Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 506
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૮૫ વડે આ આદેશ કરાયો. ખરેખર મારા દીક્ષા ગ્રહણકાળમાં જે જિતસ્તાત્ર, પૂજા, દાન, મહોત્સવ આદિ ઉચિત છે તે તું કર. તે કારણથી આ=મંત્રી, કેમ આ પ્રમાણે બોલે છે ? ખરેખર કોઈક ગંભીર અભિપ્રાય છે. તેથી આવા વડે=રાજા વડે, કહેવાયું – હે આર્ય ! તું જ અહીં સર્વાધિકારી છે. સર્વ ઉચિત કર્તવ્યોમાં સમર્થ છે. તે કારણથી આનાથી અપર ઉચિત કર્તવ્ય શું? વિમલમતિ કહે છે – હે દેવ ! જે દેવપાદ વડે કરવા માટે આરબ્ધ કરાયું તે અમને અને આ બધાને આ કાઉચિત કર્તવ્ય છે. અપર નથી. જે કારણથી સમાન જ આ ચાય બધાને વર્તે છે. દિકજે કારણથી ભગવાન વડે બધા જ જીવોના એકેકને આ ત્રણ કુટુંબો નિવેદિત કરાયા છે. તે કારણથી આમને પણ અંતઃપુર, સામગ્નાદિ બધાને પણ, આ જ કાલને ઉચિત છે. જે “ત'થી બતાવે છે – પ્રથમ કુટુંબને પોષવું જોઈએ. બીજા કુટુંબને હણવું જોઈએ, ત્રીજા કુટુંબનો ત્યાગ કરવો જોઈએ. રાજા વડે કહેવાયું – હે આર્ય ! આ અતિ સુંદર છે, જો આ પણ આ બધા જીવો પણ, સ્વીકાર કરે. વિમલમતિ કહે છે – હે દેવ ! અહીં આ આમને અત્યંત પથ્ય છે હિતકારી છે. એમાં શું વિચારવું જોઈએ ? તેથી તે સાંભળીને તે પર્ષદામાં રહેલા જીવો બળાત્કારે આ અમને પ્રવ્રયા આપશે એ પ્રકારની ભાવનાથી, ભયના ઉત્કર્ષથી કાતર જીવો કાંપવા લાગ્યા. ગુરુકર્મવાળા પ્રષવાળા થયા. નીચ જીવો ઊભા થઈને ચાલવા લાગ્યા. વિષયની ગૃદ્ધિવાળા જીવો વિહ્વળ થયા. કુટુંબાદિ પ્રતિબદ્ધ બુદ્ધિવાળા જીવો પ્રસ્વેદવાળા થયા. લઘુકર્મવાળા જીવો આનંદિત થયા. તેમનું વચન=મંત્રીનું વચન, ધીરચિતવાળા વડે સ્વીકારાયું. તેથી તે લઘુકર્મી ધીરચિત્તવાળા વડે કહેવાયું – જે દેવ આજ્ઞા કરે છે, તે જ કરાય છે. કોણ બુદ્ધિમાન પુરુષ સમગ્ર સામગ્રી હોતે છતે આવા પ્રકારના સ્વઅર્થથી ભ્રશ થાય ? અર્થાત્ કોઈ બુદ્ધિમાન પુરુષ સ્વાર્થને સાધનારી પૂર્ણસામગ્રી મળેલી હોય તો અવશ્ય સ્વાર્થ સાધે છે. તે સાંભળીને=લઘુકર્મી જીવોવાળાએ કહ્યું કે જે દેવ આજ્ઞા કરે છે તે જ કરાય છે એમ કહીને સંયમ લેવા તત્પર થયા છે એમ સાંભળીને, રાજા હર્ષિત થયો. સર્વ પણ નજીકના વર્તી પ્રમોદવર્ધન ચૈત્યભવનમાં ગયા. ભુવનનાથને પ્રક્ષાલ કરાયો. ભગવાનના બિમ્બોલી મનોહર પૂજા કરાઈ. મહાદાન પ્રવર્તાવાયાં. બંધનું મોચન આદિ સમસ્ત ઉચિત કરણ કરાવાયું. નગરથી શ્રીધર નામનો પુત્ર બોલાવાયો. તેને રાજા વડે રાજ્ય અપાયું. પ્રવચનઉક્ત વિધિથી સર્વ પણ ઉપસ્થિત લોકો ભગવાન વડે પ્રવ્રજિત કરાયા. ભવપ્રપંચના નિર્વેદને કરનારી, પરમપદના અભિલાષના અતિરેકના સંવર્ધનવાળી ધર્મદેશના કરાઈ. યથાસ્થાન દેવતાદિ ગયા. ભાવાર્થ :| વિવેક નામના કેવલી ત્યાં સમવસરણમાં બેઠા. ત્યારે નંદિવર્ધનના શરીરમાં રહેલાં હિંસા અને વૈશ્વાનરનો પરિણામ કેવલીના સાંનિધ્યથી ઉલ્લસિત ન થઈ શકે એવો દૂર જઈને બેઠો. જેમ સિદ્ધયોગીના સાંનિધ્યમાં હિંસક પ્રાણીઓના હિંસક ભાવ કેટલોક કાળ દૂર થાય છે, તેમ કેવલીના સાંનિધ્યને કારણે નિમિત્ત પામીને નંદિવર્ધનને જે ગુસ્સાનો પરિણામ પ્રગટ થતો હતો તે કેવલીના સાંનિધ્યમાં થયો નહીં. વળી, અરિદમન રાજા કેવલીની દેશના સાંભળવા આવે છે અને અરિદમન રાજાની પુત્રી તેની માતા સાથે ત્યાં આવે છે જે

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520