________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૮૭ સ્વરૂપ વર્ણન કર્યું, અને તેવા અપ્રમાદયંત્રવાળા મહાત્માઓ પાંચ ઇન્દ્રિયોની મનોવૃત્તિઓ અને અકુશલકર્મોની હારમાળાઓ નાશ કરે છે, જેથી ઇન્દ્રિયોના વિકાર શાંત થાય છે. અશુભકર્મો નાશ થવાથી જીવમાં નિર્મળ બુદ્ધિ પ્રગટે છે; કેમ કે અશુભકર્મો ઘાતિકર્મો છે અને તે જ જીવની મલિનતાના હેતુ છે. જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરીને સુસાધુઓ ઇન્દ્રિયોના વિકારો શાંત કરે છે અને ઘાતિકર્મોને ક્ષીણપ્રાય કરે છે. આ સર્વકથન સાંભળીને મનીષીને શુભ પરિણામ પ્રાદુર્ભત થયો; કેમ કે પૂર્વમાં જ નિર્મળમતિ હતી. અને સુસાધુના મહાસાત્ત્વિક જીવનનું સ્વરૂપ સાંભળીને પોતાને પણ તે પ્રકારે અપ્રમાદ કરવાનો અધ્યવસાય થયો, છતાં કંઈક શંકા થવાથી આચાર્ય ભગવંતને પૂછે છે કે ભાવદીક્ષા અને અપ્રમાદયંત્રમાં શું ભેદ છે ? તેથી મહાત્મા સ્પષ્ટતા કરે છે કે અપ્રમાદયંત્ર પરમાર્થથી જ ભાવદીક્ષા છે. તેથી એ ફલિત થાય કે અંતરંગ મોહનાશ માટે જે અપ્રમાદભાવથી યત્ન કરનારા છે તે મુનિઓ જ ભાવદીક્ષાવાળા છે અને તેઓ અપ્રમાદભાવથી સંગની પરિણતિનો અત્યંત ઉચ્છેદ કરે છે, તેથી જ તેઓનું ચિત્ત જગતના ભાવો પ્રત્યે અસંશ્લેષવાળું બને છે, જેનાથી જ સંસારનો ક્ષય થાય છે અને તેથી ઉત્તમ દીક્ષા ગ્રહણ કરવાનો શુભઅધ્યવસાય મનીષામાં પ્રગટ થયો. વળી, રાજાને પણ મહાત્માના ઉપદેશથી તેવી જ ભાવદીક્ષા અત્યંત કર્તવ્ય છે તેવો બોધ થાય છે. રાજાને પોતાનું તેવું સત્ત્વ નથી એવું જણાય છે અને મનીષી તેવું દુષ્કર કાર્ય કરવા તત્પર થાય છે તેવું જાણીને રાજાને તેના પ્રત્યે અત્યંત ભક્તિ થાય છે તેથી તેની ભક્તિ કરવા અર્થે મહાત્માને વિનંતી કરે છે. દીક્ષાર્થીની ભક્તિ દ્રવ્યસ્તવ રૂપ છે અને મહાત્માઓ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે છે, પરંતુ સાક્ષાત્ દ્રવ્યસ્તવ કરવાની અનુજ્ઞા કરતા નથી, તેથી રાજાને ઉત્તર આપતા નથી. તેનાથી ફલિત થાય કે સાધુઓ સાક્ષાત્ દ્રવ્યસ્તવની અનુજ્ઞા આપે નહીં, ફક્ત શ્રાવકોને દ્રવ્યસ્તવ કર્તવ્ય છે એ પ્રકારનો ઉપદેશ આપે અને સુશ્રાવકો ભગવાન પ્રત્યેના ભક્તિના પ્રકર્ષથી દ્રવ્યસ્તવ કરીને ભારતવરૂપ સંયમની શક્તિનો સંચય કરતા દેખાય ત્યારે તેઓના દ્રવ્યસ્તવકાલીન વર્તતા ઉત્તમભાવોને આશ્રયીને અનુમોદના કરે છે અને કહે છે કે સાધુપણા માટે અસમર્થ પણ આ શ્રાવકો આ રીતે ભગવાનની ભક્તિ કરીને ચારિત્રમોહનીયનો નાશ કરે છે માટે તેઓનું જીવન ધન્ય છે. વળી, સુબુદ્ધિના કહેવાથી રાજા મનીષીને ભક્તિ કરવા અર્થે વિનંતિ કરે છે અને મનીષી પણ સંયમનો અત્યંત અર્થી હોવા છતાં રાજાના ઉત્તમભાવોને જોઈને ઔચિત્ય તરીકે તેમના વચનનો સ્વીકાર કરે છે. ત્યારપછી રાજા મનીષીનો જે પ્રકારે નગરપ્રવેશ મહોત્સવ કરે છે અને ભગવાનની ભક્તિનો મહોત્સવ કરે છે, પોતે પણ જાણે મનીષીનો કિંકર ન હોય તે રીતે સર્વ વર્તન કરીને સંયમ પ્રત્યેનો રાગ જ દૃઢ કરે છે તે સર્વ કથનથી એ ફલિત થાય કે જેઓને સમ્યક્ત પ્રાપ્ત થયેલું છે તેઓને ભાવથી સર્વવિરતિ અત્યંત પ્રિય છે અને તેવા સર્વવિરતિ માટે ઉદ્યમ કરવા તત્પર થયેલા જીવોને જોઈને અતિશય ભક્તિ થાય છે. તેથી બુદ્ધિસંપન્ન પુરુષો તેવા મહાત્માની ભક્તિ કરીને પણ કઈ રીતે ઉત્તમભાવો કરે છે તે સર્વકથન પ્રસ્તુત મનીષીના દીક્ષાના પ્રસંગમાં કરાયેલી રાજાની ભક્તિથી જણાય છે. વળી, સુબુદ્ધિમંત્રી પણ તત્ત્વનો અત્યંત જાણકાર છે તેથી અવસરને ઉચિત દેશવિરતિ ગ્રહણ કરનાર મધ્યમબુદ્ધિ પણ શુદ્ધ શ્રાવક છે એમ જાણીને તેની અત્યંત વિવેકપૂર્વક ભક્તિ કરે છે. તેથી જેઓ સાધુધર્મને ગ્રહણ કરવા સમર્થ નથી તેવા ઉત્તમ શ્રાવકોની કઈ રીતે ભક્તિ કરવી જોઈએ, તેવો માર્ગાનુસારી બોધ