________________
૨૪૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પરસ્પર વિરોધી વચનો સાંભળીને અગૃહતસંકેતા સંસારી જીવ એવા અનુસુંદર ચક્રવર્તીને પૂછે કે પૂર્વે તે નગરનો રાજા કર્મવિલાસ કહ્યો અને હવે શત્રુમર્દનરાજા કહે છે તે કઈ અપેક્ષાએ છે ? તેથી અનુસુંદર ચક્રવર્તી કહે છે કે નંદિવર્ધનના ભવમાં પણ મારા વડે વિદુર આ પ્રમાણે પુછાયેલો ત્યારે વિદુરે મને કહેલ કે કર્મવિલાસ અંતરંગ રાજા છે અને શત્રુમદન તે નગરનો બહિરંગ રાજા છે. ત્યાર પછી તે વિદુર જે કથા કરે છે તેમાં બાલને જે પ્રકારે સંસારની સર્વ કદર્થના પ્રાપ્ત થાય છે તેમાં તે જીવની બુદ્ધિ તે પ્રકારના કર્મને અનુસરનારી છે; કેમ કે બુદ્ધિ કર્માનુસારી એ પ્રકારનું શાસ્ત્રવચન છે તેથી એ ફલિત થાય કે જે જીવોનાં અકુશલકર્મો પ્રચુર છે તેઓને સ્પર્શનના સુખ સિવાય અન્ય કોઈ સુખ દેખાતું નથી અને તે સુખને પ્રાપ્ત કરવા માટે જે કંઈ સર્વક્લેશો કરે છે તે પણ સુખના સાધનરૂપ જ દેખાય છે. પરંતુ ઇન્દ્રિયોના વિકારો પોતાને પીડે છે, તેથી જ વર્તમાનમાં સર્વ પાપો કરીને પોતે અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે તે વર્તમાનભવમાં પ્રત્યક્ષ દેખાતું હોવા છતાં મૂઢતા આપાદક કર્મોને કારણે તેઓને દેખાતું નથી. પરંતુ સ્પર્શનનું સુખ મળે તો તેના માટે કરાયેલા સર્વક્સેશો પણ તેના ઉપાયરૂપ જ છે તેવી વિપરીત બુદ્ધિ વર્તે છે. વળી, મધ્યમબુદ્ધિ જીવો આ લોકમાં પણ અત્યંત ક્લેશ થાય તેવા ભોગોમાં સારબુદ્ધિ કરતા નથી, તોપણ આ લોકમાં અનર્થ ન થાય તે પ્રકારે સ્પર્શનના સુખમાં સુખને જોનારા મધ્યમબુદ્ધિવાળાઓ છે આથી જ બાલની જેમ મધ્યમબુદ્ધિ જીવ તે પ્રકારે મદનકંદલીમાં આસક્ત થઈને સ્પર્શનના સુખને મેળવવા માટે પ્રયત્ન કરતો નથી, છતાં સ્પર્શન જીવની વિકારી અવસ્થા છે તેનો પરમાર્થ સ્વયં જાણી શક્તો નથી. મનીષીના ઉપદેશથી પણ શીઘ્ર તે પ્રકારે ક્ષયોપશમ થતો નથી પરંતુ પુનઃ પુનઃ મનીષીના પરિચયને કારણે સ્પર્શનના અનર્થો કઈ રીતે બાલને પ્રાપ્ત થાય છે તેના દર્શનને કારણે મધ્યમબુદ્ધિ જીવોને મનીષીનાં વચનો કંઈક વિશ્વસનીય લાગે છે ત્યારે નિપુણતાપૂર્વક તેનાં વચનોને સાંભળીને કંઈક માર્ગાનુસારી પ્રજ્ઞાવાળા થાય છે. વળી, બાલના સહવાસથી તેવા જીવોને કામના વિકારોમાં જ સુખબુદ્ધિ પણ સ્થિર થાય છે; કેમ કે કંઈક ક્લેશવાળાં કર્મો અને કંઇક મંદદ્દેશવાળાં કર્યો હોવાથી તે જીવો નિમિત્ત પ્રમાણે વિપર્યાસને પામે છે અને નિમિત્ત પ્રમાણે અજોશવાળાં કર્મોને કારણે તત્ત્વને અભિમુખ પણ થાય છે, આથી જ મનીષીના પરિચયથી મધ્યમબુદ્ધિને પણ ક્રમસર તત્ત્વનો પક્ષપાત વધે છે. વળી, બાલ, મધ્યમ અને મનીષી આ રીતે તે નગરમાં રહે ત્યારે પ્રબોધનરતિ આચાર્ય નગરના ઉદ્યાનમાં પધાર્યા તે કેવા ગુણવાળા છે તેના વર્ણન ઉપરથી ભગવાનના શાસનના આચાર્યો કેવા હોય છે અને કઈ રીતે માર્ગનો સમ્યક બોધ કરાવે છે તેની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. જેમ તે પ્રબોધન આચાર્ય કરુણારસના પ્રવાહથી સંસારરૂપી સમુદ્રને તરવામાં હેતુ હતા તેમ કહ્યું તેથી, પ્રાપ્ત થાય કે ભગવાનના શાસનના સૂક્ષ્મબોધવાળા હતા. કોઈ જીવનું અહિત ન થાય તે પ્રકારે સન્માર્ગને કહેનારા હતા અને જગતના જીવો પ્રત્યે કરૂણારસનો પ્રવાહ તેમના ચિત્તમાં વર્તતો હતો જેના કારણે યોગ્ય જીવોને તે રીતે સન્માર્ગ બતાવતા હતા કે અવશ્ય તે જીવો તેમના ઉપદેશના બળથી સંવેગગર્ભ તેમના વચનના બળથી, સન્માર્ગને પામીને સંસારસાગરથી તરતા હતા. વળી, તેઓની દેશના તૃષ્ણારૂપી લતાને છેદવા માટે પરશુ જેવી હતી. તેથી તે મહાત્મા યોગ્ય જીવોને ભોગતૃષ્ણાનો નાશ થાય તે પ્રકારે તત્ત્વના હાર્દને સ્પર્શે તેવી નિપુણ દેશના આપનારા હતા. વળી, જીવોનો માન કષાય કેમ નાશ થાય તે