________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ગર્ભથી નિર્ભર, બંદીઓ વડે સ્તુતિ કરાતા કનકશેખરકુમારનું નામ સંભળાયું, તેથી તેને સાંભળીને કુમારમાં=કતકશેખરકુમારમાં, ઉત્પન્ન થયેલા અનુરાગના અતિરેકવાળી એવી તે વિમલાનના પોતાના યૂથથી પરિભ્રષ્ટ હરણીની જેમ, સહચર વિયુક્ત ચક્રવાકિકાની જેમ, દેવલોકથી કાઢી મુકાયેલી દેવાંગનાની જેમ, માનસરોવરમાં અત્યંત ઉત્કંઠિત થયેલી કલહંસિકાની જેમ, ગ્લહરહિત દ્યુતકરીની જેમ=હોડમાં મૂકવાની વસ્તુ વગરની ઘૂતકરીની જેમ, શૂન્ય હૃદયપણાને કારણે વીણા વગાડતી નથી, કન્દુકલીલા વડે વિલાસ કરતી નથી, પત્રછેદાદિકને કરતી નથી, ચિત્રાદિકલાનો અભ્યાસ કરતી નથી, શરીરની સ્થિતિને કરતી નથી=શરીરના સ્નાન આદિ ધર્મોને કરતી નથી, કોઈને ઉલ્લાપ આપતી નથી, રાત-દિવસ કંઈ જાણતી નથી, કેવલ નિષ્પન્દમન્દ નિશ્ચલ લોચનવાળી=સ્પંદ રહિત મંદ નિશ્ચલ નેત્રવાળી પરમયોગીની જેમ નિરાલંબન કંઈપણ ધ્યાન કરતી રહે છે, તેથી આકુલ થયેલો પરિવાર તેવા વિકારનું કારણ જાણતો નથી. તેથી અતિવલ્લભપણાને કારણે સદા સન્નિહિતપણું હોવાથી આ વિકારનો હેતુ રત્નવતી વડે જણાયો. જે કારણથી તેણી વડે ચિંતન કરાયું – અરે ! કનકશેખરકુમારના નામગ્રહણ અનંતર આની=વિમલાનતાની આ અવસ્થાન્તર સંપન્ન થઈ છે. આથી આ નિશ્ચિત છે તેના વડે=કનકશેખર વડે, જ પ્રિય ભગિનીનું મન ચોરાયું છે, તે કારણથી અહીં=આ પ્રસંગમાં, આ પ્રાપ્તકાલ છે=આ કરવું ઉચિત છે. પિતાને આ પ્રમાણે રહેલું જ નિવેદન કરું, જેના કારણે પિતા જ તે પ્રિય ભગિનીના ચિત્તના ચોરનું નિગ્રહ કરશે એ પ્રમાણે વિચારીને તેના વડે= રત્નવતી વડે, સર્વ નંદન નરપતિને નિવેદન કરાયું. આવા વડે=નંદનરાજા વડે, વિચારાયું, માતા વડે= વિમલાનનાની માતા વડે, આ=વિમલાતના વિભાકરને અપાયેલી જ છે=સગપણ થયેલું જ છે. તોપણ અન્ય પ્રકારે=કનકશેખરને આપ્યા વગર, આવું જીવિત નથી=આ વિમલાનના જીવે તેમ નથી, એથી કરીને તે જ કનકશેખરતા સ્વયંવરવાળી આવે=વિમલાનતાને, મોકલું, જે કારણથી આવી અવસ્થામાં=વિમલાતનાની શૂનમૂન અવસ્થામાં, કાલવિલંબત યુક્ત નથી. પાછળથી વિભાકરને અમે સંભાળશું, ત્યારપછી હે વત્સ ! તું ધીર થા. વિષાદને મૂક, કુશાવર્ત નગરમાં કનકશેખર માટે જા. એ પ્રમાણે મધુરવચનો વડે આલાપ કરીને દેવ વડે=રાજા વડે, મોટા પરિજન સાથે ત્યાં-કુશાવર્તનગરમાં, વિમાલતના મોકલાવાઈ. રત્નવતી વડે પણ દેવ વિજ્ઞાપન કરાયા. તે ‘વથા’થી બતાવે છે હે તાત ! હું પણ આના રહિત ક્ષણપણ જીવવા માટે ઉત્સાહિત નથી, તેથી મારે પણ જવું જોઈએ, એથી તમે અનુજ્ઞા આપો. કેવલ મારો કનકશેખર ભર્તા નથી. જે કારણથી સાપત્ય સ્ત્રીઓનું મોટું જ સ્નેહત્રોટનું કારણ છે તેથી મારે તેના ઇષ્ટ એવા કોઈક મિત્રની પત્ની થવું જોઈએ. દેવ વડે કહેવાયું – જે તને રુચે તે તું કર. ખરેખર પુત્રી સ્વયં જ અનુચિત આચરશે નહીં. તેથી મહાપ્રસાદ એ પ્રમાણે બોલતી રત્નવતી પ્રવૃત્ત થઈ. ત્યારપછી અનવરત પ્રયાણ વડે આજે નગર પ્રાપ્ત થયે છતે વિમલાનના અને રત્નવતી બહાર ઉદ્યાનમાં રહેલી છે. હું આ જ અર્થને જણાવવા માટે દેવના ચરણ પાસે આવ્યો છું, આ સાંભળીને દેવ પ્રમાણ છે=શું કરું તે નિર્ણય કરવા માટે રાજા ઉચિત છે. ત્યારપછી તે દૂતના વચનને સાંભળીને હર્ષ અને વિષાદથી પૂરિત હૃદયવાળો કન્યાને નિવાસસ્થાન
-
૩૪૯