________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૦૧ વિસ્તીર્ણ નિંતબતા બિબવાળી, સ્થલ કમલના યુગલના અનુકારી એવા ચરણદ્વય સાથે કૃષ્ણ સ્નિગ્ધ કુટિલકેશવાળી, મદનરસતો જાણે કુંડ ન હોય એવી, સુખોની રાશિ ન હોય એવી, રતિનું નિધાન ન હોય એવી, રૂપ અને આનંદમાં રત્નોની ખાણ, મુનિઓના પણ મનને હરણ કરનારી અવસ્થાને અનુભવતી એવી કતકમંજરી, મહામોહથી તિરોહિત થયાં છે વિવેકરૂપી નેત્ર જેનાં એવા હર્ષિત ચિત્તને કારણે, પુલકિત થયેલા શરીરવાળા એવા મારા વડે જોવાઈ. પ્રધાન સાંવત્સરના વચનથી પાણિગ્રહણ કરાયું. મંડલો ફેરાયા, આચારો પ્રયુક્ત કરાયા. લોકોપચાર કરાયા. મોટા વૈભવથી વિવાહયજ્ઞ થયો. ભાવાર્થ -
પૂર્વમાં નંદિવર્ધનના અંતરંગ કુટુંબ તરીકે હિંસાનું સ્વરૂપ બતાવ્યું. અને તેની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેનું સ્વરૂપ બતાવ્યું. હવે નંદિવર્ધનનો જે અંતરંગ પ્રિયમિત્ર વૈશ્વાનર છે તેની માતા અવિવેકિતા છે તે બતાવે છે અને તે દ્વેષ ગજેન્દ્રની ભાર્યા છે તેથી તે પ્રાપ્ત થાય કે જીવમાં અવિવેકિતા પ્રગટે છે તેથી જ ક્રોધી સ્વભાવ બને છે અને તે અવિવેકિતા દ્વેષ ગજેન્દ્રની પત્ની છે. તેથી જીવમાં દ્વેષનો પરિણામ વર્તે છે અને જો વિવેક હોય તો પોતાના શત્રુભૂત કષાયો પ્રત્યે જ જીવને દ્વેષ થાય. પરંતુ બાહ્ય કોઈ પ્રત્યે દ્વેષ થાય નહીં. આમ છતાં જે જીવોને શરીરથી ભિન્ન મારો આત્મા છે, તેનો નિરાકુળ સ્વભાવ તે મારું સુખ છે અને નિરાકુળ સ્વભાવમાં જવા માટે યત્ન કરવાથી હિતની પરંપરા થાય છે તેવો બોધ નથી, પરંતુ શરીર સાથે અભેદ બુદ્ધિ છે અને બાહ્ય પદાર્થો પ્રત્યે મમત્વ ભાવ છે, તેથી દ્વેષ અને અવિવેકિતા બેના યોગથી ગુસ્સાનો સ્વભાવ પ્રગટ થાય છે. તેથી વૈશ્વાનરના પિતા દ્વેષ ગજેન્દ્ર છે અને માતા અવિવેકિતા છે અને તે અવિવેકિતા નંદિવર્ધનની ધાત્રી છે; કેમ કે નંદિવર્ધનનું પાલન કરે છે અને અવિવેકિતાના પુત્ર વૈશ્વાનર સાથે નંદિવર્ધનને મૈત્રી છે તેથી વારંવાર સર્વત્ર ગુસ્સો કરે છે. વળી, તે તામસચિત્ત નગર, દ્વેષ ગજેન્દ્ર રાજા અને અવિવેકિતાના સ્વરૂપને આગળમાં હું કહીશ એમ કહીને અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે કે જ્યારે હું નંદિવર્ધન હતો ત્યારે આ સર્વ અંતરંગ પરિવારને વિશે લેશ પણ જાણતો ન હતો. પરંતુ ભગવાન સદાગમના પ્રસાદથી મેં આ સર્વ જાણ્યું છે. તેથી એ ફલિત થાય કે જે જીવો વર્તમાનમાં પણ ગુસ્સાના સ્વભાવવાળા છે તેમાં અવિવેકિતા વર્તે છે તે સર્વે તેઓ જાણતા નથી. પરંતુ જેઓ નિપુણતાપૂર્વક શાસ્ત્રનું અધ્યયન કરે છે તેઓને અનુસુંદર ચક્રવર્તીની જેમ પોતાના અંતરંગ સર્વ કુટુંબનો યથાર્થ બોધ થાય છે. વળી તે અવિવેકિતા રૌદ્રચિત્ત નગરમાં કેટલોક કાળ રહેલી અને દુષ્ટ અભિસંધિ સાથે તેનો પરિચય થયો; કેમ કે દ્વેષ ગજેન્દ્ર નામના રાજા સાથે આ દુષ્ટ અભિસંધિ રાજાને સંબંધ છે. તેથી તે અવિવેકિતાનો કિંકર થયો. આ પ્રમાણે કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે જીવમાં રૌદ્રચિત્ત વર્તે છે ત્યારે અવિવેકિતા પ્રગટે છે અને અવિવેકિતાને દુષ્ટ અભિસંધિ સાથે સંબંધ થાય છે. આથી જ અવિવેકવાળા જીવોને તે તે નિમિત્તે પામીને દુષ્ટ અધ્યવસાયો થાય છે. અને આ દુષ્ટ અધ્યવસાયો દ્વેષ સાથે સંબંધવાળા છે. તેથી અવિવેકી જીવોમાં ધીરે ધીરે દુષ્ટ અભિસંધિ સ્થિર સ્થિરતર થાય છે. તેથી જેઓને દેહથી ભિન્ન હું આત્મા છું તેવો