આપી કે હવે કેરી ખાશો તો જીવ ખોશો અને રાજ્ય ખોશો. રાજાએ થોડા દિવસ વૈદનું કહેવું માન્યું. ૧૮૨ * ભગવાન મહાવીર Page #200 -------------------------------------------------------------------------- ________________ પણ પછી તેનું મન કેરીમાં રમવા માંડ્યું! કેટકેટલાં ખાવાનાં! કેટકેટલા પીવાનાં ! પણ ન જાણે રાજાને કેરી વગર ચેન ન પડે ! વસ્તુ તો સાવ નાનીશી, પણ રાજાને એણે ઘાંઘો બનાવી દીધો. આખરે રાજા રહી ન શક્યો. એણે એક દિવસ કેરી ખાધી. ફરી એને રોગ થયો. દવાથી એ સાજો ન થયો. કેરી જેવી તુચ્છ વસ્તુ ખાતર જીવ અને રાજ બંને ખોયાં. ભગવાન મહાવીરે પોતાના કથનને વધારે સરળ કરવા કહ્યું : ત્રણ વેપારી છે. સરખી મૂડી લઈને વેપારે નીકળ્યા છે. દેશદેશાંતર ઘૂમીને ઘણે દિવસે સહુ પાછા ફર્યા. પહેલો વેપારી મૂળ મૂડી બમણી કરીને પાછો આવ્યો હતો. બીજો વેપારી ભાવની મંદીમાં ફસાયો, છતાં મૂળ મૂડી સાચવીને પાછો વળી નીકળ્યો. ત્રીજો વેપારી તો નુકસાનીમાં ડૂબી ગયો હતો; લાભની વાત તો દૂર રહી, મૂળગી રકમ જ ખોઈને આવ્યો હતો. સંસારમાં તમામ જીવો આ ત્રણ પ્રકારના વેપારી જેવા છે. પહેલા પ્રકારના જીવો મનુષ્યત્વરૂપી મૂળ મૂડીને જાળવે છે, તે ઉપરાંત પૂજ્યતાને પામે છે. મનુષ્યજીવનમાં સદાચાર, શીલ ને વ્રત પાળી દેવ બને છે. બીજા પ્રકારના જીવો દેવ નથી બનતા, પણ મનુષ્યત્વ જાળવી રાખે છે, સાદા આચારો એ પાળે છે. ત્રીજા પ્રકારના જીવો તો મનુષ્યત્વ પણ ખોઈ નાખે છે. ને અનાચારી ને દુરાચારી બની નરકના ભાગી બને છે. આ ઉપદેશોએ – આવી સાદી વાતોએ અનેક હૃદયો પર અસર કરીને કંઈક માનવીઓ ભગવાન મહાવીરે ઉપદેશેલા ધર્મના પાલક બન્યા. સાદી વાત, સાદો વિવેક & ૧૮૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પશુથીયે હીન તું ? રાજગૃહની આ ધર્મસભામાં અનેક રાજકુમારોએ, અંતઃપુરની અનેક રાણીઓએ સંસારત્યાગ કરી સંન્યાસ સ્વીકાર્યો. આ સભામાં શ્રેણિકનો પુત્ર કુમાર મેઘ પણ હતો. એ રાજા શ્રેણિકની ધારિણી નામની રાણીનો પુત્ર હતો. ધારિણીને એ એકનો એક પુત્ર હતો. કુમાર મેઘને ભગવાનનો ઉપદેશ મનમાં વસી ગયો. એણે ભગવાનને કહ્યું : હૈ ઉદ્ધારક ! હું અતિથિ માટે પાળેલા ઘેટા જેવો નથી, કે રાજસુખમાં મગ્ન બની, મૃત્યુને ભૂલી જાઉં. તેમ જ કાણી કોડી જેવા સંસાર માટે ૯૯૯ રૂપિયા જેવા આત્માને ખોઈ દઉં, તેવો બેવકૂફ પણ નથી. વળી કેરી ખાઈને મરનાર રાજાની જેમ કામ-ભોગો પાછળ જીવ આપી દઉં, તેવો પણ નથી. હું પેલા ત્રણ વેપા૨ીઓમાંનો પહેલો વેપારી બનવા ચાહું છું. હું મારાં માતાપિતાની મંજૂરી લઈ આવું; પછી દીક્ષિત થવા ઇચ્છું છું.’ મેઘ ઝટપટ ઘેર આવ્યો, એણે માતાને કહ્યું : ‘મા ! ભગવાનનો ઉપદેશ મેં સાંભળ્યો. મને ગમ્યો. મારે અનગાર થવું છે. મને રજા આપ !’ મા આ સાંભળીને એકદમ બેભાન બની પૃથ્વી પર ઢળી પડી. એણે થોડી વારે શુદ્ધિમાં આવતાં કહ્યું : ‘બેટા ! મોટો થા. વંશવેલો વધાર. અમને લીલી વાડી જોઈને જવા દે. પછી તારી મરજી પડે તેમ કર !' મેઘ બોલ્યો : ‘મા, જીવન ચંચળ છે. હું કે તું-કોણ પહેલું જશે, તેની કોને ૧૮૪ શ્રી ભગવાન મહાવીર Page #202 -------------------------------------------------------------------------- ________________ ખબર. એક કોડીના મોહ માટે મારી લાખેણી મૂડી નષ્ટ ન કર !” મેઘનો નિશ્ચય દૃઢ હતો. આ જોઈ આખરે માતાએ કહ્યું : “પુત્ર ! બીજું તો કંઈ નહિ, એક દિવસનું પણ રાજ ભોગવીને તું દીક્ષિત થા, તો મારું-માતાનું મન સંતુષ્ટ થાય !” પુત્ર કબૂલ થયો. માતાના મનમાં હતું કે મેઘ બાળક છે. રાજાની સાહ્યબીસત્તા જોઈ એ લોભાઈ જશે. રાજા શ્રેણિકે મેઘનો રાજ્યાભિષેક કર્યો. એક દિવસની કુલ રાજસત્તા તેને આપી. - સમી સાંજે રાજસિંહાસન પરથી મેઘે હુકમ ર્યો : “અરે ! હું રાજપદ પામીને, હવે હીન પદ સ્વીકારી જીવવા માગતો નથી. સાધુનો વેશ લાવો. સાધુ થઈને હું રાજાનો પણ રાજા થઈશ.” આમ મેઘ સીધો રાજસિંહાસન પરથી ઊતરીને ભગવાન મહાવીર પાસે પહોંચ્યો. ભગવાનનો ઉતારો ગણશીલ ચૈત્યમાં હતો. ત્યાં તે દીક્ષિત થયો. પણ ઉપદેશ સાંભળવો ને આચરવો-બેમાં કેટલો ફરક છે, તે પહેલી રાતે જ મેઘને સમજાઈ ગયું. સાધુ થવું લોઢાના ચણા ચાવવા જેવું લાગ્યું. નાના સાધુ તરીકે ઠેઠ ઝાંપા પાસે મેઘને સૂવાનું હતું- ત્યાંથી જ બધા સાધુઓ આવજા કરતા હતા. આમ જા-આવથી મેઘની કંબલ રજથી ભરાઈ ગઈ. ક્યાં રાજમહેલની સુંવાળી શય્યાઓ અને ક્યાં આ ચૈત્યના છેવાડે પડેલી રજોટાયેલી કંબલ ! એ તો આખી રાત ઊંઘી ન શક્યો. એક રાતમાં એ કંટાળી ગયો. એણે વિચાર્યું : “સર્યું આવી સાધુતાથી. સવારે રજા લઈ ઘેર ચાલ્યો જઈશ.” સવાર થતાં જ મેઘ મહાવીર પાસે ફરિયાદ કરવા ગયો. ભગવાન મહાવીરે તેને પાસે બેસાડી એક કથા કહી. વિંધ્યાચળ નામનો પર્વત છે. ત્યાં મોટાં મોટાં જંગલો છે. એમાં હાથીઓ વસે છે. એમાં મેરુપ્રભ નામનો હાથી છે. પાંચસો હાથણીઓનો એ માલિક છે.” એક વાર જંગલમાં દવ લાગ્યો, લીલાં ઝાડ અગરબત્તીની જેમ બળવા લાગ્યાં. આમ ઘણા હાથીઓ મરણ પામ્યા. આ ભયંકર હોનારત જોઈ મેરુપ્રત્યે પશુથીય હીન તું? # ૧૮૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ વિચાર્યું કે એક મેદાન એવું સાફ કરી રાખું, કે આવા વખતે બધા હાથીઓ ત્યાં જઈને સુખે રહે. એણે એક વિશાળ મેદાન શોધી કાઢ્યું, ઝાડપાન સાફ કરી નાખ્યાં, ઘાસનું તરણું પણ ન રહેવા દીધું. કાળક્રમે વળી જંગલમાં દવ લાગ્યો, પણ આ વખતે પેલું મેદાન તૈયાર હતું. મેરુપ્રભ બધા હાથીઓ સાથે ત્યાં પહોંચી ગયો. હાથીઓ ઉપરાંત સિંહ, વાઘ, સસલાં વગેરે જાનવરો જીવ બચાવવા ત્યાં દોડી આવ્યાં. જરા પણ જગ્યા ખાલી ન રહી. મેરુપ્રભ આ બધું નીરખી રહ્યો. કર્યાનો એને સંતોષ થયો. કેટલા બધા જીવ બચ્ય ! એવામાં એને ચળ આવી, ખણવા માટે એણે પગ ઊંચો કર્યો, પણ પછી જેવો પગ નીચે મૂકવા જાય છે, તેવું જોયું તો એક સસલું તે જગ્યાએ આવીને બેસી ગયેલું. - મેરુપ્રભને દયા આવી. એણે પગ ઊંચો ને ઊંચો રાખ્યો. દવ ત્રણ દિવસ ચાલ્યો. ત્રણ દિવસે દવ બુઝાતાં બધાં પ્રાણીઓ ચાલ્યાં ગયાં. મેરુપ્રભ પણ જેવો પગ નીચે મૂકવા ગયો, કે સાંધા અકડાઈ ગયેલા, એટલે પૃથ્વી પર પટકાયો. ભારે વજનની કાયાનો ભાંગીને ભુક્કો થઈ ગયો. ભૂખ-તરસ સહન કરતો દયાભાવવાળો મેરુપ્રભ હાથી ત્યાં મરણ પામ્યો. ભગવાને આ કથા પૂરી કરતાં કહ્યું : “હે મેઘ ! એ મેરુપ્રભ હાથી તે તું ! પશુના જન્મમાં તેં આટલું સહન કર્યું, તો મનુષ્યના ભવમાં કાં હારી જા !' મેઘ સમજ્યો, શરમાયો ને પ્રભુચરણમાં ઢળી પડ્યો. ૧૮૬ % ભગવાન મહાવીર Page #204 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જયન્તીના પ્રો ભગવાન મહાવીર પંદરમું ચોમાસું વૈશાલીમાં વિતાવી વત્સભૂમિ તરફ ચાલ્યા. ધીરે ધીરે તેઓ કૌશાંબી આવી પહોંચ્યા. આપણે એ જાણીએ છીએ કે કેવળજ્ઞાની થયા પહેલાં તેઓ અત્રે આવ્યા હતા, ને અભિગ્રહ ધારણ કરી દાસી ચંદનબાળાને હાથે ભિક્ષા સ્વીકારી તેને ઉદ્ધારી હતી. ને યુદ્ધો કેવાં ભયાનક હોય છે – પોતાને અને પોતાનાંને હણનારાં હોય છે – એ એમણે મૂક વાણી દ્વારા સમજાવ્યું હતું. ચંપાનો જીતનાર કૌશાંબીપતિ રાજા શતાનિક થોડા વખત પહેલાં ગુજરી ગયો હતો. એનો પુત્ર ઉદયન વત્સરાજ હજી બાળક હતો. એની માતા રાણી મૃગાવતી રાજ ચલાવતી હતી. રાજા શતાનિકને એક ધર્મિષ્ઠ ને જ્ઞાની બહેન હતી. એનું નામ જયન્તી. જયન્તી શ્રમણોપાસિકા હતી. ને તેના સમાનધર્મી તરફના આદરભાવને કારણે, અનેક શ્રમણો ને શ્રમણોપાસકો એને ત્યાં ઊતરતાં. ભગવાન મહાવીર કૌશાંબીમાં ચંદ્રાવતરણ ચૈત્યમાં ઊતર્યા. આ ખબર મળતાં આખું નગર ઉપદેશ સાંભળવા આવ્યું. ભગવાને પણ આ લોક ને પરલોક માટે કલ્યાણકારી ઉપદેશ આપ્યો. ઉપદેશ પૂરો થતાં સહુ સહુને સ્થાને વિદાય થયા. આ વખતે રાજકુમારી જયન્તી પોતાના પરિવાર સાથે ત્યાં જ બેસી રહી. પછી યોગ્ય સમય જોઈને, એણે ભગવાનને થોડા પ્રશ્નો કર્યા. ભગવાને પોતાની જયન્તીના પ્રશ્નો % ૧૮૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ સાદી શૈલીમાં સુંદર ને માર્મિક જવાબ આપ્યા. જયન્તી : જીવ ભારે કેમ થાય છે ? ભગવાન : હિંસા, જૂઠ, ચોરી, અનાચાર ને સંઘરાની વૃત્તિ વગેરે ૧૮ પાપસ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે, દુઃખી થાય છે. એનાથી સંસાર વધે છે, લાંબો થાય છે, ને ભ્રમણ વધે છે. ચાર ગતિના ચક્કરમાં જીવ ફરે છે. જયન્તી : ભગવાન ઊંઘવું સારું કે જાગવું સારું ? ભગવાન : કેટલાક જીવોનું ઊંઘવું સારું છે, કેટલાકનું જાગવું સારું છે. જયન્તી : ઊંઘવું કે જાગવું-બેમાંથી એક વાત સારી હોઈ શકે. બે વિરોધી વાતો એકસાથે કેવી રીતે સારી હોઈ શકે, પ્રભુ ? ભગવાન : અધર્મ માર્ગના પ્રવાસી, અધર્માચરણ કરનાર ને અધર્મથી જીવનનિર્વાહ કરનારા જીવો ઊંઘે છે, ત્યાં સુધી એ હિંસાથી બચે છે, ને બીજા જીવો ત્રાસથી બચે છે. એનું ઊંઘવું એના માટે ને અન્ય માટે સારું છે. જયન્તી : સાચું કહ્યું, ભગવાન ! હવે જાગવું કોનું સારું છે ? ભગવાન : જે જીવો કરુણાપરાયણ છે, સત્યવાદી છે, અણહકનું લેતા નથી, સુશીલ છે, અસંગ્રહી છે, તેવા લોકો જાગે તેમાં તેની જાતનું ને જગતનું કલ્યાણ છે. જયન્તી : જીવો સબળ સારા કે નિર્બળ સારા ? ભગવાન : ધર્મી જીવો સબળ સારા. તેઓ એ પુરુષાર્થ દ્વારા પોતાનું ને પારકાનું કલ્યાણ કરે છે. અધર્મી જીવો નિર્બળ સારા. પોતાની નિર્બળતાથી એ પારકાને પીડા પહોંચાડી શકતા નથી. અને પોતાની જાતનું પણ ઘણું અકલ્યાણ કરી શકતા નથી. જયન્તી : જીવ ઉદ્યમી સારો કે આળસુ સારો. ભગવાન : એનો જવાબ પણ ઉપર મુજબ છે. આ સિવાય રાજકુમારી જયન્તીએ બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા. ભગવાને સાદી રીતે લોકભાષામાં જવાબ આપ્યા. આ પરથી એ વખતની સ્ત્રીઓ કેટલી ભણેલી-ગણેલી ને જ્ઞાની રહેતી એ જણાઈ આવે છે. આ છે. ૧૮૮ % ભગવાન મહાવીર Page #206 -------------------------------------------------------------------------- ________________ જવાબથી ખુશી થઈ ભગવાન પાસે જયન્તીએ સાધ્વીપદ સ્વીકાર્યું. આર્યા ચંદનબાળાની સંભાળ નીચે એ આત્મકલ્યાણ સાધવા લાગી. અહીંથી ભગવાન શ્રાવસ્તી નગરીમાં ગયા. અહીં સુમનોભદ્ર ને સુપ્રતિષ્ઠા નામના બે ગૃહસ્થોએ દીક્ષા સ્વીકારી. ત્યાંથી પોતાની જન્મભૂમિમાં આવતાં, વાણિજ્યગ્રામના આનંદ નામના ગૃહપતિએ તેમનો ઉપદેશ સ્વીકાર્યો, ને એ શ્રમણોપાસક બન્યો. આનંદ ગૃહપતિ સુખી માણસ હતો. એની પાસે ચાર કોટિ હિરણ્ય નિધાનમાં, ચાર કોટિ વ્યાજે ને ચાર કોટિ ઘરના વપરાશમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયોનો એક વ્રજ, એવા ચાર વ્રજ હતા. એ સાર્થવાહોનો સલાહકાર, કુટુંબમાં ડાહ્યો ને પાંચમાં પુછાય તેવો હતો. તેને શિવાનંદા નામે પત્ની હતી. પતિ-પત્ની બંને બારવ્રત સ્વીકારી શ્રાવક બન્યાં. જયન્તીના પ્રશ્નો ૮ ૧૮૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ત્યાગની હવા ત્યાગ અને તપની આ નવી હવાથી ભારતવર્ષનું ઘર ઘર ગુંજી રહ્યું. રાજાઓ રાજમહેલો છોડી, અમાત્યો અધિકાર છાંડી, શેઠિયાઓ સોનું-રૂપું ને સ્ત્રીઓ તૃણવત સમજી શ્રમણસંઘમાં ભળવા લાગ્યાં. જ્યાં દેહની આળપંપાળની વાતો હતી, ત્યાં આત્મવિજય માટે પ્રયાણ કરવાનાં ડંકાનિશાન ગગડવા લાગ્યાં. રણયોદ્ધાની જેમ સ્ત્રી-પુરુષો સર્વસ્વ ત્યાગ કરી, દીક્ષિત થવા લાગ્યાં, ને જીવ સાટે તપ, ત્યાગ ને ધર્મને પાળવા લાગ્યાં. ભગવાનને ત્યાં તો બારે . દરવાજા ખુલ્લા હતા. આત્મકલ્યાણની ભાવનાની જ ત્યાં કદર થતી; કાળાધોળાનો, ઊંચ-નીચનો, રંક-રાયનો ભેદ ત્યાં નહોતો. એ વખતે રાજગૃહમાં જ એક ધ્યાન ખેંચે તેવો બનાવ બન્યો. જેણે સાંભળ્યું એ હાથ જીભ કાઢી ગયા. કહેનારા કહી રહ્યા, પણ સાંભળનારાને શ્રદ્ધા ન પડી. વાત એવી હતી, કે આ નગરમાં ગોભદ્ર નામનો એક શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની હતી, શાલિભદ્ર નામનો પુત્ર હતો. ગોભદ્ર શેઠની સંપત્તિની ગણતરી થઈ શકે તેમ નહોતી. તેઓને શાલિભદ્ર એકનો એક પુત્ર હોવાથી બહુ લાડકોડમાં ઉછેર્યો હતો. પાણી માગ્યું ત્યાં દૂધ આપ્યું હતું. અત્યંત સુખમાં એ દુનિયાદારીથી સાવ અજાણ રહ્યો. એ પૃથ્વી પર સ્વર્ગનું સુખ ભોગવતો હતો. ૧૯૦ ૭ ભગવાન મહાવીર Page #208 -------------------------------------------------------------------------- ________________ કાળક્રમે ગોભદ્ર શેઠ ગુજરી ગયા. માતાના હાથમાં કારભાર આવ્યો. સંપત્તિ સંપત્તિને વધારે, એમ ધનની કોઈ સીમા ન રહી. માતાએ પુત્રને વધુ લાડકોડમાં ઉછેરવા માંડ્યો. રાત-દિવસ કે ટાઢતડકાનું પણ એને ભાન ન રહ્યું. શાલિભદ્રના સ્વર્ગીય સુખની લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા. એની સંપત્તિની વાહ વાહ બોલાવવા લાગ્યા. એમાંય એક બનાવે તો એની કીર્તિને અનેકગણી વધારી દીધી. રાજગૃહમાં કંબલોનો એક વેપારી આવેલો. કંબલો બહુ કીમતી હતી. એ રત્નકંબલના નામથી ઓળખાતી. સોદાગર આખા મગધ રાજમાં ફર્યો, પાટનગર રાજગૃહમાં ફર્યો, રાજાજી પાસે ગયો, પણ સહુએ એટલી મોંઘી કંબલો ખરીદવાની પોતાની અશક્તિ દર્શાવી. નિરાશ વેપા૨ી ફરતો ફરતો ભદ્રા શેઠાણીની હવેલી પાસે આવ્યો. શેઠાણીએ બધી કંબલો સામટી ખરીદી લીધી. વેપારી ખુશ ખુશ થતો ચાલ્યો ગયો. આ વખતે રાજા શ્રેણિકે એક કંબલ પોતાની રાણી માટે મગાવી. વેપારીએ કહ્યું કે એ બધી તો શાલિભદ્ર શેઠની માતાએ ખરીદી લીધી છે. આપ ત્યાંથી મગાવી લો. રાજાનો સેવક શાલિભદ્ર શેઠની હવેલીએ આવ્યો, ને એક કંબલ માટે રાજાજીની માગણી રજૂ કરી. ભદ્રા શેઠાણીએ નમ્રતાથી કહ્યું : ‘અરે ! તમે થોડા મોડા પડ્યા. એ રત્નકંબલોનાં તો મારી પુત્રવધૂઓ માટે પગલુછણિયાં બનાવી નાખ્યાં !' રત્નકંબલનાં પગલુછણિયાં ! રાજા શ્રેણિકના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે ખુશ થઈને, શાલિભદ્ર શેઠને પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું. તેઓ સંપત્તિના આ મહાન સ્વામીને જોવા માગતા હતા. પોતાનો પ્રજાજન આટલો શ્રીમંત, એનો રાજા શ્રેણિકને ભારે હર્ષ અને ગર્વ હતો. રાજાના આમંત્રણનો જવાબ વાળતાં ભદ્રા શેઠાણીએ કહ્યું : ‘મારો પુત્ર કદી ઘરબહાર નીકળ્યો નથી. આપનું બાળક સમજી વડીલ તરીકે આપ અમારે ઘેર પધારશો તો અમે પાવન થઈશું.' ત્યાગની હવા ૭ ૧૯૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ રાજા શ્રેણિક ઉદાર દિલનો હતો. સામે પગલે ભદ્રા શેઠાણીને ત્યાં આવ્યો. માતા, ઉપરના માળ પર બેઠેલા પુત્રને બોલાવવા ગઈ. પુત્રે કહ્યું : મા! એમાં મને શું પૂછે છે ? જે જોઈએ તે આપીને એને ખુશ કર !” પણ બેટા ! એ તો આપણા સ્વામી છે, રાજા છે, આપણું સારું-નરસું કરવાના અધિકારી છે, પણ ઉદાર છે. તને રાજસભામાં બોલાવ્યો હતો. તારે જવું જ જોઈએ. છતાં મારી વિનંતીથી એ અહીં આવ્યા છે. તો સામે ચાલીને સત્કાર કર !' શાલિભદ્રને આ શબ્દોની ઠેસ વાગી રે ! આટઆટલું હોવા છતાં, એ કંઈ જ નથી ! એક રાજા ધારે તો કાલે હું રસ્તા પરનો ભિખારી બની જાઉં ? એવા ધનનો ગર્વ શો ? એ નાશવંત ધનને કરવું શું? પરાધીન જીવનમાં સુખ શું? રાજાની મહેરબાની પર મારી સંપત્તિનો આધાર ? એની કૃપા પર મારું સુખ ? ન ખપે એ મને !” શાલિભદ્રના સુંવાળા જીવનમાં એક કાંટો પેસી ગયો. એ એને વારંવાર પીડવા લાગ્યો. એવામાં નગરમાં ધર્મઘોષ મુનિ આવ્યા. એમણે રાજાના પણ રાજા થવાનો મુનિમાર્ગ દર્શાવ્યો. શાલિભદ્રના દિલમાં એ વાત ઊતરી ગઈ. એ ધીમે ધીમે લૌકિક સંપત્તિ તરફ જવા માટે તૈયારી કરવા લાગ્યો – એવી સંપત્તિ કે જેને રાજા કે ચક્રવર્તી પણ છીનવી ન શકે. આ જ નગરમાં શાલિભદ્રનો બનેવી ધન્યશ્રેષ્ઠી વસતો હતો. એણે પોતાની પત્નીના મુખેથી શાલિભદ્રના ત્યાગની વાત સાંભળી, ને જરા મશ્કરી કરી : “વિષ કંઈ ધીરે ધીરે છોડાય ? એ તો એકધડાકે છોડવું ઘટે.' શાલિભદ્રની બહેને પોતાના ભાઈનો પક્ષ લેતાં ટોણો માર્યો : પારકાને ઉપદેશ દેનારા તો ઘણા પંડિતો મેં જોયા છે, પણ કહેવા ને કરવામાં ફેર છે, હોં.' ધન્ય શેઠને આ વચન હાડોહાડ લાગી ગયું. ૧૨ % ભગવાન મહાવીર Page #210 -------------------------------------------------------------------------- ________________ એ જ વખતે ભગવાન મહાવીર રાજગૃહમાં પધાર્યા. ધન્ય શેઠ તેમની પાસે જઈ દીક્ષિત બન્યો. આ સમાચાર શાલિભદ્રને મળતાં એ પણ તરત તેને અનુસર્યો. શાલિભદ્રની દીક્ષાએ ત્યાગનો ડંકો વગડાવી દીધો. ભગવાને કેવળજ્ઞાન પછીનું ચોથું ચોમાસું આ નગરીમાં વિતાવ્યું. ભગવાનનો ઉપદેશ શ્રવણ કરનાર, ને શ્રવણ કરીને એ માર્ગને અનુસરવાની સંખ્યા વધવા લાગી. ત્યાગ અને તપની આ હવાએ આખા દેશના માનસને ફેરવી નાખ્યું. ત્યાગની હવા જ ૧૯૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪૪ યુદ્ધ અટક્યું ભગવાન ફરી એક વાર કૌશાંબીમાં આવ્યા, પણ આ વખતના કૌશાંબીની સ્થિતિ ખરાબ હતી. ઉર્જનીનો રાજા પ્રદ્યોત મોટી સેના સાથે એના પર ચઢી આવ્યો હતો. કૌશાંબીનો રાજા ઉદયન હજી નાનો હતો. રાણી મૃગાવતી એના વતી રાજ ચલાવતી હતી. ઉજ્જૈનીની સેના સામે કૌશાંબી ટકી શકે તેમ નહોતું. સહુ કૌશાંબીવાસીઓએ કેસરિયાં કરવાનો નિર્ણય કર્યો હતો. ઉજ્જૈનીનો રાજા પ્રદ્યોત બહુ ક્રોધી ને ભયંકર હતો. એથી એ ચંડપ્રદ્યોતને નામે ઓળખાતો. એણે નિર્દોષ કૌશાંબીવાસીઓ સામે દયા દાખવતાં એક શરત મૂકી : “જો રાણી મૃગાવતી મારો સ્વીકાર કરે તો હું પાછો ફરી જાઉં. તમારી નગરીને ઊની આંચ પણ નહીં આવે. નહીં તો તમે મને જાણો છો : પટ્ટણ સો દટ્ટણ થશે.' કૌશાંબીવાસીઓ આનો ખૂબ કડક જવાબ વાળવા માગતા હતા, પણ રાણી મૃગાવતીએ એ કામની બધી જવાબદારી પોતે ઉપાડી લીધી. એણે આડે લાકડે આડા વેહ, જેવું કામ કર્યું. એણે કહેવરાવ્યું : “પતિશોક તાજો છે. રાજવ્યવસ્થા ઠીક કરવાની છે. ઉદયન બાળક છે. રાજ તો ઘીના ઘડા જેવું છે. અનેક બિલાડીઓ તકની રાહ જોઈને બેઠી હોય છે. એની ગોઠવણ કરી લઉં. થોડું થોભો.' કહેવત છે, કે ઘુવડ દિવસે જોઈ શકતું નથી, કબૂતર રાતે જોઈ શકતું નથી; પણ કામી જન તો રાતે કે દિવસે કંઈ જોઈ શકતો નથી. ચંડપ્રદ્યોતે એ ૧૯૪ ભગવાન મહાવીર Page #212 -------------------------------------------------------------------------- ________________ વાત સ્વીકારી, ને એ પાછો વળી ગયો. રાણીએ કૌશાંબીનો કોટ સમરાવી મજબૂત કરી દીધો. આ તરફ ઉજ્જૈનીમાં મૃગાવતીના નોતરાની રાહ જોઈને બેઠેલો પ્રદ્યોત આખરે થાક્યો. કાગળ પર કાગળ લખ્યા, પણ જવાબ કોઈ લખે તો ને ! આખરે ભયંકર કોપ ભરીને સેના સાથે એ ચઢી આવ્યો. કાલે યુદ્ધ મંડાશે ! જુવાનો બધા કપાઈ મરશે. નગર ખંડેર થશે. મૃગાવતી સતી થશે. દેશ સ્મશાન બની જશે. એક એક પળ ઉદ્વેગભરી વીતતી હતી. ત્યાં એકાએક ભગવાન મહાવીર આવ્યાના સમાચાર પ્રસરી ગયા. શાંતિના જાણે સમીર લહેરાવા લાગ્યા. મૃગાવતીએ વિચાર્યું કે યુદ્ધ કોઈથી અટકે તો માત્ર કરુણાસાગર મહાવીરથી. એણે નગરના દરવાજા દિવસોથી બંધ કરાવ્યા હતા, એ તરત બોલાવી નાખ્યા, ને ભગવાનનાં દર્શને ચાલી. ભગવાન ધર્મસભામાં બેસી ઉપદેશ આપતા હતા. આ સભામાં રાજા ચંડપ્રદ્યોત પણ હાજર હતો. ભગવાને પરિસ્થિતિને લક્ષમાં લઈ સુંદર ઉપદેશ આપ્યો, હૃદયભેદક દૃષ્ટાંતો કહ્યાં. બાહ્ય યુદ્ધ કરે કંઈ નહિ વળે, અંદરનાની સાથે યુદ્ધ ચઢો, તો કંઈ આત્મકલ્યાણની આશા છે. નહિ તો તમે ડૂબશો ને બીજાને ડુબાડશો. આમ માનવજીવન સફળ કરવાનો સંદેશ આપ્યો. રાણી મૃગાવતી ધર્મસભામાં ઊભી થઈને બોલી. હું દીક્ષિત થવા ચાહું છું. રાજા