SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ નગરનું પાદર છે. પાદર ૫૨ મોટો વડલો છે. ઘેઘૂર એની છાયા છે. લાંબી લાંબી એની ડાળો છે. ઘેરી ઘેરી એની ઘટા છે. ઘટામાં પંખી કલ૨વ કરે છે. છાયામાં પશુ બેઠાં બેઠાં વાગોળે છે. ૧ બીએ એ બીજા ! નાનાં બાળકો અહીં ૨મવા આવે છે. વિધવિધ રમતો રમે છે. આજે સહુ બાળકો મળીને પીંપળી ા રમે છે. દાવ ભારે ચગ્યો છે. બાળકો વાનરની જેમ ઝાડ પર કૂદાકૂદ કરી રહ્યાં છે. પંખીની જેમ પાન-ઘટામાં સંતાઈ રહ્યાં છે. નીચે લાકડી કૂંડાળે નાખી, દા દેનારો ઉપર ચઢે છે. ૨મતા ભેરુઓને પકડવા એ એક ડાળથી બીજી ડાળ દોડે છે. ત્યાં તો ડાળેથી વાંદરો કૂદે એમ ભેરુ નીચે કૂદે છે. લાકડી કૂંડાળામાંથી ઉઠાવી દૂર થા કરે છે. રમતની શરત એવી છે, કે ભેરુ નીચે ઊતરી લાકડીને કૂંડાળા બહાર ફેંકી દે એ પહેલાં દા દેનારે એને અડવું જોઈએ, પણ પેલો પહેલો પહોંચી જાય છે. કૂંડાળામાંથી લાકડી ઉપાડી દૂર ફેંકે છે. દાવ દેનારની મહેનત એળે જાય છે. એ વળી લાકડી લઈને કૂંડાળે નાખવા નીચે આવે છે. આમ રમત ભારે ચગે છે. એકાએક ફૂંફાડો સંભળાય છે. હૈયાં ફફડી જાય તેવો ફૂંફાડો ! ચકલાના મોંમાંથી ચણ છૂટી જાય એવો ! જોયું તો બરાબર પીંપળા નીચે એક ભયંકર સાપ પડેલો ! કાળી ચૌદશની બીએ એ બીજા ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy