________________
૪૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ नाम महादेवी, तदा वर्णिता तथैव तस्याऽन्याऽपि द्वितीयाऽस्ति हितकारिणी लोकानां, निकषभूमिः सर्वशास्त्रार्थानां, प्रवर्तिका सदनुष्ठानानां, दूरवर्त्तिनी पापानां चारुता नाम राज्ञी ।
જિનમતજ્ઞ વડે કહેવાયું – જે ત્યારે તમારી સમક્ષ જ વર્ણન કરાયું; જે પ્રમાણે – સર્વ ઉપદ્રવોથી રહિત સમસ્ત ગુણોનું નિવાસસ્થાન, કલ્યાણની પરંપરાનું કારણ, મંદભાગ્યવાળા જીવો વડે દુર્લભ, ચિત્તસૌદર્યું નગર છે.
જે જીવોના ચિત્તમાં તત્ત્વને સ્પર્શનારા સુંદર ભાવો વર્તે છે તે જીવોનું જે સુંદર ચિત્ત છે તેમાં કષાયનોકષાયોના સર્વ ઉપદ્રવો પ્રાયઃ થતા નથી. તેથી સર્વ ઉપદ્રવોથી રહિત છે. વળી આત્માની ગુણવૃદ્ધિને અનુકૂળ જે પરિણતિઓ છે તે સર્વનું નિવાસસ્થાન તે નગર છે. અને જેઓ તે નગરમાં વસે છે તેઓને સદ્ગતિઓની કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે સુંદર ચિત્ત પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરા દ્વારા સર્વ કલ્યાણનું એક કારણ છે. મંદભાગ્યવાળા જીવો વડે દુર્લભ છે. અર્થાત્ ક્લિષ્ટકર્મવાળા જીવો તત્ત્વને અભિમુખ નથી તેવા જીવોને સુંદર ચિત્ત દુર્લભ છે.
અને ત્યાં=પૂર્વમાં મેં જે કહેલું ત્યાં જે વર્ણન કરાયું, તે ‘થા’થી બતાવે છે સર્વ લોકોને હિતકારી, દુષ્ટ નિગ્રહમાં ધૃતઉદ્યોગવાળો, શિષ્ટ પાલતમાં દત્ત અવધાનવાળો, કોશદંડના સમુદાયથી પરિપૂર્ણ શુભપરિણામ નામનો રાજા છે.
-
જેઓનું ચિત્ત તત્ત્વને અભિમુખ બને છે ત્યારપછી તેઓને આત્મકલ્યાણનો જે શુભપરિણામ થાય છે તે શુભપરિણામ અંતરંગ જે લોકો છે તેનો હિતકારી છે; કેમ કે ધર્મરાજાના સૈન્યને શુભપરિણામ રાજા પુષ્ટ કરે છે. અનાદિ કાળથી જે દુષ્ટ ક્લિષ્ટભાવો છે તેના નિગ્રહમાં શુભપરિણામ સદા ઉદ્યમ કરે છે. વળી, શિષ્ટ પાલનમાં દત્ત અવધાનવાળો છે અર્થાત્ આત્મામાં સુંદર ભાવો છે તે રૂપ શિષ્ટ લોકો તેને પાલન કરીને સમૃદ્ધ કરે છે. વળી, કોશદંડના સમુદાયથી પરિપૂર્ણ છે અર્થાત્ તે શુભપરિણામ રાજાની અંતરંગ ધનસમૃદ્ધિ અને શત્રુને નાશ કરવાને અનુકૂળ સૈન્યશક્તિ પરિપૂર્ણ માત્રામાં છે. આથી જેઓના ચિત્તમાં સદા શુભપરિણામ વર્તે છે તેઓ અંતરંગ સમૃદ્ધિથી ધનાઢ્ય રહે છે અને અંતરંગ શત્રુની સામે લડવાને અનુકૂળ સૈના તેઓ પાસે વિદ્યમાન છે તેથી શત્રુથી સુરક્ષિત છે.
તે રાજાની જે પ્રમાણે ક્ષાન્તિની માતા આ નિષ્પકમ્પતા મહાદેવી ત્યારે વર્ણન કરાઈ=મારા વડે પૂર્વમાં વર્ણન કરાઈ, એ પ્રમાણે જ તેની-શુભપરિણામની અન્ય પણ બીજી મહાદેવી છે. તે કેવી છે તે બતાવે છે. લોકોના હિતને કરનારી, સર્વ શાસ્ત્રાર્થની નિકષભૂમિ=ઉત્પત્તિની ભૂમિ, સદનુષ્ઠાનની પ્રવર્તિકા, પાપોની દૂરવર્તિની ચારુતા નામની રાણી છે.
જે જીવોના ચિત્તના આત્મકલ્યાણનો શુભપરિણામ સદા વર્તે છે તે શુભપરિણામ સાથે ચારુતા દેવીનો સંબંધ થાય છે. તે ચારુતા જીવની સુંદર પરિણતિ છે અને તે કેવી છે તે સ્પષ્ટ કરે છે. લોકોને હિત કરનારી છે. અર્થાત્ જે જીવોમાં સુંદર પરિણતિ છે તે જીવો સમભાવના પરિણામને કારણે બધા જીવોના હિતને કરનારા થાય છે અને સમભાવનો પરિણામ જ ચારુતા છે. વળી, સર્વ શાસ્ત્રોના અર્થોની ઉત્પત્તિ ભૂમિ