________________
૩૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભક્ષણના પ્રભાવથી, ક્ષણમાં મારો અંતસ્તાપ વૃદ્ધિ પામ્યો. અર્થાત્ ગુસ્સાનો પ્રકર્ષ ઉત્પન્ન થયો. સ્વદબિંદુઓ સમુલ્લસિત થયાં તીવ્રકોપને કારણે શરીર ઉપર પરસેવાનાં બિંદુઓ થયાં, ગુજ્જાઈ જેવું શરીર થયું=લાલચણોઠી જેવું કોપયુક્ત શરીર થયું. વિષમ દાંત અને ઓષ્ઠ થયા, ભગ્નભૃકુટિના તરંગવાળું અતિવિકરાળ મુખ થયું, તેથી તે ભદ્રા ! અગૃહીતસંકેતા ! તે પ્રકારે વેશ્વાનર વટકના પ્રભાવથી અભિભૂત સ્વરૂપવાળા પાપકર્મવાળા એવા મારા વડે તેવી વત્સલતાને જાણ્યા વગર=વિદુરની વત્સલતાને જાણ્યા વગર, હિતભાષિતાનું આલોચન કર્યા વગર=વિદુરની આ હિતભાષિતા છે એનો વિચાર કર્યા વગર, ચિરપરિચયની અવગણના કરીને, સ્નેહભાવનો ત્યાગ કરીને, દુર્જનતાનો સ્વીકાર કરીને, સર્વથા નિષ્ફર વચનો વડે આ વિદુર તિરસ્કાર કરાયો. તે “દુત'થી બતાવે છે – અરે દુરાત્મન્ ! નિર્લજ્જ ! મને તું બાલ જેવો માને છે. અને અચિંત્ય પ્રભાવથી યુક્ત પરમોપકાર અંતરંગ મારા વૈશ્વાનરને તેવા પ્રકારના દુષ્ટ સ્પર્શનની ઉપમાવાળો માને છે. પ્રત્યુત્તરને નહીં આપતા વિદુરને મારા વડે ગાલને ચીરી નાખે તેવી લપાટ અપાઈ. મોટું ફલક ગ્રહણ કરીને=લાકડી ગ્રહણ કરીને હું મારવા માટે આરબ્ધ થયો. તેથી ભયના અતિરેકથી કંપતા શરીરવાળો વિદુર નાઠો અને પિતા સન્મુખ ગયો અને સમસ્ત પણ વૃત્તાંત કહેવાયો. તેથી પિતા વડે સ્વમનમાં નિશ્ચય કરાયો. શું કરાયો ? તે ‘રથા'થી બતાવે છે. આ વૈશ્વાનર પાપમિત્રથી કોઈપણ રીતે કુમાર વિયોજન કરાવવા માટે શક્ય તથી જ. તે કારણથીઆ પાપમિત્રનો વિયોગ શક્ય નથી તે કારણથી, આ પ્રમાણે સ્થિત હોતે છતેનકુમાર સદા પાપમિત્ર સાથે રહેશે એ પ્રમાણે સ્થિતિ હોતે છતે, જે ભવિષ્યમાં થાઓ એ પ્રમાણે અવલંબીને અમારા વડે મૌનથી જ રહેવું યુક્ત છે. એ પ્રમાણે પિતા વડે સિદ્ધાંત સ્થાપિત કરાયો. ભાવાર્થ :
અનુસુંદર ચક્રવર્તી અગૃહતસંકેતાને ઉદ્દેશીને પોતાનો નંદિવર્ધનનો ભવ કહે છે અને નંદિવર્ધનના ભવમાં પોતે કૂરકષાયથી કેવો દૂષિત હતો તે બતાવે છે અને નંદિવર્ધનના ભવમાં પિતાથી નિયુક્ત વિદુર કુમારને બોધ કરાવવા અર્થે સ્પર્શનની કથા કરી તે સાંભળીને નંદિવર્ધન કહે છે કે આ સુંદરકથા છે, અતિરમણીય છે. પાપમિત્રનો સંબંધ અત્યંત ખરાબ છે આ પ્રકારનો નંદિવર્ધનને કંઈક બોધ થાય છે ત્યારે તે કથાના શ્રવણથી નંદિવર્ધનના કંઈક કષાયો મંદ થાય છે, કંઈક તત્ત્વને અભિમુખ ચિત્ત થાય છે તેથી વિદુરને જણાયું કે આ કથાનકથી કંઈક નંદિવર્ધન તત્ત્વને અભિમુખ થશે. તે વખતે તેનો અંતરંગ વૈશ્વાનર મિત્ર નંદિવર્ધનથી કંઈક દૂર વર્તે છે. પરંતુ અત્યંત દૂર નથી તેથી તેણે વિદુરનું વચન સાંભળ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં જ્યારે ક્રોધ વ્યક્ત ઉદયમાં હોય છે ત્યારે તે ક્રોધ આવિષ્ટ બને છે અને જ્યારે તે ક્રોધ ઉદયમાંથી નીકળીને સન્મુખ આલાપ કરે છે ત્યારે તેને જણાય છે કે મારા ગુસ્સાનું કેવું સુંદર ફળ છે જેથી સુખપૂર્વક આ કાર્ય થયું ઇત્યાદિ ગુસ્સાની સાથે તે આલાપ કરે છે ત્યારે તે વૈશ્વાનર દેહમાંથી પ્રગટ થઈને તેની સાથે આલાપ કરે છે તેવી અવસ્થા છે અને જ્યારે નંદિવર્ધન વિદુરની કથા સાંભળે છે ત્યારે તે કથાથી કંઈક ચિત્ત ઉપશાંત બને છે તેથી વૈશ્વાનરની સાથે તેનો આલાપ થતો નથી. પરંતુ વિદુરના વચન સાથે