________________
૪૬૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જીવો કયા કારણથી ગાઢતર એને પોષણ કરે છે? ભગવાન કહે છે – હે મહારાજ ! આમાં કારણ સાંભળ. આ આદ્ય કુટુંબ આ દ્વિતીય કુટુંબ વડે અનાદિ સંસારમાં સકલકાલ અભિભૂત રહે છે. તેથી ભયથી તિરોભાવને પામેલા એવા તેનું રાગાદિ રૂપ બીજા કુટુંબથી ભય હોવાને કારણે તિરોભાવને પામેલ એવા આદ્ય કુટુંબનું, ક્યારેય પણ અભિવ્યક્ત દર્શન થયું નહીં. તેથી આ વરાક જીવો તેના સંબંધીઆદ્ય કુટુંબના સંબંધી, ગુણના સમૂહને જાણતા નથી. તેથી તેના ઉપર આદ્ય કુટુંબ ઉપર, ગાઢ આદર કરતા નથી. વિદ્યમાન પણ તેને=શક્તિ રૂપે આત્મામાં વિદ્યમાન પણ આદ્ય કુટુંબને, અવિદ્યમાન માને છે. તેના ગુણોને પણ વર્ણન કરતાં=જીવોને આદ્ય કુટુંબના કયા પ્રકારના લાભોની પ્રાપ્તિ છે તેનું વર્ણન કરતાં, અમારા જેવાને સંસારી જીવો ગણકારતા નથી. વળી અનાદિ સંસારમાં શત્રુભૂત એવા આદ્ય કુટુંબના નિરાકરણથી=બીજા કુટુંબના શત્રુભૂત એવા આ કુટુંબના નિરાકરણથી, આ બીજું કુટુંબ, પ્રાપ્ત થયેલા જયપતાકાવાળું લબ્ધપ્રસરપણાને કારણે સતત કૂદકા મારતું=સંસારી જીવોના હૈયામાં પ્રાપ્ત થયેલા પ્રસરપણાને કારણે હર્ષ પામતું, એવું બીજું કુટુંબ પ્રાયઃ સકલકાલ આવિર્ભત જ રહે છે=સંસારી જીવોમાં આવિર્ભત જ રહે છે. તેથી તેની સાથે બીજા કુટુંબની સાથે, આ જીવોનું સતત દર્શન વર્તે છે બીજું કુટુંબ પોતાના ચિત્તમાં સંસારી જીવોને સતત દેખાય છે. તેથી પ્રેમનો આબંધ વધે છે=કષાય આદિ બીજા કુટુંબ સાથે પ્રેમનો બંધ વધે છે. ચિત્તમાં રતિ ઉત્પન્ન થાય છે કષાયોને જોઈને ચિત્તમાં રતિ ઉત્પન્ન થાય છે. વિશ્વાસ પેદા થાય છે=આ કષાયો જ મારા હિતકારી છે એવો વિશ્વાસ પેદા થાય છે. આની સાથે બીજા કુટુંબરૂપ કષાયોની સાથે, પ્રીતિ પ્રાદુર્ભાવ થાય છે, તેથી આ બીજા કુટુંબના સતત અનુરક્ત માનસવાળા ખરેખર આ જીવો દોષતા સમૂહને જોતા નથી. આવા અવિદ્યમાન પણ ગુણસમૂહને આરોપણ કરે છે=બીજા કુટુંબના ગુણો તથી તોપણ પુણ્યના સહકારથી કષાયોને કારણે સફળતા મળે છે તે બીજા કુટુંબનો ગુણ છે તેમ સંસારી જીવો માને છે. તે કારણથી=દોષતા સમૂહરૂપ પણ બીજા કુટુંબને ગુણરૂપે જુએ છે તે કારણથી, આને બીજા કુટુંબને, આ=સંસારી જીવો, ગાઢતર પોષે છે. આ જ એક-બીજું કુટુંબ એ જ એક, અમારો પરમબંધુ છે એમ માને છે અને આના દોષ-પ્રકાશક એવા અમારા જેવા વ્રતધારી આદિ=બીજા કુટુંબના દોષને પ્રકાશિત કરનારા મહાત્મા આદિવે, શત્રુબુદ્ધિથી ગણે છે. રાજા કહે છે – હે ભગવંત ! આ તપસ્વી જીવો આ બે કુટુંબના ગુણ-દોષને જાણે તો સુંદર થાય. ભગવાન કહે છે – આનાથી બીજું=પ્રથમ કુટુંબના ગુણો અને બીજા કુટુંબના દોષોનો બોધ થાય એનાથી બીજું, સુંદરતા શું છે? આટલું માત્ર જ=પ્રથમ કુટુંબના ગુણો અને બીજા કુટુંબના દોષો આટલું માત્ર જ, નિઃશેષ કલ્યાણને પરમાર્થથી ઇચ્છા કરતાં પુરુષ વડે કરવું જોઈએ. શું કરવું જોઈએ ? તે “વહુ'થી કહે છે – પ્રથમ અને બીજા આ બે કુટુંબના ગુણદોષવિશેષ પરિજ્ઞાન કરવું જોઈએ=પારમાર્થિક કલ્યાણને ઈચ્છતા પુરુષે સમાદિ રૂપ પ્રથમ કુટુંબના વર્તમાનમાં અને આગામીમાં શું ગુણો છે અને કષાયરૂપ બીજા કુટુંબના વર્તમાનમાં અને આગામીમાં શું દોષો છે તેના વિશેષનું સૂક્ષ્મબુદ્ધિથી જ્ઞાન કરવું જોઈએ. અને અમારા વડે પણ ધર્મકથા આદિ દ્વારા જીવોને આટલું માત્ર જ સંપાદનીય છે=