________________
૪૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
સર્વજીવોના ત્રણ પ્રકારના કુટુંબ રાજા કહે છે – શું આનો જ નંદિવર્ધનનો જ, આ મિત્ર છે ? અથવા અન્ય પણ જીવોનો મિત્ર છે? ભગવાન કહે છે – હે મહારાજ ! જો સ્પષ્ટ તું પ્રશ્ન કરે છે તો તને તે પ્રમાણે કહું છું. જે પ્રમાણે ફરી આ પ્રષ્ટવ્ય ન થાય ફરી આ પ્રશ્ન ન થાય. રાજા કહે છે – મારા ઉપર અનુગ્રહ છે. ભગવાન વડે કહેવાયું – અહીં સંસારમાં, સર્વ જીવોના પ્રત્યેક=દરેક જીવને આશ્રયીને, ત્રણ ત્રણ કુટુંબો છે. તે આ પ્રમાણે – ક્ષત્તિ, માર્દવ, આર્જવ, મુક્તિ નિલભતા, જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ, સત્ય, શૌચ, તપ, સંતોષ આદિ જે ગૃહમનુષ્યો છે તે આ એક કુટુંબ છે. અને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, શોક, ભય, અવિરતિ વગેરે જે બંધુઓ છે તે આ બીજું કુટુંબ છે. અને શરીર, તદ્દ ઉત્પાદક સ્ત્રી-પુરુષ માતા-પિતા અને અન્ય એવા પ્રકારના લોકો જેમાં સંબંધીઓ છે તે આ ત્રીજું કુટુંબ છે. અને કુટુંબત્રય દ્વારા અસંખ્યાત સ્વજનવર્ગો થાય છે. ત્યાં જે આ આદ્ય કુટુંબ છે=જે આ ક્ષમાદિ આધરૂપ કુટુંબ છે, એ, જીવોનું સ્વાભાવિક, અનાદિ અપર્યવસિત-અનાદિ અનંત, હિતકરણના સ્વભાવવાળું, આવિર્ભાવ તિરોભાવ ધર્મવાળું અંતરંગ વર્તે છે અને મોક્ષ પ્રાપક છે. જે કારણથી પ્રકૃતિથી જ આ=પ્રથમ કુટુંબ, જીવને ઉપરમાં લઈ જાય છે સદ્ગતિઓની પ્રાપ્તિ દ્વારા મોક્ષમાં લઈ જાય છે. વળી જે આ બીજું કુટુંબ છે તે જીવોનું અસ્વાભાવિક છે. તોપણ અવિજ્ઞાત પરમાર્થવાળા જીવો વડે તેને ગાઢતર સ્વાભાવિક રૂપે ગ્રહણ કરાયું છે=આ આપણો જ પારમાર્થિક સ્વભાવ છે તેમ ગ્રહણ કરાયું છે. એથી તે=બીજુ કુટુંબ, અનાદિ અપર્યવસિત અભવ્યો છે. અનાદિ સપર્યવસિત અનાદિ સાંત, કેટલાક ભવ્યજીવોને છે. એકાંત અહિત કરવાના સ્વભાવવાળું, આવિર્ભાવ-તિરોભાવધર્મવાળું અંતરંગ અને સંસારનું કારણ વર્તે છે. જે કારણથી પ્રકૃતિથી જ આરબીજું કુટુંબ, જીવને નીચે પાડે છે=દુર્ગતિઓમાં લઈ જાય છે. જે વળી, આ ત્રીજું કુટુંબ એ જીવોનું અસ્વાભાવિક છે. અને સાદિ સપર્યવસિત=સાદિ સાંત, અનિયત સ્વભાવવાળું છે=દરેક જન્મોમાં અન્ય અન્ય કુટુંબ થાય છે અને યથાભવ્યપણાથી હિત-અહિત કરવાના સ્વભાવવાળું, ઉત્પત્તિવિનાશ ધર્મવાળું અને બહિરંગ વર્તે છે. તથાભવ્યપણાને કારણે=બહિરંગ કુટુંબમાં તે પ્રકારની યોગ્યતા હોવાને કારણે, સંસારનું કારણ અથવા મોક્ષનું કારણ થાય છે. જે કારણથી બાહુલ્યથી=બહુલતાએ, બીજા કુટુંબનું અવષ્ટમ્ભકારક=બીજા કુટુંબને પુષ્ટ કરનાર, આeત્રીજું કુટુંબ છે. આથી સંસારનું કારણ છે. વળી જો કોઈક રીતે આઘ કુટુંબને અનુવર્તન કરે તો જીવનું આ પણ-ત્રીજું કુટુંબ પણ, આદ્ય કુટુંબના પોષણમાં સહાય થાય છે. અને તેથી ત્રીજું કુટુંબ આદ્ય કુટુંબના પોષણમાં સહાય થાય છે તેથી, મોક્ષકારણતાને પ્રાપ્ત કરે છે. તે કારણથી આ પ્રમાણે સ્થિત હોતે છતે હે મહારાજ ! જે આ બીજું કુટુંબ એના મધ્યમાં રહેલો આ વૈશ્વાનર સર્વ સંસારી જીવોનો મિત્ર છે, તે પ્રમાણે આ પણ હિંસા ભાર્યા વિદ્યમાન છે જ. એમાં સંદેહ કરવો જોઈએ નહીં. રાજા કહે છે – હે ભગવંત ! જે આ આદ્ય કુટુંબ સ્વાભાવિક, હિતકરણશીલ અને મોક્ષનું કારણ છે તેથી આ જીવો કયા કારણથી ગાઢતર આને સ્વીકારતા નથી ? અને જે આ બીજું કુટુંબ અસ્વાભાવિક, એકાંત અહિત કરવાના સ્વભાવવાળું અને સંસારનું કારણ છે તેથી આ