________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૧
અંતરંગ સૌંદર્યવાળી છે. કેમ, અંતરંગ સૌંદર્યવાળી છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી બતાવે છે. જેમ લોકમાં દેવતાઓની અને મનુષ્યની સુંદરરૂપવાળી સ્ત્રીઓ સર્વ અલંકારોથી અલંકૃત થઈને પોતાના રૂપથી અને સૌંદર્યથી મુનિઓનાં ચિત્તને ક્ષોભ કરવા માટે યત્ન કરે અને અન્ય બાજુ નિષ્પકંપતા પોતાના સૌંદર્યથી મુનિઓના ચિત્તને આક્ષેપ કરવા યત્ન કરે તો મુનિઓનું ચિત્ત નિપ્રકંપતામાં જ આસક્ત થાય છે; કેમ કે સુખના અર્થી એવા તે મુનિઓને સ્ત્રીઓના તુચ્છ સૌંદર્યમાં સુખ દેખાતું નથી પણ મોહના નાશથી પ્રાપ્ત થતી નિષ્પકંપ અવસ્થામાં સુખ દેખાય છે. તેથી તત્ત્વને જોનારા મુનિઓને આત્માની નિષ્પકંપ અવસ્થામાં જ સર્વસુખ દેખાય છે. માટે નિષ્પકંપ અવસ્થા આત્માની અત્યંત સુંદર અવસ્થા છે. વળી, બાહ્યકલામાં કુશળ પણ રુદ્ર ઇન્દ્રાદિ દેવો અંતરંગ કષાયોથી જિતાય છે. તેથી પોતાની આત્માની કળામાં તેઓ કુશળ નથી. જ્યારે નિષ્પકંપતાનો પરિણામ તો આત્માના પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવામાં અત્યંત કુશળ છે, તેથી સર્વકળાઓમાં નિષ્ણકંપતા તુલ્ય કોઈ કુશળ નથી. વળી, રતિના વિલાસને પણ તે નિષ્પકંપતા મહાદેવી જીતનારી છે; કેમ કે સંસારી જીવો કામનું સેવન કરીને રતિનો આનંદ લેવા પ્રયત્ન કરે છે. જ્યારે મુનિઓને આત્માની નિપ્રકંપ અવસ્થામાં જ રતિ વર્તે છે. તેથી, કામની રતિની ઇચ્છા પણ થતી નથી. પરંતુ આત્માની નિરાકુળ અવસ્થામાં જ રતિના સુખને મુનિઓ અનુભવે છે તેથી તે નિષ્પકંપતા કામની રતિને પણ જીતે તેવી મુનિઓને વિલાસ કરાવનાર છે. વળી, લોકમાં અરુન્ધતી નામની સ્ત્રી અત્યંત પતિભક્ત હતી તોપણ આપત્તિમાં પડેલા પોતાના પતિનું રક્ષણ કરવા તે સમર્થ બની નહીં. પરંતુ નિષ્પકંપ અવસ્થાને પામેલા મુનિઓ મૃત્યુના પ્રસંગમાં પણ શુભપરિણામનું રક્ષણ કરે છે. આથી ઘાણીમાં પિલાતા મહાત્માઓ પણ શુભપરિણામના બળથી કેવલજ્ઞાનને પામ્યા. તેથી તેઓમાં વર્તતી નિષ્પકંપતા પોતાના વીર્યથી શુભ પરિણામને સર્વ પ્રકારે રક્ષણ કરનાર છે. વધારે કહેવા વડે શું ? રાજાનાં સર્વકાર્યોને સાધનાર નિપ્રકંપતા છે; કેમ કે શુભ પરિણામનું સર્વકાર્ય મોહનો નાશ કરીને આત્માને પૂર્ણસુખમય અવસ્થાની પ્રાપ્તિ કરાવવી એ છે. અને નિષ્પકંપતા દેવીના બળથી તે શુભ પરિણામ રાજા સર્વ કર્મનો નાશ કરીને આત્માનું હિત સાધી આપે છે.
तत्पुत्रीक्षान्तिवर्णनम् तयोश्च निष्प्रकम्पताशुभपरिणामयोर्देवीनृपयोरस्ति प्रकर्षः सुन्दरीणां, उत्पत्तिभूमिराश्चर्याणां, मञ्जूषा गुणरत्नराशेः, वपुर्वेलक्षण्येन मुनीनामपि मनोहारिणी क्षान्ति म दुहिता
શુભપરિણામ રાજાની પુત્રી ક્ષાંતિનું વર્ણન અને નિષ્પકંપતા અને શુભપરિણામરૂપ તે દેવી અને રાજાની ક્ષાતિ નામની પુત્રી છે. તે કેવી છે? તે બતાવે છે – સુંદરીઓના પ્રકર્ષ રૂપ છે=સર્વ સુંદરીઓમાં પ્રકર્ષ રૂપ છે. આશ્ચર્યોની ઉત્પત્તિભૂમિ છે. ગુણરત્નરાશિની મંજૂષા છે. શરીરના વિલક્ષણપણા વડે મુનિઓના પણ મનને હરણ કરનારી છે –