________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૮૩
છું, તેથી હે દેવ, શરીરની કુશલવાત માત્ર આધીન જીવિતવાળા કિંકરના જેવા આ જવને પ્રસાદથી નિવેદિત કરો જે આ વ્યતીકરનું કારણ છે. એ પ્રમાણે બોલતો તેતલી મારા ચરણમાં પડ્યો. તેથી મારા વડે વિચારાયું – અહો ! આવો મારામાં ભક્તિનો પ્રકર્ષ, અહો વચનનું કુશલપણું, આને સદ્ભાવ કહેવા માટે ઘટે છે=મારી વિહ્વળતાનું સાચું કારણ કહેવું ઘટે છે. તોપણ કામના વિકારનું વક્રસ્વભાવપણું હોવાથી મારા વડે કહેવાયું – હે ભદ્ર તેતલી ! અહીં=મારી અસ્વસ્થતામાં, કારણ હું જાણતો નથી. કેવલ જ્યારથી માંડીને હટ્ટમાર્ગ અતિક્રમીને તારા વડે રાજકુલના નજીકમાં રથ લવાયો ત્યાં કેટલીક પણ ક્ષણ ધારણ કરાયો, ત્યારથી મારાં બધાં અંગો તૂટે છે, બળતા ભુવનની જેમ અંતસ્તાપ વધે છે, લોકોનો ઉલ્લાપ સુખને માટે થતો નથી. રણણક આવિર્ભાવ પામે છે. ખોટી ચિંતા ઉત્પન્ન થઈ, શૂન્યની જેમ હદય થયું. ત્યારપછી આ દુઃખના અલબ્ધ પરિત્રાણના ઉપાયવાળો આ દુઃખના નિવારણના ઉપાયને નહીં જાણતો, હું ખરેખર આ પ્રમાણે સ્થિત છું, તેથી સહર્ષથી હર્ષ સહિત, તેતલી વડે કહેવાયું – હે દેવ ! જો આ પ્રમાણે છેeતમારા દુઃખનો ઉપાય તમે જાણતા નથી એ પ્રમાણે છે, તો આ દુઃખનું નિદાન અને ઔષધ મારા વડે જણાયું છે=તમને થયેલા દુઃખનું કારણ અને ઔષધ મારા વડે જણાયું છે. દેવ વડે વિષાદ કરવો જોઈએ નહીં. મારા વડે કહેવાયું – કેવી રીતે ? કેવી રીતે તારા વડે મારા દુઃખનું કારણ અને ઔષધ જણાયું છે. તેતલી કહે છે, સાંભળો આ દુઃખનું કારણ ચક્ષુદોષ છે. મારા વડે કહેવાયું – કોના સંબંધી ? તેતલી કહે છે – હું જાણતો નથી કે દેવ વડે આ જોવાઈ છે અથવા જોવાઈ નથી ? તમને ચક્ષુદોક્ષ કરનારી રૂપાળી બાલિકા તમારા વડે જોવાઈ છે કે નથી જોવાઈ તે હું જાણતો નથી. વળી, ત્યાં રથમાં રાજકુલના પર્યન્તવર્તી પ્રાસાદની ગેલેરીમાં વર્તમાન કોઈક સુંદર કન્યા દેવને અર્ધી તિરછી ચક્ષુના યુગલથી સાભિનિવેશ અંગપ્રત્યંગથી નિરૂપણ કરતી મારા વડે ઘણી વેળા જોવાઈ. તે કારણથી તે બાલિકાને તમને જોતી મેં જોઈ તે કારણથી, આ નિશ્ચિત કરાયું કે તેણીના સંબંધી આ ચક્ષુદોષ છે. જે કારણથી હે દેવ ! વિષમશીલવાળાઓની અતિવિષમ દૃષ્ટિ છે. તેથી તેતલીએ આ પ્રમાણે કહ્યું તેથી, મારા વડે=નંદિવર્ધન વડે, વિચારાયું – ખરેખર આ તેટલી હોંશિયાર છે. આના વડે મારો ભાવ જણાયો છે. તે લાંબા કાળ સુધી આવા વડે જોવાઈ છે, આથી આ પુષ્યવાળો છે અને જે કારણથી આ કહે છે, શું કહે છે તે “યથા'થી બતાવે છે. મારા વડે તમારા આ દુઃખનું ઔષધ પ્રાપ્ત કરાયું છું તેથી ખરેખર આ તેતલી, મારા કામન્વરના હરણની મૂલિકા એવી તે કન્યાને સંપાદન કરશે, તે કારણથી મારો આ પ્રાણનાથ વર્તે છે મારા પ્રાણનો રક્ષણ કરનાર વર્તે છે. એ પ્રમાણે વિચારીને બળાત્કારે તેતલી ખોળામાં સમારોપિત કરાયો=બેસાડાયો, અને કહેવાયું – હે સુંદર સુંદર તારા વડે મારા રોગનું નિદાન જણાયું છે.
इदानीमौषधमस्य निवेदयतु भद्रः । तेतलिनाऽभिहितं-देव! इदमत्र चक्षुर्दोषे भेषजं यदुतनिपुणवृद्धनारीभिः कार्यतां सम्यग् लवणावतारणकं, विधीयतां मन्त्रकुशलैरपमार्जनं, लिख्यन्तां रक्षाः, निबध्यन्तां कण्ड(कट प्र.)कानि, अनुशील्यन्तां भूतिकर्माणि । अन्यच्च-शाकिन्यपि किल प्रत्युच्चारिता न प्रभवतीति कृत्वा गत्वा निष्ठुरवचनैर्गाढं निर्भय॑तां सा दारिका यदुत हे वामलोचने!