________________
૪૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ તે મનુષ્યભવને પ્રાપ્ત કરે છે. એ ભવનું સ્વરૂપ ગ્રંથકારશ્રી આગળ બતાવશે. પ્રસ્તુત પ્રસ્તાવમાં સાર બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે. પ્રસ્તુત કથાનકમાં મોહને વશ જીવો કઈ રીતે એકાંતે અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે તે સાંભળીને વિચારવું જોઈએ કે રાધાવેધને સાધવા જેવો મનુષ્યભવ તમને પ્રાપ્ત થયો છે, આવો જ મનુષ્યભવ હિંસા અને ક્રોધને વશ પૂર્વમાં અનંતી વખત નંદિવર્ધનની જેમ આપણે નિષ્ફળ કર્યો છે અને સ્પર્શનને વશ અનંતી વખત મનુષ્યજન્મ નિષ્ફળ કર્યો છે, માટે સ્પર્શન અને ક્રોધને પરવશ જે અપમતિ દુર્મતિ, છે તેને દૂર કરીને ચિત્તને શાંત કરો અને ભવના પ્રપંચનું સમ્યગુ અવલોકન કરો, જેથી ભવથી ચિત્ત વિરક્ત થાય અને આત્મહિતની પારમાર્થિક ચિંતા પ્રગટે તેવું કુશલાનુબંધ કર્મ કરો કે જેથી શીધ્ર ભવપ્રપંચનો નાશ થાય. આ પ્રકારે સારરૂપ ગ્રંથકારશ્રીનો ઉપદેશ છે.
ત્રીજો પ્રસ્તાવ સંપૂર્ણ
અનુસંધાનઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ (ચતુર્થ પ્રસ્તાવ ખંડ-૧)