________________
૪૯૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કરીને આત્મામાં જે અજ્ઞાન વર્તે છે તેનો સુસાધુ નાશ કરે છે. આ અજ્ઞાન જ અન્ય સર્વ કષાયોનું મૂળ બીજ છે; કેમ કે જીવ માત્ર સુખના અર્થી હોવા છતાં અજ્ઞાનને વશ જ આત્માના પારમાર્થિક સુખને જોઈ શકતા નથી, જાણી શકતા નથી અને તુચ્છ વિકારી સુખને સુખ માનીને સર્વ યત્ન કરે છે, જેનાથી રાગ-દ્વેષ આદિ સર્વ ભાવોનો પ્રવાહ ચાલે છે. તેથી વિવેકી સાધુઓ સતત શાસ્ત્રોનું શ્રવણ, મનન અને ભાવન કરીને અજ્ઞાનનો અત્યંત નાશ કરે છે. વળી, અજ્ઞાન નાશ પામે તોપણ રાગ-દ્વેષ એ અનાદિકાળથી સ્થિર થયેલા છે તેથી સાધુ સંસારના વાસ્તવિક સ્વરૂપને પુનઃ પુનઃ ભાવન કરીને વૈરાગ્ય દ્વારા દેહાદિ પ્રત્યેના રાગને ક્ષણ કરે છે, મૈત્રીભાવના દ્વારા વેષને ક્ષીણ કરે છે જેથી સમભાવનો પરિણામ સ્થિર સ્થિરતર થાય છે. વળી, સુસાધુઓ ક્ષમા, માર્દવ, આર્જવ અને અસંગતા આદિ ભાવોમાં તે રીતે યત્ન કરે છે કે જેથી તેઓનો મનોવ્યાપાર ક્ષમાદિ ભાવોને છોડીને નિમિત્તોને પામીને અશુભ ભાવોને કરવાની અનાદિની સ્થિર પ્રવૃત્તિ છે તે ક્ષીણ ક્ષીણતર થાય છે.
આ રીતે ત્રણ કુટુંબોનું સ્વરૂપ કેવલીએ અરિદમન રાજાને બતાવ્યું અને કહ્યું કે શક્તિનું સમાલોચન કરીને બીજા કુટુંબનો સંહાર કરવા માટે શક્તિ હોય તો ત્રીજા કુટુંબનો ત્યાગ કરવો જોઈએ. સાધુની જેમ સંયમ ગ્રહણ કરવું જોઈએ અને જેઓની બીજા કુટુંબના સંહારની શક્તિ નથી અને કોઈક રીતે ત્રીજા કુટુંબનો ત્યાગ કરે છે અને સંયમ ગ્રહણ કર્યા પછી પણ પ્રથમ કુટુંબનું પોષણ કરતાં નથી. તેઓનું સંયમજીવન વિડંબના માત્ર છે, જેઓને બીજા કુટુંબના નાશની શક્તિનો સંચય થયો છે તેઓએ વિલંબન વગર સંયમ ગ્રહણ કરીને સાધુની જેમ નિર્ગુણ કર્મ સેવવું જોઈએ જેથી મહામોહ આદિ સર્વનો ક્રમસર ક્ષય થાય. આ સર્વ સાંભળીને અરિદમન રાજા સંયમ ગ્રહણ કરવા તત્પર થાય છે. મંત્રીને કહે છે કે સંયમને ગ્રહણ કરવા માટે ઉચિત પ્રવૃત્તિઓ કરો કે જેથી હું સંયમ ગ્રહણ કરું અને મનુષ્યભવ સફળ કરું, ત્યારે વિમલમતિ મંત્રી કંઈક અન્ય કહે છે કે આ અંતઃપુર, આ સામંતો, આ અન્ય રાજલોકો એ બધાને પણ આ કાલને ઉચિત એવું સંયમ ગ્રહણ કરવું તમારી જેમ જ કર્તવ્ય છે. તે સાંભળીને ત્યાં બેઠેલા કેટલાક જીવોને વિચાર આવે છે કે આ રાજા અને મંત્રી બળાત્કારે દીક્ષા આપશે તેથી ભયથી કાંપવા લાગ્યા. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુના જીવનને સાંભળીને તેવું સંયમ પાળવું પોતાના માટે શક્ય નથી તેથી સંયમના ગ્રહણથી તેઓ ભયભીત થાય છે, કેમ કે તે પ્રકારનાં પ્રચુર કર્મોને કારણે કેવલીના ઉપદેશથી પણ તેઓને સંયમને અનુકૂળ બળસંચય થયો નહીં. વળી, કેટલાક કાયર પુરુષો પ્રષવાળા થયા અર્થાત્ આ અમને સંયમ અપાવીને દુઃખી કરશે એ પ્રકારે મંત્રી પ્રત્યે પ્રષવાળા થયા. વળી, કેટલાક ભારે કર્મોવાળા જીવો આ અમને સંયમ અપાવશે તે સાંભળીને ઊભા થઈને ચાલતા થયા; કેમ કે સંયમ પ્રત્યે અને તે સર્વ કેવલીના ઉપદેશ પ્રત્યે તેઓને લેશ પણ રુચિ થઈ નહીં. તેથી સંયમના ગ્રહણથી મુક્ત થવા અર્થે ઊભા થઈને ચાલતા થયા. વિષયોની ગૃદ્ધિવાળા જીવો સંયમજીવનમાં અમને ત્યાગ કરવો પડશે તેથી નીચ જીવો વિહ્વળ થયા. વળી, કુટુંબ આદિ સાથે અતિરાગવાળા જીવો સંયમજીવનમાં કુટુંબનો ત્યાગ કરવો પડશે તેથી પ્રસ્વેદવાળા થયા. વળી, લઘુકર્મવાળા અને ધીર ચિત્તવાળા જીવોને તે મંત્રીનું વચન અતિ પ્રિય જણાયું તેથી વિચારે છે કે આપણે પણ સંયમ ગ્રહણ કરવું જોઈએ, તેથી જેઓ બુદ્ધિમાન છે, કર્મ લઘુ થયાં છે તેના કારણે સાધુની ચેષ્ટાના