________________
૩પ૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ નથી પરંતુ સંસારની વ્યવસ્થા, મોક્ષમાર્ગની વ્યવસ્થા, મોક્ષના કારણભૂત ભાવસાધુનું પારમાર્થિક સ્વરૂપ પ્રાયઃ જાણનારા બને છે. આથી જ નંદિવર્ધનને તે મહાત્મા કેવા ગુણવાન હતા તેના પારમાર્થિક સ્વરૂપનો બોધ થાય તે પ્રકારે કનકશેખરે તે મહાત્માનું સ્વરૂપ બતાવ્યું. વળી, મહાત્મા પણ ઉપદેશમાં કેવા પ્રકારે ધર્મનો ઉપદેશ આપે છે તેનું સંક્ષિપ્તથી સ્વરૂપ પણ કનકશેખરે નંદિવર્ધનને બતાવ્યું અને ફરીથી તે મહાત્મા પધાર્યા ત્યારે ભગવાનના શાસનનો સાર શું છે? એ પ્રકારે કનકશેખર પૃચ્છા કરે છે તેનાથી જણાય છે કે કનકશેખરને શ્રાવકોના પરિચયથી ભાવસાધુનું સ્વરૂપ, ભાવશ્રાવકનું સ્વરૂપ અને શ્રાવકોનાં ઉચિતકૃત્યો કઈ રીતે સાધુધર્મની પ્રાપ્તિ દ્વારા ક્ષપકશ્રેણીનું કારણ છે તેના રહસ્યનો બોધ થયેલો આથી જ વિશેષ જૈનશાસનના રહસ્યને જાણવા માટે મહાત્માને ભગવાનના શાસનનો સાર પૂછે છે, ત્યારે તે મહાત્માએ અહિંસા, ધ્યાનનો યોગ, રાગાદિનો નિગ્રહ અને સાધર્મિકનો અનુરાગ એમ કહ્યું ત્યારે સૂક્ષ્મપ્રજ્ઞાથી વિચારીને કનકશેખરને જણાયું કે સંપૂર્ણ અહિંસા તો સુસાધુ કરી શકે છે, રાગાદિનો નિગ્રહ પણ અપ્રમાદી મહાત્મા જ કરી શકે છે, માટે હું સાધર્મિકની તે પ્રકારે ભક્તિ કરું જેથી સાધર્મિકના ગુણોની અનુમોદનાના બળથી જ ઉત્તરોત્તરમાં ભગવાનના શાસનના પરમાર્થને પ્રાપ્ત કરું. જો કનકશેખર શ્રાવકોના પરિચયથી ભગવાનના શાસનના પરમાર્થને જાણનાર ન થયેલ હોત તો મૂઢની જેમ ધ્યાનયોગાદિ મારા પ્રયત્નથી સાધ્ય છે તેમ માનીને તેવા બાહ્ય ધ્યાનાદિ યોગમાં યત્ન કરનાર થાત, જેમ વર્તમાનમાં ઘણા પ્રકારના ધ્યાન યોગના માર્ગો પ્રવર્તે છે. તેથી નિપુણતાપૂર્વક શ્રાવકધર્મનાં રહસ્યો, સાધુધર્મનાં રહસ્યો પામેલા જીવો મહાત્માએ કહેલા અહિંસાદિ ચારના પરમાર્થને સમજી શકે છે. વળી, કનકશેખર ભગવાનના શાસનને પામીને વિવેકદૃષ્ટિવાળા થયેલ છે, આથી જ વિવેકપૂર્વક સાધર્મિક ભક્તિ કરીને અનેક જીવોને ભગવાનના માર્ગમાં સ્થિર કરે છે અને પ્રાયઃ સંસારી જીવો ઘણા મધ્યમપ્રકૃતિવાળા હોય છે તેથી તે પ્રકારના વર્તનથી સ્વાભાવિક મંદધર્મવાળા હોય તે પણ ધર્મમાં સ્થિર થાય છે. વળી, ધર્મને અભિમુખ ન હોય તેવા ઘણા જીવો રાજાના ઉચિત વર્તનથી ધર્મને અભિમુખ થાય છે. તેથી કનકશખરની સાધર્મિક ભક્તિ કેવી વિવેકયુક્ત છે તેનો પણ સૂક્ષ્મબોધ તેના ઉદાર આચારથી પ્રતીત થાય છે. વળી, જ્યારે દુર્મુખ રાજાના ચિત્તને ફેરવીને કુમારની પ્રવૃત્તિથી વિપરીત પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ માતા-પિતા સાથે કઈ રીતે ઉચિત વર્તન કરવું જોઈએ તેનું માર્ગાનુસારી બુદ્ધિથી કનકશેખર વિચારે છે. આથી જ પિતાની સમીપ જઈને દુર્મુખની પ્રવૃતિનો વિરોધ કરતો નથી, પરંતુ વિચારે છે કે દુષ્પતિકાર માતા-પિતા છે માટે તે સંયોગમાં શું કરવું તેનો ઉચિત નિર્ણય પણ જે રીતે કરે છે તે સ્થાને યોગ્ય જીવને કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ તેનું રહસ્ય કનકશેખરના પ્રસંગથી પ્રાપ્ત થાય છે. વળી, કનકશેખરના પિતા નંદિવર્ધનને લેવા માટે મોકલે છે ત્યારે પરસ્પર રાજ કુળનો ઉચિત વ્યવહાર કેવો છે તેનો પણ માર્ગાનુસારી બોધ પ્રસ્તુત પ્રસંગથી થાય છે.
रौद्रचित्तनगरवर्णनम् इतश्च-निवासस्थानं दुष्टलोकानां, उत्पत्तिभूमिरनर्थवेतालानां, द्वारभूतं नरकस्य, कारणं भुवनसन्तापस्य, तस्करपल्लिप्रायमस्ति रौद्रचित्तं नाम नगरम् ।