ચંડપ્રદ્યોત મને પરવાનગી આપે.” ચંડપ્રદ્યોતના દિલ પર ઉપદેશનો પ્રભાવ પડ્યો હતો. એણે રાણીને દીક્ષા લેવાની રાજીખુશીથી રજા આપી. રાણીએ વધારામાં કહ્યું : “જો તમે મને રાજીખુશીથી રજા આપતા હો, તો મારા પુત્રને તમારો ગણો. એને રાજકાજના પાઠ શીખવો. એના શિરછત્ર બનો.' ચંડપ્રદ્યોતે એ કબૂલ કર્યું. રાણી મૃગાવતીએ સભામાં જ દીક્ષા લીધી. એ દિવસે પ્રભુની દેશનાથી યુદ્ધની ખૂનરેજી ટળી. કૌશાંબીમાં કુશળતાના વાયરા વાયા. યુદ્ધ અટક્યું % ૧૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૪પ વીરધર્મની પિછાન એક વાર ભગવાન પોલાસપુરમાં પધાર્યા. આ ગામમાં સદાલપુત્ર નામનો એક તત્ત્વનો વેત્તા, વાદપરાયણ કુંભાર રહેતો હતો. એ ગોશાલકના આજીવક મતનો ઉપાશક હતો. એ કહેતો કે માત્ર આજીવક મત જ પરમાર્થ છે, બાકી બીજા મત અનર્થ છે. ' સદ્દાલપુત્ર પાસે દશ હજાર ગાયોનો એક વ્રજ, એક કોટી હિરણ્ય વિધાનમાં, એક વાપરમાં ને એક વ્યાજમાં હતી. પાંચસો એનાં હાટ હતાં. એક વાર એ અશોકવાટિકામાં હતો, ત્યાં કોઈએ ખબર આપ્યા કે સર્વજ્ઞ પધાર્યા છે. સદાલપુત્ર સમજ્યો કે પોતાના મહાગુરુ ગોશાલક પધાર્યા હશે, એ દોડ્યો, પણ જઈને જોયું તો શ્રમણ ભગવાન મહાવીર ! એ ત્યાં બેઠો, અને ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. ઉપદેશ સાંભળતાં એને શ્રદ્ધા થઈ. એણે પાસે જઈને ભગવાન મહાવીરને પોતાને ઘેર પધારવાનું આમંત્રણ આપ્યું. ભગવાન મહાવીર બીજે દિવસે તેના ઘેર ગયા. સદાલપુત્ર એ વખતે પોતાના નકશીદાર ઘડાઓને કાળજીપૂર્વક તડકે મૂકતો હતો. એ વિનયી હતો. એણે ભગવાનને જોતાં જ તેમનું સ્વાગત કર્યું. ભગવાને ત્યાં સ્થિર થતાં સ્વાભાવિક જ પ્રશ્ન કર્યો : સદાલપુત્ર ! આ ઘડા કેવી રીતે બન્યા ?” ૧૬ % ભગવાન મહાવીર Page #214 -------------------------------------------------------------------------- ________________ ‘પહેલાં એ માટીનો પિંડ હતો. એને મસળી, પિંડ બનાવી, ચાકે ચઢાવ્યો. હવે તે ઘડો બન્યો.' ‘વારુ ! તારા નકશીદાર ઘડાઓને કોઈ લઈને ફોડી નાખે તો ? તને દુઃખ થાય ખરું ?' ‘શા માટે ન થાય ? પણ હું કોઈને ફોડવા જ કેમ દઉં ?' ‘એમાં તું શા માટે વિરોધ કરે ?' ‘ભગવન્, પેટના જણ્યા જેવા આ ઘડા છે. એની માટી જેવી તેવી નથી. એ લાવતાં મારે અનેક જાનવરોનો ભોગ આપવો પડ્યો છે. લાવીને એને ચોખ્ખા જળથી કાલવી છે, ને પછી મારી પ્રિય ભાર્યા અગ્નિમિત્રાના કોમળ પગોએ એને સુંદર રીતે કેળવી છે. કેળવ્યા પછી કુશળ કારીગરને હાથે એ ચાક પર ચઢી છે; ને એમાંથી આ ઘડો નીપજ્યો છે.' ‘વાહ, વાહ, શો તારો પુરુષાર્થ ! ત્યારે તો તેં તારા બલ, વીર્ય ને પરાક્રમથી જ આ નીપજાવ્યું છે, કેમ ?' ભગવાને એને મૂળમાંથી પકડ્યો. સદ્દાલપુત્ર ચમક્યો. એ પોતે આજીવક મતનો અનુયાયી હતો. એ મત નિયતિવાદમાં માનતો. એની માન્યતા હતી કે જે થવાનું હોય તે થાય છે. એમાં માણસનાં ઉત્થાન, બળ, વીર્ય ને પરાક્રમ નિરર્થક છે. ભગવાનનું કથન સદ્દાલપુત્ર સમજ્યો. એણે તરત વાત ફેરવીને કહ્યું : ‘ના, ના. એ તો થવાનું હતું ને થયું. બધી વસ્તુઓ નિયતિના બળે બન્યા કરે છે. પુરુષકારની અથવા ઉત્થાન, બળ, વીર્યની ત્યાં જરૂ૨ નથી.’ ભગવાનની મુખમુદ્રા પર દિવ્ય સ્મિત ફરકી રહ્યું. એમણે વાંસળીના જેવા મીઠા સ્વરે કહ્યું : ‘જો ખોટું ન લગાડે તો એક વાત પૂછી લઉં. નિયતિથી જ જો આ બધું બનતું હોય તો કોઈ જોરજુલમથી તારાં વાસણ ફોડી જાય, કોઈ તારો નીંભાડો બુઝાવી નાખે, તને મારે, તને લૂંટે, અરે, તારી આ પ્રિય પત્ની અગ્નિમિત્રાને દુષ્ટ ઇરાદાથી ઉપાડી જાય તો તારે એમાં ખિજાવાનું કે કોપ કરવાનું કંઈ કારણ ન રહ્યું ખરું ?' સદ્દાલપુત્ર ભગવાનનાં આ વચનો સાંભળી લાલબંદ બની ગયો. એણે આવેશમાં આવીને કહ્યું : વીરધર્મની પિછાન ઃ ૧૯૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવાન, ખિજાવાની કે કોપ કરવાની વાત તો બાજુએ મૂકો; હું એ દુષ્ટ માણસને મારું, કાપું, કદી જીવતો જવા ન દઉં.’ ‘અરે સદ્દાલપુત્ર, તારો જ સિદ્ધાંત, તું જ કેમ ભૂલે છે ? તારા સિદ્ધાંત પ્રમાણે તો, ન કોઈ વાસણ ફોડે છે, ન કોઈ તારી પત્નીને ઉપાડી જાય છે ! તારા મત પ્રમાણે તો કોઈના પ્રયત્ન વિના, એ તો બનવાનું બને જાય છે ! ઉત્થાનની, બળની, વીર્યની, પુરુષાર્થની તને – નિયતિવાદના ઉપાસકને, શી ખેવના ?’ આ શબ્દો સાંભળી સદ્દાલપુત્રનાં પડળ એકદમ ઊતરી ગયાં. એ દિવસે સદ્દાલપુત્ર સાચા વીરધર્મને સમજ્યો. ૧૯૮ ૭ ભગવાન મહાવીર Page #216 -------------------------------------------------------------------------- ________________ ૪s એક હજાર માઈલ પગપાળા સિંધુ-સૌવીર નામનો દેશ છે. વિતભયપટ્ટન એનું રાજધાનીનું શહેર છે. ઉદાયન નામનો રાજા ત્યાં રાજ કરે છે. ઉદાયન આત્મામાં માનનારો છે. એ મનમાં વિચારે છે : રે ભગવાનનાં દર્શન કરનાર જીવોને ધન્ય છે. એ મહાજ્યોતિ અહીં આવે તો હું પણ દર્શન, વિંદન કરી યોગ્ય સેવા કરું. ભગવાન આ વખતે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં હતા. તેઓએ ઉદાયન રાજાનો મનોભાવ જાણ્યો, ને તરત તે તરફ ચાલી નીકળ્યા. એક રાજા બોધ પામે, તો હજારો પ્રજાજનો તેને અનુસરે. એ વખતમાં રાજા પર પ્રજાને એટલો ભરોસો. ચંપાનગરીથી વિતભયનગર લગભગ એક હજાર માઈલ છેટે હતું. માર્ગમાં મરુભુમિ પડતી હતી. નવા નવા ને જુવાન સાધુઓને ભૂખ ને તૃષા ખૂબ સતાવતી; છતાં આ મંડળી પ્રવાસવેગમાં લેશ પણ ક્ષતિ ન આવવા દેતી. ભૂખ અને તરસથી પાછાં પગલાં ભરે, એ ભિક્ષ નહિ, માર્ગમાં તલની ગાડીઓ મળી. ગાડામાલિકે ભિક્ષુઓને તલ આપવા માંડ્યા. નાના સાધુઓ ભગવાન પાસે આજ્ઞા માગવા ગયા. ભગવાને કહ્યું : “સાધુને સચિત્ત વસ્તુનો ત્યાગ હોય. તલ મોટે ભાગે સચિત્ત હોય છે. જોકે આ તલ અચિત્ત છે : પણ તે હું મારા જ્ઞાનથી જાણી શકું છું, પણ ભવિષ્યમાં બીજા કેમ જાણી શકશે ? માટે નિષેધ કરું છું.” એક હજાર માઈલ પગપાળા જ ૧૯૯ - - - - - - - - - Page #217 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે પાણી માટે બન્યું. ભગવાને કહ્યું : ‘આ તળાવનું પાણી અચિત્ત છે; પણ તે હું જાણી શકું છું. બીજા નહિ. માટે વ્યવહારની રીતે હું ના કહું છું.’ ભગવાન આમ અપાર સંકટો વેઠી, એક હજાર માઈલનો જીવલેણ પ્રવાસ ખેડી વીતભયનગર પહોંચ્યા. ત્યાંના રાજાને ધર્મનો ઉપદેશ આપ્યો, સાચો શ્રમણોપાસક બનાવ્યો, અને તરત જ પાછા ફર્યા. માર્ગમાં બનારસ આવ્યું. તેનો રાજા તેમનો અનુરાગી બન્યો. રાજા અનુરાગી થાય, એટલે પ્રજા કંઈ પાછળ રહે ! બનારસના બે કરોડપતિ, ચલનીપિતા તથા સુરાદેવ તેમના અનુયાયી બન્યા. આ ચોમાસું રાજગૃહમાં કર્યું. રાજગૃહના સ્વામી શ્રેણિક-બિંબિસારના અનેક પુત્રોએ, અનેક રાણીઓએ દીક્ષા લીધી. રાજા શ્રેણિક બિંબિસારે ઘોષણા કરી : ‘જે કોઈ ભગવાન પાસે દીક્ષ' લેવા માગે તે લઈ શકે છે. પાછળની જવાબદારીઓ રાજ્ય અદા કરશે.' ત્યાગના દીપકમાં વિશેષ તેલ પુરાયું. * ૨૦૦ ભગવાન મહાવીર Page #218 -------------------------------------------------------------------------- ________________ ૪૭ વૈશાલીનું યુદ્ધ શ્રીકૃષ્ણે યાદવોને અનેક રીતે વાર્યા, પણ જેમ યાદવાસ્થળી ન રોકી શકાઈ, એમ ભગવાન મહાવીરે ક્ષત્રિયોને અનેક વાર કહ્યું : ‘જીવન પાંદડાં પર પડેલા બિંદુ જેવું ક્ષણિક છે. ‘કામ-ભોગ વાદળ જેવા ચંચળ છે. ‘બહાર યુદ્ધ કરવા જેવું કંઈ નથી. અંદર યુદ્ધ કરો. ‘બાહુબળ નિષ્ઠુર છે. સ્વાર્થ ક્રૂર છે. લોભ દારુણ છે. અજ્ઞાન અંધ છે. ગર્વ સહુને છૂંદે છે. ‘જેને તમે હણવા માગો છો, તે તમે જ છો. જેને તમે પરિતાપ ઉપજાવવા માગો છો, તે તમે જ છો, જેને તમે દબાવવા માગો છો, તે પણ તમે જ છો. આમ વિચારી સમજુ માણસ (પડિબુદ્ધજીવી) કોઈને હણતો નથી, કે હણાવતો નથી.' ક્ષત્રિયો તત્કાળ તો એ વાત સમજ્યા, પણ રાજ્યલોભ આકરો નીવડ્યો. એમાંય રાજગૃહમાંથી જ એ આગ સળગી. મગધપતિ શ્રેણિક જેવા પિતાને કેદમાં નાખી, એના પુત્ર અજાતશત્રુએ રાજ્યનો કબજો લીધો, એટલું જ નહિ, પિતાને, કારાગૃહમાં રિબાવી રિબાવીને માર્યો, ત્યારે જગતને રાજલક્ષ્મીના ભયંકર સ્વરૂપનું સાચું ભાન થયું. શ્રેણિકને મહાવીરના સંસર્ગથી જે આત્મલક્ષ્મી પ્રાપ્ત થયેલી, તેણે તેનું વૈશાલીનું યુદ્ધ ૭ ૨૦૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ કર્યું, પણ આ મહાપાપનો પ્રતિઘોષ હોય તેમ મગધ અને વૈશાલી વચ્ચે યુદ્ધ જાગ્યું. રાજલક્ષ્મીના અનિષ્ટ સ્વરૂપનું એ વખતે સહુને દર્શન થયું. માણસને માખીની જેમ સંહારનારાં રથમશૂલ ને મહાશિલાકંટક નામનાં યુદ્ધયંત્રો શોધાયાં. રથમશૂલ યંત્રમાં એવી કરામત કરી હતી કે એ યુદ્ધના મેદાનમાં આપમેળે આગળ વધતું. હાંકનાર વગર હાલતું એ યંત્ર આપોઆપ શત્રુદળમાં પેસી જઈ લોહમૂશળથી હજારોનો કચ્ચરઘાણ કાઢતું. બીજા યંત્રનું નામ મહાશીલાકંટક હતું. એમાં એવી કરામત હતી કે એમાંથી કાંકરો છૂટતો ને શિલાના વેગથી વાગતો. આ લડાઈમાં એક તરફ નવ લચ્છવી ને નવ મલ્લરાજાઓ તેમ જ કાશીકોશલના અઢાર રાજાઓ ને તેમનું સૈન્ય હતું. બીજી તરફ મગધરાજ અજાતશત્રુ ને તેના દસ ભાઈઓ હતો. આ ભયંકર યુદ્ધનું નિમિત્ત એક હાથી ને એક હાર બન્યાં હતાં. એ તો બહાનાં હતાં. સાચી વાત તો સહુનાં અંતર લડાઈ માટે ઝંખતા હતાં. આ યુદ્ધ મહાભયંકર થયું. ૯૬ લાખ માણસો એમાં મરાયાં. અજાતશત્રુએ સોનાની વૈશાલીને ખંડેર કરી, એના પર હળ ફેરવ્યું. હળ ગધેડા જોયાં. વેરનો આ વિપાક જોઈ આખો દેશ કંપી ઊઠ્યો. વાસ્તવમાં એ યુદ્ધ ને રોકી શકાયું, પણ એણે ભાવિ અ-યુદ્ધના પાયા નાખ્યા. મહાવીરની અહિંસાના મહિમાનું પ્રત્યક્ષ દર્શન થયું. ૨૨ જ રાજા મહાર Page #220 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રચારકના રાહમાં જેમ ફૂલ હોય છે, તેમ કાંટા પણ હોય છે. ઘણી વાર ફૂલ કરતાં તેઓને કાંટાનો સામનો વધુ કરવાનો હોય છે. જ્યારે પોતાના જ માણસો પોતાને સમજતા નથી, ત્યારે તેમની ગેરસમજ ભારે ગરબડ ખડી કરે છે. ૪૮ ફૂલ અને કાંટા ગોશાલકના પ્રસંગમાં આવી ઘટના બની હતી. એવી જ ઘટના આર્ય જમાલિની બાબતમાં બની ગઈ. વાત એવી હતી કે જમાલિમાં પૂર્વનો ઉત્સાહ નહોતો રહ્યો. અંતિમ કક્ષાનાં તપત્યાગે એને ડગાવી દીધો હતો. એક વાર એણે ભગવાનને કહ્યું : ‘પ્રભો ! હું મારા અનુયાયીઓ સાથે અન્યત્ર વિહાર કરવા ઇચ્છું છું.' ભગવાને કંઈ જવાબ ન આપ્યો. જમાલિએ બીજી વાર પ્રશ્ન કર્યો. તોય જવાબ ન મળ્યો. ત્રીજી વાર પૂછ્યું તોય ભગવાન નિરુત્તર રહ્યા. જમાલિ ભગવાનના મૌનને સંમતિસૂચક માની જુદો પડી ગયો. જમાલિ સાથે તેની પત્ની પ્રિયદર્શના (ભગવાન મહાવીરની સંસારી પુત્રી) પણ પોતાના સાધ્વીસંઘ સાથે છૂટી પડી ! ભગવાને તોય મૌન સેવ્યું. જમાલિએ પોતાનો જુદો ચોતરો જમાવ્યો. એક દિવસ એણે પોતાના શિષ્યોને કહ્યું : ‘મારે માટે પથારી કરો.’ ફૂલ અને કાંટા ૭ ૨૦૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ થોડી વારે ફરી પૂછયું : “પથારી થઈ ગઈ ?' ના. પથારી પાથરીએ છીએ.” જમાલિ એકદમ બોલી ઊઠ્યો : “જોયુંને ! મહાવીરનો મત કેવો ખોટો છે ? એ કહે છે કે વર્તમાને ત્રિા, રેમા વડે એ સાવ ખોટું છે ! ક્રિયા કરવી ને પૂરી થવી વચ્ચે અંતર છે. માટે મહાવીરનો મત ખોટો છે !' - એને સાચું કોણ સમજાવે ? અથવા સાચી વાત પણ ખોટી રીતે સમજવી હોય, તેને કોણ વારે ? નાચવું ન હોય, એને આંગણું વાંકું જ લાગે ને ! દરેક લોકનાયકના સિદ્ધાંતોની મશ્કરી કરનારા નીકળે જ છે. દરેક લોકનાયકના હરીફ પણ પેદા થાય છે જ. મહાવીરના શ્રમણોપાસકો અમુક કાળનું સામાયિક કરતા. એ વખતે તેઓ પોતાના વસ્ત્ર-અલંકાર દૂર મૂકતા. અન્ય મતવાળા આવીને એ ઉપાડી જતા. સામાયિક કરનારો પોતાની વિધિ પૂરી કરી જ્યારે વસ્ત્ર માગવા જતો ત્યારે પેલા કહેતા : “જા, તારા ગુરુને પૂછી આવ કે સામાયિક આદિ સ્વીકારીને બેઠેલા શ્રાવકનાં વસ્ત્રો કોઈ લઈ જાય, તો સામાયિક પૂરું થયે તે વસ્તુની શોધ કરનારો શ્રાવક પોતાની વસ્તુ શોધતો લેખાય કે પારકી ?” બીજા ધિટ્ટ લોકો કહેતા : “અરે ! સાથે સાથે એટલું પણ તારા ભગવાનને પૂછતો આવજે કે સામાયિક કરતા શ્રમણોપાસકની સ્ત્રીને કોઈ અડે તો, તે શ્રમણોપાસકની સ્ત્રીને અડે છે કે પારકાની ?' ભગવાન સંપૂર્ણ શાંત ભાવે જવાબ વાળતા : “સામાયિક કરતા શ્રાવકે મારું હિરણ્ય નથી, મારે વસ્ત્ર નથી, એમ એટલા વખત પૂરતું કહ્યું છે, પણ તેનો મમત્વ ભાવ છોડ્યો નથી. માટે તે પોતાની જ વસ્તુ શોધે છે, પારકાની નહિ.” : આમ ભગવાન મહાવીરના રાહમાં અનેક કાંટા વેરાયા. ધીરે ધીરે કેટલાય કાંટામાં તેમણે ફૂલ ખીલવ્યાં. કેટલાક કાંટાના કાંટા જ રહ્યા. કર્મની બલિહારી છે ! ૨૦૪ % ભગવાન મહાવીર Page #222 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જીવલેણ પ્રસંગ ભગવાન મિથિલામાં ચાતુર્માસ ગાળી, શ્રાવસ્તી નગરીમાં આવ્યા. દીક્ષાનું આ એમનું સત્તાવીસમું વર્ષ હતું. આ વખતે ગોશાલક અહીં જ હતો. ગુરુ ને શિષ્ય બરાબર સોળ વર્ષ પછી, એક ગામમાં ભેગા થતા હતા. આજે એ જૂનો ગોશાલક નહોતો રહ્યો, જે પોતાના ગુરુ મહાવીરનો મહિમા ગાવા ખાતર ભાતભાતનાં દુઃખ વેઠતો, માર ખાતો, ને માર ખાતો ખાતો પ્રશંસા કરતો. જે. એક વખત ગુરુસેવામાં ગુરુના દેહના પડછાયા રૂપ બની ગયો હતો, જેણે અનાર્ય દેશનાં દુઃખને પણ ગુરુચરણની સેવા પાસે સુખ માન્યાં હતાં, એ ગોશાલક આજે ભગવાન મહાવીરનો હરીફ બન્યો હતો. એ પોતે સર્વજ્ઞ, તીર્થકર ને અર્ણન છે, એમ કહેતો હતો. શ્રી ગૌતમ ભિક્ષા માટે શ્રાવસ્તીમાં ગયા, ત્યારે એમણે લોકોને કહેતા સાંભળ્યા : આજે શ્રાવસ્તીમાં બે તીર્થંકરો આવ્યા છે.” શ્રી ગૌતમ ભિક્ષા લઈ પાછા વળ્યા, ને તેમણે ભગવાનને પ્રશ્ન કર્યો : “શું ગોશાલક ખરેખર તીર્થકર છે ?' મહાવીર ધર્મસભામાં બેઠા હતા. તેમણે સહુ સમક્ષ જ કહ્યું : “ગૌતમ, ગોશાલક નથી સર્વજ્ઞ કે નથી તીર્થંકર. એ તીર્થકર શબ્દનું અપમાન કરે છે. યોગ્યતા વગર ઉપાધિ કેવી ? આજથી ચોવીસ વર્ષ પહેલાં મારી પાસે એણે જીવલેણ પ્રસંગ & ૨૦૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ દિક્ષા લીધી હતી. છ વર્ષ મારી સાથે રહ્યો. મને પ્રેમથી અનુસર્યો. પછી તે શક્તિ તરફ આકર્ષાયો. શક્તિથી મળતી કીર્તિનો દાસ બન્યો. એ મારાથી જુદો પડ્યો. સ્વચ્છંદી થયો. સ્વચ્છેદે વિચારવા લાગ્યો. એ તીર્થકર નથી. સર્વજ્ઞ નથી. એ જ મહાનિમિત્તોનું જ્ઞાન ધરાવે છે, પણ સર્વજ્ઞપણા કે તીર્થંકરપણા સાથે એને કશી લેવાદેવા નથી.” ધર્મસભા પૂરી થયે, નગરજનો તરત જ આર્ય ગોશાલક પાસે પહોંચ્યા. લોક લડાઈનું રસિયું હોય છે. ભગવાન મહાવીરે કહેલી વાત આર્ય ગોશાલકને કહી. એને લાગ્યું કે આ મહાવીર મારી સોળ વર્ષની કીર્તિને સાફ કરી નાખશે. મારી બનાવેલી બાજી બગાડી નાખશે. હું ક્યાંયનો રહીશ નહિ. એના અંતરમાં ભયંકર પ્રતિકાર જાગ્યો. એ વખતે આનંદ નામના મહાવીરના શિષ્ય ત્યાં થઈને નીકળ્યા. ગોશાલકે ભયંકર ગર્જના કરતાં એને કહ્યું : “કહી દેજો તમારા એ ને ! હું એને છેડતો નથી, ને એ મને વારે વારે છેડે છે. સદાલપુત્રને તેમણે મારા વિરુદ્ધ ભરમાવ્યો. મારા મતમાં મોટું ભંગાણ પાડ્યું. કહી દેજો તમારા તીર્થકરને ! મને છંછેડીને સાર નહિ કાઢે.” ભગવાન મહાવીરને આ સમાચાર મળ્યા. તેમણે તમામ શિષ્યોને સૂચના આપી કે એની વિરુદ્ધ કંઈ ન બોલવું. ત્રાજવું ભલે પોતાના ભારથી જ તૂટી જાય, પણ નગરજનોમાં આ બે સર્વજ્ઞો વચ્ચેના સંઘર્ષનો ભારે ઉત્સાહ હતો. તેઓએ આખરે ગોશાલકને મેદાને પાડ્યો. એ પોતાના શિષ્ય પરિવાર સાથે ભગવાન મહાવીરના ઉતારે આવ્યો. માણસ તો મા'તું નહોતું. આર્ય ગોશાલકે પોતાનો વાણી-વ્યવહાર ચાલુ કર્યો. મહાવીર સ્વસ્થ બેઠા સાંભળી રહ્યા. ગોશાલકનો વેગ આથી વધ્યો. એને જાણે ખુલ્લું મેદાન મળ્યું. એ ખીલ્યો. એણે ગાલિપ્રદાન શરૂ કર્યું. જેટલું કડવું બોલી શકાય તેટલું બોલવા માંડ્યું. વાતાવરણ ક્ષુબ્ધ થઈ ગયું. સાધુઓમાં ઉશ્કેરણીનું મોજું ફરી વળ્યું. ભગવાન મહાવીરે સાધુઓને શાંત કરતાં કહ્યું : “એની એવી પ્રકૃતિ છે. પ્રકૃતિ ને પ્રાણ સાથે જાય. એવા તરફ તો ક્રોધ કરતાં કરૂણા જ કહ્યું.' ૨૦૬ % ભગવાન મહાવીર Page #224 -------------------------------------------------------------------------- ________________ પણ આ શબ્દોએ ગોશાલકને વધુ ઉગ્ર બનાવ્યો. એણે કટુ વચનોથી વાયુમંડળ ભરી દીધું. માનવમેદની પણ ગોશાલક તરફ જરા નારાજી બતાવી રહી. ભગવાન મહાવીરના સર્વાનુભૂતિ નામના શિષ્યથી ન રહેવાયું; ને આગળ આવ્યા, ને બોલ્યા : “રે ગોશાલક ! કોઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસેથી એક પણ આર્ય-વચન શીખ્યા હોઈએ તોયે તે બહુમાન કરવા યોગ્ય છે; તો તું તો શ્રમણ ભગવાન મહાવીરનો જ શિષ્ય છે. એમની પાસેથી સર્વ વિદ્યા શીખ્યો છે. પછી આ અનાર્યપણું કેવું ? અથવા ભગવાને કહ્યું તેમ તારી પ્રકૃતિમાં જ એ તત્ત્વ છે ?” ભલે ત્યારે, તુ તુ માની - નોમન્તો ભવન્ત : (ખૂબ ગાળો આપો, કારણ કે ગાળ-મય જ તમે છો.) છેલ્લા વાક્ય સાથે આજુબાજુની મેદની હસી પડી. આર્ય ગોશાલક ઉશ્કેરાયો. એણે સૂર્ય સામે જોયું. પછી સાધુ સામે જોઈ ભયંકર ફુત્કાર કર્યો. સાથે નેત્રમાંથી દૃષ્ટિવિષ સર્પ જેવી પીંગળી પીંગળી જ્વાલા નીકળી. શિખામણ આપવા આવેલા મુનિ સર્વાનુભૂતિ ત્યાં ને ત્યાં બળીને ઢીમ થઈ ઢળી પડ્યાં. સર્વાનુભૂતિનું સ્થાન સુનક્ષત્ર મુનિએ લીધું. એ કંઈક બે શબ્દો કહે, તે પહેલાં તે પણ ગોશાલકની આંખમાંથી નીકળતી પીંગળી જ્વાલાઓમાં ભસ્મીભૂત થયા ! વાત વાતમાં બે પવિત્ર મુનિઓની લાશો ત્યાં પડી ગઈ. વાતાવરણમાં હાહાકાર વ્યાપી ગયો. ગોશાલક જાણે અવિજેય બની ગયો. એના પ્રતાપથી આખું વાતાવરણ કંપી રહ્યું. માનવમેદની એની શક્તિને ભયથી વંદી રહી, પણ ભગવાન મહાવીરના મરજીવા મુનિઓનો આતશ એમ ઠંડો પડે તેમ નહોતો. જીવનનો મોહ ને મૃત્યુનો ભય તેઓ છોડીને આવ્યા હતા. મુનિ સુનક્ષત્રનું સ્થાન લેવા બીજા મુનિઓ આગળ આવ્યા, પણ તેઓને પાછળ રાખી, ભગવાન મહાવીરે આગળ આવીને એ સ્થાન લીધું. ગોશાલકે પોતાના એકમાત્ર પ્રતિસ્પર્ધિને નીરખ્યા. એના માર્ગનો આ મહાકંટક દૂર થાય, તો સંસારમાં ગોશાલકને આંટે એવો બીજો નર નહોતો ! આજ ભલે લાખ ભેગા સવા લાખ થઈ જાય. પાપડી ભેગી ભલે ઇયળ બફાઈ જાય. ઇષ્ટ જ હતું. ગોશાલકમાં અજબ ઝનૂન વ્યાપી રહ્યું : એ સાત-આઠ જીવલેણ પ્રસંગ « ૨૦૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ કદમ પાછો હઠ્યો; મોટી મોટી આંખોને સૂર્ય તરફ સ્થિર કરી. સૂર્યના પ્રચંડ અગ્નિને જાણે આંખોના કોઠામાં સંગ્રહી લીધો. પછી એ આગળ આવીને ઊભેલા શાંતિના અવતાર જેવા મહાવીર પર આંખો ઠેરવી. વિશેષ વિસ્તીર્ણ કરી. ભયંકર ફુત્કાર કર્યો. તરત જ સળગતી આગનું એક મહાવર્તુળ શ્રમણ મહાવીરના દેહને વીંટી વળેલું દેખાયું. તેજલેશ્યા ! હા, હા, હા ! મહાવીર ! પોલાદને પણ ખાખ કરનારો અગ્નિ ! ખાખ, મહાવીર ખાખ ! લેતો જા. સાપના દરમાં હાથ ઘાલવાનું આ પરિણામ. હવે માંડ છ મહિના કાઢીશ !' ગોશાલકે આકાશને વીંધતું અટ્ટહાસ્ય કર્યું, પણ બીજી પળે તેણે આશ્ચર્ય સાથે જોયું કે પેલું તેજવર્તુળ મહાવીરના દેહમાં પ્રવેશ કરવાને બદલે એમના દેહની પરકમ્મા કરી રહ્યું હતું ! અને ગોશાલક આ અજબ ઘટના અંગે કંઈક વિચારે, એ પહેલાં એ તેજવર્તુળ પાછું ફર્યું, એની તરફ ધસ્યું ને એના જ દેહમાં સમાઈ ગયું. પળવારમાં તો દેખાવડો ગોશાલક બિહામણો બની ગયો. મોં કાળું બની ગયું. કાન કોડિયા જેવા બની ગયા. મહાવીર તો શાંતિના અવતાર બનીને ખડા હતા. એમણે એ જ સ્વસ્થતા અને શાંતિ સાથે કહ્યું : “ગોશાલક ! હાથનાં કર્યા આખરે હૈયે વાગે છે, કર્મનો એ નિયમ છે. આયુષના બંધ કોઈ ઓછા કરી શકતું નથી. મારે હજી સોળ વર્ષ સુધી આ દેહ-ભાર છે, પણ તારે માટે તો માત્ર સાત રાત-દિવસ બાકી છે. બધું ભૂલી જા ! મહાનુભાવ ! અસારને સાર ન માની લે. એકમાત્ર આત્માની ચિંતા કર ! કીર્તિને છાંડી દે. એની ભસ્મ કરી નાખ.' મહાવીરના મુખમાંથી અમી ઝરતું હતું. તેઓ આગળ આવીને બોલ્યા : “એક દિવસ તને મારા પર આંધળો અનુરાગ હતો. મારા માટે તું માર ખાતો, હેરાન થતો. આજે દ્વેષમાં અંધ બન્યો છે. મને મારી નાખવા ઇચ્છે છે. મારું અસ્તિત્વ તને ખટકે છે. હું જાણું છું કે રાગ અને દ્વેષ તો એક ઢાલની બે બાજુ છે. વીસરી જા ! સ્વસ્થ થા ! શાંત થા ! આત્મકલ્યાણ તરફ જા.' અમૂષુ સર્પની જેમ કાતિલ નજર કરતો, ગોશાલક પાછો ફર્યો. એના દેહ પર જાણે દવ પ્રગટ્યો હતો. સાતમે દિવસે ગોશાલક મૃત્યુ પામ્યો. ૨૦૮ ભગવાન મહાર્વર Page #226 -------------------------------------------------------------------------- ________________ :: પ્રા.stuપેa M 's મ એક વાર ભગવાન મહાવીરના ભક્ત મગધરાજે પ્રશ્ન કર્યો હતો પ્રભો ! મારી શી ગતિ થશે ?' જીવલેણ પ્રસંગ છે ૨૦૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ ‘નરકગતિ,’ રાજવી શિષ્યની શેહ રાખ્યા વગર ગુરુએ કહ્યું. ‘અને ગોશાલકની ?' ‘સદ્ગતિ !’ રાજા મૂંઝાઈ ગયા. એમણે પ્રશ્ન કર્યો : ‘પ્રભો ! આપના ભક્તોને નરક અને આપના નિંદકોને સ્વર્ગ ? આ તે કેવો ન્યાય !' ‘અદલ ન્યાય ! છેલ્લી પળે એને મારી શિખામણ સાચી લાગી, અને મૃત્યુની અંતિમ પળો એણે ઉજમાળ કરી. રાજન્ ! જીવનમાં સાધનાની કિંમત છે, સ્નેહની નહિ,’ ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું. ૨૧૦ ભગવાન મહાવીર Page #228 -------------------------------------------------------------------------- ________________ પ૦ બેડો પાર સિહ નામના અનગાર મેંઢિય ગામ બહાર સાલાકીષ્ટક ચૈત્યમાં તપ કરી રહ્યા હતા. એમની પાસે થોડા વખતથી ઊડતા સમાચાર આવતા હતા : રે! ગોશાલકે ભાખ્યું હતું કે ભગવાન છ માસ જીવશે અને છ મહિનાથી એ પ્રેમમૂર્તિને પિત્તદોષ થયો છે. લોહીના ઝાડા થાય છે. શરીર સુકાઈને કાંટો થઈ ગયું છે. અરેરે ! ભગવાનને કંઈ થયું, તો લોકો શું કહેશે? પ્રેમજ્યોતિ બુઝાઈ જતાં, કેટકેટલા જીવ ભવાટવિમાં અથડાઈ પડશે.” આમ આ મહાતપસ્વી સાધુ તપ કરવા છતાં, મનમાં વ્યાકુળ રહેતા હતા. શાંતિ એમને લાધતી નહોતી. એવામાં સમાચાર આવ્યા કે ભગવાન ત્યાં આવ્યા છે. સિંહ અનગાર ભગવાનને મળવા ને દર્શન કરવા ચાલ્યા, પણ દૂરથી જ પ્રભુની દેહમૂર્તિ જોતાં પોક મૂકીને એ રડી પડ્યા. ભગવાને એમને પાસે બોલાવ્યા ને કહ્યું : “અનગાર ! તારી વ્યથા હું ઘણા વખતથી જાણું છું. તને મારા દેહ પર મોહ છે. ભલા, દેહની માયા અનગારને કેવી ? છતાં, સિંહ, ચિંતા ન કરીશ. હજી સાડા પંદર વર્ષ મારે આ ભૂમંડલ પર રહેવાનું છે. કર્મ ખપાવ્યા વગર મા પણ છૂટકો ક્યાં છે ?' અનગાર સિંહ બોલ્યા : “ભગવનું, આપ જે કહો તે સત્ય જ હોય, એ વિશે હું નિઃશંક છું, પણ આપનું શરીર દિન-પ્રતિદિન ગળતું જાય છે. આવો બેડો પાર ૨૧૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ સુકાયેલો દેહ અમારાથી જોઈ શકાતો નથી. શું આ રોગને હટાવવાનો કોઈ ઉપાય નથી ?' ભગવાન બોલ્યા : “સિંહ ! ઉપાય જરૂર છે. તારી મરજી છે, તો જા, મૅઢિય ગામના ગાથાપતિની પત્ની રેવતીને ત્યાં જા. એણે બે ઔષધ તૈયાર કર્યા છે. એક મારા માટે ને એક બીજું સામાન્ય કારણ માટે તૈયાર કર્યું છે. એમાં મારા માટે તૈયાર કરેલું ઔષધ ન લાવતો, બીજા માટે તૈયાર કરેલું ઔષધ લઈ આવ.' સિંહ અનગાર એકદમ રેવતીના ઘેર જઈ પહોંચ્યા. દ્વાર પર મુનિને આવેલા જોઈ, રેવતીએ બહુમાન કર્યું ને પૂછ્યું : કહો, કેમ પધાર્યા છો ?” ‘તમે બે ઔષધ તૈયાર કર્યા છે ને ?' હા.' સાધુને જવાબ આપતી રેવતીને, સાધુના આ જ્ઞાન માટે આશ્ચર્ય થયું. એમાં એક ભગવાન મહાવીર માટે છે, કેમ ?” “હા.' બીજું સામાન્ય કારણ માટે છે ?' “હા.' તમને ક્યાંથી ખબર પડી કે મેં બે ઔષધિ બનાવી છે !” ભગવાન મહાવીરે કહ્યું.' “તો બીજું ઔષધ મને આપો.' શા માટે ?' ભગવાન મહાવીર માટે. એમને પિત્તદોષ થયો છે.' ‘ભગવાન માટે તો મેં ખાસ આગવું ઔષધ તૈયાર કર્યું છે તે લઈ જાઓ.’ ના, ભગવાને ના પાડી છે.” રેવતી આ સાંભળી બહુ રાજી થઈ. ઘરમાં જઈને ઔષધ લઈ આવી એણે સિંહ અનગારને આપ્યો. ૨૧૨ ભગવાન મહાવીર Page #230 -------------------------------------------------------------------------- ________________ આ ઔષધ પ્રભુએ આરોગ્યું. જોતજોતામાં કાયા કંચનવર્સી થઈ ગઈ. બધે હર્ષ વ્યાપી ગયો. પોતાનો બીજોરાપાક ભગવાને મગાવીને આરોગ્યો, એ આનંદમાં રેવતી તો જન્મમરણના ફેરા ટાળી બેઠી. કર્તવ્ય નાનું કે મોટું હોય, પણ ભાવનાની બલિહારી છે. સાચી ભિક્ષા અને એનો આંતરિક હર્ષ ભવભવના ફેરા ટાળે છે. બેડો પાર # ૨૧૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ પ૦ ટૅક કુંભાર તપસ્વી જમાલિ ઠેર ઠેર ભગવાનનો આવર્ણવાદ (નિંદા કરતો) ફેલાવતો ફરવા લાગ્યો. શ્રી ગૌતમે એને ઘણો સમજાવ્યો, પણ એ ન સમજ્યો; બલકે વધુ બગડી બેઠો. પ્રિયદર્શના પણ પોતાના પતિની જેમ, પતિનો સિદ્ધાંત સાચો લાગવાથી, પોતાની હજાર સાધ્વીઓ સાથે જુદી વિહાર કરતી હતી. ભગવાન મહાવીરે કદી પણ પોતાનાં સંસારી દીકરી-જમાઈને સમજાવવા પ્રયત્ન કર્યો નહિ, બલકે આડકતરો પણ એકે અક્ષર કહ્યો નહિ ! ખેતરમાં પડેલા લાખો મણ ઘઉમાં કાંકરા અનિવાર્ય હતા. એક વાર પ્રિયદર્શના પોતાના મંડળ સાથે શ્રાવતી નગરીમાં આવી. અહીં ઢંક નામનો સુખી કુંભાર રહેતો હતો. એની ભાંડશાલામાં એ ઊતરી, ઢંક સદ્દગુણોનો અનુરાગી હતો. એની અંદરખાનેથી ઇચ્છા હતી, કે જમાલિ અને પ્રિયદર્શના સાચું તત્ત્વ સમજે અને પ્રભુ મહાવીરના પંથમાં પાછાં ફરે. એક વખત પ્રિયદર્શના બેઠી હતી. ઢેક પાસે બેઠો હતો. ઢકે એક સળગતો અંગારો લીધો, ને પ્રિયદર્શનાના વસ્ત્ર પર નાખ્યો. વસ્ત્ર બળવા લાગ્યું. પ્રિયદર્શના એકદમ ઊભી થઈ ગઈ, ને બોલી. રે ઢંક ! તમારા પ્રમાદથી મારું વસ્ત્ર સળગી ગયું !” ઢક કુંભાર વિનયથી બોલ્યો : “હે સાધ્વી, અસત્ય ન ભાખો. જમાલિના ર૧૪ % ભગવાન મહાવીર Page #232 -------------------------------------------------------------------------- ________________ મત પ્રમાણે તો બધું બળી જાય, પછી બળ્યું કહેવાય. તમે જે બળી ગયું બોલ્યાં, તે તો ભગવાન મહાવીરનું વચન છે.' પ્રિયદર્શના વાતનો મર્મ તરત સમજી ગઈ. તેજીનો ઇશારો બસ હતો. એણે જમાલિનો મત છોડી દીધો. એ ભગવાનના પંથમાં આવી ગઈ. જમાલિના સાધુઓ પણ ધીરેધીરે એનાથી છૂટા થવા લાગ્યા, પણ જમાલિ અંત સુધી અણનમ રહ્યો. એક વાર જમાલિના મરણના સમાચાર આવ્યા. શ્રી ગૌતમે પૂછ્યું : ભગવાન, એ કઈ ગતિ પામ્યો ?' ભગવાન બોલ્યા : “ગુરુદ્વેષી, સંઘષી, લોકોને ઊંધે માર્ગે દોરનાર જે ગતિને પામે, એ ગતિને એ પામ્યો, પણ એ પવિત્ર જીવનવાળો, એકાંતમાં રહેનારો, ભોગોપભોગમાં વિરતિવાળો હોવાથી છેવટે જરૂર સિદ્ધિ પામશે.” પોતાના કટ્ટર હરીફ પ્રત્યેનો મહાવીરનો હેતભાવ અપૂર્વ હતો. ટંક કુંભાર ૪ ૨૧૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ પર ચાર યામ ને પાંચ યામ એક વખત મહાજ્ઞાની. ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના શિષ્યપરિવાર સાથે શ્રાવસ્તી નગરીમાં કૌષ્ઠક ચૈત્યમાં આવી ઊતર્યા. ભગવાન થોડા પાછળ હતા. એ જ વખતે શ્રાવસ્તી નગરીના હિંદુક ઉદ્યાનમાં કેશીકુમાર શ્રમણ પર પોતાના સમુદાય સાથે ઊતર્યા હતા. તેઓ ભગવાન પાર્શ્વનાથના સંપ્રદાયના હતા. શ્રી ગૌતમ સાથેના વિરો ને કેશીકુમારની સાથેના શ્રમણોનો અવારનવા૨ મેળમિલાપ થતો. બધા અરસપરસ વિચારતા કે એક વૃક્ષની બે ડાળ જેવો, એક નદીની બે શાખા જેવો પ્રભુ પાર્શ્વનો ને મહાવીરનો ધર્મ કહેવાય છે. એમાં આ ભેદાભેદ કેમ ? પાર્શ્વનાથનો ધર્મ ચાર યામવાળો ને મહાવીરનો ધર્મ પાંચ યામવાળો. પાર્શ્વનાથના સાધુઓ વસ્ત્રવાળા, ને મહાવીરના સાધુઓ વસ્ત્ર વિનાના ! જો એક જ મુક્તિ માર્ગના બંને ઉપાસક હોય તો આટલો મતભેદ કાં ? સાધુઓના મનની આ શંકાની શ્રી ગૌતમને ખબર પડી. શ્રી કેશી ગણધરને પણ ભાળ મળી. બંને જણાએ અરસપરસ મળી, ચર્ચા કરી સમાધાન મેળવવાનું નક્કી કર્યું. શ્રી ગૌતમ વિવેકી હતા. ગમે તેમ તોય શ્રી કેશી વૃદ્ધકાલના પુરુષ હતા. તેમની પાસે પોતે જવું જોઈએ. આમ વિચારી શ્રી ગૌતમ પોતાના સમુદાય સાથે ત્યાં પહોંચી ગયા. કેશી ગણધરે કહ્યું : ‘હે મહાજ્ઞાની ગૌતમ ! ભગવાન પાર્શ્વ ચાર યામનો ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીર પાંચ યામનો ઉપદેશ આપે છે. સમાન મુક્તિધર્મના સાધકોમાં આટલાં ભેદ કાં ?’ ૨૧૬ ૨ ભગવાન મહાવીર Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમ બોલ્યા : “જેવા જુગ એવા જોગી. બધો આધાર લોક પર છે. ધર્મ એમના કલ્યાણ માટે સ્થાપવામાં આવે છે. એનું કારણ વિગતે કહું છું. પ્રથમ તીર્થંકર ઋષભદેવના જમાનામાં લોકો સરળ છતાં જડ હતા. આચારમાર્ગની શુદ્ધિ માટે એ વખતે પાંચ યામની પ્રરૂપણા કરી. “એ પછી ૨૨ તીર્થકરોના જમાનામાં લોકો સરળ ને ચતુર હતા. થોડું કહીએ, તેમાં ઝાઝું સમજતા. કહેનારના કથનના શબ્દને ન પકડતા, અંદરના ભાવાર્થને ગ્રહણ કરતા. એ માટે ચાર યામનો ધર્મ એમના વખતમાં રહ્યો પણ અત્યારના જીવો વક્ર અને જડ છે. આપણા બોલવામાં બારી શોધી કાઢે એવા છે. થોડું બોલ્યું ઝાઝું સમજનાર નથી. બલકે બોલવાનો બેવડો અર્થ કાઢે તેવા છે. આજે આચારશુદ્ધિ કઠિન છે : માટે અહિંસા, સત્ય, અસ્તેય ને અપરિગ્રહઆ ચારમાં બ્રહ્મચર્યનો પાંચમો યામ વધાર્યો. સ્ત્રી આજ સુધી પરિગ્રહમાં હતી. સોનું-રૂપું, ઘર-બાર, ઢોર ને પશુઓની જેમ તેની પણ મિલકતમાં ગણતરી હતી. આથી સ્ત્રી જેવી સ્ત્રીની સ્થિતિ ઢોર જેવી હતી. પુરુષ એના પ્રત્યે વિવેક ન રાખતો. આ નવીન બ્રહ્મચર્ય પામથી સ્ત્રીનું સ્થાન સ્વતંત્ર થાય છે.” કેશી ગણધરને આ સાંભળી આનંદ સાથે સંતોષ થયો. એમણે પોતાની એક બીજી શંકા જાહેર કરતાં કહ્યું : “ભગવાન પાર્શ્વનાથે સવસ્ત્ર ધર્મનો ઉપદેશ આપ્યો છે. ભગવાન મહાવીર અચેલક ધર્મનો ઉપદેશ આપે છે. એક જ માર્ગના બે રાહબરોનાં વચનોમાં આટલો ભેદ કેમ ?' ગૌતમ બોલ્યા : “આપ જેવા પવિત્ર મુનિઓને ખબર જ છે, કે ધર્મની સાધના આત્મા સાથે સંબંધ રાખે છે, વેશ સાથે નહિ. ખરી રીતે જ્ઞાન, દર્શન ને ચરિત્ર જ મુક્તિ મેળવવાનાં સાધન છે. વેશ તો ઓળખાણ ને સંયમના નિર્વાહમાં સાધન રૂપ છે.' શ્રી ગૌતમના જવાબથી પાર્શ્વનાથ મતના મુનિઓના મનનું સમાધાન થઈ ગયું. તેઓએ પાંચ યામવાળા ભગવાન મહાવીરના ધર્મનો સ્વીકાર કર્યો. ચાર ધામ ને પાંચ થામ ૨૧૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ પ૩ ન શહ, ન શરમ ધોમધખતા બપોર હતા. પૃથ્વી ધગધગતી હતી. આ વેળા કોલ્લોગ સન્નિવેશના ધોરી માર્ગને વીંધીને આર્યાવર્તના મહામાન્ય વિદ્વાન અને શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ઇંદ્રભૂતિ ગૌતમ ભિક્ષાન્ત વહોરીને પાછા ફરતા હતા. પૃથ્વી સરસાં નેત્ર ઢાળીને એ ચાલ્યા જતા હતા. જગત ગ્રીષ્મના તાપમાં શેકાઈ રહ્યું હતું. આ મહાજ્ઞાની અને મહાભક્ત મુનિના દિલમાં વસંત જાણે બેઠી હતી. અચાનક જનપ્રવાદ એમને કાને અથડાયો : હે દેવાનુપ્રિયો ! કોલ્લાગ સન્નિવેશના મહામાન્ય પુરુષ, ભગવાન મહાવીરના ગૃહસ્થ શિષ્ય, શ્રમણોપાસક આનંદ મૃત્યુપર્યન્તનું અનશન સ્વીકારી દર્ભની પથારીએ પોઢ્યા છે.” શ્રમણોપાસક આનંદના અનશનની વાત સાંભળી ગણસ્વામી ગૌતમ થોભી ગયા. એમણે વિચાર્યું : “ઓહો ધન્ય ઘડી, ધન્ય પળ ! ચાલો ત્યારે શ્રમણોપાસક આનંદને મળતો જાઉં. અનશન ધારણ કર્યું છે-ફરી મળાય કે ન પણ મળાય.” ગણધર ગૌતમ પૌષધશાળા તરફ ચાલ્યા. અઢાર કોટી હિરણ્ય નિધાનના ધણી, અને દશ દશ હજાર ગાયોવાળા છ છ વ્રજોના સ્વામી, શ્રમણોપાસક આનંદ આખરી સ્થિતિમાં હતા, પણ તેમના ચહેરા પર ત્યાગનું અને વ્રતનું ૨૧૮ ૪ ભગવાન મહાવીર ન જ Page #236 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય તેજ ચમકતું હતું. ગૌતમને જોતાં જ તેમણે કહ્યું : ‘ભગવન્ ! અનશનના કા૨ણે અતિશય દુર્બળ થઈ ગયો છું, કૃપા કરીને નિકટ પધારો તો ચરણસ્પર્શ કરી શકું.' દયાના અવતાર ગૌતમ નજીક ગયા. વંદન કરતાં કરતાં આનંદે પૂછયું : ‘ભગવન્, શું કોઈ ગૃહસ્થને ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાં અવિધજ્ઞાન થઈ શકે ખરું ?' ‘અવશ્ય. શ્રમણોપાસકને ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાંય ત્રીજું મહાજ્ઞાનઅવધિજ્ઞાન થઈ શકે છે.' આ સાંભળી શ્રમણોપાસક આનંદના ચહેરા પર એક દિવ્ય હાસ્ય ફરકી રહ્યું. તેણે કહ્યું : ‘પૂજ્યવર્ય, મને પણ તેવું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. અને તેના લીધે હું ઉપર આકાશમાં સૌધર્મકલ્પ સુધી ને નીચે પાતાલમાં લોલચ્ચુઅ નરકાવાસ સુધીના તમામ રૂપી પદાર્થો જાણી ને નાણી શકું છું.' આનંદના અવાજમાં કોઈ સુંદર રણકો હતો. પાસે ટોળે વળેલાં પરિજનો તેમનું કહેવું આશ્ચર્યથી સાંભળી રહ્યા. લબ્ધિના ભંડાર ગૌતમસ્વામી પણ ક્ષણભર વિચારમાં પડી ગયા. થોડી વારે તેમણે કહ્યું : ‘આનંદ, શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે ખરું, પણ તમે કહો છો તેટલું દૂરગ્રાહી હોઈ શકતું નથી. તમે આ ભ્રાન્ત કથન કર્યું. ભ્રાન્ત કથન માટે પ્રાયશ્ચિત્ત અનિવાર્ય છે. તમારે એ માટે શીઘ્ર પ્રાયશ્ચિત્ત કરવું ઘટે !' જ્ઞાની ગૌતમને આ રીતે કહેતાં સાંભળી શ્રાવક આનંદે જરા વેગથી કહ્યું : ‘ભગવન્, મહાવીરના શાસનમાં સત્ય વદનારને માટે પણ પ્રાયશ્ચિત્ત છે ખરું ?' ‘ના.' ‘તો, દયાળુ, આપે જ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે. આપે જ અસત્ય કથન કર્યું છે.’ આનંદના સ્વરમાં દૃઢ વિશ્વાસ ગુંજતો હતો. શ્રમણોપાસક આનંદના આ વિધાને ગુરુ ગૌતમને ક્ષણભર વિમાસણમાં નાખી દીધા. તેઓ ત્યાંથી ઉતાવળે રવાના થઈ ભગવાન મહાવીર પાસે આવ્યા. મહાન ગણધર ગૌતમને સત્ય-નિર્ણયની ભારે તાલાવેલી લાગી હતી. ન શેહ, ન શરમ ૨૧૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ તેઓએ આવતાંની સાથે જ આનંદ શ્રાવકવાળી હકીકત સવિસ્તર પ્રભુ આગળ નિવેદિત કરી : અને છેલ્લે છેલ્લે પ્રાર્થના કરી : ‘હે ભગવન્, આ વિષયમાં આનંદે પ્રાયશ્ચિત્ત કરવું ઘટે કે મારે ?’ સદા સત્યના સમર્થક ને પ્રરૂપક ભગવાન મહાવીરે લેશમાત્ર થંભ્યા વિના કહ્યું : ‘ગૌતમ, આ બાબતમાં તારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. આનંદ સાચો છે. આનંદ પાસે વેળાસર ક્ષમા યાચી લેવી જોઈએ.’ ભગવાનનો આ નિર્ણય સાંભળી તમામ સાધુઓ ને શ્રોતાગણો રોમાંચ અનુભવી રહ્યા. અરે, ખુદ પ્રભુ પોતે ઊઠીને જાહે૨માં પોતાના પટધરને હલકો પાડે છે ! ન શેહ ન શરમ ! કદાચ જ્ઞાની ગૌતમ ભૂલ્યા હોય તો ભલે ખાનગીમાં પ્રાયશ્ચિત્ત આપી દે, પણ એક શ્રાવક પાસે ક્ષમાયાચના ! અસંભવ, અશક્ય ! ક્યાં આનંદ ! ક્યાં ગૌતમ ! પણ મહાજ્ઞાની ગૌતમની દશા તદ્દન જુદી હતી. ગર્વ, અહંકાર ને અભિમાનને તો એ જીતી ચૂક્યા હતા. શાસનના એક સાચા ઉત્તરાધિકારીને શોભે ને છાજે તેવી વિનમ્રતાથી એ ઊભા થયા. ‘સાચું એ મારું'ના પૂજારીના દિલમાં પોતાના ખોટા વિધાનનો ડંખ હતો. એ સીધા શ્રમણોપાસક આનંદ પાસે પહોંચ્યા. દુનિયા તો દેખતી જ રહી ગઈ. ‘આનંદ, તમે સાચા. મારા અસત્ય વિધાન માટે હું મિચ્છા મિ દુક્કડં-માફી ઇચ્છું છું.' જ્ઞાની ગૌતમના આ શબ્દોનો શ્રમણોપાસક આનંદ શો જવાબ આપે ? એનાં નેત્રો સજલ થઈ ગયાં. એણે બે હાથ જોડતાં કહ્યું : ‘પ્રભુ, મારી છેલ્લી ઘડી ઉજાળી ! જ્ઞાનીને શોભતી કેટલી ભવ્ય નમ્રતા ! ભવોભવે પણ અલભ્ય એવી કેવી લઘુતા ! જય, પ્રભુ મહાવીરનો જય ! જ્ઞાની ગૌતમનો જય !' આજુબાજુ એકત્રિત થયેલી જનતા આંખમાં આંસુ સાથે જોઈ જ રહી ! અચાનક સહુના મુખમાંથી ધ્વનિ ગાજી ઊઠ્યો : જ્ઞાની ગૌતમનો જય !' ૨૨૦ ભગવાન મહાવીર Page #238 -------------------------------------------------------------------------- ________________ પ૪ કિરાતરાજ ને દીક્ષા સાક્ત નગરનો રહેવાસી જિનદેવ નામનો શ્રમણોપાસક ધંધાર્થે દેશાવર ખેડતો હતો. એ એક વાર પ્લેચ્છ દેશમાં ગયો. તેની રાજધાનીનું નગર કોટિવર્ષ હતું. ત્યાંનો રાજા કિરાત હતો. જિનદેવ કિરાતરાજના દરબારમાં ગયો. અને પોતાની પાસે રહેલાં કીમતી વસ્ત્ર, મણિ અને રત્ન ભેટ ધર્યા : કિરાતરાજ આ રત્નો જોઈ ખુશ થયો. એણે કહ્યું : “કેવાં સુંદર ! ભલો, ક્યાં પાકતાં હશે આવાં રત્નો ?' અમારા દેશમાં. આ તો શું, આનાથી પણ સુંદર સુંદર રત્નો પાકે છે.' જિનદેવે કહ્યું. મારી ઇચ્છા આવા રત્નોવાળા દેશને જોવાની છે ? શું તમારો રાજા મને પ્રવાસની અનુમતિ આપે ખરો ?” શા માટે નહિ ? હું ટૂંક સમયમાં અનુમતિ મગાવી લઉં છું. પછી આપણે સાથે જઈશું.” જિનદેવે સાકેતરાજને લખ્યું. ત્યાંથી તરત જ અનુમતિ આવી ગઈ. બંને જણા શુભ દિને નીકળ્યા, ને સાકેત નગરમાં આવી પહોંચ્યા. આ જ વખતે નગરમાં વનપાલકે વધામણી ખાધી કે ભગવાન મહાવીર નગર બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. તરત આખું નગર એ ઉદ્યાન તરફ ચાલી કિરાતરાજને દીક્ષા ૨૨૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ નીકળ્યું. રાજા પણ રથ જોડાવીને રવાના થયો. કિરાતરાજે આમ આખા નગરને બહાર જતું જોઈ જિનદેવને પૂછયું : “આ બધા ક્યાં જાય છે ? જિનદેવે કહ્યું : “આજ અહીં અદ્ભુત રત્નોના એક મહાવેપારી આવ્યા છે. સંસારનાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રત્નો એમની પાસે છે.” કિરાતરાજે કહ્યું : “ચાલો ત્યારે, આપણે પણ ત્યાં જઈએ, ને એ શાહસોદાગરને નીરખીએ.” બંને જણા સમવસરણમાં પહોંચ્યા. કિરાતરાજ આ અજબ સાંઈને જોઈ આશ્ચર્યમાં પડી ગયો. એ ભગવાન મહાવીરનો આત્મિક વૈભવ જોઈને ખુશ ખુશ થઈ ગયો. આ મહાપારીની વાણી એને હૃદયસ્પર્શી લાગી. એ ઊભો થઈને પાસે ગયો ને બોલ્યો : “મલેચ્છ દેશનો રાજા કિરાતરાજ છે. અપૂર્વ રત્નો જોવા માટે અહીં આવ્યો છું. હે શાહ સોદાગર, તમારી પાસેનાં રત્નોનું બયાન કરો.” ભગવાન હસીને બોલ્યા : “મહાનુભાવ, રત્નો બે પ્રકારનાં હોય છે. એક ભાવરત્ન ને બીજાં દ્રવ્યરત્ન !' ભાવરત્ન-દ્રવ્યરત્ન !' કિરાતરાજ નામ ગોખી રહ્યો. “ ભગવાન આગળ બોલ્યા : દ્રવ્યરત્ન અનેક પ્રકારનાં હોય છે. એ કીમતી હોય છે. ચળકાટવાળાં હોય છે, લોભામણાં હોય છે, છતાં ટકાઉ હોતાં નથી. ચોરનો, રાજાનો, પાડોશીનો એને ડર હોય છે. બહુ બહુ તો એ આ જીવનમાં કોઈક લાભ કરનાર હોય છે, પણ સર્વથી શ્રેષ્ઠ તો ભાવરત્ન લેખાય. ત્રણ પ્રકારનાં એ હોય છે. એક દર્શનરત્ન, બીજું જ્ઞાનરત્ન, ત્રીજું ચારિત્રરત્ન, આ ત્રણ રત્નો જેની પાસે હોય, એને કોઈ વાતનું દુઃખ રહેતું નથી. એ પરમ સુખી થાય છે. દુનિયાના રાજા એનાં ચરણ ચૂમે છે. એના બંને ર ભગવાન મહાવીર Page #240 -------------------------------------------------------------------------- ________________ ભવ સુખી થાય છે. ચોર એ રત્નોને ચોરી શકતો નથી. રાજા એર્ન લઈ શકતો નથી.' કિરાતરાજ ઊભો થઈને બોલ્યો : ‘મને એ રત્નો આપો.' ભગવાને કિરાતરાજને ધર્મોપદેશ આપ્યો. કિરાતરાજના હૈયામાં એ વસી ગયો. એણે દીક્ષાની માગણી કરી. ભગવાને એને દીક્ષા આપી પોતાના શિષ્યવર્ગમાં સ્થાપન કર્યો. દીક્ષા પછીના છત્રીસમા