________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૮૯ બાંધીને પણ રાજકુળમાં જન્મીને મનુષ્યભવને નિષ્ફળ કરે છે અને બીજા કુટુંબને પોષે છે, જેનાથી દુર્ગતિઓની પરંપરા થાય છે. વળી, જેઓનું બીજું કુટુંબ કંઈક પ્લાન થયું છે, કંઈક અજ્ઞાન અલ્પ થયું છે તેઓ ઉપદેશ આદિની સામગ્રીને પામીને બીજા કુટુંબના ક્ષય માટે સ્વભૂમિકાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. જેમ કનકશેખર રાજપુત્ર છે નંદિવર્ધનની જેમ જ ઉત્તમ મનુષ્યભવને પામેલ છે છતાં બીજા કુટુંબનાં નિષ્પાદક કર્મો કંઈક મંદ થયાં છે તેથી મહાત્માને પ્રાપ્ત કરીને શ્રાવક થાય છે અને સ્વભૂમિકાનુસાર શ્રાવકધર્મને સેવીને બીજા કુટુંબના નાશને અનુકૂળ શક્તિ સંચિત કરે છે, કંઈક કંઈક અંશથી પ્રથમ કુટુંબને પોષે છે. આ રીતે અન્ય પણ જીવો ભગવાનના વચનને પામીને શક્તિ અનુસાર બીજા કુટુંબને યથાર્થ જાણીને તેને નાશ કરવા યત્ન કરે છે. પ્રથમ કુટુંબના યથાર્થ ગુણો જાણીને તેની વૃદ્ધિ કરવા યત્ન કરે છે. તેઓ મનીષીની જેમ સર્વવિરતિની શક્તિનો સંચય થાય ત્યારે ત્રીજા બાહ્ય કુટુંબનો ત્યાગ કરીને, જિનવચનનું દઢ અવલંબન લઈને તે રીતે બીજા કુટુંબના નાશ માટે યત્ન કરે છે, અને પ્રથમ કુટુંબને પ્રગટ કરવા અને અતિશય કરવા યત્ન કરે છે, જેથી વીર્યનો પ્રકર્ષ થાય તો મનીષીની જેમ બીજા કુટુંબનો નાશ કરીને ક્ષાયિકભાવવાળા ક્ષમાદિ ભાવોને પ્રાપ્ત કરીને પૂર્ણ સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. જેઓ તેવી શક્તિના સંચયવાળા નથી છતાં જિનવચનના બળથી પ્રથમ કુટુંબના ગુણોને જાણે છે તેઓ વિચારે છે કે ક્ષમાદિ ભાવોથી પુષ્ટ થયેલું આ પ્રથમ કુટુંબ મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પણ કષાયોના સંતાપને અલ્પ અલ્પતર કરીને વર્તમાનમાં સુખ ઉત્પન્ન કરે છે, પુણ્યાનુબંધી પુણ્યના સંચય દ્વારા ઉત્તમ જન્મોની પ્રાપ્તિ કરાવે છે, સર્વ પ્રકારનાં શ્રેષ્ઠ સાંસારિક સુખોની પ્રાપ્તિ કરાવીને પણ વિવેકની જ વૃદ્ધિ કરાવે છે. આથી જ તેવા જીવો ચક્રવર્તી આદિ થઈને પણ શક્તિ સંચિત થાય ત્યારે સર્વવિરતિને ગ્રહણ કરીને સર્વથા બીજા કુટુંબના નાશ માટે યત્ન કરી શકે છે. તેથી તેવા જીવો મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પણ જિનવચનાનુસાર પ્રથમ કુટુંબને પોષીને અને બીજા કુટુંબને હીન હીનતર શક્તિવાળા કરીને સદ્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે અને અંતે મહાબલવાળા બને છે ત્યારે મનીષીની જેમ ક્ષાયિક ભાવના ક્ષમાદિ ભાવને પ્રાપ્ત કરીને મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. વળી, સંસારી જીવોમાં પ્રથમનાં બે કુટુંબો અંતરંગ રીતે સદા વર્તે છે, ત્રીજું બાહ્ય કુટુંબ દરેક ભવમાં ભિન્ન ભિન્ન મળે છે અને ભવના અંતે તે કુટુંબનો સંબંધ પૂર્ણ થાય છે. નવા ભવમાં નવા બાહ્ય કુટુંબનો સંબંધ થાય છે અને સંસારપરિભ્રમણકાળમાં જિનવચનની પ્રાપ્તિ પૂર્વે પ્રથમ કુટુંબ પ્રાયઃ અવ્યક્ત દશામાં હોય છે, ક્યારેક અલ્પ માત્રામાં વ્યક્ત થાય છે તેનાથી જ જીવો નિગોદ આદિમાંથી નીકળીને મનુષ્ય આદિ ભવોને પ્રાપ્ત કરે છે, તોપણ બળવાન એવું બીજું કુટુંબ પ્રથમ કુટુંબને વ્યક્ત થવા દેતું નથી. જ્યારે વિવેક પ્રગટે છે ત્યારે પ્રથમ કુટુંબ વ્યક્ત વ્યક્તર થાય છે, અને બીજું કુટુંબ ક્ષીણ ક્ષીણતર થાય છે. આથી જ વિવેકી સાધુઓ બીજા કુટુંબનો અત્યંત નાશ કરવા અર્થે ત્રીજા બાહ્ય કુટુંબનો ત્યાગ કરે છે અને અપ્રમાદથી પ્રથમ કુટુંબની વૃદ્ધિ કરે છે, જેનાથી બીજું કુટુંબ અત્યંત ક્ષીણ ક્ષીણતર થઈને નાશ પામે છે. વળી, બીજા કુટુંબનો નાશ કરવા અર્થે સુસાધુઓ કેવું કઠોર કર્મ આચરે છે તે બતાવતાં કહે છે, મહામોહરૂપ પિતામહનો સાધુઓ સતત ઘાત કરે છે. તેથી તે ફલિત થાય કે ભગવાનનાં વચનોના પરમાર્થને યથાર્થ સ્પર્શે તે રીતે સક્શાસ્ત્રોનું અધ્યયન કરીને અને ગુરુ આદિ પાસેથી તેના પરમાર્થને પ્રાપ્ત