________________
૪૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આપીને પાપો બાંધે છે. આ ભવમાં પણ પુણ્ય ક્ષીણ થયેલું હોવાથી અનેક પ્રકારના ઉપદ્રવોની પરંપરાને પામે છે અને સર્વત્ર હિંસા અને ક્રોધ કરીને અનેક અનર્થોની પરંપરાને સ્વયં પ્રાપ્ત કરે છે. છતાં વચવચમાં કંઈક પુણ્ય સહકાર આપે છે તેથી પ્રભાકરે પૂર્વના પ્રસંગને યાદ કરીને તેનો આદર સત્કાર કર્યો, ત્યાં પણ પાપ કરીને ફરી જંગલમાં ગયો. અનેક ઉપદ્રવોને પામ્યો. વળી ત્યાં કનકશેખર અને કનકચૂડ તેને જોઈને સત્કા૨પૂર્વક પોતાની સાથે લઈ આવે છે ત્યારે કંઈક પુણ્ય જાગૃત થયું છતાં હિંસા અને વૈશ્વાનરને કારણે ત્યાં પણ કનકશેખરને મારવાનો યત્ન કરવા જતાં વ્યંતરદેવ દ્વારા જંગલમાં ફેંકાયો અને અનર્થોને પામ્યો. ત્યાં પણ કંઈક પુણ્યના સહકારથી વીરસેનાદિના ચોરટાઓ તેને નંદિવર્ધનરૂપે જાણીને સત્કાર આદિ કરે છે છતાં ક્રૂરતા અને ક્રોધી સ્વભાવને કારણે અનેક અનર્થોને પામીને તેઓ દ્વારા દૂર જંગલમાં બાંધીને મુકાય છે.
प्रणिपत्य विहितकरकुड्मला निषण्णा परिषत्, प्रारब्धं व्याख्यानम् । अत्रान्तरे भगवतः प्रतापं सोढुमशक्नुवन्तौ मदीयशरीरान्निर्गतौ हिंसावैश्वानरौ, दूरदेशे स्थितौ मां प्रतीक्षमाणौ ।
પ્રણામ કરીને જોડ્યા હાથ જેણે એવી પર્ષદા બેઠી. વ્યાખ્યાન પ્રારંભ કરાયું. એટલામાં ભગવાનના પ્રતાપને સહન કરવા માટે અસમર્થ એવાં હિંસા અને વૈશ્વાનર મારા શરીરથી નીકળ્યાં. મારી પ્રતિક્ષા કરતા હિંસા અને વૈશ્વાનર દૂર દેશમાં રહ્યા.
अरिदमननृपकृतवन्दनादिविधिः
શ્લોક ઃ
अथारिदमनो राजा, मुनिं विज्ञाय लोकतः । सपुरो निर्गतस्तस्य, मुनेर्वन्दनकाम्यया ।।१।।
અરિદમન રાજા વડે કરાયેલ વંદન આદિ વિધિ
શ્લોકાર્થ :
હવે અરિદમન નામનો રાજા લોકોથી મુનિને જાણીને નગર સહિત તે મુનિના વંદનની કામનાથી નીકળ્યો. ।।૧।।
શ્લોક ઃ
तथा मदनमञ्जूषा, या दत्ता मम कन्यका ।
साऽपि तत्र समायाता, सहिता रतिचूलया ।।२।।
શ્લોકાર્થ :
અને મદનમંજૂષા કન્યા જે મને અપાયેલી તે પણ ત્યાં=તે દેશનામાં, રતિચૂલા સાથે આવી. IIII