ચોમાસામાં આ ઘટના ઘટી. કિરાતરાજને દીક્ષા આ ૨૨૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ પપ નિવગ ભગવાને એકતાલીસમું ચોમાસું રાજગૃહમાં કર્યું. એ વખતે ઇન્દ્રભૂતિ ગૌતમે કાલચક્રને માનવજીવન વિશે અનેક પ્રશ્નો પૂછવા. રાજગૃહમાં તેઓ ચાતુર્માસ કરવા પાવાનગરીએ આવ્યા. અહીંના રાજા હસ્તિપાલના તલાટીની કચેરીમાં તેઓ ઊતર્યા. ત્રણ મહિના પૂરા વીતી ગયા, ને ચોથો પણ અડધો પૂરો થવા આવ્યો. એ વખતે ભગવાને પોતાના નજીકમાં આવી પહોંચેલા નિર્વાણસમયની સૌને માહિતી આપી. આ ખબરથી પાવાપુરીના પ્રત્યેક ઘરને ઉબરે ઉંબરે શોકની છાયા પથરાઈ ગઈ. આકાશનું નિર્મળ હૈયું પણ તારકવૃંદથી વીંધાઈ ગયું; ને તળાવના જળમાં કમળ પણ ગંભીર બની ગયાં. રે ! આખરે જુદાઈ ! જ્ઞાનીઓ કહેવા લાગ્યા : “આનંદો, પ્રભુ આજે મુક્તિને વરશે ! દેહની દીવાલ વચ્ચેથી દૂર થશે.” પ્રજાજનો નિશ્વાસ નાખતા હતા : ‘હાય રે, પ્રભુની આ અલૌકિક દેહછબી હવે ફરી ક્યાં ને ક્યારે નીરખવા મળશે ? જુગ જુગ પછી સાંપડેલી આ અમૃતવાણી ફરીથી ક્યાં સાંભળવા મળવાની હતી ? અરે ! જ્ઞાનીઓના વચનથી શોક અને આનંદને સમાન લેખવાની અમે મહેનત કરીએ છીએ, ૨૨૪ % ભગવાન મહાવીર Page #242 -------------------------------------------------------------------------- ________________ મનને ઘણી રીતે મનાવીએ છીએ, પણ આનંદને સ્થળે શોક આવીને બેસી ગયો છે, કેમે કર્યો હઠાવ્યો હઠતો નથી ! રે ! શું પ્રભુ આપણાથી દૂર થશે !” દેવો ને ઋષિઓ તો મીઠા શંખ બજાવી રહ્યા છે, આજ ભગવાનની જીવનજ્યોત, એક મહાન જ્યોતિમાં મળી જવાની. મુક્તિ આડે રહેલું દેહબંધન આજે છૂટી જશે. અને આપણો વહાલો વીર મુક્તિને જઈ વરશે ! પણ પામર ભક્તજનો પોતાના શુષ્ક મુખથી ને સંતપ્ત હોઠોમાંથી આનંદનો એક અવાજ પણ કાઢી શકતા નથી ! તેઓ કહે છે : જાણે ભગવાન હજી ગઈ કાલે જ તો આપણી વચ્ચે આવ્યા છે; બારબાર વર્ષની મૌન-વાદળી જાણે હમણાં જ વરસી છે; બસો પાંચસો નહીં, સો બસો નહીં, પોણોસો પણ નહીં–હજી તો માત્ર બોંતેર વર્ષ જ થયાં છે. એટલામાં દેહ-મુક્તિની આ મથામણ શી ! ભાઈ તમારી વાત સમજીએ છીએ. એમને માટે મૃત્યુ એ શોકનો વિષય નથી : પણ જીવનનો ઉત્સવ હોઈ શકે, મૃત્યુનો મહોત્સવ તો ક્યાં મનથી થાય? ગમે તેવી અજવાળી હોય, પણ રાત તે રાત જ કહેવાય ને ! પ્રભુએ તો સોળ પ્રહર લગીના અખંડ ઉપદેશની વર્ષા વરસાવવી આંરભી દીધી હતી. જતાં જતાંય જગતને જેટલું ધર્મામૃતનું પાન કરાવ્યું તેટલું સારું. બારે પર્ષદા તન્મય બનીને પ્રભુવાણીના અમૃતનું પાન કરતી હતી. જાણે મેઘ અનરાધાર વરસતો હતો, ને ધરતી હોંશે હોંશે એને ઝીલતી હતી. દિવસોથી સાન્નિધ્યમાં ને સેવામાં રહેતો રાજરાજેન્દ્ર ઇંદ્ર પણ છેક છેલ્લી ઘડીએ હિંમત હારી બેઠો. સાજ તો બધા સજાવ્યા, મૃત્યુ-મહોત્સવની બધીય રચના કરી; પણ છેલ્લી પળે પ્રભુના અભાવની કલ્પના એને પણ પીડા કરી બેઠી. નિર્વાણ ૨૨૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ અરે ! જેના સેવા-સંપર્ક વિના રાજપાઠ બોજારૂપ લાગતાં, એ મંગલમૂર્તિ આમ ચાલી જશે, તો કોને આધારે, કોના ઉત્સાહવચને આ રાજધુરા ખેંચાશે ? આત્માની સ્નેહબંસરી વિના શેં જિવાશે ? : એકત્ર થયેલાં અનેક નર-નારીઓની વતી ઇંદ્રરાજે પ્રભુને પ્રશ્ન કર્યો ‘ભગવાન, આપનાં ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન હસ્તોત્તરા નક્ષત્રમાં હતાં ને !' ભગવાને જવાબમાં કેવળ હકારદર્શક માથું હલાવ્યું. ‘એ નક્ષત્રમાં ભસ્મ ગ્રહ સંક્રાન્ત થાય છે. અનિષ્ટ ભાવિની એ આગાહી કહેવાય ને ?’ ભગવાને પૂર્વવત્ હકાર ભણ્યો. ‘તો પ્રભુ, આપ તો સમર્થ છો, સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો. આપની નિર્વાણઘડીને થોડી લંબાવી ન શકાય ?’ ઇંદ્રના મનમાં ઊંડે ઊંડે ઇચ્છા હતી કે એક વાર નિર્વાણઘડીને આગળ ધકેલવામાં આવે તો પછી વળી જોઈ લેવાશે. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. ભગવાન મેઘ જેવી વાણીથી બોલ્યા : ‘ઇંદ્રરાજ, મોહ વિવેકને મારે છે, માટે એને અંધ કહ્યો છે. મારા નશ્વર દેહ પ્રત્યેનો તમારો મોહ આજે તમને આ બોલાવી રહ્યો છે. નિકટ રહ્યા છો, જ્ઞાની થયા છો, છતાં ભાખેલું ભૂલી ગયા કે આયુષ્યની એક ક્ષણ પણ સુર, અસુર કે માનવ કોઈ વધારી શકતું નથી. દેહનું કામ–જન્મનું કારણ ને મૃત્યુની ગરજ-સરી ગઈ, હવે આયુષ્યની એક ક્ષણ અને એક ક્ષણનો એક કણ પણ બોજારૂપ છે. શંકના હાથમાં પાત્ર ત્યાં સુધી શોભે જ્યાં સુધી એને પેટપૂર્તિ માટે ઘેરઘે૨થી ભિક્ષાની જરૂર છે. શંક મટીને એ રાજા થાય, પછી પણ એ પાત્ર લઈને ફરે તો ? ઇંદ્રરાજ ! જુઓ, પણે કદી ન કરમાતી અમર વસંત ખીલી રહી છે. સત્, ચિત્ ને આનંદની કદી ન આથમતી ઉષાં ઊગી રહી છે ! સ્વાગત માટે સજ્જ થઈએ !' ઇંદ્રરાજ શરમાઈ ગયા, પગમાં પડ્યા. એકત્રિત મેદનીમાં પ્રભુ વીરના અંતેવાસીઓ પણ હતા. ૨૨૬ ૫ ભગવાન મહાવીર Page #244 -------------------------------------------------------------------------- ________________ જાણ કરાતા i નમાં L ઇકોનો Shઅwા. એક F, : . : - RTE LT | ઉ છ૭es ૭૦૦ ૭૦૦ ૬૦૦૦ ૭૦૦ ૮૦૦૦૦૦૦ - - * . T તએ તૂટતી ધીરજવાળા ભક્તજનોને એકઠા કરીને ખાનગીમાં આશ્વાસન આપવા માંડ્યું. કોઈ ખાનગી વાત તેઓ જાણતા હોય તેમ કહેવા લાગ્યા : નિર્વાણ % ૨૨૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ ભલે ભગવાન ગમે તે કહે, પણ હાલમાં નિર્વાણ નહીં સ્વીકારે : તે એક ને એક બે જેવી વાત છે. અમે અંતેવાસી છીએ એટલે અંદરની વાત જાણીએ છીએ.” ' “કઈ વાત જાણો છો ?' શ્રોતાવર્ગ પ્રશ્ન કરતો. “અમને બરાબર યાદ છે, કે ભગવાને પોતાના પ્રિય શિષ્ય મહર્ષિ ગૌતમને એક વાર કહ્યું હતું કે આપણે બંને એકસાથે એક દિવસે સિદ્ધ (એકને કેવળજ્ઞાન, એકને સિદ્ધિપદ) થઈશું. આજે તેમણે જ મહર્ષિ ગૌતમને ધર્મબોધ દેવા બીજે ગામ મોકલ્યા છે. જળ-મીનની પ્રીત એમની છે. જેમના વિના એક ક્ષણ પણ જીવી શકે નહીં એવા ગૌતમસ્વામીના આવ્યા વગર ભગવાન કંઈ દેહ છોડી દેશે? શાંતિ ધારણ કરો ! આ તો પ્રભુની લીલા છે ! આપણી પરીક્ષા છે.” આ વાતથી આખા સમુદાયમાં આસાએશની લાગણી પ્રસરી રહી. હૈયામાં હિંમત આવી ગઈ, પણ ભગવાન તો અંતિમ ક્રિયામાં મગ્ન હતા. પર્યકાસને બિરાજ્યા હતા. બાદર મનોયોગ ને વચનયોગ રૂંધીને કાયયોગમાં સ્થિત થયા હતા. થોડી વારમાં બાદર કાયયોગમાંથી સૂક્ષ્મ કાયયોગમાં પ્રવેશ કર્યો. વાણી તથા મનના રાયયોગને રૂંધ્યા. આયુષ્યની શીશીમાંથી છેલ્લો કણ ઝરતા હતા, ને એ પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં હતા. દુવિધામાં પડેલો જનસમૂહ એમની સહસ સૂર્યની કળાથી તપતી મુખમુદ્રા સામે નીરખી રહ્યો. સહુના શ્વાસ ઊંચા હતા. સહુના મોં પર ઓશિયાળાપણું હતું. પ્રભુએ છેલ્લો સૂક્ષ્મ કાયયોગ પણ રૂંધ્યો. સર્વક્રિયાઓનો ઉચ્છેદ કર્યો, ને આંખોને આંજી દેનારું તેજવર્તુળ પ્રગટ થયું. તારાગણોથી વિભૂષિત અમાવાસ્યાની રાત્રિ એકાએક અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠી. - ચારે તરફ જય જયનાદ સંભળાયા. ૨૨૮ ભગવાન મહાવીર Page #246 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રભુ નિર્વાણ પામ્યા !' હવામાં શંખ ફૂંકાયા, વનમાં દુંદુભિ વાગ્યાં. સંસારને ઝળહળાવી રહેલો મહાદીપક અંતરચક્ષુઓને ઉજમાળ કરી ચર્મચક્ષુઓથી સામેથી બુઝાઈ ગયો. મોહની દારુણ પળો પર ઇંદ્રરાજ વિજય મેળવી હવે સ્વસ્થ થતા હતા ને કહેતા હતા : ‘દીપક પેટાવો ! દીપાવલી રચો ! પ્રભુ નિર્વાણ પામ્યા !' અમાવાસ્યાની એ રાત અનેક દીપકોથી ઝળહળી ઊઠી, પણ કેટલાક શંકિતોનું હૃદય પેલા મોટી મોટી વાતો કરી આશ્વાસન આપનાર અંતેવાસીઓ પાસેથી ગુરુ ગૌતમને આપેલા વચનની હકીકતનો જવાબ માગવા ઉત્સુક હતું; પણ તેઓએ તો પ્રભુની ગેરહાજરીમાં જીવવું અશક્ય લાગવાથી અનશન લઈ લીધું હતું. હવે તો તેઓ ન બોલવાના હતા—ન ચાલવાના હતા ! બીજી તરફ પ્રભુનો નિર્વાણ-ઉત્સવ રચાઈ રહ્યો હતો; શંખ, મૃદંગ ને પણવથી આકાશ ગુંજી રહ્યું હતું. નિર્વાણ ૭ ૨૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ પs દીવે દીવો પેટાય નિર્વાણની રાતનું પ્રભાત હજી ખીલ્યું નહોતું, ત્યાં સમાચાર આવ્યા કે ધર્મબોધ આપીને બીજે ગામથી પાછા વળતાં ગુરુ ગૌતમને પ્રભુના નિર્વાણની જાણ થઈ ગઈ છે. એમનું રુદન વજ-હૈયાંને પણ ભેદે તેવું છે. એમના રુદનના શોકભારથી પૃથ્વી પણ ભીંજાઈ ગઈ છે, ને લતાઓ પરથી ફૂલ કરમાઈ કરમાઈને પૃથ્વી પર ઝરી રહ્યાં છે, ને કમળવેલ મૂરઝાઈ રહી છે. આખું વાતાવરણ શોકાકુલ છે. એ મહાજ્ઞાની બાળકની જેમ વ્યાકુળ બની ગયા છે; યુવાન વિધવાની જેમ કલ્પાંત કરી રહ્યા છે, પોતાને સાત ખોટનો દીકરો ફાટી પડે ને વૃદ્ધ બાપ જેવો વિલાપ કરે એવો વિલાપ કરી રહ્યા છે ! અમારાથી એ જોઈ ન શકાયું, એટલે અમે ત્યાંથી ચાલ્યા આવ્યા. ગુરુ ગૌતમ આકાશ સામે ગર્જના કરી પડઘા પાડે છે : “પ્રભુ! એવાં તે કયાં મારાં મહાપાપ હતાં કે જીવનભર સાથે રાખીને અંતકાળે અળગો કર્યો ? શું તમારાં વચન મિથ્યાં હતાં ? અરે, મિથ્યાં કેમ કરીને માની શકું ? પછી આમ કેમ ? આ તો જ્ઞાનીનું રુદન. આવા કરુણ સ્વરભાર તો સંસારમાં કોઈના જોયા નથી. માનવીનાં ધબકતાં હૈયાં થંભી જાય એવાં એ શોકસ્વર ! સંસારનો કોઈ બાપ, કોઈ મા, કોઈ પતિવ્રતા, કોઇ પુત્ર, કોઈ બહેન આવું કદી રડી નહિ હોય ! યોગીનાં આવાં અમૂલખ આંસુ સંસારે જન્મ ધારી કદી જોયાં નહીં હોય ! ૨૩૦ ૪ ભગવાન મહાવીર Page #248 -------------------------------------------------------------------------- ________________ આખી મેદની નવી વેદના અનુભવી રહી. ઇંદ્રરાજ વિચારી રહ્યા કે અજ્ઞાનીને સમજાવવો સહેલ છે, પણ આ જ્ઞાનીનો શોકભાર કઈ રીતે