________________
૧૪
હું એકલવીર !
સંન્યસ્ત સ્વીકાર્યાના પહેલા દિવસની સંધ્યા ઢળી. નવલખ તારલાઓની ભાતીગળ ચૂંદડી ઓઢી નિશાદેવી પૃથ્વી પર આવી. કુમારગામની બહાર રાત્રે મહાવીર કાઉસગ્ગ કરી ઊભા રહ્યા.
વગડો છે. એકાંત છે. તમરાં તંબૂર બજાવે છે. ઘુવડ ગીત ગાય છે. ચીબરી તાન પૂરે છે ! પણ મહાવીર તો બહારની દુનિયા વીસરી અંતરની દુનિયામાં ઊતરી ગયા છે.
એ વખતે ઉતાવળો એક ગોવાળ આવે છે. ખેતર ખેડતા દિવસ આથમી ગયો, ને એને ઘેર ગાયો દોહવાની વેળા વીતી ગઈ. રે ! ઘેર ગાયોનાં આઉ ફાટફાટ થતાં હશે, ને ખીલે બાંધી એ તો ડણક દેતી હશે.
ગોવાળની પાસે બે બળદ હતા. એમને સાથે વેંઢારવાની હવે જરૂર નહોતી. એણે વિચાર્યું કે ગાય દોહીને ચપટીમાં પાછો આવ્યો સમજો.
ગોવાળે જોયું કે બાજુમાં કોઈ ભલો માણસ ઊભો છે. સુજન દેખાય છે. એ જરૂ૨ મારું કામ કરશે. બળદ એની પાસે મૂકી જાઉં. એમાં એને બળ પણ શું પડવાનું છે ? માત્ર ચરતા બળદ પર એક નજર જ રાખવાની છે ને ! એણે પોતાના બે બળદ મહાવીરની પાસે મૂકતાં કહ્યું :
‘ભાઈ ! સાચવજો ! અબઘડી આવું છું.’
ગોવાળ મોટી ડાંફો ભરતો ચાલ્યો ગયો. ભૂખ્યા બળદ પણ ભોજનની
હું એકલવીર ! આ ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org