________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
વડે સન્મુખ નાશ કરાય છે=સાધુ સંયમ ગ્રહણ કરે છે ત્યારે ભગવાનના વચન અનુસાર વિવેકશક્તિવાળા બને છે તેનાથી હાસ્ય, રતિ, જુગુપ્સા, અરતિ વગેરેનો સન્મુખ જ નાશ કરે છે. II૧૦II
શ્લોક ઃ
૪૭૪
अन्यच्च भ्रातृभाण्डानि, पञ्चाक्षाणि सुनिर्घृणाः । सन्तोषमुद्गरेणोच्चैर्दलयन्ति सुसाधवः ।। ११ ।।
શ્લોકાર્થ :
અને અન્ય ભાઈના ભાંડ જેવી પાંચ ઇન્દ્રિયોને અત્યંત નિર્દય એવા સુસાધુઓ સંતોષરૂપી મુદ્દગરથી અત્યંત દલન કરે છે. II૧૧||
શ્લોક ઃ
एवं ये ये भवन्त्यत्र, कुटुम्बे स्निग्धबान्धवाः ।
तांस्तान्निपातयन्त्येते, जाताञ्जातान् सुनिर्दयाः ।। १२ ।।
શ્લોકાર્થ :
આ રીતે આ કુટુંબમાં જે જે સ્નિગ્ધ બંધુઓ છે=બીજા કુટુંબના સ્નિગ્ધ બંધુઓ છે, સુનિય હૃદયવાળા આ=સાધુઓ, ઉત્પન્ન થયેલ એવા તેઓને નિપાતન કરે છે.
પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે બીજા કુટુંબના અનાદિના સ્નિગ્ધ બંધુઓને નિર્દય હૃદયવાળા સાધુઓ જેવા જેવા ઉત્પન્ન થાય છે તેવા તત્કાલ જ તે સર્વને હણે છે જેથી બીજું કુટુંબ જીવવા જ સમર્થ રહેતું નથી. ||૧||
શ્લોક ઃ
वर्धयन्ति बलं नित्यं, प्रथमे च कुटुम्बके ।
सर्वेषां स्निग्धबन्धूनामेते राजेन्द्र ! साधवः ।। १३ ।
શ્લોકાર્થ :
અને હે રાજેન્દ્ર ! સાધુઓ પ્રથમ કુટુંબમાં સર્વ સ્નિગ્ધ બંધુઓના બલને સદા વૃદ્ધિ કરે છે.
ક્ષમા આદિ ભાવો આત્માના હિતકારી કુટુંબ છે તેઓની સુસાધુ સદા વૃદ્ધિ કરે છે. આથી જ સંસારથી ભય પામેલા સાધુ સદા પ્રથમ કુટુંબના ક્ષમાદિ ભાવોનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવા માટે, જાણ્યા પછી સ્થિર કરવા માટે અને સ્થિર કર્યા પછી તે ભાવોથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે જેથી ક્ષમાદિ ભાવો પુષ્ટ પુષ્ટતર થાય છે જેના બળથી બીજા કુટુંબના ક્રોધાદિ ભાવો નષ્ટ નષ્ટતર થાય છે. II૧૩II