હળવો કરી શકાય ? સમજુને શી રીતે સમજાવાશે ? મલ્યને તરવાનું કેમ શિખવાડશે ? સહુ અજબ મૂંઝવણ અનુભવી રહ્યા. પગલે પગલે, પળે પળે ગુરુ ગૌતમ સમીપ આવી રહ્યા હતા. પાવાપુરીના સુંદર પ્રદેશ પર ગોપજનોની બંસી બજી ઊઠી : પ્રભાતી રંગો આકાશમાં પુરાયા કે ગુરુ ગૌતમ આવતા દેખાયા. એ મહાગુરુ ધીર, સ્વસ્થ પગલે ચાલ્યા આવતા હતા. ક્ષણ પહેલાંના સંતાપ જાણે હતા જ નહિ. આ શું ? કલ્પના બહારનું દૃશ્ય ! મહાગુરુના મુખ પર વિલાપને બદલે, રુદનને બદલે, હાયકારને બદલે અપૂર્વ શાંતિ ને અલૌકિક તેજ રમતાં હતાં. તેમનાં નેત્રોમાં પ્રાપ્તસિદ્ધિનો નવીન આનંદ ભર્યો હતો ! અરે, મહાગુરુ તો પ્રશાંત છે ! આખી મેદની ઉત્કંઠામાં નજીક સરી. “પ્રભુ ગયા !” ઇંદ્રરાજે ગુરુ ગૌતમ પાસે બોલવાની હિંમત કરી. હા, એ ગયા ને આપણે તરી ગયા. ઇંદ્રરાજ, હાડચામની મોહમાયાની દીવાલો ભેદાઈ ગઈ. ભગવાનના જીવનથી મને જે ન પ્રાપ્ત થયું, તે ભગવાનના નિર્વાણથી પ્રાપ્ત થયું. મહાપ્રભુના નિર્વાણે મારા નિર્વાણનાં પંથને નિશ્ચિત કર્યો. મારી સિદ્ધિનાં દ્વાર ખૂલી ગયાં.” શું આપને મહાજ્ઞાન-કેવળજ્ઞાન ઊપજ્યુ ? આપ સિદ્ધબુદ્ધ થયા ?' હા.” “કેમ કરીને ?' ‘ઇંદ્રરાજ, સાંભળવું હોય તો સાંભળી લો ! ભગવાનનો હું એકાંતરાગી ભક્ત હતો અને એ એકાંતરાગ મારી પ્રગતિને હાનિકારક નીવડ્યો હતો. આત્મિક પૂજાને બદલે મેં વ્યક્તિપૂજા આદરી હતી. ભગવાનના આત્મિક ગુણ કરતાં એમના દેહનો હું વિશેષ પૂજારી બન્યો હતો. ભાવને બદલે દ્રવ્યનો પૂજારી બન્યો હતો - ને છતાં હું તો માનતો કે મેં તો ભાવપૂજા જ આદરી છે. પ્રભુની બક્ષિસનો પહેલો અધિકારી હું, પણ પ્રભુનો વિરહ મારે માટે અસહ્ય હતો. એ અસહ્યતા જ મારી અશક્તિ હતી. એ કારણે અનેક નાના નવદીક્ષિત દીવે દીવો પેયય % ૨૩૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ સાધુઓ, ઝટઝટ સાધ્યને વરી ગયા, ને હું એવો ને એવો બેઠો રહ્યો.’ ગુરુ ગૌતમ થોભ્યા. વળી બોલ્યા : ‘ભગવાન ઘણી વાર મને કહેતા : ‘ગૌતમ, મોહ અને ભ્રાન્તિનું રાજ સર્વત્ર ફેલાયેલું છે. અસંખ્ય કોટિ પ્રકાશ ચોખાભાર રજકણોથી આવરેલો રહે છે. તને ક્યાં ખબર છે કે રાગ એવી ચીજ છે, કે જે હજારો વર્ષના સ્વાધ્યાય-સંયમને, તપ-તિતિક્ષાને વેડફી દે છે. સાગરના સાગર ઓળંગી નાખનાર સમર્થ આત્માને ખબર નથી હોતી કે કેટલીક વાર કિનારા પાસે આવીને એમનું વહાણ ડૂબે છે. ‘સૂરજ છાબડે ઢંકાયો, એવી કહેવત કેટલીક વાર જ્ઞાનીઓ જ સાચી પાડે છે. કારણ કે વિશ્વજીવનના સર્વ નિયમ ચમરબંધી કે ચક્રવર્તી સહુને સરખા સ્પર્શે છે. ગૌતમ ! બધાં શુભ-અશુભ, પ્રિય-અપ્રિય, ધર્માધર્મ ત્યાગી દે ! નિરાલંબ બન ! આલંબન માત્રથી તારે છૂટવું ઘટે. એ વિના સિદ્ધિ ન સંભવે ! ‘ગૌતમ, ફરીને કહું છું, હાડચામની દીવાલો ભેદી નાખ ! ક્ષણભંગુર દેહને નજ૨થી અળગો કર ! બાહ્ય તરફથી દૃષ્ટિ વાળી આંત૨ તરફ જા ! ત્યાં ગૌતમ પણ નથી, મહાવીર પણ નથી, ગુરુ પણ નથી કે શિષ્ય પણ નથી ! સર્વને સમાન બનાવના૨ી પરમ આત્મજ્યોતિ ત્યાં વિલસી રહી છે. એ જ્યોતિનો ઉપાસક થા.' ગુરુ ગૌતમ આટલું કહીને થંભ્યા. અંતરમાં આનંદનો મહાસાગર ભરતીએ ચડ્યો હોય, તેવી તેમની મુખમુદ્રા હતી. માણસની મુખમુદ્રા જ અંતરની આરસી છે ને ! થોડી વારે વળી ગુરુ ગૌતમ બોલ્યા : ‘પણ ભક્તજનો, હું માનતો કે પ્રભુ આ બધું બીજા કોઈને લક્ષીને કહે છે. સંસારમાં ગૌતમે તો આસક્તિમાત્ર છોડી છે ! પણ અંતરને ઊજળે ખૂણે એક અશક્તિ ભરી હતી, એક આસક્તિ છુપાઈ હતી, ને તે પ્રભુના દેહ પરના મમત્વની. દેહ તો ક્ષણભંગુર છે, ચિરંજીવ તો માત્ર આત્મા છે; એ હું જાણતો હતો : ક્ષણભંગુરની ઉપાસના ન હોય, એમ હું સહુને કહેતો હતો, પણ હું જ ભૂલ્યો ! બીજાને અજવાળે દોરી હું પોતે અંધારે ચાલ્યો. ‘પ્રભુ તો બધું જાણતા હતા. છેલ્લી પળે મને અળગો કરી પ્રભુએ મારી ૨૩૨ ૫ ભગવાન મહાવીર Page #250 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણા, મારો મોહ દૂર કરી, પોતાનું વચન પાળ્યું. પ્રભુનું મૃત્યુ તો મરી ગયું હતું-મારું પણ મૃત્યુ હવે મરી ગયું. આજ હું કૃતકૃત્ય થયો. મારા હૃદયમાં અનેક દિપકોનો પ્રકાશ ઝળહળી રહ્યો છે. આજે મારા નવજીવનની પ્રથમ ઉષા ઊગી છે.' “પ્રભુએ નિર્વાણ પામી સંસારને સદાને માટે અખંડ પ્રકાશ, ન બુઝાય તેવી જ્યોતિ, માણસ ન ભૂલો પડે તેવો ધર્મમાર્ગ બતાવ્યો છે. એ માર્ગે સહુ જજો. જય હો મહાપ્રભુનો ! મેદની ગુરુ ગૌતમના પાયને વંદી રહી. નવીન વર્ષનું ખુશનુમા પ્રભાત ઔર ખુશનુમા બની રહ્યું. ની એક દીવે દીવો પેસય ૨૩૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ૨૭ ભવ ૪. ૧ ૩. ૧. નયસાર ગ્રામમુખી ૨. સૌધર્મ દેવલોકમાં દેવ ૩. મરીચિ રાજકુમાર પાંચમા બ્રહ્મલોકમાં દેવ ૫. કૌશિક બ્રાહ્મણ કુ. પુષ્પમિત્ર બ્રાહ્મણ ૭. સૌધર્મ દેવલોકમાં દેવ અગ્નિદ્યોત બ્રાહ્મણ ૯. ઈશાન દેવલોકમાં દેવ ૧૦. અગ્નિભૂતિ બ્રાહ્મણ ૧૧. સનતકુમાર દેવલોકમાં દેવ ૧૨. ભારદ્વાજ બ્રાહ્મણ ૧૩. માહેન્દ્ર દેવલોકમાં દેવ ૧૪. સ્થાવર બ્રાહ્મણ ૧૫. બ્રહ્મદેવલોકમાં દેવ વિશ્વભૂતિ રાજકુમાર અને સંયમની આરાધના તેમજ | નિયાણું ૧૭. શુકદેવલોકમાં દેવ ૧૮. ત્રિપૃષ્ઠ વાસુદેવ ૧૯. સાતમી નરક ૨૦. સિંહ ૨૧. ચોથી નરક ૨૨. મનુષ્યભવ અને સંયમ ગ્રહણ ૨૩. પ્રિય મિત્ર ચક્રવર્તી સંયમગ્રહણ ૨૪. મહાશુક્ર નામના દેવલોકમાં દેવ ૨૫. નંદન રાજકુમાર, ચારિત્રગ્રહણ અને તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ ૨૭. પ્રાણત નામના દસમા દેવલોકમાં દેવ ૨૭. શ્રમણ ભગવાન મહાવીર ૨૩૪ % ભગવાન મહાવીર Page #252 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર આ ૨૩૫ ક્રમ ૧. ૩. ૪. વિ.સં. પૂર્વે ચ્યવન કલ્યાણક |૫૪૪ નામ ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક ૫૪૩ ૫૧૩ ૫૦૧ નિર્વાણ કલ્યાણક|૪૭૧ ઈ.સ. પૂર્વ ૭૦૦ ૫૯૯ ૫૯ ૫૫૭ ૫૨૭ તિથિ અષાઢ સુદ ૬ ચૈત્ર સુદ ૧૩ કાર્તિક વદ ૧૦ વૈશાખ સુદ ૧૦ આસો વિદ અમાસ સ્થળ બ્રાહ્મણકુંડગ્રામ નગર ક્ષત્રિયકુંડગ્રામ નગર ક્ષત્રિયકુંડગ્રામ નગર જંભિયગ્રામ ઋજુવાલિકા નદીને કિનારે પાવાપુરી પ્રદેશ વિદેહ જનપદ, ઉ. બિહાર વિદેહ જનપદ, ઉ. બિહાર વિદેહ જનપદ, ઉ. બિહાર વર્તમાન બિહાર વર્તમાન બિહાર Page #253 -------------------------------------------------------------------------- ________________ સંબંધ • ગર્ભધારક (પ્રથમ માતા) પ્રથમ પિતા માતા પિતા કાકા મોટાભાઈ ભાભી બહેન પત્ની પુત્રી જમાઈ દૌહિત્રી પરિવારનો પરિચય નામ દેવાનંદા ઋષભદત્ત ત્રિશલા સિદ્ધાર્થ સુપાર્શ્વ નંદિવર્ધન જ્યેષ્ઠા સુદર્શના યશોદા પ્રિયદર્શના જમાલી શેષવતી સ્થળ બ્રાહ્મણકુંડગ્રામ બ્રાહ્મણકુંડગ્રામ વિદેહ જનપથ ક્ષત્રિયકુંડગ્રામ ક્ષત્રિયકુંડગ્રામ વૈશાલી ક્ષત્રિયકુંડગ્રામ ક્ષત્રિયકુંડગ્રામ ક્ષત્રિયકુંડગ્રામ ક્ષત્રિયકુંડગ્રામ ગોત્ર જાલંધર કોડાલ વસિષ્ઠ કાશ્યપ કાશ્યપ વસિષ્ઠ વસિષ્ઠ કૌRsિન્ય કાશ્યપ ૨૩૬ ૨ ભગવાન મહાવીર Page #254 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર આ ૨૩૭ ક્રમ نے ૩ કર 6 ૫. ૬. ૫ વર્ષ સ્થળ ૧ કર્મારગામ ૧ ૭ ભગવાન મહાવીરના જુદા જુદા ઉપસર્ગો અસ્થિકગામ ર ૨ ૪ ચોરાક ઉત્તર વાચાલા નજીક સુરભિપુર ૧૨. ૧૧ ૧૩. ૧૩ કલંબુકા ૫ લાઢભૂમિ ८ ક કુપિકા સન્નિવેશ ઙ શાલિશીર્ષ લોહાર્ગલા ૧૦ ८ ૧૧ - વજ શુદ્ધ ભૂમિ, લાઢ-રાઢ પ્રદેશ, અનાર્ય પ્રદેશ પ્રકાર ગોવાળિયાએ કરેલો ઉપસર્ગ શૂલપાણિ યક્ષ ચંડકૌશિક સર્પનો ઉપસર્ગ સુદંષ્ટ્ર દેવ દ્વારા ઉપસર્ગ કૂવામાં ઝબોળવું મારીને દોરડાથી બાંધ્યા અનાર્ય પ્રદેશ એવા રાઢ-લાઢની ભૂમિના ઉપસર્ગો માર માર્યો અને પકડ્યા કટપૂતના વ્યંતરી દ્વારા શીત ઉપસર્ગ મહાવીરની ધરપકડ માનવકૃત ક્રૂર ઉપસર્ગો દઢના પેઢાલ ગ્રામનું પોલાસ ચૈત્ય સંગમદેવ દ્વારા વીસ ઉપસર્ગો ષમ્માણિ ગોવાળ દ્વારા કાનમાં ખીલા ઠોકવાનો અને ખીલા કાઢવાનો ઉપસર્ગ Page #255 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ભગવાન મહાવીરના ૧૧ ગણધરો પિતાનું નામ માતાનું નામ થયેલો સંદેહ વસુભૂતિ વસુભૂતિ વસુભૂતિ ૧૦. નામ ગામ ઇન્દ્રભૂતિ ગોબર અગ્નિભૂતિ ગોબર વાયુભૂતિ ગોબર વ્યક્ત કુલ્લાગ સુધર્મા મણ્ડિત અચલભ્રાતા મેતાર્ય ૧૧. પ્રભાસ કુલ્લાગ મૌર્ય મૌર્યપુત્ર મૌર્ય અકમ્મિત મિથિલા કૌશલ વચ્છપુર રાજગૃહી ધર્મપ્રિય ધમ્મિલ ધનદેવ મૌર્ય દેવ વસુ દત્ત બલ પૃથ્વી પૃથ્વી પૃથ્વી વારુણી દિલા વિજયા વિજયા જયન્તી નન્દા વરુણદેવી અભિભદ્રા આત્મા કર્મ શરીર એજ જીવ પંચભૂત જન્માન્તર બંધ દેવ નારકી પુણ્ય પરલોક મોક્ષ ૨૩૮ ૨ ભગવાન મહાવીર Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગણધરોનું કુલ આયુષ્ય નામ કેવલી કુલ પર્યાય આયુષ્ય ૧૨ ૯૨ ૧૮ ૭૦ ૧૮ | ૮૦ ક્રમ ગૃહવાસ | છ વસ્થા વાસ | પર્યાય ૧. ઇન્દ્રભૂતિ | પ૦ ૩૦ અગ્નિભૂતિ ૩. | વાયુભૂતિ ૪૨ ૧૦ ૪. | વ્યક્ત | ૫૦ વ્યક્ત ૧૨ સુધર્મા ૬. | મડિત મડિત ૫૩ ૧૪ | મૌર્યપુત્ર ૮. અકલ્પિત ૯. | અચલબ્રાતા ૩૬ ૧૨ મેતાર્ય ૩૬ ૧૦૦ ૮૩ ૨૧ ૧૪ ૧૬ ૭૮ કર ૬ ૨ ૧૦. -- ૧૧. પ્રભાસ ૧૬ ૧ ૩ ભગવાન મહાવીર જી ૨૩૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ धम्मो मंगलमुक्किटं अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ।। - શર્થાનિક સૂત્ર, - ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ એનાં મુખ્ય અંગ છે. જેનું મન હમેશાં ધર્મમાં લાગેલું રહે છે, તેને તો દેવો પણ નમસ્કાર કરે છે. – દશવૈકાલિકસૂત્ર, ૧-૧ ૨૪૦ % ભગવાન મહાવીર Page #258 -------------------------------------------------------------------------- ________________ 1978-81-89160-97-5 8818911609 7511 Jain Education loternational