________________
૪૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉપયોગી થતી નથી. જ્યારે ચિંતામણિરત્ન જેવો ભગવાનનો ધર્મ વર્તમાનમાં અક્લેશરૂપ સુખપરંપરા પ્રાપ્ત કરાવે છે, પરલોકમાં સંગતિઓ અને અંતે મોક્ષસુખનું કારણ બને છે. માટે સર્વ કલ્યાણના કારણભૂત પારમાર્થિક ધર્મની પ્રાપ્તિ કોઈ ઉપમાથી કહી શકાય તેવી નથી. છતાં મૂઢ જીવો મનુષ્યભવને પામીને કર્મના નાશનું કારણ એવું ભગવાનનું શાસન પામીને પણ કષાયોને વશ ચિંતામણિ જેવા ધર્મનો નાશ કરે છે. વળી, રાજા કેવલીને પૂછે છે કે આ સર્વ વર્ણનથી નંદિવર્ધનને કંઈક પ્રબોધ થયો કે નહીં ? તેથી કેવલી કહે છે તેને કંઈ પ્રબોધ થયો નથી, પરંતુ મહાન ઉદ્વેગ થયો છે; કેમ કે પ્રચુર કર્મકાળમાં પોતાનું આખું ચરિત્ર યથાવતું કેવલીએ કહ્યું છે તે સાંભળીને પણ નંદિવર્ધનને લેશ પણ તત્ત્વને સન્મુખ ભાવ થતો નથી, પરંતુ ઉદ્વેગનું જ કારણ બને છે. પરંતુ યોગ્ય જીવને નિર્ણય થાય છે કે આ મહાત્મા અતિશય જ્ઞાની છે; કેમ કે વર્તમાનમાં મારા ભવનો અત્યાર સુધીનો સર્વ પ્રસંગ સાક્ષાત્ જોયો નથી તોપણ મારા અનુભવ અનુસાર જે કંઈ થયું છે તે સર્વ કહી શકે છે. તે પ્રકારનો બોધ થાય તો પણ કંઈક તત્ત્વને અભિમુખ પરિણામ થાય. પરંતુ રાજપુત્ર હોવાથી નંદિવર્ધન મૂર્ખ પણ નથી, બુદ્ધિમાન પણ છે છતાં વિપર્યાસને કરનાર પ્રચુરકર્મ વિદ્યમાન હોવાથી કેવલીનાં યથાર્થ વચનો પણ તેના માટે ઉદ્ધગનું જ કારણ બને છે. વળી, અરિદમન રાજાના ઉત્તરમાં કેવલી ભગવંત કહે છે કે આ જીવના બે અંતરંગ કુટુંબો છે, એક બહિરંગ કુટુંબ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં ક્ષમાદિ ભાવો રૂપ જીવનો મૂળ સ્વભાવ અનાદિનો રહેલો છે. ફક્ત કષાયો આપાદક કર્મોને કારણે તે અંતરંગ કુટુંબ વ્યક્ત થતું નથી. બીજું અંતરંગ કુટુંબ ક્રોધાદિ કષાયો, અજ્ઞાન, નોકષાય આદિ રૂપ છે અને તે જીવને મૂળ પ્રકૃતિરૂપ નથી, પરંતુ તથા પ્રકારના કર્મના ઉદયથી થયેલા જીવના કાષાયિક ભાવો સ્વરૂપ છે. વળી આ બીજું કુટુંબ જીવનું એકાંત અનર્થકારી છે છતાં અજ્ઞાનને વશ જીવને તે કુટુંબ અનર્થકારી જણાતું નથી અને બીજું કુટુંબ વિદ્યમાન હોવા છતાં સામગ્રીને પામીને તે તે ભવના તે તે નિમિત્તોને પામીને સંયોગાનુસાર અભિવ્યક્ત થાય છે અને વૃદ્ધિને પામે છે. અનાદિ કાળથી એકેન્દ્રિય આદિ સર્વ ભવોમાં નિમિત્ત અનુસાર બીજા કુટુંબના તે તે ભાવો વ્યક્ત વર્તે છે અને કેટલાક ભાવો સામગ્રીના અભાવથી વ્યક્ત થતા નથી તોપણ તેનો નાશ થાય તે પ્રકારે જીવ યત્ન ન કરે ત્યાં સુધી તે બીજા કુટુંબમાંથી કોઈક ને કોઈક ભાવો જીવમાં વર્તે છે તેથી જીવ સંસારમાં સર્વ કદર્થના પ્રાપ્ત કરે છે. આથી જ એકેન્દ્રિયમાં વ્યક્ત ક્રોધાદિ કષાય નહીં હોવા છતાં ગાઢ અજ્ઞાન અને તીવ્ર મોહ વ્યક્ત વર્તે છે. તે રીતે નંદિવર્ધનના ભવમાં ક્રોધ અત્યંત વ્યક્ત વર્તતો હતો. પ્રસંગે પ્રસંગે માન, માયા, લોભાદિ કષાયો પણ વ્યક્ત થતા હતા. તેમ સર્વ સંસારી જીવોને બીજું કુટુંબ સંસારના પરિભ્રમણકાળમાં સ્પષ્ટ રીતે પ્રવર્તક હોય છે. અને પ્રથમ કુટુંબ પ્રાયઃ નષ્ટપ્રાયઃ હોય છે, ક્વચિત્ કંઈક નિમિત્તને પામીને પ્રથમ કુટુંબ અલ્પ માત્રામાં વ્યક્ત થાય છે તોપણ જ્યાં સુધી ભગવાનના વચનને અભિમુખ પરિણામ થતો નથી ત્યાં સુધી ક્ષમાદિ ભાવો રૂપ પ્રથમ કુટુંબ બીજા કુટુંબનો ક્ષય કરવા માટે પ્રવર્તે તેવું વ્યક્ત પ્રગટ થતું નથી. આથી જ નંદિવર્ધનને હાથીના ભાવમાં પોતાની અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે જે પશ્ચાત્તાપ થયો તે આર્જવનો પરિણામ હોવા છતાં ગાઢ વિપર્યા હોવાથી નંદિવર્ધનના ભવમાં ભગવાનના વચનને પ્રાપ્ત કરી શકે તેવો પ્રથમ કુટુંબનો ગુણ નંદિવર્ધનને પ્રાપ્ત થયો નહીં. તેથી હાથીના ભવમાં કરાયેલા કંઈક આર્જવના પરિણામથી પુણ્ય