________________
૨૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી=પોતાની શક્તિ અનુસાર જે કાયિક, વાચિક કે માનસિક ક્રિયા કરવાથી ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તેવી ઉચિત પરિસ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી. લોકમાર્ગની અપેક્ષા રાખતા નથી=સંસારી જીવો રૂ૫ લોકોને કઈ રીતે સારું જણાય જેથી લોકોમાં પોતે પ્રીતિપાત્ર થાય તેવા લોકમાર્ગની અપેક્ષા રાખતા નથી. ગુરુસંહતિને માન આપે છે=ગુણસંપન્ન મહાત્માઓને હંમેશાં આદર, સત્કારથી જુએ છે, તેમના પરતંત્રપણાથી ચેષ્ટા કરે છે–ગુણવાન પુરુષોના વચનોનું સમ્યફ અનુસરણ કરે છે. ભગવાનના આગમને સાંભળે છે=સર્વજ્ઞનાં વચનોના પરમાર્થનો બોધ થાય તે પ્રકારે શાસ્ત્રઅધ્યયન કરે છે. મહાયતથી ભાવિત કરે છે=ભગવાનનાં વચનોથી આત્માને તે ભાવો સ્પર્શે તે પ્રકારે ભાવિત કરે છે, દ્રવ્ય આપત્તિઓમાં ઘેર્યનું અવલંબન લે છે=શારીરિક, સાંયોગિક, વિષમસ્થિતિ થાય ત્યારે સુસાધુઓ તે સ્થિતિમાં પણ પોતાનું ચિત્ત વીતરાગના વચન પ્રમાણે અપ્રમાદથી ગુણવૃદ્ધિમાં યત્વવાળું રહે તે પ્રકારે ઘેર્યનું અવલંબન લે છે. આગામીના અનર્થોનું પર્યાલોચન કરે છે=જો સંયમજીવનમાં યથા-તથા જીવીશ તો ઉત્તરના ભવોમાં દુર્ગતિઓની પરંપરારૂપ અનર્થો મને પ્રાપ્ત થશે તેનું જિતવચનાનુસાર પર્યાલોચન કરે છે. પ્રતિક્ષણ અસપત્ર યોગોમાં થત કરે છે=સંયમજીવનમાં પોતાની ભૂમિકાનુસાર જે બલવાન યોગ હોય તેનો વ્યાઘાત ન થાય તેવા ઉચિતયોગમાં રૂપ અસપત્નયોગમાં યત્ન કરે છે. ચિત્ત વિશ્રોતસિકાનું અવલોકન કરે છે=સંયમજીવનના પ્રવૃત્તિકાળમાં પોતાનું ચિત્ત યોગમાર્ગના પરિણામની ધુરાને વહન કરે છે કે નિમિત્તો પ્રમાણે ભાવો કરીને સંસારની વૃદ્ધિની ધુરાને ગ્રહણ કરે છે તે પ્રકારે નિપુણતાપૂર્વક પોતાના ચિત્તને જોવા યત્ન કરે છે અને તેનું અનાગત પ્રતિવિધાન રૂપ પ્રતિકાર કરે છે કોઈક રીતે અનાદિભવ અભ્યાસને કારણે ચિત્ત સંયમયોગમાં શિથિલ થયું હોય અને પોતાના ચિત્તનો પ્રવાહ નિમિતો પ્રમાણે ભાવોમાં પ્રવર્તતો હોય તેનાથી ભાવિમાં અનર્થ થાય તેની પૂર્વે જ તેવા ચિત્તના નિવારણ માટે ઉચિત યત્ન કરે છે. સતત અસંગતાના અભ્યાસના રતપણાથી માનસને નિર્મલ કરે છે–પોતાનું મન સતત બાહ્ય સંગથી પર થઈને આત્માના અસંગભાવમાં સ્થિર થાય તે પ્રકારના અભ્યાસના રતપણાથી માણસને પ્રવર્તાવીને આત્માને નિર્મલ કરે છે. યોગમાર્ગનો અભ્યાસ કરે છે મોક્ષસાધક એવા આત્માના ભાવોને યોગમાર્ગમાં સુઅભ્યસ્ત કરે છે. ચિત્તમાં પરમાત્માનું સ્થાપન કરે છે હંમેશાં પરમાત્માનું નિરાકુળ સ્વરૂપ સ્મૃતિમાં રહે તે પ્રકારે ચિત્તને સુઅભ્યસ્ત કરે છે, ત્યાં=પરમાત્માના સ્વરૂપમાં, ધારણાને બાંધે છે સુસાધુઓ હંમેશાં પરમાત્માનું સર્વઉપદ્રવ રહિત નિરાકુળ સ્વરૂપ સતત દીર્ઘકાળ સુધી સ્મૃતિ પટમાં રહે એ પ્રકારે મનોવ્યાપાર કરે છે. બહિવિક્ષેપનો ત્યાગ કરે છે=બાહ્યપદાર્થોથી ચિત્ત વિક્ષેપ પામે તેવું જણાય ત્યારે તત્ત્વનું સ્મરણ કરીને તેનો પરિહાર કરે છે. પરમાત્માના પ્રત્યયમાં–પરમાત્માની પ્રતીતિમાં એકતાનવાળું અંતઃકરણ કરે છે. યોગસિદ્ધિમાં યત્ન કરે છેપોતે જે યોગમાર્ગને પ્રાપ્ત કર્યો છે તેનાથી ઉત્તરઉત્તરના યોગમાર્ગને પ્રગટ કરવા અર્થે સતત યત્ન કરે છે. શુક્લધ્યાનને પ્રગટ કરવા અર્થે યત્ન કરે છેઃ આત્માનો નિર્વિકલ્પરૂપ સ્વભાવ છે તેવા નિર્વિકલ્પ સામાયિકના પરિણામને સ્પર્શવાને અનુકૂળ યત્ન થાય તે પ્રકારે શુક્લધ્યાન અનુરૂપ આત્માને સંપન્ન કરે છે. દેહ, ઈન્દ્રિય આદિથી ભિન્ન આત્માને જુએ