________________
૪૪૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના છે તે સાંભળીને નંદિવર્ધન ત્યાં પ્રસ્થાન કરે છે, ત્યારે પણ તેનું પુણ્ય તપતું હોવાથી પવનરાજની સાથે યુદ્ધમાં તે જય પામે છે. તેથી હિંસા અને વૈશ્વાનરનું આ કૃત્ય છે તેવી સ્થિર શ્રદ્ધા દઢ થાય છે અને પુણ્યોદયથી આ સર્વ થાય છે તેવી બુદ્ધિ અત્યંત નષ્ટ થાય છે, તેથી નંદિવર્ધન લેશ પણ ધર્મને અભિમુખ થતો નથી. અને રાત-દિવસ શિકાર કરીને પાપની વૃદ્ધિ કરે છે જેથી પિતાને ચિંતા થાય છે તેથી ફરી જિનમતજ્ઞને આ હિંસાના નિવારણનો ઉપાય પૂછે છે, ત્યારે જિનમતજ્ઞ કહે છે કે, ચિત્તસૌદર્ય નગર છે, શુભ પરિણામ રાજા છે અને ચારુતા નામની તેની પત્ની છે તેનાથી ઉત્પન્ન થયેલી દયા નામની પુત્રીને જ્યારે કુમાર પરણશે ત્યારે હિંસાનો સંબંધ દૂર થશે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે કુમારનું ચિત્ત કંઈક નિર્મળ થવાથી ધર્મને અભિમુખ થાય ત્યારે ચિત્તસૌદર્ય નગર તેના આત્મામાં પ્રગટે છે જે મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે. અને ત્યાં શુભપરિણામ રાજા છે તે આત્મામાં સુંદર ચિત્ત થયા પછી ઉચિત પ્રવૃત્તિ કરવાને શુભપરિણામ સ્વરૂપ છે. અને તે શુભ પરિણામ સાથે જીવમાં નિષ્પકમ્પતા પ્રગટે છે ત્યારે ક્ષમાનો પરિણામ પ્રગટે છે. અને તે શુભ પરિણામ સાથે ચારુતા પ્રગટે છે અર્થાત્ બધા જીવોનું હું કેમ હિત કરું એવી ચારુતા પ્રગટે છે તેથી તે શુભ પરિણામ અને ચારુતાના યોગથી દયાળુ ચિત્ત પ્રગટે છે. તેથી જીવમાં પ્રથમ ચિત્તસૌદર્ય આવે છે ત્યારપછી હું શુભકૃત્યો કરું એવો શુભપરિણામ પ્રગટે છે અને શુભકૃત્યોમાં નિષ્પકમ્પતા આવે છે ત્યારે ક્રોધના વિરુદ્ધ ક્ષમાનો પરિણામ પ્રગટે છે અને તે શુભ પરિણામ પ્રગટ્યા પછી બધા જીવોનું હિત કરું એવી ચારુતા આવે છે. ત્યારપછી તે ચારુતાને કારણે પકાયના પાલનના પરિણામરૂપ દયાની પરિણતિ પ્રગટે છે. તેથી જે જીવોને જેટલી જેટલી દયા અતિશય પામે છે તેમ તેમ તેઓનાં સર્વકૃત્યો શ્રેષ્ઠ શ્રેષ્ઠતર થાય છે. વળી દયાના પરિણામકાળમાં પણ શુભ પરિણામ જીવમાં વર્તે છે તે પૂર્વ કરતાં વિશેષ પ્રકારનો શુભપરિણામ છે. આથી જ ક્ષમા, શુભપરિણામ, ચારુતા, નિષ્પકમ્પતા વગેરે દયાના બંધુઓ કહેલા છે. તેથી દયાના જનક શુભપરિણામ અને ચારુતા કરતાં પણ તેનો બંધુભૂત શુભપરિણામ વિશિષ્ટ કોટિનો છે જેથી દયાળુ જીવમાં સતત આત્મહિત સાધવાને અનુકૂળ શુભપરિણામ વર્તે છે. વળી પ્રકૃતિથી પણ દયાળુ સ્વભાવને કારણે સુંદર બને છે અને ધર્મસેવનમાં દયાને કારણે નિષ્પકમ્પતા આવે છે તે સર્વ દયાના જ સહવર્તી ભાવો છે. તેથી એ ફલિત થાય કે જીવનો શુભપરિણામ તરતમતાથી અનેક ભૂમિકાવાળો છે અને તે શુભ પરિણામ અનુસાર જ જીવમાં નિષ્પકમ્પતા પણ તરતમતાવાળી પ્રગટે છે. અને શુભ પરિણામના પ્રકર્ષ-અપ્રકર્ષને અનુરૂપ જીવમાં ચારુતા પણ પ્રકર્ષ-અપકર્ષ રૂપે પ્રગટ થાય છે. શુભ પરિણામ અને ચારુતા અનુરૂપ જ દયાનો પરિણામ પણ પ્રકર્ષ-અપકર્ષવાળો થાય છે. તેથી જે જીવમાં તત્ત્વના સમ્યફ પર્યાલોચનને અનુરૂપ શુભ પરિણામ પ્રગટ થાય છે તે શુભ પરિણામ જ તેના યત્ન અનુસાર જીવમાં આત્મહિતને અનુરૂપ નિષ્પકમ્પતા પ્રગટ કરે છે, અને જેમ જેમ જીવમાં તત્ત્વને અનુકૂળ નિષ્પકમ્પતા પ્રગટે છે તેમ તેમ ક્ષમા, શૌચ, સંતોષ, વૈર્ય આદિ ગુણો પણ પ્રગટે છે, તેથી અંતરંગ સર્વગુણો પરસ્પર શુભપરિણામની સાથે એકવાક્યતાથી સંકળાયેલા છે. માટે ગુણવૃદ્ધિના અર્થી જીવે નિપુણ ઉપયોગપૂર્વક આત્માનું પારમાર્થિક હિત શું છે અને પારમાર્થિક અહિત શું છે તેનું સૂક્ષ્મ આલોચન કરવું જોઈએ, જેનાથી શુભ પરિણામ પ્રકર્ષવાળો બને છે જેના કારણે નિષ્પકમ્પતા આદિ સર્વગુણો સહજ રીતે આત્મામાં પ્રગટે છે અને જેમ જેમ અંતરંગ