Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 517
________________ ૪૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ राधावेधसमं कथञ्चिदतुलं लब्ध्वाऽपि मानुष्यकम् । हिंसाक्रोधवशानुगैरिदमहो जीवैः पुरा हारितम् ।।१।। શ્લોકાર્થ ઃ હે ભવ્ય પ્રાણીઓ મોહનું વિલસિત જાણીને તમારા વડે એકાંતથી હિત એવું મારું વચન વિશુદ્ધ મન કરીને સાંભળો. રાધાવેધ જેવો કોઈક રીતે અતુલ મનુષ્યભવને પામીને-રાધાવેધ સાધીને ઇષ્ટ ફલ પ્રાપ્ત કરી શકાય તેવો કોઈક રીતે અતુલ મનુષ્યભવ પામીને, પણ હિંસા અને ક્રોધના વશથી અનુસરનારા જીવો વડે અહો ખેદની વાત છે કે આ=મનુષ્યભવ, પૂર્વમાં હરાયો=ખોવાયો. ।।૧।। શ્લોક ઃ अनादिसंसारमहाप्रपञ्चे, क्वचित्पुनः स्पर्शवशेन मूढैः । अनन्तवाराः परमार्थशून्यैर्विनाशितं मानुषजन्म जीवैः ।।२।। શ્લોકાર્થ ઃ અનાદિ સંસારના મહાપ્રપંચમાં ક્યારેક વળી સ્પર્શનના વશથી મૂઢ, પરમાર્થથી શૂન્ય એવા જીવો વડે અનંતીવાર મનુષ્યજન્મ વિનષ્ટ કરાયો. ॥૨॥ શ્લોક ઃ एतन्निवेदितमिह प्रकटं ततो भोः ! तां स्पर्शकोपपरताऽपमतिं विहाय । शान्ताः कुरुध्वमधुना कुशलाऽनुबन्धमह्नाय लङ्घयथ येन भवप्रपञ्चम् ।।३।। શ્લોકાર્થ : આ અહીં=પ્રસ્તુત પ્રકરણમાં, પ્રગટ નિવેદન કરાયું છે. તેથી ભો ભવ્ય જીવો ! તે સ્પર્શ અને કોપપરતા અપમતિને=સ્પર્શનેન્દ્રિય અને ક્રોધને આધીન દુર્મતિને, ત્યજીને શાંત થયેલા એવા તમે હવે કુશલાનુબંધને સતત કરો, જેનાથી ભવપ્રપંચનું ઉલ્લંઘન તમે કરો. II3II इत्युपमितिभवप्रपञ्चायां कथायां क्रोधहिंसास्पर्शनेन्द्रियविपाकवर्णनस्तृतीयः प्रस्तावः । આ પ્રકારે ઉપમિતિભવપ્રપંચકથામાં ક્રોધ, હિંસા, સ્પર્શનેન્દ્રિયના વિપાકના વર્ણનરૂપ ત્રીજો પ્રસ્તાવ પૂરો થયો. ભાવાર્થ : અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે, નંદિવર્ધનના ભવમાં અમૃતકલ્પ પણ કેવલીનું વચન મને પરિણમન પામ્યું નહીં. પરંતુ તે વચનથી વિહ્વળ થયેલો એવો હું તે કેવલીને મારવા માટે તત્પર થયો. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે ઉત્કટ વિપર્યાસ હોય છે ત્યારે જીવને સર્વત્ર વિપરીત બુદ્ધિ જ પ્રાપ્ત થાય છે. આથી

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520