Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 514
________________ ૪૯૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ सार्धं वैरं खेटयता भद्रे! अगृहीतसङ्केते! विडम्बितानि मया भवितव्यताप्रेरितेन भूयांसि रूपाणि । ततः पुनः कुतूहलवशेनैव तया निजभार्यया जीर्णायां जीर्णायां तस्यामेकभववेद्याऽभिधानायां कर्मपरिणाममहाराजसमर्पितायां गुटिकायां भूयो भूयोऽपरापरां गुटिकां योजयन्त्या तदसंव्यवहारनगरं विहायाऽपरेषु प्रायेण सर्वस्थानेषु तिलपीडकन्यायेन भ्रमितोऽहमनन्तकालमिति । નંદિવર્ધનનું છઠી નરકમાં ગમન અને પીડાનું વર્ણન અને આ બાજુ પાપિચ્છનિવાસ નામની નગરી છે તેના ઉપર સાત પાડાઓ છે. અને તેઓમાં પાપિષ્ઠ નામવાળા જ કુલપુત્રો વસે છે. તેથીeભવ્યતવ્યતાએ અમને બંનેને અન્ય ભવ વેદ્ય ગુટિકા આપી તેથી તમઃ પ્રભા નામના છઠા પાડામાં=છઠી તરકમાં, ગુટિકાના પ્રભાવથી ભવિતવ્યતા વડે અમને બંનેને લઈ જવાયા. તેવા કુલપુત્રકરૂપપણાથી અમે બંને સ્થાપિત કરાયા. તે વૈરાનુબંધ અમારા બેનો અધિકતર પ્રવર્ધમાન થયો. અનેક યાતનાઓ વડે પરસ્પર વાત કરતા અમે બંને=નંદિવર્ધન અને ધરાધર નામનો રાજપુત્ર અમે બંને, બાવીશ સાગરોપમ રહ્યા. અનંતો મહા દુઃખનો સાગર અવગાહત કરાયો છઠ્ઠી તારકમાં અનંતાં દુઃખોનો સમૂહ અનુભવ કરાયો. ત્યારપછી તેના પર્વતમાંaછઠ્ઠી તારકના આયુષ્યના પર્વતમાં, ગુટિકાદાન દ્વારા અમે બંને પણ ભવિતવ્યતા વડે પંચેન્દ્રિય નામના નગરમાં લવાયા અને ગર્ભજસર્પ રૂપે કરાયા=ભવિતવ્યતા વડે કરાયા. પૂર્વના આવેગથી પરસ્પર ફરી ક્રોધનો બંધ પ્રાદુર્ભત થયો. યુદ્ધ કરતાં અમારા બંનેનું ગુટિકારૂપ આયુષ્ય નાશ થયું. ફરી તે જ પ્રયોગથી તે જ પાધિષ્ઠનિવાસ નામની નગરીમાં ધૂમપ્રભા નામના પાંચમા પાડામાં પાંચમી નરકમાં, ભવિતવ્યતા વડે પ્રાપ્ત કરાયા. ત્યાં પણ પરસ્પર નિર્ધલન કરતા એવા અમારા બેના સત્તર સાગરોપમ પસાર થયા. અતિ તીવ્ર દુખો અનુભવ કરાયાં. ત્યારપછી ફરી પંચાક્ષનિવાસ નગરમાં અમે બંને સિંહરૂપે કરાયા. ત્યાં પણ=સિંહના ભાવમાં પણ, વૈરનો અનુબંધ અવસ્થિત રહ્યો=અમારા બેની વરની પરંપરા અવસ્થિત રહી. તેથી=વૈરનો અનુબંધ હોવાથી, અન્યોન્ય પ્રહાર કરતાં તે રૂપનેત્રસિંહરૂપને, નાશ કરીને, તે જ નગરીમાં પંકપ્રભા નામના ચતુર્થ પાડામાં ભવિતવ્યતા વડે પાપિષ્ઠ રૂપ કરાયું. તેમાં રહેલા ચોથી નરકમાં રહેલા એવા અમારા બંનેનો ફરી પણ આ રોષનો ઉત્કર્ષ અનુવર્તતો હતો. ત્યાં પણ પરસ્પર હણતા એવા અમારા બંનેના દશ સાગરોપમ પસાર કરાયા. વાણીના વિષયથી અતીત દુઃખો સહન કરાયાં. ફરી બંને પણ શ્વેત પક્ષી રૂપે ઉત્પન્ન કરાયા. ઉલ્લસિત વૈશ્વાનરવાળા અમારા બંનેનું યુદ્ધ થયું. ત્યાંથી ચ્યવીને ફરી તે જ નગરીમાંતરકાવાસમાં, જ વાલુકાપ્રભા નામના ત્રીજા પાટકમાં ગુટિકાના પ્રયોગના વશથી ભવિતવ્યતા વડે અમે બંને લઈ જવાયા. ત્યાં પણ પરસ્પર શરીરના ચૂર્ણને કરતાં-એકબીજાના શરીરના ચૂર્ણને કરતાં, ક્ષેત્રના અનુભાવથી જનિત પરમાધામી દેવોથી કરાયેલાં અનંત દુઃખોને સતત અનુભવતા અમારા બંને વડે સાત સાગરોપમ અતિક્રાંત કરાયા. તેના અંતમાં તરકના આયુષ્યના અંતમાં, ફરી પંચાક્ષનિવાસ નામના નગરમાં લવાયેલા અમને બંનેને ભવિતવ્યતા વડે નોળિયાનાં રૂપો બતાવાયાં. ત્યાં પણ પરસ્પર દ્વેષનો પ્રકર્ષ નષ્ટ થયો નહીં.

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520