________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૪૫
પ્રકારના વિવેકગર્ભ ઉપદેશને આપનારા હતા. વળી, કષાયોનો ઉપશમ થાય તે પ્રકારે નિપુણતાવાળો ઉપદેશ આપનારા હતા. અને પોતે સંતોષના સાગર હતા તેથી તેમના દર્શનથી પણ યોગ્ય જીવોને નિઃસ્પૃહતા આદિ ભાવો પ્રત્યે અવશ્ય પક્ષપાત થાય તેવા હતા. આ રીતે અનેક વિશેષણો દ્વારા તેમનું સ્વરૂપ બતાવીને તેવા મહાત્માઓ કઈ રીતે યોગ્ય જીવોને પ્રબોધન કરે છે તેનો બોધ ગ્રંથકારશ્રી કરાવેલ છે. વળી મનીષી અને તેની માતા શુભસુંદરીનો આલાપ બતાવ્યો. તેનાથી સ્પષ્ટ થાય છે કે શુભસુંદરી કર્મવિલાસરાજા સાથે વાર્તાલાપ કરે છે ત્યારે કર્મવિલાસરાજા કહે છે કે જેઓ સ્પર્શનને અનુકૂળ વર્તે છે તેના પ્રત્યે મારો સ્વભાવ છે કે તેના અનર્થોનું સંપાદન કરું, જેમ બાલને મેં અનર્થની પરંપરા પ્રાપ્ત કરાવી. અને જેઓ સ્પર્શનને પ્રતિકૂળ વર્તે છે તેને હું સર્વ રીતે અનુકૂળ થાઉં છું અને સ્પર્શનને વશ જીવો પ્રત્યે પ્રતિકૂળ થવામાં અકુશલકર્મો રૂપ અકુશલમાલા મારું સાધન છે અને સ્પર્શન પ્રત્યે પ્રતિકૂળ વર્તનારા જીવોના હિત કરવા પ્રત્યે શુભસુંદરીરૂપ શુભકર્મોનો પ્રવાહ કારણ છે. તેથી મનીષીને જે સુંદર પરંપરાની પ્રાપ્તિ થઈ તેમાં તેનાં સુંદરકર્મો જ કારણ બને છે; કેમ કે તેને તે પ્રકારની સદબુદ્ધિ આપે છે અને બાલને જે અનર્થોની પરંપરા પ્રાપ્ત થઈ તેના પ્રત્યે તેનાં અકુશલમાલારૂપ કર્મો જ કારણ છે; કેમ કે તે પ્રકારની દુર્બુદ્ધિ આપીને અનર્થોની પરંપરા પ્રાપ્ત કરાવે છે. વળી, મધ્યમબુદ્ધિને તેના સામાન્યરૂપ જે મધ્યમકર્મો છે તે જ તેને તે પ્રકારની બુદ્ધિ આપીને ક્યારેક હિતમાં કે અહિતમાં પ્રવર્તાવે છે. વળી મનીષીની શુભસુંદરીરૂપ જે કર્મોની પરિણતિરૂપ માતા હતી, તેણે મનીષીને મહાત્મા પાસે જવાની પ્રેરણા કરી. તેથી તે ઉત્તમકર્મોથી પ્રેરાઈને મનીષી તે પ્રબોધનરતિ આચાર્ય પાસે જવા તત્પર થાય છે ત્યારે મધ્યમબુદ્ધિને પણ સાથે આવવા પ્રેરણા કરે છે. અને મનીષીના પ્રેરણાના નિમિત્તથી મધ્યમબુદ્ધિની માતા પણ તેને મનીષી સાથે જવા પ્રેરણા કરે છે જ્યારે બાલને અશુભકર્મોની હારમાળા વર્તે છે તેથી તેનાં અશુભકર્મો તેને મહાત્મા પાસે તત્ત્વ જાણવાની પ્રેરણા કરતાં નથી; છતાં બાલ પ્રત્યેના સ્નેહથી મધ્યમબુદ્ધિ આગ્રહ કરીને તેને લઈ જાય છે તોપણ બાલનાં અશુભકર્મો ત્યાં પણ તેને સર્વ પ્રકારની અનુચિત પ્રવૃત્તિ કરવા જ પ્રેરણા કરે છે. વળી, મનીષી આદિ તે ઉદ્યાનમાં જાય છે ત્યારે તે ઉદ્યાનમાં રહેલા જિનાલયમાં તેઓ દર્શન આદિ કરે છે. જેનાથી પણ જણાય છે કે મનીષી જેવા ઉત્તમ જીવો ભગવાનના દર્શનથી પણ વિશિષ્ટ ભાવો કરે છે. સુસાધુના દર્શનથી પણ શુભભાવો કરે છે અને અતિપારિષ્ઠ જીવ ભગવાનના દર્શનથી પણ કોઈ શુભભાવોને પ્રાપ્ત કરી શકતા નથી. આથી બાલને ભગવાનના દર્શનથી કે સુસાધુના દર્શનથી પણ કોઈ શુભભાવ થતો નથી. વળી, તે મહાત્માની દેશના સાંભળવા આવેલ સુબુદ્ધિ મંત્રી રાજાને કઈ રીતે પ્રેરણા કરે છે અને પોતે કઈ રીતે ભગવાનની ભક્તિ કરે છે તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે, જેનાથી ધર્મપરાયણ એવા ઉત્તમ શ્રાવકો સુબુદ્ધિ મંત્રીની જેમ ભગવાનની ભક્તિ કરનારા હોય છે તેનો માર્ગાનુસારી બોધ થાય છે. ત્યારપછી પ્રબોધનરતિ આચાર્ય સંસારનું સ્વરૂપ કેવું છે તેનું વિસ્તારથી વર્ણન કરે છે જેને સાંભળીને સંસારની અસારતાનો માર્ગાનુસારી બોધ યોગ્ય જીવોને થાય છે. મુક્ત અવસ્થા કેવી સુંદર છે તેનું વિસ્તારથી વર્ણન કરે છે. જેને સાંભળીને યોગ્ય જીવો મુક્ત અવસ્થાના રાગી થાય છે અને તેના ઉપાયભૂત સદ્ધર્મનો બોધ કરવા અર્થે મનુષ્યલોકમાં જીવો ચાર પ્રકારના છે તેનું વર્ણન કરે છે. જેનાથી સર્વોત્તમપુરુષો ઇન્દ્રિયોને