________________
૩૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તે કર્મવિલાસની ત્રણ ભાર્યાથી જનિત જઘન્ય, ઉત્તમ અને મધ્યમ એવું આ જગત કુટુંબ છે. I૫૮II શ્લોક :
सूरिरुवाचआर्य! नैवात्र सन्देहः, सम्यगार्येण लक्षितम् ।
मार्गानुसारिणी बुद्धिर्भवत्येव भवादृशाम् ।।५९।। શ્લોકાર્ચ -
સૂરિ કહે છે – હે આર્ય ! આમાં તમે કહ્યું એમાં સંદેહ નથી જ, આર્ય વડે સમ્યગબોધ કરાયો. તમારા જેવાઓની માર્ગાનુસારી બુદ્ધિ થાય છે જ. I૫૯ll શ્લોક :
તથાદિजघन्यमध्यमोत्कृष्टाः, सर्वयोनिषु जन्तवः ।
विद्यन्ते केवलं नृत्वे, व्यक्तभावा भवन्ति ते ।।६०।। શ્લોકાર્થ :
તે આ પ્રમાણે - જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સર્વયોનિઓમાં જંતુઓ વિધમાન છે, ક્વલ મનુષ્યપણામાં તેઓ વ્યક્તભાવવાળા થાય છે.
એકેન્દ્રિયઆદિ બધા ભવોમાં ક્લિષ્ટભાવવાળા જીવો હોય છે. મધ્યમ જીવો પણ હોય છે અને ઉત્કૃષ્ટ જીવો પણ હોય છે, કેમ કે ક્લેશ આપાદક કર્મો જેઓનાં ઘણાં છે તેઓ જઘન્ય છે, જેઓનાં ક્લેશ આપાદક કર્મો મધ્યમ છે, તેઓ મધ્યમ પ્રકારના છે અને ક્લેશ આપાદક કર્મો નષ્ટપ્રાય છે તેઓ ઉત્કૃષ્ટ છે. આથી જ ચૌદપૂર્વધરો પણ નિગોદ આદિમાં વર્તે છે ત્યારે તેઓનાં ક્લેશ આપાદક કર્મો ઘણાં અલ્પ છે આથી જ કોઈક નિમિત્તને પામીને નિગોદમાંથી બહાર નીકળે છે ત્યારે નિમિત્તને પામીને તેઓને મનુષ્યઆદિ ભવ પ્રાપ્ત થાય છે. તેથી મનુષ્યભવમાં આ જઘન્ય છે, આ મધ્યમ છે, આ ઉત્કૃષ્ટ છે એ પ્રકારે વ્યક્તભાવો પ્રાપ્ત થાય છે તેવા વ્યક્તભાવો એકેન્દ્રિય આદિમાં થતા નથી તોપણ તેવા જીવો ત્યાં ઉપલબ્ધ થાય છે આથી જ બળભદ્રમુનિને પ્રાપ્ત કરીને સિંહ, વાઘ, હરણ વગેરે પશુઓ પણ શ્રાવકની જેમ ઉત્તમ આચારો પાળનારા થયેલા તેથી તેવા ઉત્તમઆચાર પાળનારા પશુઓ પણ ઉત્કૃષ્ટમાં ગણના પામે છે. II II