________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૨૩
નંદિવર્ધનનું ચિત્ત ભાવિત બને છે તેથી વૈશ્વાનર કંઈક નજીક અને કંઈક દૂર બેઠેલ છે તેમ કહેલ છે. વળી, કંઈક નજીક હોવાથી વિદુરનાં વચન વૈશ્વાનર સાંભળે છે અને નંદિવર્ધનનું મુખ જુએ છે અને નંદિવર્ધન જ્યારે વિદુરના વચનથી તત્ત્વને સન્મુખ છે ત્યારે વૈશ્વાનરને તે સુંદર જણાતું નથી; કેમ કે ક્રોધની પ્રકૃતિથી વિરુદ્ધ શાંતપ્રકૃતિને અભિમુખ નંદિવર્ધનનું ચિત્ત છે આથી જ વિદુરના વચનને સાંભળીને કંઈક તત્ત્વને અભિમુખ બન્યું છે, તોપણ જ્યારે વિદુરે કહ્યું કે આ વૈશ્વાનર પણ સ્પર્શન જેવો જણાય છે તે સાંભળીને નંદિવર્ધનને તે ગમ્યું નહીં. તેનાથી વૈશ્વાનર જાણે છે કે હજી નંદિવર્ધન મારું સાંભળે તેમ છે તેથી એ પ્રાપ્ત થાય કે વિદુરના વચનથી કથાનકના કાળમાં નંદિવર્ધનનું ચિત્ત કંઈક ઉપશાંત હતું તોપણ જ્યારે વૈશ્વાનર પાપમિત્ર છે એમ વિદુરે કહ્યું ત્યારે નંદિવર્ધન કષાયને અભિમુખ બને છે; કેમ કે તેનો ક્રોધ કષાય તેવો શાંત નથી. તેથી તે વચનથી નંદિવર્ધન દુભાયો અને તેના ચિત્તમાં વર્તતો ક્રોધ કષાય તેને ક્રૂર થવાની પ્રેરણા કરે છે તેથી ક્રૂચિત્ત નામના વડાને ખાઈને નંદિવર્ધનનું ચિત્ત એકદમ ઘાતકી બને છે અને ઘાતકીભાવ કેવી પરાકાષ્ઠાએ છે તે બતાવવા અર્થે જ કહે છે નંદિવર્ધન પાપકર્મોનો વિચાર કરતો નથી, વિદુરની વત્સલતાનો વિચાર કરતો નથી. હિતભાષિતાનો વિચાર કરતો નથી. ચિરપરિચયનો વિચાર કરતો નથી અને અત્યાર સુધી વિદુર સાથે સ્નેહ હતો તેનો પણ ત્યાગ કરે છે તે સર્વ ક્રોધની પરાકાષ્ઠાનું કૃત્ય છે અને સર્વથા દુર્જનતાને સ્વીકારીને નિષ્ઠુર વચનોથી વિદુરનો તિરસ્કાર કરે છે, એટલું જ નહીં પણ ક્રોધના ઉત્કર્ષને કા૨ણે વિદુરને જોરથી થપ્પડ મારે છે, એના કરતાં પણ અતિશય ગુસ્સાને વશ થઈને મોટી લાકડી લઈને મા૨વા માટે તત્પર થાય છે. આ સર્વભાવો કષાયમાં મૂઢ થયેલા જીવો કઈ રીતે કરે છે તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી અહીં બતાવે છે અને અતિક્રૂર ચિત્ત હોવાથી જ પિતાએ નક્કી કર્યું કે કુમાર અપ્રજ્ઞાપનીય છે. नन्दिवर्धनस्य यौवनम्
इतश्च निःशेषितं मया कलाग्रहणं, ततो गणितं प्रशस्तदिनं, आनीतोऽहं कलाशालायास्तातेनात्मसमीपं, पूजित: कलाचार्यो, दत्तानि महादानानि, कारितो महोत्सवः, अभिनन्दितोऽहं तातेनाम्बाभिः शेषलोकैश्च, वितीर्णो मे पृथगावासकः यथासुखमास्तामेष इतिकृत्वा तातेन नियुक्तः परिजनः, समुपहतानि मे भोगोपभोगोपकरणानि, स्थितोऽहं सुरकुमारवल्ललमानस्तत्र । ततस्त्रिभुवनविलोभनीयोऽमृतरस इव सागरस्य, सकललोकनयनानन्दजननश्चन्द्रोदय इव प्रदोषस्य, बहुरागविकारभङ्गुरः सुरचापकलाप इव जलधरसमयस्य मकरध्वजायुधभूतः कुसुमप्रसव इव कल्पपादपस्य अभिव्यज्यमानरागरमणीयः सूर्योदय इव कमलवनस्य, विविधलास्यविलासयोग्यः कलाप इव शिखण्डिनः प्रादुर्भूतो मे यौवनारम्भः संपन्नमतिरमणीयं शरीरं, विस्तीर्णीभूतं वक्षःस्थलं, परिपूरितमूरुदण्डद्वयं अगमत्तनुतां मध्यदेशः, प्राप्तः प्रथिमानं नितम्बभागः, प्रतापवदारूढा रोमराजिः, वैशद्यमवाप्ते लोचने, प्रलम्बतामुपागतं भुजयुगलं, यौवनसहायेनैवाधिष्ठितोऽहं मकरध्वजेन ।