Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 497
________________ ૪૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કઠોર કર્મ આચરણ કર=બીજા કુટુંબના સંહાર અર્થે ત્રીજા કુટુંબનો ત્યાગ કરીને પ્રથમ કુટુંબને પોષણ કર. II૧૭ll શ્લોક : केवलं सम्यगालोच्यं, मध्यस्थेनाऽन्तरात्मना । किं शक्येत मया कर्तुम्? किं वा नेदमिति त्वया ।।१८।। શ્લોકાર્ય : કેવલ મધ્યસ્થ એવા અંતર આત્માથી મારા વડે આ કરવું શક્ય છે? કે નથી ? એ તારા વડે સખ્ય આલોચન કરવું જોઈએ. ll૧૮II શ્લોક : एतेऽतिनिघृणाः कर्म, कथञ्चिदिदमीदृशम् । कुर्वन्त्यभ्यासयोगेन, नृशंसा भूप! साधवः ।।१९।। શ્લોકાર્ચ - હે રાજા ! આ અતિ નિર્ગુણ નૃશંસ એવા સુસાધુઓ અભ્યાસના યોગથી કોઈક રીતે આ આવા પ્રકારનું કર્મ બીજા કુટુંબનો સંહાર કરવાનું કર્મ, કરે છે સુસાધુઓ બીજા કુટુંબના સંહાર કરવાની બળવાન ઈચ્છાવાળા હોય છે અને જ્યાં સુધી બળસંચય ન થયો હોય ત્યાં સુધી સતત બીજા કુટુંબના સંહારનો અભ્યાસ કરે છે અને બીજા કુટુંબ પ્રત્યે હંમેશાં કઠોર ઘાતકી રહે છે. તેથી જ તેઓના નાશ કરવા માટે સતત પ્રયત્ન કરે છે. I૧૯ll. શ્લોક : अन्येन पुनरीदृक्षं, कर्म बन्धुदयालुना । चिन्तयितुमपि नो शक्यं, करणं दूरतः स्थितम् ।।२०।। શ્લોકાર્ચ - વળી, બંધુ પ્રત્યે દયાળુ એવા બીજા વડે અનાદિ કાલના પરમબંધુ જેવા બીજા કુટુંબ પ્રત્યે દયાળુ એવા અન્ય જીવો વડે, આવું કર્મ=બીજા કુટુંબના સંહારનું કર્મ, વિચારવા માટે પણ શક્ય નથી. તેઓના સંહારનો વિચાર માત્ર પણ તેઓને આવતો નથી. કરવું તો દૂરથી રહેલું છે=બીજા કુટુંબનો સંહાર કરવો તો અત્યંત દૂર રહેલો છે. ll૨૦માં

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520